Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મારા નાના ગામડા ગામમાં મારો Audi ગાડી માં બેસી…
પ્રવેશ થયો…સાથે હું વિચારી રહ્યો હતો જીવન એ કર્મ ની ખેતી છે..જેવું વાવો તેવું લણો..

ગામમાં એક ટેકરી હતી જ્યાં એક ઘટાદાર ઝાડ અને ઝાડ નીચે બેચાર બાંકડા અને તેની બાજુ માં એક ગોળ ઓટલા ઉપર ભગવાની નાની દેરી..ત્યાં એક ચા અને નાસ્તા ની લારી ઉભી રહેતી…..

હું કાર માંથી નીચે ઉતર્યો…. ગામડા ની માટી ને માથે ચઢાવી…અમારા તૂટેલા ઝૂંપડા જેવા મકાન સામે જોઈ ભીની આંખે મારા ભૂતકાળ ની દુઃખદ ક્ષણો હું યાદ કરી રહ્યો હતો..થોડી વાર પછી મેં અમારા ખેતર સામે જોયું…
ખેતર ની વચ્ચે એક ઝાડ…અને એ ઝાડ ની નીચે મારા બાપ સાથે ગાળેલ આનંદ ની ક્ષણો પણ હું યાદ કરવા લાગ્યો….આ એ ઝાડ છે જ્યાં મારા બાપે ખેતીમાં દેવું વધી જવાથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી…માઁ નો પ્રેમ તો મેં જોયો જ ન હતો મારા જન્મ ની સાથે તેની કાયમી વિદાય …
કોટ ના ખિસ્સા માંથી રૂમાલ.કાઢી મેં આંખ લૂછી…

મેં ટેકરી નીચે ઉભા રહી ઉપર નજર કરી…એજ બે ચાર બાંકડા, ચા નાસ્તા ની લારી ઉભી હતી..

હું ધીરા પગલે ટેકરી ચઢવા લાગ્યો..એક એક ડગલે ..હું મારા ભૂતકાળ માં જઈ રહ્યો હતો..

પપ્પા ની અચાનક વિદાય થી હું હિંમત હારી ગયો હતો.. ન આર્થિક સપોર્ટ ન માનસિક..મારે જવું ક્યાં…? એ મારા માટે મોટો સવાલ હતો…
આ ટેકરી ઉપર આવનાર ઘણા લોકો મને કપડાં અને મારા દેખાવ ઉપર થી પાગલ ગણતા હતા..લગભગ આ ટેકરી એ મારુ જીવન અને આશ્રય બની ગયું…હતું..કોઈ વખત રાત્રે બાંકડા ઉપર જ સુઈ જતો…આંસુ પણ ખૂટી ગયા હતા..પેટ ને પણ ભુખ્યા રહેવાની આદત ધીરે ધીરે પડી ગઈ હતી..
ભગવાન ની દેરી સામે જોઈ હું કહેતો સજા કરવા પણ પ્રભુ તને હું જ મળ્યો..એટલી કસોટી પણ ન કરતો કે તારા માંથી મને શ્રદ્ધા ઉઠી જાય..

આવા વિપરીત સંજોગો માં કોઈ આપણને સમજે કે લાગણી આપે એ વ્યક્તિ દેવદૂત થી કમ હોતા નથી..
આ ટેકરી ઉપર રોજ ગોપાલકાકા ચા પીવા આવતા..તેને ચા નાસ્તાની લારી વાળા ને કીધું હતું….આ છોકરા ને દિવસ માં બે વખત ચા અને બે વખત નાસ્તો આપવો…
રૂપિયા નો હિસાબ મારી સાથે કરી લેવો..

આજે આ ગોપલકાકા નું ઋણ ઉતારવા હું 17 વર્ષ પછી મારા ગામ માં આવ્યો છું…

હું ધીરે પગલે ટેકરી ચઢી…દેરી માં બેઠેલા ભગવાન ને બે હાથ જોડી માથું ટેકવી કીધું..ભગવાન તારો જીગલો….

પછી હું બાંકડે બેઠો.. ફરીથી દૂર દૂર નજર કરી પપ્પા અને મારા ખેતર ને યાદ કરતો હતો..ત્યાં ચા ની લારી ઉપર થી છોટુ નો અવાજ આવ્યો સાહેબ ચા કે કોફી….છોટુ પણ ઉમ્મર માં મોટો થઈ ગયો હતો.. એ મને ઓળખી ન શક્યો
પણ હું તેને ઓળખતો હતો…

મેં કીધું છોટુ…એક ચા અને નાસ્તો…રૂપિયા ગોપલકાકા ના હિસાબ માં લખી લેજે…છોટુ એ ઝીણી નજર થી મારી સામે જોયું…તે વિચારવા લાગ્યો આ અજાણી વ્યક્તિ મારુ અને ગોપલ કાકા નું નામ કેવી રીતે જાણે ?

એ દોડતો આવી મારા પગ પાસે બેસી ગયો અરે જીગાભાઈ તમે? તમે તો ઓળખાતા નથી..બહુ મોટા સાહેબ બની ગયા લાગો છો

મેં ભીની આંખે કીધું અરે છોટુ મારે ક્યાં સાહેબ બનવું હતું મારે તો ખેતર ખેડવું હતું….સંજોગો એ મને ખેડૂત માંથી બિઝનેસમેંન બનાવી દીધો…

છોટુ ની પણ આંખો ભીની થઇ ગઇ….તમારી તકલીફો, એકલતા..અને આંસુઓ નો હું સાક્ષી છું….બહુ કપરા દિવસો તમે પસાર કર્યા હતા…

છોટુ..ગોપલકાકા ગામ માં ક્યાંય દેખાતા નથી…ઘરે તાળું છે…તેમનું ઋણ ઉતારવા અહીં હું આવ્યો છું…
છોટુ બોલ્યો..ગોપલદાદા તો બહુ દુઃખી છે….દીકરા ને રૂપિયા ખર્ચી ભણાવ્યો..નોકરી સારી મળી ગઈ પછી .
નથી રૂપિયા મોકલતો નથી કદી બાપ ને મળવા આવતો..

ભગવાને તમને યોગ્ય સમયે મોકલ્યા છે…આપણા ગામ ના મંદિર માં એક ઓરડી ગામવાળા એ દયા રાખી તેમને આપી છે…

મેં ઉભા થતા છોટુ ના હાથ માં એક બંધ કવર મૂક્યું…અને કીધું છોટુ..ઉપકાર કે પ્રેમ ની કિમત આંકવા માટે નથી મારી
લાયકાત કે નથી મારી હેસિયત કે નથી.મારી પાસે શબ્દો
તે પણ મારા ખરાબ સમય માં મને ઘણી તારાથી થતી મદદ કરેલ છે..એક વખત તો હું ઠંડી ની સીઝન માં બાંકડા ઉપર સૂતો હતો ત્યારે ગરમ ધાબળો તેં મને ઓઢાડ્યો હતો… એ હજુ ભુલ્યો નથી….દોસ્ત….આ મારું કાર્ડ તારી પાસે રાખ..મુસીબત વખતે વિના સંકોચે મને ફોન કરજે….ચાલ જયશ્રી કૃષ્ણ ..

ફરીથી દેરી ના ભગવાન ને પગે લાગી કીધું..
હું તને ભુલ્યો..નથી હવે અહીં દેરી નહિ અહીં તારું મોટું મંદિર બનશે..મારી શ્રદ્ધા ડગી જાય તે પહેલાં તેં મારા જીવન નું સુકાન સંભાળી લીધું

હું ગામ ના મંદિર તરફ આગળ વધ્યો….મંદિર ના ખૂણા માં ઓરડી ની અંદર જ્યારે મેં પ્રેવેશ કર્યો..ત્યારે ગોપાલ કાકા ખાટલામાં બેઠા હતા…વર્ષો પહેલા ની મારી દશા જેવી દશા તેમની હતી ગોપલકાકા ના ચ્હેરા ઉપર ઘડપણ દેખાતું હતું…આંખે કાળા કુંડાળા..ગાલ માં ખાડાપડી ગયા હતા… મેં કીધું જય શ્રી ક્રિષ્ન ગોપલકાકા

એ બોલ્યા આવ બેટા… મેં તને ઓળખ્યો નહિ…હું તેમને પગે લાગ્યો…મેં કીધું ઓળખી ને શું કરશો કાકા ? માણસ ને સમજવામાં માં મજા છે. એ ઓળખવા માં નથી ..

મેં કીધું કાકા…હું તમારું ઋણ ઉતારવા આવ્યો છું…હું જીગલો….જીગર

અરે બેટા આવડો મોટો થઈ ગયો….અચાનક ગામ તરફ ભુલા પડવા નું કારણ…

કાકા ઋણાનુબંધ જે જગ્યા અને જે વ્યક્તિ સાથે લખ્યું હોય ત્યાં આપણે ખેંચાવું જ પડે… તમારા આ ઓરડી માં રહેવા ના દીવસો હવે પુરા થયા..હવે તમારે મારી સાથે મારા ઘરે આવવા નું છે…

બેટા એવું કેવી રીતે બને…?

