Posted in પતિ પત્ની ના ૧૦૦૦ જોક્સ

ચંદ્રકાન્ત બક્ષી

૫૦ થી ૬૦ વર્ષ પછીની જીંદગી ની વાસ્તવિકતા…
પત્નિની પતિને સુધારવાની જીદ ચરમસીમાએ હોય છે.
તેમાંય જો બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પત્નિ એકલાં રહેતા હોય તો ભોગ મર્યા…
આ કોઈ એકલાનો પ્રશ્ન નથી…
સમગ્ર સમાજને લાગુ પડે છે…
સવાર પડે ને…

ઉઠો મારે ચાદર ખંખેરવી છે, વહેલા ઉઠવાનું રાખો.

બ્રશ કરતી વખતે સિંન્કનો નળ ધીમો રાખો, નીચે ટાઈલ્સ પર છાંટા ઉડે છે.

ટોયલેટમાંથી નીકળીને પગ લુછણીંયા પર પગ લુંછો. તમે આખા ઘરમાં રામદેવ પીરના ઘોડા જેવા પગલાં પાડો ને સાફ મારે કરવા પડે.

પોતું કરેલું છે, ગેલેરીમાં ના જતા વરસાદના છાંટા પડેલા છે, પાછા પગ ભીના લઈને રૂમમાં આવસો.

દાઢી કરીને બ્રસ ધોઈને ડબ્બામાં મુકો.

નાહવા જાવ એટલે ચડ્ડીબંડ્ડી ડોલમાં નાખજો.

નીકળીને રુમાલ બહાર તાર પર સુકવો.

માથામાં નાંખવાના તેલની બોટલ બંધ કરીને મુકતાં કીડીઓ ચટકે છે.

હજાર વાર કહ્યું આ ભુરો મોટો કાંસકો નહી લેવાનો એ ગુંચ કાઢવા માટે છે.

ધરે હો ત્યારે આ જાડી ટીશર્ટ ના પહેરતા હોય તો.

આ ચાની મલાઈ રકાબીની ધારે ન ચોંટાડતા હોય તો.

ફોન પર વાત કરતાં કરતાં ગેલેરીમાં શું કામ જતા રહો છો, ગામને સંભળાવવાનું છે.

મોબાઈલ જ મંતરવાનો હોય તો ટીવી શું કામ ચાલુ કરો છો.

છેલ્લી વાર કહું છું, ચલો જમવા,
પંખો બંન્ધ કરીને આવજો.

તોડેલી રોટલી પતે પછી જ બીજી તોડતા હોવતો.

જો ફરી પાછું, કેટલી વાર કહ્યું, લેંઘાએ હાથના લુંછો.

કાગળીયું ડસ્ટબીનમાં નાંખો, હાચું કહીયે તો મિસ્ટર બીન જેવું મો કેમ થઈ જાય છે.

જમ્યા પછી તરત આડા ના પડો.

સીંગ ચણાના ફોતરા તરત કચરાપેટી માં નાખો, આખા ઘરમાં ઉડે છે.

દીવાલે ટેકો દઈ ન બેસો તેલના અને ડાઈના ડાઘ પડે છે.

સવારે તો પેપર દોઢ કલાક વાંચેલું, હવે એ ઓનલાઈન થોડું છે તે બદલાઈ જાય.

પેપર વાળીને ટીપોઈ પર મુકતા હોતો.

હજી તો અડધો જ દિવસ પત્યો છે, અને આટલાં બધાં સુચનો !

આ સતત રણકતો રેડીયો એટલે જીવન સંગીત !!!
પણ મિત્રો આ રેડીઓ ની મીઠાસ એટલી મધુર છે કે જો એ ચૂપ થઈ જાય ને તો જીવન થઁભી જ જાય…
નાની ઉંમરે આ બધા છણકા ભણકા પતિ પત્ની માં થી કોઈ ને ના ગમે અને ઝગડો જ કરાવે પણ રિટાયર્ડ થયાં પછી જો આવા છણકા ભણકા ના હોય અને શાંત જીવન જીવતા હોય તો રોબોટ જેવિ જિંદગી લાગે અને જીવન નો સાચો આનંદ વિસરાય જ જાય !!!

🙏તમામ સીનીયર સીટીઝન દંપતી ને સમર્પિત🙏
ચંદ્રકાન્ત બક્ષી

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s