Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार पचास लोगों का ग्रुप। किसी मीटिंग में हिस्सा ले रहा था।
मीटिंग शुरू हुए अभी कुछ ही मिनट बीते थे कि स्पीकर अचानक ही रुका और सभी पार्टिसिपेंट्स को गुब्बारे 🎈देते हुए बोला , ” आप
सभी को गुब्बारे 🎈पर इस मार्कर से अपना नाम लिखना है।” सभी ने ऐसा ही किया।

अब गुब्बारों को एक दूसरे कमरे में रख दिया गया।
स्पीकर ने अब सभी को एक साथ कमरे में जाकर पांच मिनट के अंदर अपना नाम वाला गुब्बारा ढूंढने के लिए कहा।

सारे पार्टिसिपेंट्स
तेजी से रूम में घुसे और पागलों की तरह अपना नाम वाला गुब्बारा ढूंढने लगे।

पर इस अफरा-तफरी में किसी को भी अपने नाम वाला गुब्बारा नहीं मिल पा रहा था…

5 पांच मिनट बाद सभी को बाहर
बुला लिया गया।

स्पीकर बोला , ” अरे! क्या हुआ , आप सभी खाली हाथ क्यों हैं ? क्या किसी को अपने नाम
वाला गुब्बारा नहीं मिला ?” ”

नहीं ! हमने बहुत ढूंढा पर
हमेशा किसी और के नाम का ही गुब्बारा हाथ आया…”, एक
पार्टिसिपेंट कुछ मायूस होते हुए बोला।

🎈“कोई बात नहीं , आप लोग एक बार फिर कमरे में जाइये , पर इस बार जिसे जो भी गुब्बारा मिले उसे अपने हाथ में ले और उस व्यक्ति को दे दे जिसका नाम उसपर लिखा हुआ है । “, स्पीकर ने निर्देश दिया।

🎈एक बार फिर सभी पार्टिसिपेंट्स कमरे में गए, पर इस बार सब शांत थे , और कमरे
में किसी तरह की अफरा- तफरी नहीं मची हुई थी। सभी ने एक दुसरे को उनके नाम के गुब्बारे दिए और तीन मिनट में ही बाहर निकले आये।

स्पीकर ने गम्भीर होते हुए कहा ,

” बिलकुल यही चीज हमारे जीवन में भी हो रही है।
हर कोई अपने लिए ही जी रहा है , उसे इससे कोई मतलब नहीं कि वह किस तरह औरों की मदद कर सकता है , वह तो बस पागलों की तरह अपनी ही खुशियां ढूंढ रहा है , पर बहुत ढूंढने के बाद
भी उसे कुछ नहीं मिलता ,

😃हमारी ख़ुशी दूसरों की ख़ुशी में छिपी हुई है।😃

🙏जब हम औरों को उनकी खुशियां देना सीख जायेंगे😃
🙏तो अपने आप ही हमें हमारी खुशियां मिल जाएँगी।😃
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
और यही मानव-जीवन का उद्देश्य भी है…..
🌹🌹ऊं नमः शिवाय 🌹🌹पूनम सोनी मा

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સિંહે ખાલી પડેલ ત્રણ સહાયક મંત્રી પદ માટે ભરતી બહાર પાડી. જંગલના જાનવરોને ખબર પડતા જ ખુશ ખુશ થઈ ગયા અને ફોર્મ ભરવા માટે રીતસરની દોટ મૂકી. ફોર્મ ભરવા માટે એટલો ધસારો થયો કે ઓનલાઈન જંગલ જોબ એપ્લિકેશન સિસ્ટમ નામની વેબસાઈટ પણ બે વખત બંધ થઈ ગઈ.
ક્લાર્ક વાંદરાએ બધાની પાસેથી ફોર્મ દીઠ ૧૦૦/- રૂપિયા ઉઘરાવ્યા.

ફોર્મ ભરાયા પછી જંગલના જાનવરો તૈયારીમાં મચી પડ્યા.
સિંહે પણ જાનવરો માટે ‘કાચી પાત્રી હું પણ સહાયક મંત્રી’ નામની યોજના હેઠળ સરકારી ક્લાસિસ શરૂ કરાવ્યા. જેની ફી જાનવર દીઠ ફક્ત ૧૦૦૦/- રૂપિયા હતી.

રાત્રે આગિયાના અજવાળે બેસી અભ્યાસ કરનારાઓનો તૂટો નહોતો. જંગલના રાજા સિંહે આગિયા નીચે બેસી અભ્યાસ કરનારાઓ પર કેટલોક કર Tex નાખ્યો. જાનવરોએ રાજી ખુશી એ કરનો સ્વીકાર કર્યો અને મચી પડ્યાં અભ્યાસ કરવા માટે.

છ મહિના પૂર્ણ થઈ ગયા પછી કોલ લેટર આવ્યા. જાનવરો કોલ લેટર કઢાવવા માટે તીતીઘોડાની દુકાને ગયા. જેને પણ રાજાએ જ નિયુક્ત કર્યો હતો. તીતીઘોડાએ ૫/- ની જગ્યાએ ૧૦/- રૂપિયા લઈ ઉઘાડી લૂંટ ચલાવી. જાનવરોએ પોતાનો નંબર ક્યાં આવ્યો છે તે જાણવાની ઉત્સુકતામાં ૧૦/- રૂપિયા રાજી ખુશી આપી દીધા.

ગિરના જાનવરોને રણથંભોર પરીક્ષા આપવા જવાનું હતું. રણથંભોરના જાનવરોને ગિરમાં પરીક્ષા આપવાની હતી. જીમ કોર્બેટ નેશનલ પાર્કના જાનવરો મધ્યપ્રદેશ ખસેડાયા હતાં અને મધ્યપ્રદેશના જીમ કોર્બેટમાં.
પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસે પત્રકાર પોપટે બ્રેકિંગ ન્યૂઝ આપ્યા કે આ વખતનું પેપર ફૂટી ગયું છે.

જાનવરોમાં હાહા અને હોહો થઈ ગઈ. બધા ધરણા પર બેઠા. રાજાના શાસન પર ભરી ભરીને ગાળો કાઢવામાં આવી. રાજા ગુફામાં જ રહ્યો અને ફક્ત એક વખત પત્રકાર પોપટને ઈન્ટરવ્યૂ આપ્યું જેમાં તેણે કહ્યું,
‘પેપર લીક કરનારાઓને છોડવામાં આવશે નહિ, સિંહની સરકાર તપાસ કરી રહી છે. જેણે પણ આ કૃત્ય આચર્યું છે તેની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.’

પંદર દિવસ આંદોલન ચાલ્યું ને પછી સમેટાય ગયું.

આંદોલન પૂર્ણ થતાં શિયાળે આવી સિંહને કહ્યું, ‘સાહેબ આગિયા પર નાખેલા અધિક કરના ૮,૦૦,૦૦૦/- રૂપિયા આવ્યા છે. અહીંના જાનવરોને ભરતી માટે રણથંભોરમાં અને રણથંભોરના જાનવરોને અહીં ખસેડાતા મુસાફરીના ખર્ચ પેટે આપણી સરકારને ૧૨,૦૦,૦૦૦/- નો ચોખ્ખો નફો થયો છે. બીજું કે આપણી જ દુકાનો જે મુસાફરી વખતે રસ્તામાં આવતી હતી ત્યાં તમામ જાનવરોએ ભોજન કરતા ૯,૦૦,૦૦૦/- ની ચોખ્ખી આવક થઈ છે. ફોર્મ ૧૦,૦૦,૦૦૦/- ઉપર ભરાયા જેનાં 10000000/- રૂપિયા ખાતામાં જમા થયા છે. ‘કાચી પાત્રી હું પણ સહાયક મંત્રી’ જેવી ભરતીની તૈયારી કરાવતી સરકારી યોજના નીચે તો સીધો 2.00,000/-નો ફાયદો થયો છે. રહી વાત પ્રિન્ટરની તો તેનાય ૬,૦૦,૦૦૦ લાખ જેવા રૂપિયા તો મળ્યા જ છે.’

સિંહે ખાલી કહ્યું, ‘વાહ.’

શિયાળે પ્રશ્ન પૂછ્યો, ‘તો મહારાજા, હવે ખાલી પડેલી સહાયક મંત્રીની જગ્યા પર ભરતી કરવા માટે ફરી પરીક્ષાનું આયોજન ક્યારે કરવાનું છે ?’

સિંહે બગાસુ ખાઈ કહ્યું, ‘હવે જગ્યા સાચેક ખાલી પડે ત્યારે.😀’

શિયાળ તમામ રૂપિયાનો હિસાબ લગાવતું ને ડોકું ધુણાવતું ચાલ્યું ગયું.

  • મયૂર ખાવડુ