Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

गधा पेड़ से बंधा था।
शैतान आया और उसे खोल गया।
गधा मस्त होकर खेतों की ओर भाग निकला और खड़ी फसल को खराब करने लगा।
किसान की पत्नी ने यह देखा तो गुस्से में गधे को मार डाला।
गधे की लाश देखकर गधे के मालिक को बहुत गुस्सा आया और उसने किसान की पत्नी को गोली मार दी।
किसान पत्नी की मौत से इतना गुस्से में आ गया कि उसने गधे के मालिक को गोली मार दी।
गधे के मालिक की पत्नी ने जब पति की मौत की खबर सुनी तो गुस्से में बेटों को किसान का घर जलाने का आदेश दिया।
बेटे शाम में गए और मां का आदेश खुशी-खुशी पूरा कर आए। उन्होंने मान लिया कि किसान भी घर के साथ जल गया होगा।
लेकिन ऐसा नहीं हुआ। किसान वापस आया और उसने गधे के मालिक की पत्नी और बेटों, तीनों की हत्या कर दी।
इसके बाद उसे पछतावा हुआ और उसने शैतान से पूछा कि यह सब नहीं होना चाहिए था। ऐसा क्यों हुआ?
शैतान ने कहा, ‘मैंने कुछ नहीं किया। मैंने सिर्फ गधा खोला लेकिन तुम सबने रिऐक्ट किया, ओवर रिऐक्ट किया और अपने अंदर के शैतान को बाहर आने दिया। इसलिए अगली बार किसी का जवाब देने, प्रतिक्रिया देने, किसी से बदला लेने से पहले एक लम्हे के लिए रुकना और सोचना ज़रूर।’
ध्यान रखें। कई बार शैतान हमारे बीच सिर्फ गधा छोड़ता है और बाकी विनाश हम खुद कर देते हैं !!

और हाँ, आपको ये भी समझना है कि गधा कौन हैं?

Leo Tolstoy

Posted in महाभारत - Mahabharat

મહાભારતના અંત માં ફક્ત 13 લોકો બચ્યા હતા : મહાયુદ્ધ


મહાભારતના અંત માં ફક્ત 13 લોકો બચ્યા હતા : મહાયુદ્ધ

અત્યંત સંક્ષિપ્ત માં વર્ણન :-

ધર્મ ક્ષેત્ર કુરૂક્ષેત્ર (પ્રવર્તમાન હરિયાણામાં) લડાયેલા મહાભારતના મહા ભિષણ યુદ્ધ ના અંતમાં મહાપરાક્રમી, મહાશક્તિશાળી, મહાબળશાળી અને અમિત તેજસ્વી, ઓજસ્વી એવા ૧૩ ધુરંધર મહારથી યોધ્ધાઓ જીવિત રહ્યા હતા જેમને ૧૮ દિવસ સુધી મૃત્યુ પણ સ્પર્શ કરી શક્યું ન હતું.

  1. ભગવાન શ્રીકૃષ્ણ
  2. દ્વારિકા ના ચતુરંગીની સૈન્ય (નારાયણી સેના)ના મહાનાયક આને સેનાધ્યક્ષ મહાવિર સાત્યિકિ
  3. ધર્યમરાજ યુધિષ્ઠિર
  4. ગદાધર ભીમ
  5. ધનુર્ધર અર્જુન
  6. ત્રિકાળજ્ઞાની સહદેવ
  7. બુદ્ધિમાન નકુલ
  8. યુયુત્સુ
  9. મહામહિમ્ન ભિષ્મપિતામહ
  10. કુલગુરુ કૃપાચાર્ય
  11. ક્રુતાવર્મા
  12. દ્રોણપુત્ર અશ્વત્થામા
  13. કર્ણપુત્ર વૃષકેતુ

વિગતવાર જવાબ : –

ધર્મ ક્ષેત્ર કુરૂક્ષેત્ર માં સત્ય, ધર્મ, નીતિ, ન્યાય ની સુરક્ષા માટે લડાયેલા મહાભારતના મહાયુદ્ધની શરૂઆત ઈડા વત્સર (ચંદ્ર પંચાંગ) અનુસાર દ્વિતિય મહિનો એટલે કે પવિત્ર મૃગશીર્ષ (માગશર) મહિના ના શુક્લ (સુદ) પક્ષ (અજવાળીયુ) ના એકાદશી (અગિયારમાં દિવસે) થઈ હતી. તેથી આ જ તિથિ ને શ્રીમદ ભાગવત ગીતા જયંતિ પણ ગણાય છે.

વામપંથી (લેફ્ટી), કોમ્યુનિષ્ટ, કોંગ્રેસી ઈતિહાસ કારો ભારતવર્ષના ઇતિહાસમાં બનેલી કોઈ પણ ઘટના ને માત્ર ૨૪૦૦ થી ૨૫૦૦ વર્ષ જુની જ દર્શાવે છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર તેમજ શ્રીમદ ભાગવત ગીતાજી ને પણ માત્ર ૨૪૦૦ વર્ષ જુના દર્શાવે છે.

તદ્ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ ના સર્વ પ્રાચિન ગ્રંથ વેદો નો રચનાકાળ માત્ર ઈ.સ.પુર્વ ૧૦૦૦ દર્શાવીને ભારતવર્ષમાં માનવ સંસ્કૃતિ, સભ્યતા વધુ માં વધુ ૩૫૦૦ વર્ષથી વધુ જૂની ન હોય તેવું સાબિત કરવા એડીચોટીનું જોર લગાવે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર તેમજ શ્રીમદ વાલ્મિકી રામાયણને પણ માત્ર ૨૫૦૦ વર્ષ જુના દર્શાવે છે.

