Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આજના શહીદ દિન નિમિત્તે રાજગુરુ વિષે:

જનોઇધારી બ્રાહ્મણ રાજગુરુ ને જયારે ફાંસી ની સજા અપાઈ ત્યારે તેની સામે તેની માનીતી બહેન સુશીલાદીદી ઉભી હતી અને તેણે રાજગુરુ ને પૂછ્યું કે ભાઈ શું તું મને આજે તારા શરીર ઉપર તે પોતે પાડેલું ચોટ નું નિશાન બતાવીશ? વાત એમ છે કે ચંદ્રશેખર આઝાદે એક વાર કહ્યું કે જેલ માં કેવું કેવું ટોર્ચર સહન કરવું પડે છે ત્યારે રાજગુરુ રસોડા માં જઇ અને ચીપીયો લઈ આવ્યા. તેમણે તેને આગ માં તપાવી ને લાલ ઘૂમ કરી નાખ્યો અને પોતાની છાતીને ચંપાડી દીધો. જેના દર્દ થી રાજગુરુ રાત્રે ઊંઘ માં કરાહી રહ્યા હતા ત્યારે આઝાદે તે સાંભળી લીધી. અને સુશીલાદીદી એ ઘણા કહેવા છતાં આ નિશાન રાજગુરુ એ તેમને નાં બતાવ્યા.


૧. રાજગુરુ એક સારા પહલવાન હતા અને સંસ્કૃત ના સ્કોલર હતા. તે તર્ક શાસ્ત્ર અને (૭૦૦-૮૦૦ ના વર્ષ નું ભારત નું અદભૂત શાસ્ત્ર) અને આખી લઘુ સિદ્ધાંત કૌમુદી નાં મોટા વિદ્વાન હતા.

૨. રાજગુરુ ને કાશી ની ખૂબ ઉંચી એવી “ઉત્તમા” ડીગ્રી મળવાની હતી પણ તે ક્રાંતિકારી ચળવળ માં જોડાઈ ગયા

૩. ક્રાંતિકારી ચળવળ માં જોડાવાનું નક્કી તેમણે બાબારાઓ સાવરકર (વીર સાવરકર નાં ભાઈ) સાથે મળી ને નક્કી કર્યું

૪. શારીરિક મજબૂતી કેળવવા માટે તે “હનુમાન પ્રસારક મંડલ” માં જોડાયા હતા.

૫. “હનુમાન પ્રસારક મંડલ” માં જ તેઓ RSS નાં સ્થાપક હેડગેવારની સાથે સંપર્ક માં આવ્યા હતા.

૬. આઝાદ અને રાજગુરુ એ એક વાર દિલ્લી ના ધર્મઝનૂની હસન નીઝામી ઉપર ગોળી ચલાવી હતી જે વાગી ગઈ તેમના સસરા સોમાલી ને.

૭. સાઊંડર્સ ની હત્યા પછી રાજગુરુ કાશી જતા રહ્યા ત્યાથી અમરાવતી, નાગપુર અંદ વર્ધા ગયા જ્યાં તેઓ ડોક્ટર હેડગેવાર ને મળ્યા જ્યાં તેઓ એ રાજગુરુ ને એક RSS કાર્યકર્તા નાં ઘર માં આશરો અપાયો

૮. એક વખત રાજગુરુ નાં હાથ માં જયારે તેમની માતા એ પિસ્તોલ જોઈ ત્યારે કીધું કે શું બેટા આપડા જેવા પંડીતો ને પિસ્તોલ રાખવી શોભે છે?
ત્યારે રાજગુરુ એ કઈક આવો જવાબ આપ્યો હતો
“જ્યારે ધર્મ/દેશ મુશ્કેલી માં હોય ત્યારે ફક્ત શસ્ત્રો જ કામ માં આવતા હોય છે. બ્રીટીશર દરેક પ્રકારની હાની પહોચાડી રહ્યા છે અને તેઓ આપણું અપમાન કરી રહ્યા છે.
અને હું નથી ચાહતો કે આપણે બેસું રેહવું જોઈએ ફક્ત એટલા માટે કે આપણે તેમને આઝાદી માટે અરજ કરી રહ્યા છીએ.
અગર માતા તને ખબર હોય કે વિષ્ણુ સહસ્ત્ર માં ભગવાન નાં હજાર નામ માં એક નામ છે “સર્વપ્રહારાણાયુદ્ધ” જેનો મતલબ છે “એવો મનુષ્ય કે જે હમેશા શસ્ત્રો થી સજાયેલો રહે છે”

૯. રાજગુરુ અને ભગતસિંહ વીર સાવરકર દ્વારા લખવામાં આવેલી “હિંદુ પદપદ શાહી” થી ખૂબ જ પ્રભાવિત હતા.

૧૦. ભૂખહડતાલ જયારે તોડવાનો વારો આવ્યો તે વખતે ભગતસિંહ જયારે રાજગુરુ પાસે દૂધ લઇ અને ગયા અને કીધું કે
“તારે આજે પણ મારા કરતા આગળ વધી જવું છે? “
ત્યારે રાજગુરુ એ કીધું કે
“મેં વિચાર્યું હતું કે હું તમારા કરતા પહેલા જતો રહું (સ્વર્ગ માં) અને ત્યાં તમારા માટે રૂમ બુક કરી લઉં, પણ મને લાગે છે કે તમારે રસ્તા માં પણ મને સાથે રાખવો છે.”

Book : Rajguru – The invincible Revolutionary by Anil Verma
Comments

જય પાઠક

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s