Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જોસેફ_ગોબેલ્સ~

હિટલરનો પ્રચાર મંત્રી ‘જોસેફ ગોબેલ્સ’ હતો.
ગોબેલ્સ એક અતિ શિક્ષિત માણસ હતો, પીએચડી કરતો હતો.
તેણે એક નવલકથા પણ લખી હતી.
પછી તે હિટલરના સંપર્કમાં આવ્યો અને તેણે જુઠ અને દ્વેષનો પાક વાવવાનું શરૂ કર્યું.
રેડિયો, અખબાર, સિનેમા, થિયેટર, સાહિત્ય અને સંગીત દ્વારા યહૂદીઓ વિરુદ્ધ તિરસ્કારનો, નફરતનો ફેલાવો કરવાનું બીડું ઝડપ્યું.

યહુદીને નફરત કરવાનું ,
દેશના હિતમાં યહુદીઓના હત્યાકાંડને જરુરી હોવાનું વર્ણન કર્યું.
તેનાથી હિટલરનો મહિમા થયો અને તે જર્મનીનો ભગવાન કહેવાયો!

ગોબેલ્સને 6 સુંદર બાળકો હતા જેને તે ખૂબ જ ચાહતો હતો.
તેને લાગ્યું હતું કે તેણે સમાજમાં જે નફરતની જ્વાળાઓ ઉભી કરી છે તે ક્યારેય તેની ઊંચી દિવાલોવાળી હવેલીમાં પહોંચશે નહીં.
તે વિચારતો કે હું મારા બાળકોને વિદેશમાં ભણાવીશ અને તેમના લગ્ન વૈભવી અને શાનદાર રીતે કરીશ.
ગોબેલ્સે પોતાનાં જમીરને વેચીને ઘણા પૈસા એકઠા કર્યા હતા.

પણ અંતે શું થયું?
પૈસા અને પ્રભાવ હંમેશા કામ નથી કરતા.
જર્મની યુદ્ધ હારી ગયા પછી, હિટલરે આત્મહત્યા કરી અને ગોબેલ્સન્ કહ્યું કે-
“કાલથી તું જર્મનીનો ચાન્સેલર બનશે”!!

પરંતુ હિટલરના મૃત્યુના બીજા દિવસે ગોબેલ્સે શપથ લીધા નહીં , પણ તેને બદલે આત્મહત્યા કરી લીધી!
તેના આખા પરિવારે આત્મહત્યા કરી!
પહેલા પોતાના તમામ બાળકોને ઝેર આપ્યું અને પછી બાળકોના મોત બાદ ગોબલ્સ પતિ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી.

ગોબેલ્સ કહેતો હતો કે જો અસત્યને ઘણી વાર પુનરાવર્તિત કરવામાં આવે , વારંવાર દોહરાવવામાં આવે તો તે સત્ય થઈ જાય છે.
પરંતુ ગોબેલ્સને કદાચ ખબર ન હોતી કે કોઈપણ જૂઠની આવરદા લાંબી નથી હોતી, કોઈપણ જૂઠ લાંબું નથી જીવતું..

તો હે (કહેવાતું)ીમીડિયા, આઇટી સેલ માલિકો અને જેઓ પોતાના પ્રોફાઇલને લોક કરી પ્રચાર માધ્યમના દુરુપયોગને પ્રોત્સાહન આપે છે, જ્યારે પણ તમે સમાજમાં નફરત અને જૂઠ્ઠાણું ફેલાવો છો, તો એકવાર તમારા બાળકો વિશે જરુર વિચારો.
ન ભૂલો ,ઇતિહાસ સમયાંતરે પોતાનું પુનરાવર્તન કરે જ છે!
કાલે જર્મનીમાં ઘટ્યો તે ઈતિહાસ ભારતવર્ષમાં ય ઘટી શકે છે.🙏

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s