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મહાભારત ના મહાયુદ્ધ ની તિથિ:-

(૧). સંસ્કૃત તિથિ :- મૃગશીર્ષ શુક્લ એકાદશી, સૂર્યવાર

(૨). ગુજરાતી તિથિ :- માગશર સુદ અગિયારસ, રવિવાર

(૩). યુગાબ્દ સંવત :- ૮,૬૩,૯૬૩ એટલે કે,

દ્વાપર યુગ ના અંત થી માત્ર ૩૭ વર્ષ પુર્વ
કલિ યુગ ના આરંભ થી માત્ર ૩૭ વર્ષ પુર્વ
નોંધ :- કલિયુગ નો આરંભ અક્ષય તૃતીયા (અખા ત્રીજ) ની તિથિએ યુધ્ધિષ્ઠીર રાજ્યાભિષેક સંવત ૩૭ માં થયો હતો. (આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે ઈ.સ. પુર્વ ૩૧૦૨)

આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે :- ઈ.સ.પુર્વ ૩,૧૩૮ ( ઈ.સ.૨૦૨૦ થી ૫,૧૫૮ વર્ષ પહેલાં). જે પદભ્રષ્ટ અને રાષ્ટ્રદ્રોહી ઈતિહાસ કારો દ્વારા દર્શાવવામાં આવેલા સમય કરતાં ૨૭૦૦ વર્ષ વધારે જુનો છે.

પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણએ તે દિવસે શ્રીમદ્ ભાગવત ગીતા નું પરમ પવિત્ર દિવ્ય જ્ઞાન અર્જુનને આપ્યું હતું તેથી આ દિવસ “શ્રીમદ્ ભાગવત ગીતા” જયંતિ પણ છે.

આ પહેલાં આ જ્ઞાન બ્રહ્માંડ ની રચના કર્યા પછી ભગવાન મહાવિષ્ણુએ સૂર્ય નારાયણ ને આપ્યું હતું, સૂર્ય દેવે પોતાના પુત્ર વૈવસ્વત મનુ, તેમજ વૈવસ્વત મનુ એ પોતાના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુ ને તેમજ સપ્તર્ષિ ગણ, સનત કુમારો, દેવર્ષિ નારદ, પ્રજાપતિ દક્ષ ઉપરાંત પ્રજાપતિ ક્રતુ, પ્રજાપતિ કર્દમ ને આ જ્ઞાન આપ્યું. જે પરથી મનુસ્મૃતિની રચના થઈ. પરંતુ તેમા સમયાંતરે અમુક રુષિ, મુની, મહર્ષિ, રાજર્ષિ, બ્રમ્હર્ષિ, દેવર્ષિ ઓ એ વિસ્તૃત સમજુતી મળે તે હેતુથી શ્લોક ઉમેર્યા. મહાભારત સમય પછી તેમાં કોઈ ઉમેરો થયો નહિ. (આ સૂર્ય વંશ (ઇક્ષ્વાકુવંશી/રઘુવંશી) વંશમાં ૧૫૦ રાજાઓ થયા હતા, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ૮૪ માં રાજા હતાં.)

મહાભારત યુદ્ધના સમયે આ દિવ્યજ્ઞાન પૃથ્વી ઉપર કુલ પાંચ વ્યક્તિઓને પ્રત્યક્ષ રીતે મળ્યુ.

  1. અર્જુન
  2. હનુમાનજી
  3. ઘટોત્કચ પુત્ર બર્બરીક (ભીમ અને હિડિંબા નો પૌત્ર)
  4. બ્રહ્મર્ષિ શ્રી કૃષ્ણ દ્વેપાયન વેદ વ્યાસ (મહાભારત ગ્રંથના રચનાકાર)
  5. સંજય (ધ્રુતરાષ્ટ્રના સારથિ)

કુલ ૧૪ લોક (૧૪ બ્રહ્માંડ) માં પૃથ્વી સિવાયના બાકી રહેલા ૧૩ લોક (૧૩ બ્રહ્માંડ) માં રહેતા દેવી-દેવતાઓ ને આ જ્ઞાન પ્રત્યક્ષ મળ્યું.

સ્વર્ગલોક માં રહેતા ૩૩ દેવતાઓ કે જેમકે
૧૨ આદિત્ય,
૧૧ રુદ્ર,
૦૮ વસુ,
૦૨ અશ્વિનીકુમાર (નરિષ્યત અને અશ્વિન)

ગંધર્વ રાજા ચિત્રરથ, ઉચ્ચ કોટિના ગંધર્વો જેમકે મલયકેતુ, તેમજ પ્રેમ-પ્રણય ના દેવતા કામદેવ અને પ્રેમ-પ્રણય ની દેવી રતિ.
યક્ષ રાજ કુબેર, તેમના બંને પુત્ર નલ અને મણિગ્રિવ, તેમજ નલની પત્ની દમયંતી (કે જે સ્ત્રી ને સત્ય યુગના મધ્ય માં રાવણે બળ પુર્વક અપહરણ કરીને તેમની પવિત્રતા ભંગ કરી હતી તે સ્ત્રી, તેના બદલામાં રાવણને અભિશાપ મળ્યો હતો જેના ફળસ્વરૂપે ત્રેતાયુગના અંતમાં સીતાજી નિમિત્તે શ્રીરામચંદ્ર દ્વારા રાવણનો કુળસહિત વિનાશ થયો હતો.)
નાગ રાજ વાસુકિ સહિત મુખ્ય ૭ નાગ જેમકે તક્ષક, શેષ, કાલિ, અનંત, પદ્મનાભ, કરકોટક.
સપ્તર્ષિ (સાત રૂષિઓનો ગણ)

૦૪ સનત કુમારો (સત, સનાતન, સનંદન, સનત)
દેવર્ષિ નારદ
પ્રજાપતિ દક્ષ
મનુ
નવ ગ્રહ દેવતાઓ
ધ્રુવ (વિષ્ણુ ભક્ત)
સર્વોચ્ચ દેવી-દેવતાઓ જેમકે શિવ-પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી, બ્રહ્મા-સરસ્વતી.
મધ્ય અને દક્ષિણ એશિયામાં વર્તમાન સમય નાં કુલ ૧૪ દેશોના સૈન્ય તે સમયે મહાભારતના મહાયુદ્ધ માં સંમિલિત હતાં (ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, ઈરાક, સિરિયા, નેપાળ, તિબેટ, ભુટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા).

કુલ ૧૮ ઔક્ષોહિણી નું સમુદ્ર સમાન વિશાળ સૈન્ય કે જેમાં ૩૯,૩૬,૬૦૦ (એટલે કે ૩૯ લાખ, ૩૬ હજાર, ૬૦૦) સૈનિકો હતાં જે પૈકી મોટા ભાગના સૈનિકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા.

પગી, રથી, અર્ધરથિ, અતિરથી, મહારથી, અતિ મહારથી, મહા મહારથી એમ સર્વ પ્રકારના વીર ક્ષત્રિય યોધ્ધાઓ ધર્મ ક્ષેત્ર કુલ ક્ષેત્રમાં આ મહાભિષણ ધર્મયુદ્ધ માં સંમિલિત હતાં જે માત્ર ૧૮ દિવસ ચાલેલા રણસંગ્રામમાં કાળ નો ગ્રાસ બન્યા હતા.

પાંડવો બાજુ બચેલા યોદ્ધા (યુદ્ધ સમયે તેમની ઉમર) : –
૧. વાસુદેવ શ્રી કૃષ્ણ (વય ૮૯ વર્ષ, ૪ મહિના)

૨. સાત્યિકિ

૩. ધર્મરાજા યુધિષ્ઠિર (વય ૯૧ વર્ષ)

૪. ગદાધર ભીમસેન (વય ૯૦ વર્ષ)

૫. ધનુર્ધર અર્જુન (વય ૮૮ વર્ષ, ૯ મહિના = ૮૯ વર્ષ)

૬. ત્રિકાળજ્ઞાની સહદેવ (વય ૮૮ વર્ષ)

૭. બુદ્ધિશાળી નકુલ (વય ૮૮ વર્ષ)

૮. યુયુત્સુ (વય ૯૦ વર્ષ)

યુયુત્સુ : –
યુયુત્સુ મહારાજા ધુતરાષ્ટ્રની બીજી પત્ની સુગંધા દ્વારા જન્મેલો પુત્ર હતો પરંતુ તે પાંડવો તરફથી મહાભારત નું યુદ્ધ લડ્યો હતો.

એકવાર યુયુત્સુએ પાંચ પાંડવોને દુર્યોધન દ્વારા બળવાન ભીમસેનને ભોજનમાં વિષ(ઝેર) આપીને ગંગા નદીના પાણીમાં ડુબાડવાના ષડયંત્ર વિશે માહિતી આપીને ભીમનો જીવ બચાવ્યો હતો.

યુયુત્સુનો જન્મ દુર્યોધન ના જન્મ ના દિવસે જ પરંતુ દુર્યોધન ના જન્મના અમુક ક્ષણ પછી થયો હતો.

તે દુર્યોધનથી માત્ર અમુક ક્ષણ નાનો હતો પરંતુ બાકીના ૧૦૦ કૌરવ ભાઈઓ અને દુશીલા નામની બહેનથી મોટો હતો.

ગાંધારી દ્વારા ધ્રુતરાષ્ટ્ર ને ૧૦૦ પુત્ર અને ૧ પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. જેમાં દરેક પુત્ર તેની પહેલા જન્મેલા પુત્ર કરતા ૧ દિવસ નાનો હતો. એટલે કે સતત ૧૦૧ દિવસ સુધી ક્રમિક રીતે ૧-૧ સંતાન નો જન્મ થતો હતો.

નોંધ :- ભગવાન શ્રી મહાવિષ્ણુના જ્ઞાનાવતાર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ ની વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા આ ૧૦૧ કૌરવોનો જન્મ થયો. જેથી તેને મૈથુન કે પ્રજનન સાથે જોડવા પ્રયત્ન ન કરવો.

કૌરવ બાજુ બચેલા યોદ્ધા (યુદ્ધ સમયે તેમની ઉમર) : –
પિતામહ ભીષ્મ (વય ૧૯૧ વર્ષ)
કુલગુરુ કૃપાચાર્ય (વય ૧૭૫ વર્ષ)
ક્રુતવર્મા
અશ્વત્થામા
વૃષકેતુ (વય ૫૬ વર્ષ, કર્ણનો સૌથી નાનો પુત્ર)
વષકેતુ : –
વૃષકેતુ કર્ણનો સૌથી નાનો પુત્ર હતો.

કર્ણને તેની બે પત્નીઓ વૃષાલી અને સુપ્રિયા દ્વારા દસ પુત્રો થયા હતા.

કર્ણના નવ પુત્રોએ મહાભારત યુદ્ધમાં ભાગ લીધો હતો.

કર્ણએ ૩૨ વર્ષની ઉંમરે ઈ.સ.પુર્વ ૩,૨૧૩ માં વૃષાલી સાથે લગ્ન કર્યા.

