Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

હું જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં નોકરી કરતો હતો ત્યારે મને એક તપાસ સોંપવામાં આવેલી. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે તપાસ અર્થે ગયો હતો. તપાસનું કામ પૂર્ણ કરીને છેલ્લે ગ્રામ પંચાયતના સરપંચનું એક નિવેદન લેવાનું હતું.

સરપંચ તરીકે 70-75 વર્ષની ઉંમરના એક માજી હતા. મેં એમને વાત કરી અને એમને કહ્યા મુજબનું નિવેદન લખ્યું. માજીએ લખાવેલા આ નિવેદન પર એની સહી લેવાની હતી. માજીની ઉમર જોતા મને એવું લાગ્યું કે માજી ભણેલા નહીં હોય એટલે સાથેની વ્યક્તિને મેં સ્ટેમ્પ પેડ કાઢવા કહ્યું જેથી માજી નિવેદન પર અંગુઠો મારી શકે.

માજીએ મારી સામે જોઇને પૂછ્યું, ‘સાહેબ, સ્ટેમ્પ પેડને તમારે શુ કરવું છે ?’ મેં કહ્યું, ‘બા, તમે લખાવેલા આ નિવેદન પર તમારા અંગુઠાની છાપ લેવાની છે.’ માજી હસવા લાગ્યા મને કહે, ‘ભાઈ, હું અંગુઠા છાપ નથી. તમને ખબર નથી હું ભગાબાપુના રાજની દીકરી છું. તમારું લખેલું આ નિવેદન વાંચીશ અને પછી સહી કરીશ.’

ગામડા ગામના માજીની ખુમારીનું રહસ્ય હતું ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી. આજે પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો જન્મદિવસ છે. મહારાજાએ આઝાદી પહેલના સમયે પોતાના રાજ્યની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સ્ત્રીશિક્ષણ પર ખૂબ ભાર મુક્યો હતો. ગોંડલ રાજ્યમાં એમણે સ્ત્રી શિક્ષણ ફરજિયાત કર્યું હતું. દીકરીની એક દિવસની શાળા પણ પડે તો દીકરીના પિતા કે વાલીને દંડ કરવામાં આવતો.

દીકરીઓ શાળાએ આવવા પ્રેરાય એટલે રાજકુમારીને પણ સામાન્ય દીકરીઓની સાથે જ ભણવા માટે બેસાડેલા. ગોંડલ રાજયના સામાન્ય પરિવારની દીકરી જે વર્ગખંડમાં ભણતી હોય એ જ વર્ગખંડમાં રાજકુમારી પણ ભણતા હોય.

ગોંડલ રાજ્યમાં તમને એક એવી પેઢી પણ જોવા મળશે જ્યાં સાસુ ભણેલી હોય અને વધુ અભણ હોય. કારણકે સાસુનો જન્મ સર ભગવતસિંહજીના રાજમાં થયો હોય અને વહુનો જન્મ આઝાદી બાદ લોકશાહીમાં થયો હોય !

આજે આઠમું નોરતું છે. જેમણે ખરા અર્થમાં જગદંબાઓની શક્તિનો લાભ સમાજને મળે એવા આશયથી કન્યાકેળવણી ફરજિયાત કરેલી એવા મહારાજા ભગવતસિંહજીને એમના જન્મદિવસે કોટિ કોટિ વંદન.

શૈલેષ સાગપરિયા

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s