Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રામદેવજી મહારાજની સાવળ મા એક કડી આવે છે
..સેન ભગતના સંશય ટાળ્યા આપ બન્યાં હરી નાઇ રે..હોજી
મિત્રો આજ સેન ભગતની વાત કરવાની છે

સેનબાપ ઘરે હતા ત્યાં તેઓને રામાપીરની જયોતનુ વાયક આવ્યું પહેલા તો વાચકમા ચોખાને કંકુ લયને વાયક દેતા જે વાચક સ્વીકારે એમને ત્યાં જરૂર જાવું પડે સેનબાપાએ વાયક સ્વીકારી પાણીયારે મુક્યું એલોકોએ જળ ગ્રહણ કરીને વિદાય લીધી આજે રાત્રે જ જવાનું છે ત્યાં જ રાજાના સિપાહી આવ્યા અને કહ્યું રાજાજીને વહેલા બહાર જવાનું હોવાથી તમારે વહેલા પાંચ વાગ્યે આવવાનું કયું છે બાપા તો ધર્મ સંકટમાં આવી ગયા શું કરવું એવા વિચારોમાં બેઠા હતા ત્યાં તેમના પત્ની સુદરા બાઈ એ આવીને પુછ્યું શું થયું કેમ આમ બેઠા છો બાપાએ કયું રામાપીરની જયોતનુ વાયક સ્વીકારીયુને રાજાનું કહેણ આવ્યું સુદરાબાઈ બોલ્યા રાજા રૂઠે તો ગામ છોડાવે
પ્રભુ રૂઠે એ નો પરવડે તમે વાયકમા જાવ તમતારે બાપાએ નક્કી કર્યું કે હું વાયકમા જાઈશ એક હાથે એક તારો ને બીજા હાથે પેટી લયને વાયકે જવા નીકળ્યા ત્યાં જયને કયું હું ચાર વાગ્યા સુધી જ રહિશ ચાર વાગ્યે મને યાદ કરાવજો હા જરૂર યાદ કરાવશુ ભજનોની રમઝટ બોલાવી બાપાએ અને એક લીંગ થઈ ગયા સમયનું ભાન રહીયુ નહિ ઓલા ભાઇઓ એ વિચાર્યું બાપા ભજનમાં મસ્ત છે કહેવું નથી ભગવાનને વિચાર્યું સેન ભગત તો મારામાં મસ્ત છે એટલે હવે મારે જ કાંઈક કરવું પડશે પેટી લયને ઉપડ્યા અને રાજાની દાઢી કરીને આખા શરીરે તેલ માલિશ કરીને પાછા આવીને પેટી મુકી દીધી બાપાને ભાન થયું જોયું તો પાંચ વાગી ગયા હતા બાપાએ પેટી લયને જલ્દી જલ્દી ભાગ્યા રાજમહેલમાં જવા બાપાને જોતા જ દરવાને પૂછ્યું ભગત શું ભુલી ગયા બાપા કહે છે મજાક શું કામ કરો છો ભાઈ એમ કહેતા બાપા અંદર જાય છે જોવે છે તો રાજાની દાઢી બનેલી છે મારે મોડું થયું એટલે બીજા ને બોલાવી લીધો છે શરમથી ઝુકી બાપા ઉભા રહીયા છે રાજાએ કહ્યું કેમ હજી ઉભા છો આજે તો સેન તારા હાથમાં જાદુ હતો મજા આવી ગઈ
તોય બાપા શાંત ચીતે ઊભા રહીયા રાજા કેમ કાંઈ કહેવું છે તારે સેન બાપુ મારે મોડું થઈ ગયું છે ક્ષમા માંગુ છું
રાજા ખડખડાટ હસવા લાગ્યા સેન શું બોલો છો તેજ તો મારી દાઢી અને તેલ માલિશ કરી છે મને આજ મજા આવી ગઈ એટલે મેં તને સોનાનો હાર આપ્યો એ પણ તારા ગળામાં છે અને તું કહે છે મોડું થઈ ગયું છે બાપાએ જોયું તો સાચે જ હાર લટકતો હતો બાપા નવાઈ પામી ગયા આશુ બાપાએ પેટી ખોલી ને જોયુ તો આંખો પહોળી થઇ ગઈ બધા ઓજારો સોનાના હતાં બાપા તરત સમજી ગયા કે મારો નાથ અહીં આવી કામ કરી ગયા રાજાને કયું બાપાએ રાજન આજથી હૂં આ નાઈનુ કામ નહિ કરૂં રાજા કેમ આમ બોલો છો હજી વધારે બક્ષીસ જોઈએ છે તો આજે એ પણ આપીશ આજ તારા પર પ્રસન્ન છું બોલ બાપાએ કયું રાજન આ તમારી જે સેવા કરી ગયા તે ખુદ ત્રીભોવનના નાથ હતા હું નહિ રાજા તો સાંભળીને ચોંકી ગયા શું વાત કરો છો સેન હા સાચી વાત છે મારા ભગવાન ને આવીને આ સેવાઓ કરાવી પડે તો મારે એ કામ જ કરવું નથી આપ બીજા નાઈ ગોતી લેજો રાજાએ બાપાના ચરણોમાં દંડવંત પ્રણામ કર્યા
રાજા અને રાણી રોજ સવારે ઊઠીને સેનબાપાના ચરણ ધોઈને જળ ગ્રહણ કરી પુજા અર્ચના કરીને પછી જ રાજ દરબારમાં જાતા બાપાએ આશ્રમ બનાવ્યો અને અન્ન ક્ષેત્ર ચાલુ કરીયુ હતું એનો સૌ ખર્ચ રાજ આપતું
.
卐સંત શુરા અને સતીઓ ગ્રુપ 卐

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s