કલિન્ગ રાજ્યની (ઓરિસ્સાની) રાજકુમારી ભાનુમતી સાથે દુર્યોધનના લગ્ન થયા ત્યારે કર્ણે સુપ્રિયા આને વૃષાલી સાથે લગ્ન કર્યાં.

કર્ણના દસમાંથી નવ પુત્રો ઈ.સ.પુર્વ ૩,૧૩૮ માં મહાભારત ના યુદ્ધમાં ભાગ લીધો હતો.

કર્ણ ઈ.સ.પુર્વ ૩,૨૧૩ માં ૩૨ વર્ષની ઉંમરે ધનુર્વિદ્યા શીખવા માટે ભગવાન મહાવિષ્ણુના સાતમા અવતાર ગુરુશ્રેષ્ઠ પરમશુરામ પાસે ગયો કે જે ભૂતકાળમાં ભિષ્મ અને દ્રોણ જેવા મહાન યોદ્ધાઓના પણ ગુરુ હતાં.

કર્ણ ૮ વર્ષ સુધી ધનુર્વિદ્યા શીખ્યા પછી (ઈ.સ.પુર્વ ૩૨૧૩ – ૩૨૦૫) માં ૪૦ વર્ષની ઉંમરે પાછો ફર્યો.

કર્ણનો સૌથી મોટો પુત્ર સુદામાનો જન્મ ત્યારે થયો જ્યારે કર્ણની વય ૪૧ વર્ષની (ઈ.સ.પુર્વ ૩૨૦૪) હતી.

કર્ણનો સૌથી નાનો પુત્ર વૃષકેતુનો જન્મ જ્યારે કર્ણ ૫૧ વર્ષનો હતો (ઈ.સ.પુર્વ ૩૧૯૪) ત્યારે થયો હતો.

કર્ણના દસ પુત્રો: –

  1. સુદામા,
  2. ચિત્રસેન,
  3. સત્યસેન,
  4. સુશેન,
  5. વૃષશેન,
  6. શત્રુંજય,
  7. દ્વિપાત,
  8. બાણસેન,
  9. પ્રસેન,
  10. વૃષકેતુ (મહાભારત યુદ્ધ પછી એક માત્ર કર્ણનો બચેલો પુત્ર).

અર્જુન દ્વારા યુદ્ધ માં વધ કરાયેલા કર્ણ ના પુત્ર: –

દ્રૌપદી સ્વયંવર (ઈ.સ.પુર્વ ૩૧૯૫) દરમિયાન :- સુદામા (ઉંમર ૦૯ વર્ષ
ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મહાભારતના યુધ્ધ (ઈ.સ.પુર્વ ૩૧૩૯) દરમિયાન : –

  1. વૃષસેન
  2. શત્રુંજય
  3. દ્વિપાત
    નકુલ દ્વારા યુદ્ધ માં વધ કરાયેલા કર્ણ ના પુત્ર : –
  4. ચિત્રસેન
  5. સત્યસેન
  6. સુશેન
    ભીમ દ્વારા યુદ્ધ માં વધ કરાયેલા કર્ણ ના પુત્ર : –
  7. બાણસેન
    સત્યિકીએ દ્વારા યુદ્ધ માં વધ કરાયેલા કર્ણ ના પુત્ર : –
  8. પ્રસેન
    વૃષકેતુ નું મૃત્યુ : –

મહાભારત યુદ્ધ પછી કર્ણના પુત્રોમાં એક માત્ર વૃષકેતુ જ બચી ગયો હતો. મહાભારત ના યુદ્ધ પુર્ણ થયાનાં ૧૬ વર્ષ પશ્વાત ૧૭‌મા વર્ષે વૃષકેતુને અશ્વમેધ યજ્ઞમાં અર્જુનને તેના પોતાના જ માત્ર ૧૬ વર્ષ ના પુત્ર બબ્રૂવાહને યુદ્ધ માં હરાવ્યો હતો અને તેનો વધ કર્યો હતો.

બબ્રૂવાહન તેમજ પરિક્ષિત (અભિમન્યુ નો પુત્ર) સમાન વયના હતા.

(ચિત્ર :- ચક્રવર્તી સમ્રાટ પરિક્ષિત, આયુષ્ય :- ૯૬ વર્ષ)

પરિક્ષિત નો જન્મ મહાભારતના મહાયુદ્ધ ના પરીપુર્ણ થયાના બીજા જ દિવસે થયો હતો.
બબ્રૂવાહન નો જન્મ મહાભારતના યુધ્ધ પુર્ણ થયાનાં ૧ વર્ષ અને ૧૦ દિવસ પછી થયો હતો.
બબ્રૂવાહન અર્જુન અને મણિપુર રાજ્યની રાજકુમારી ચિત્રાંગદાનો પુત્ર હતો તેમજ પિતામહ ભીષ્મનો બીજો જન્મ હતો.

પિતામહ મહામહિમ્ન ભિષ્મનું મૃત્યુ : –
“ધનુર્માસ” પૂર્ણ થયા પછી પિતામહ મહામહિમ્ન ભીષ્મ એ પોતાની સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો.

ધનુર્માસ એ છે કે જેમાં સૂર્ય દેવ “ધન” રાશિ માં થી “મકર” રાશિ માં પ્રવેશ કરે છે. (જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ)

પિતામહ મહામહિમ્ન ભીષ્મે આ “ધનુર્માસ” ના અંતમાં પોતાનો નશ્વર દેહ છોડી દીધો.

તેથી, ૧૮ દિવસ સુધી ચાલેલા મહાભારત યુદ્ધના અંત પછી ઓછામાં ઓછું એક અઠવાડિયા અને વધુ માં વધુ એક મહિના સુધી ની પિતામહ ભીષ્મ જીવિત હતા.

