Posted in स्वाध्याय

ભાવ જીવન, જીવનવિકાસની દ્રષ્ટિનો સંસ્કાર કરવાનો ઉત્સવ
(1) ધનતેરસ – લક્ષ્મીપૂજન
” પ્રભુ ” આ સંપત્તિ તમારી છે. અને તે મારે જીવન વિકાસાર્થે વાપરવી છે. આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મીપૂજન
વિકૃત માર્ગે વપરાય તે – અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે – વિત્ત
પરાર્થે વપરાય તે – લક્ષ્મી
પ્રભુ કાર્યાથ વપરાય તે – મહાલક્ષ્મી

(2) કાળી ચૌદશ – શકિતપૂજન
વિચાર કરવાનો દિવસ કે ” મને મળેલ શકિત મેં યોગ્ય કાર્યમાં વાપરી કે ?
વિત્ત શકિત, બુધ્ધિશકિત, ભૌતિક શકિત યોગ્ય રીતે વપરાય છે. ?
પરપીડન માટે વપરાય તે – અશકિત
સ્વાર્થ માટે વપરાય તે – શકિત
રક્ષણાર્થે વપરાય તે – કાલી
પ્રભુકાર્યાથ વપરાય તે – મહાકાલી

(3) દિવાળી – જ્ઞાનપૂજન
(શારદાપૂજનનો દિવસ)
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ
રાગ – દ્વેષ, વેર – ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ટા વિગેરે વધ્યા કે કેમ ?

(4) બેસતુ વર્ષ – ધ્યેય પૂજન
નવા નિશ્ચયો, નવા સંકલ્પો, કરવાનો દિવસ
માણસ સંકલ્પ કરે કે મને મળેલા શ્વાસોશ્વાસમાંથી પ્રભુ કાર્યાથે વધારે શ્વાસોશ્વાસ વાપરીશ
આવા દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
” પગ પકડવાના પ્રભુના અને પગ દોડાવવાના પ્રભ માટે “

(5) ભાઈ બીજ – ભાવ પૂજન
ભાઈ બહેનના ભાવજીવનનો પરમોચ્ચ દિવસ
સમસ્ત સ્ત્રી જાતિ તરફ માં કે બહેનની દ્રષ્ટિએ સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ
થયેલી ગણાશે
સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.

(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી)