Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આનંદમ્ પરમ સુખમ્એક સાહિત્યપ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે, સાહિત્યની વાતો કરે. પછી એક વિષય નકી કરે અને આવતી બેઠકમાં બધા એ વિષય પર પોતાના વિચારો લખીને લાવે અંતે રજૂ કરે. આ વખતની બેઠકમાં માઈકોફિકશનની વાત થઈ. બને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે કહેવી. આવતા વખતનો વિષય નક્કી થયો *આનંદમ્ પરમ સુખમ.*

બધા આ વિષય પર ઓછામાં ઓછા શબ્દોમાં સમજાવવું.
એક મહિનો વીતી ગયો અને સાહિત્યપ્રેમી ગ્રુપની બેઠકમાં આજે ‘આનંદમ પરમ સુખમ’ પર બધાએ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું. આનંદમ પરમ સુખમ એટલે?

એક આધેડ ઉમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા…. એટલે’આનંદમ પરમ સુખમ.’એક યુવાન બોલ્યો, *કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે કહેતો...પત્નીનો હિંમત આપતો અવાજ એટલે 'આનંદમ પરમ સુખમ'.*

એક પિતાએ કહ્યું, કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે ‘આનંદમ પરમ સુખમ.’

એક ભાઈએ કહ્યું, રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે ‘આનંદમ પરમ સુખમ.’એક કાકીએ કહ્યું, *રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે 'આનંદમ પરમ સુખમ્'.* એક કાકા બોલ્યા, *વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી... અલ્યા રસીકયા.... કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ.'* એક દાદા બોલ્યા, *પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે 'આનંદમ્ પરમ સુખમ. '*

બીજા કાકામે કહ્યું, સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે ‘આનંદમ પરમ સુખમ.’એક યુવતી બોલી, *ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે 'આનંદમ પરમ સુખમ'.*

એક મહિલાએ કહ્યું, થાકી ગયાં હોઈએ ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈ એક વસ્તુ બનાવ ચાલશે એટલે ‘આનંદમ પરમ સુખમ.’એક ભાઈએ કહ્યું, *પથારીમાં પડતાંવેત આંખ ક્યારે મીચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે 'આનંદમ પરમ સુખમ'.*

આ બધાં ‘આનંદમ પરમ સુખમ’ ની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે ‘આનંદમ પરમ સુખમ’ ની ક્ષણો આપણી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનીએ.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s