નોંધ :-

પિતામહ મહામહિમ્ન ભિષ્મ મહાભારતના મહાયુદ્ધ માં સૌથી વૃદ્ધ અને સૌથી શક્તિશાળી મહાયોધ્ધા હતા.

પિતામહ મહામહિમ્ન ભિષ્મ મહાભારતના મહાયુદ્ધ માં શરુઆત ના ૧૦ દિવસ સુધી કૌરવ સેનાના સેનાધ્યક્ષ રહ્યા.

પિતામહ મહામહિમ્ન ભિષ્મે મહાભારતના મહાયુદ્ધ માં પ્રત્યેક દિવસે ૧૦,૦૦૦ પાંડવ સૈનિકોનો વધ કર્યો હતો.

પિતામહ મહામહિમ્ન ભિષ્મ મહાભારતના મહાયુદ્ધ માં એક માત્ર એવા યોધ્ધા હતાં કે જેમને મોક્ષ પ્રાપ્ત થયો હતો.

પિતામહ મહામહિમ્ન ભિષ્મ વાસ્તવમાં “ધ્યા” નામના વસુ નો અવતાર હતા.

પિતામહ મહામહિમ્ન ભિષ્મ, હસ્તિનાપુર ના મહારાજા શાંતનુ અને ગંગાનું આઠમું સંતાન હતા જેમનો જન્મ શાંતનુ અને ગંગાના ના લગ્ન ના ૧૬મા વર્ષે થયો હતો.

હસ્તીનાપુર માં ૧૨ વર્ષ સુધી રાજ્ય કર્યા પછી મહારાજા શાંતનુ ના ગંધર્વ લગ્ન (પ્રેમ લગ્ન) દેવી ગંગા સાથે થયા હતા.
મહારાજા શાંતનુ ૨૫ વર્ષ ની વયે હસ્તિનાપુર ના મહારાજા બન્યા હતા.

પિતામહ મહામહિમ્ન ભિષ્મ ના જ્ન્મ સમયે હસ્તિનાપુર ના મહારાજા શાન્તનુ ની વય ૫૩ વર્ષ હતી.

પિતામહ મહામહિમ્ન ભિષ્મ ૧૬ વર્ષના હતા ત્યારે હસ્તિનાપુરના મહારાજા શાન્તનુને બે નવજાત શિશુ મળ્યા જે આગળ જતાં કુરુવંશના કુલગુરુ કૃપાચાર્ય અને તેમની બહેન કૃપી (દ્રોણાચાર્ય ના પત્ની) થયાં.

પિતામહ મહામહિમ્ન ભિષ્મએ જ્યારે આજીવન અવિવાહિત આને વંશવિહિન રહેવાની પ્રતિજ્ઞા કરી હતી ત્યારે તેમની ઉંમર ૩૬ વર્ષ હતી (તેમના પિતા હસ્તિનાપુરના મહારાજા શાન્તનુ તે સમયે ૮૯ વર્ષ ના હતા).

પિતામહ મહામહિમ્ન ભિષ્મ, મત્સ્ય કન્યા સત્યવતી (હસ્તિનાપુરના મહારાજા શાન્તનુના દ્વિતીય પત્ની) કરતાં ૨૦ ઉમર માં વર્ષ મોટા હતા તે છતાં પણ પોતાના કરતાં ૨૦ વર્ષ નાની સ્ત્રી ને પોતાની માતા સમાન આદર, માન-સન્માન આપ્યું. (હસ્તિનાપુરના મહારાજા શાન્તનુ પોતાની દ્વિતીય પત્ની મત્સ્ય કન્યા સત્યવતી કરતાં આયુમાં ૭૩ વર્ષ મોટા હતા).

પોતાના જીવનમાંથી દેવી ગંગાના ચાલ્યા ગયાના ૨૦ વર્ષ બાદ ગયા બાદ હસ્તિનાપુરના મહારાજા શાન્તનુને મત્સ્યકન્યા સત્યવતી સાથે પ્રેમ થયો હતો.(હસ્તિનાપુરના મહારાજા શાન્તનુ તે સમયે ૮૯ વર્ષના હતા).

મહારાજા શાંતનુ અને તેમના દ્વિતીય પત્ની મત્સ્યકન્યા સત્યવતીના લગ્નના ૧૦ વર્ષ પછી બે સંતાન થયાં હતા : – ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય

હસ્તિનાપુરના મહારાજા શાન્તનુ ૧૧૪ વર્ષનું લાંબુ આયુષ્ય જીવીને વૃધ્ધ અવસ્થામાં મૃત્યુ પામ્યા ત્યારે ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય શિશુઅવસ્થામા (બાલ્યાવસ્થામાં) હતાં એટલે કે ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય ૧૬ વર્ષ ના થયા ન હતાં.

યુવાન અવસ્થામાં ચિત્રાંગદનું તેના જ નામના ગંધર્વ સાથે યુદ્ધ માં મૃત્યુ થયું તેથી વિચિત્રવિર્યને રાજા બનાવવામાં આવ્યા. ૯ વર્ષ રાજ્ય કર્યા પશ્વાત વિચિત્રવિર્ય નો વિવાહ કાશી રાજ્ય ની ત્રણ રાજકુમારીઓ અંબા, અંબિકા અને અંબાલિકા પૈકી અંબિકા અને અંબાલિકા સાથે થયો કારણકે અંબા ને શાલ્વ રાજ્ય ના રાજકુમાર સાથે પ્રેમ હતો. આ ઘટના ના ૧૨૦ વર્ષ પછી આ અંબા જ શિખંડી સ્વરૂપે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મહાભારતના મહાયુદ્ધ માં પિતામહ ભીષ્મ પિતામહ ના મૃત્યુ ના કારણ બની.
માત્ર ૧ વર્ષ નું સંતાનવિનાનુ વૈવાહિક જીવન જીવ્યા બાદ ૨૬ વર્ષ ની નાની વયે રાજા વિચિત્રવિર્યનું મૃત્યુ ક્ષય (ટી.બી) ના રોગથી થયું હતું.