મેં ભીની આંખે કીધું.. એક દીકરા એ હાથ અને સાથ છોડ્યો…તો બીજા દીકરા એ પકડ્યો….એવું સમજી લ્યો…કરેલા સ્તકર્મ કદી નકામા જતા નથી..તમારા સ્તકર્મ ની યાદી ભલે તમે ન રાખો પણ પ્રભુ એ હંમેશા યાદ રાખે છે….કાકા તમે મારા ભુખ્યા પેટ માં વગર કોઈ અપેક્ષાએ અન્ન નાખવાનું પુણ્ય નું કાર્ય એ વખતે કર્યું હતું…

કાકા બોલ્યા બેટા જે સંતાનો માટે જાત ઘસી નાખી…તેને ભણાવવા રૂપિયા ખર્ચી નાખ્યા તે ઉપકાર ભૂલી ગયા અને મેં તારી મુસીબત ના સમય માં ફક્ત બે વખત તને ચા નાસ્તો કરાવ્યો એ ઉપકાર તેં આજ ના દિવસ સુધી યાદ રાખ્યો…ધન્ય છે બેટા

મેં કીધું.. ગોપલકાકા તમારો છોકરો ક્યાં નોકરી કરે છે…

ગોપાલ કાકા એ ગાદલા નીચે થી કાર્ડ કાઢી મને આપ્યું… બેટા અહીં નોકરી કરે છે..એવું આપણા ગામ ના એક છોકરા એ મને કીધુ હતું…

હું કાર્ડ જોઈ હસી પડ્યો..પણ હું કંઈ બોલ્યો નહિ..

હું અને ગોપાલકાકા કાર માં બેઠા…રસ્તા માં ગોપલકાકા કહે બેટા તું આવડો મોટો વ્યક્તિ કેવી રીતે બની ગયો..

કાકા એક રાત્રે આપણી ટેકરી ઉપર હું બાંકડે સૂતો હતો..
વહેલી સવારે ભગવાન ની દેરી પાસે પોટલું જોયું..મેં તે ખોલ્યું…તો અંદર પુષ્કળ સોનાના ઘરેણાં..હતા…મેં ભગવાન સામે જોયું..પોલીસ ને આપું કે હું રાખી લઉં એ ગડમથલ માં એક ઘરેણાં ની ડબ્બી માંથી બિલ નીકળ્યું તેમાં મોબાઈલ નંબર હતો અને ખરીદનાર નું નામ પણ હતું..આ પોટલાં નો સાચો માલિક મને મળી ગયો..ગરીબી હતી પણ ઈમાનદારી લોહી માં હતી… મેં એ મોબાઈલ લગાવી વિગતે વાત કરી ત્યારે ખબર પડી….તેમના ઘરે ચોરી થઈ હતી….હું સમજી ગયો ચોર ની પાછળ પોલીસ પડી હશે એટલે ચોર પોટલું મૂકી ભાગી ગયો હશે..

બીજે દિવસે જ્યારે પોટલાં ના માલિક ના ઘરે હું ગયો ત્યારે…તેમનું હવેલી જેવડુ ઘર જોઈ મને ચક્કર આવી ગયા… તેમણેે મને આવકાર્યો અને કીધું તમારા ચહેરા ઉપર થી તમે દુઃખી અને જરૂરિયાત વાળા લાગો છો…છતાં પણ તમારા ચહેરા ઉપર સ્વમાન અને ઈમાનદારી નું તેજ દેખાય છે….આ ઘરેણાં ની કિંમત કરોડ રૂપિયા ઉપર થાય છે..

બેટા…તારું નામ

જીગર…

મારી.કંપની માં તારા જેવા યુવાન ની જરૂર છે..નોકરી કરીશ….

મેં હા પાડી…

મારા ઋણાનુબંધ એ પરિવાર સાથે જોડાયા હશે..તેમને કોઈ સંતાન ન હતું..તેથી ધીરે ધીરે તેમની કંપની માં મને પાર્ટનર બનાવ્યો .આજે મેં મહેનત ઈમાનદારી ઉપર .કરોડો રૂપિયા નું સામ્રાજ્ય ઉભું કર્યું છે…અને ગોપાલ કાકા
કુદરત ની કમાલ તો જોવો..આ પરિવાર નિઃસંતાન હોવાથી તેમની ગેરહાજરી માં તેમની તમામ મિલ્કતો નો હકદાર તેમણે મને બનાવ્યો છે..

ગોપલકાકા બોલ્યા..બેટા જન્મ આપે જનેતા અને ભાગ્ય લખે કોઈ….ભગવાને તારી જીંદગી માં ટર્નીગપોઇન્ટ લાવવા ચોર ને તો માત્ર નિમિત બનાવ્યો….

વાત સાચી કાકા .
પણ તમે જે કાર્ડ મને બતાવ્યું..એ મારી કંપની નું છે..મતલબ તમારો છોકરો મારી કંપની માં નોકરી કરે છે..તમે કહેતા હોંતો તેને કાલ થી કાઢી મેલું…

ના બેટા દરેક વ્યક્તિ ને તેના કર્મ ની સજા અથવા પુણ્ય નું ફળ મળે છે..એ મેં તારા કિસ્સા ઉપર થી જોઈ લીધું..

હુ એક નિસ્વાર્થ બાપ સામે જોતો રહ્યો..એટલે જ કીધું છે…પુત્ર કપુત્ર થાય પણ માંવતાર કમાવતર કદી ન થાય.

અજ્ઞાત…

ભરતસિંહ પરમાર

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s