ભગવાન મહા વિષ્ણુ ના જ્ઞાન આવતાર બ્રમ્હર્ષિ શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસે પોતાની યૌગિક ઊર્જા દ્વારા અંબિકા, અંબાલિકા આને શુદ્રી (દાસી) ને એક-એક પુત્ર ના માતા બનાવ્યા જે અનુક્રમે ધુતરાષ્ટ્ર, પાંડુ, વિદુર ના નામ થી પ્રસિદ્ધ થયા.
મહારાજા શુરસેન અને મહારાજા કુંતીભોજ બાળપણમાં મહર્ષિ ભારદ્વાજના શિષ્ય હતા. મહારાજા શુરસેને મહારાજા કુંતીભોજ ને વચન આપ્યું હતું કે, મહારાજા શુરસેન તેમનું પ્રથમ સંતાન મહારાજા કુંતીભોજને આપી દેશે. મહારાજા કુંતીભોજને કોઈ સંતાન નહોતું. મહારાજા શુરસેને પહેલું સંતાન કન્યા હતી જેનું નામ પૃથા હતું. તેની વય ૧૨ વર્ષ ની થઇ એટલે મહારાજા શુરસેને પોતાની વહાલસોયી દીકરી પૃથા પોતાના પરમ મિત્ર મહારાજા કુંતીભોજને આપી. મહારાજા કુંતીભોજે પોતાના નામ ઉપરથી પોતાની દિકરી ને “કુંતી” નામ આપ્યું.
દાનેશ્વરી કર્ણ ના જન્મ સમયે માતા પૃથા (માતા કુંતા) ૧૩ વર્ષના હતા.

માતા કુંતી ૨૨ વર્ષના થયા ત્યારે મહારાજા કુંતીભોજે તેમની દિકરીના સ્વયંવરનુ આયોજન કર્યું જેમાં ભારત વર્ષ ના તમામ રાજા, મહારાજા ને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં માતા કુંતીએ દશ દિગવંત વિજયી મહારાજા પાંડુની પસંદગી કરી.
પાંડુએ પોતાના સંબંધિઓ સિવાયના સમગ્ર પૃથ્વી પરના રાજાઓ ને યુદ્ધ માં હરાવ્યા હતા અને ચક્રવર્તી સમ્રાટ બન્યા. માતા કુંતીના લગ્ન ના ૭ વર્ષ ના લગ્ન પશ્વાત ધર્મરાજ યુધિષ્ઠિરનો જન્મ થયો. ધર્મરાજ યુધિષ્ઠિરના જન્મ સમયે માતા પૃથા (માતા કુંતા) ૨૯ વર્ષના હતા.

ધર્મરાજ યુધિષ્ઠિરના જન્મ ના ૧ વર્ષ અને ૧૯ દિવસ પશ્વાત ગદાધર ભિમસેન નો જન્મ થયો. તેના બીજા જ દિવસે દુર્યોધન અને યુયુત્સુ નો જન્મ થયો. તે જ વર્ષે શ્રાવણ વદ આઠમ ની તિથિએ રોહિણી નક્ષત્ર માં બુધવાર ની મધ્ય રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તેની પછી ના વર્ષના ફાલ્ગુન (ફાગણ) મહિનાની પુર્ણિમા (પુનમ)ના દિવસે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન નો જન્મ થયો. શ્રી કૃષ્ણ, અર્જુન કરતા ૬ મહિના મોટા હતા. અર્જુનના જન્મના બીજા વર્ષે સહદેવ અને નકુલનો જન્મ થયો હતો.

પિતામહ મહામહિમ્ન ભિષ્મ ની ઊંમર ૧૦૦ વર્ષ હતી ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર નો જન્મ થયો હતો.
મહારાજા પાંડુ ના મૃત્યુ સમયે ધર્મરાજા યુધિષ્ઠિર ની વય ૧૬ વર્ષ હતી. પાંડુ રાજાના મૃત્યુ પશ્વાત માતા પૃથા (માતા કુંતા) તેમના પાંચેય પુત્રોને લઈને હસ્તીનાપુર આવ્યાં અને ત્યાર પછીના ૧૩ વર્ષ ગુરુ દ્રોણાચાર્ય ના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા રહ્યા.
ધર્મરાજ યુધિષ્ઠિર ૨૯ વર્ષે હસ્તિનાપુર ના યુવરાજ બન્યા, જેના થોડા દિવસ પશ્વાત વાર્ણવતમાં લાક્ષગૃહ દુર્ઘટના થઈ. તેના થોડા મહિના પછી ભિમના લગ્ન હિડિમ્બા સાથે થયા જેનાથી ઘટોત્કચ નામનો પુત્ર અને બર્બરીક (બળિયા દેવ) નામનો પૌત્ર થયો.
વાર્ણવતમાં લાક્ષગૃહ દુર્ઘટના ના ૫ વર્ષ પશ્વાત દ્રૌપદી સ્વયંવર થયો તે સમયે ધર્મરાજ યુધિષ્ઠિર ૩૪ વર્ષના હતા.
હસ્તિનાપુર નું વિભાજન થયું. ઈન્દ્રપ્રસ્થના રાજા બન્યા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ૪૦ વર્ષ ના હતા. મહારાજા યુધિષ્ઠિર ૩૬ વર્ષ સુધી ઈન્દ્રપ્રસ્થ ના રાજા રહ્યા હતા. આમ, જ્યારે ધ્યુત સભામાં કપટ અને દ્રૌપદી વસ્ત્રાહરણ થયું હતું ત્યારે મહારાજા યુધિષ્ઠિર ૭૬-૭૭ વર્ષ ના હતા. આ જ વયે પાંચ પાંડવોને તેમની પટરાણી યાજ્ઞસૈની દ્રૌપદી સહિત ૧૨ વર્ષનો વનવાસ અને ૧ વર્ષનો અજ્ઞાતવાસ થયો. લગભગ સવા વર્ષ સુધી પાંચ પાંડવો અને દ્રૌપદી વિરાટ રાજ્ય માં રહ્યાં.

અજ્ઞાતવાસ દરમિયાન પાંચ પાંડવો અને દ્રૌપદી ના નામ:-
ધર્મરાજ યુધિષ્ઠિર = વિરાટ રાજ્યના મહામંત્રી (કંક)
ભિમસેન = રસોઈયો (બલ્લવ મહારાજ)
ગાંડીવધારી અર્જુન = રાજકુમારી ઉત્તરાના સંગીત (ગાન, વાદન અને નૃત્ય) શિક્ષકા (બૃહંદલા)
સહદેવ = ગૌશાળા પ્રબંધક
નકુલ = અશ્વશાળા પ્રબંધક
દ્રૌપદી = મહારાણી ની સેવિકા (શૈલેન્દ્રિ)

અજ્ઞાતવાસ પુર્ણ થયાના ૨ મહિના પશ્વાત ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મહાભારતનું યુધ્ધ શરૂ થયું. આ ૨ મહિના નાં સમયમાં ર્અજુનપુત્ર અભિમન્યુ નો વિવાહ વિરાટ રાજ્યની કુંવરી ઉત્તરા સાથે થયો તેમજ ભિમસેને ૧૪ દિવસના મલ્લયુદ્ધમા જરાસંઘ વધ કર્યો
.
માતા કુંતી અને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય એક માત્ર પિતામહ મહામહિમ્નન ભિષ્મ જ એક માત્ર એવા વ્યક્તિ હતા કે જેમને કર્ણની કુંતીપુત્ર હોવાની વાસ્તવિકતા જ્ઞાત હતી.
પિતામહ મહામહિમ્ન ભિષ્મ તેમના બીજા જન્મમાં વર્તમાન ભારત ના મણિપુર રાજ્યનો રાજા ના બબ્રૂવાહન થયાં જેમણે મહાભારતના મહાયુદ્ધથી ૧૭ વર્ષ પછી અશ્વમેઘ યજ્ઞ સમયે યુદ્ધ માં માત્ર ૧૬ વર્ષની આયુ માં અર્જુનને હરાવ્યો હતો અને વધ કર્યો હતો પરંતુ બબ્રૂવાહનના માતા ચિત્રાંગદાએ સુતાલ નામના પાતાળ ના રાજા નાગરાજ વાસુકિ ની પુત્રી નાગકન્યા ઉલુપ્પી નું આહ્નાવાહન કર્યુ અને નાગમણિની મદદથી અર્જુનને સજીવન કર્યો અને પિતા (અર્જુન), પુત્ર (બબ્રૂવાહન) તેમજ અર્જુન ની પત્ની દ્રૌપદી અને સુભદ્રા સિવાયની બાકીની બે પત્નીઓ (ચિત્રાંગદા આને ઊલુપ્પી) સાથે સુખદ મિલાપ થયો.
ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મહાભારતના યુધ્ધમાં વિજય મેળવ્યા પછી ધર્મરાજ યુધિષ્ઠિર ૩૬ વર્ષ સુધી હસ્તિનાપુરના રાજા રહ્યા. સ્વર્ગ ગમન સમયે યુધિષ્ઠિર ૧૨૭, ભીમ ૧૨૬, અર્જુન ૧૨૫, સહદેવ અને નકુલ ૧૨૪ વર્ષ ના હતા. યાજ્ઞસૈની દ્રૌપદી ના જન્મ ને ૮૮ વર્ષ થયાં હતાં.

યાજ્ઞસૈની દ્રૌપદી ઈન્દ્રાણી નો પુર્ણ અવતાર તેમજ માતા સરસ્વતી, માતા લક્ષ્મી, માતા મહાકાલિ નો અંશ અવતાર હતી જેનો જન્મ સમગ્ર ચંદ્રવંશ એટલે કે કુરુવંશ, યદુવંશ, મગધવંશ, પંચાલ વંશ, વિદર્ભ વંશ નો વિનાશ માટે થયો હતો.
યાજ્ઞસૈની દ્રૌપદીની ઉત્પત્તિ પોતાના સ્વયંવરથી માત્ર ૫ વર્ષ પહેલાં થઈ હતી પરંતુ તે ઉત્પત્તિ સમયે જ ૧૬ વર્ષની યુવતી હતી.

પાંડવો ના સ્વર્ગારોહણ પશ્વાત અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર પરિક્ષિતને હસ્તિનાપુર ના રાજા બનાવ્યા ત્યારે તે ૩૬ વર્ષ ના હતા. પરિક્ષિત ૬૦ વર્ષ સુધી હસ્તિનાપુર ના રાજા રહ્યા. ૯૬ વર્ષ ની લાંબી વયે પણ પરીક્ષત ખુબ જ શક્તિશાળી અને સ્વસ્થ હતા. “શ્રીમદ ભગવદ મહાપુરાણ” ની મહાકથા ને ૭ દિવસ સુધી અન્ન-જળ નો ત્યાગ કરીને સાંભળનાર સૌથી પહેલી વ્યક્તિ મહારાજા પરીક્ષિત હતા.

પરિક્ષિતની પશ્વાત તેમનો પુત્ર જનમેજય ૮૯ વર્ષ સુધી હસ્તિનાપુર ના રાજા રહ્યા હતા. મહારાજા જન્મેજયે “સર્પમેઘ” યજ્ઞ કરીને પૃથ્વી ઉપર રહેલી પ્રત્યેક પ્રજાતિના તમામ સર્પ નો વધ કરવા પ્રયત્ન કર્યો હતો. જો આ યજ્ઞ પરીપુર્ણ થઈ જાત તો પૃથ્વી ઉપર એક પણ સર્પ જીવિત ન હોત અંતે ૧૨૪ વર્ષ ની લાંબી વયે મહારાજા જન્મેજય મૃત્યુ પામ્યા. જન્મેજયના પુત્ર શતાનિક ૮૮ વર્ષ શાસન કરીને ૧૪૮ વર્ષ ની લાંબી વયે મૃત્યુ પામ્યા. ત્યાર પછી શતાનિકના પુત્ર સહસ્ત્રાનિક પણ ૮૮ વર્ષ શાસન કરીને ૧૭૫ વર્ષ ની વયે મૃત્યુ પામ્યા. ત્યાર પછી કડિયુગના વધતા જતા પ્રભાવથી આ વંશ માં કોઈ પણ રાજા ૬૬ વર્ષ કરતા વધારે વર્ષ શાસન ન કરી શક્યા, તેમજ કલિયુગમાં આ વંશના કોઈ પણ રાજા મહત્તમ ૯૪ વર્ષ કરતા વધારે લાંબુ આયુષ્ય જીવી ન શક્યા. જેમ સમય પસાર થતો ગયો તેમ આયુષ્ય ઓછું થતું ગયુ.

આ વંશના અંતિમ સ્વતંત્ર રાજા બીજું કોઈ નથી પરંતુ મહારાજા પૃથ્વીરાજ સિંહ ચૌહાણ (ઈ.સ. ૧૧૪૯ – ઈ.સ. ૧૧૯૨) હતા, જેમણે ૧૪ વર્ષ શાસન કર્યું હતું. તેઓ ધર્મરાજ યુધિષ્ઠિરથી ૧૨૪ માં ક્રમના રાજા હતા. તેથી ધર્મરાજ યુધિષ્ઠિરથી પૃથ્વીરાજ ચૌહાણ સુધી ૪,૨૯૪ વર્ષ લાંબો સમય પસાર થયો તેમાં ૧૨૪ પેઢીઓ થવાથી ધર્મરાજ યુધિષ્ઠિરથી પછીના સમયમાં તેમના વંશમા થઈ ગયેલા રાજાઓ સરેરાશ ૩૫ વર્ષ શાસન કરતા હતાં અને તેમનું સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ હતું.

આવી ઐતહાસિક પોસ્ટ માટે પેજ લાઈક કરો ને શેર કરવાનું ભૂલશો નહિ.. : સાહિત્ય વંદના | MD Parmar – Gir

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार नदी को अपने पानी के प्रचंड प्रवाह पर घमंड हो गया नदी को लगा कि मुझमें इतनी ताकत है कि मैं पहाड़, मकान, पेड़, पशु, मानव आदि सभी को बहाकर ले जा सकती हूँ

एक दिन नदी ने बड़े गर्वीले अंदाज में समुद्र से कहा ~ बताओ ! मैं तुम्हारे लिए क्या-क्या लाऊँ ? मकान, पशु, मानव, वृक्ष जो तुम चाहो, उसे …मैं जड़ से उखाड़कर ला सकती हूँ.

समुद्र समझ गया कि …नदी को अहंकार हो गया है उसने नदी से कहा ~यदि तुम मेरे लिए कुछ लाना ही चाहती हो, तो ..थोड़ी सी घास उखाड़कर ले आओ.

नदी ने कहा ~ बस … इतनी सी बात. अभी लेकर आती हूँ नदी ने अपने जल का पूरा जोर लगाया पर … घास नहीं उखड़ी नदी ने कई बार जोर लगाया aलेकिन …असफलता ही हाथ लगी

आखिर नदी हारकर समुद्र के पास पहुँची और बोली मैं वृक्ष, मकान, पहाड़ आदि तो उखाड़कर ला सकती हूँ. मगर जब भी घास को उखाड़ने के लिए जोर लगाती हूँ, तो वह नीचे की ओर झुक जाती है और मैं खाली हाथ ऊपर से गुजर जाती हूँ..
समुद्र ने नदी की पूरी बात ध्यान से सुनी और मुस्कुराते हुए बोला जो पहाड़ और वृक्ष जैसे कठोर होते हैं, वे आसानी से उखड़ जाते हैं. किन्तु …घास जैसी विनम्रता जिसने सीख ली हो, उसे प्रचंड आँधी-तूफान या प्रचंड वेग भी नहीं उखाड़ सकता
जीवन में खुशी का अर्थ लड़ाइयाँ लड़ना नहीं… बल्कि …उन से बचना है कुशलता पूर्वक पीछे हटना भी अपने आप में एक जीत है … क्योकि …अभिमान ~ फरिश्तों को भी शैतान बना देता है, … और … नम्रता साधारण व्यक्ति को भी फ़रिश्ता बना देती है..!!
बीज की यात्रा वृक्ष तक है, नदी की यात्रा सागर तक है, और…मनुष्य की यात्रा परमात्मा तक..
संसार में जो कुछ भी हो रहा है वह सब ईश्वरीय विधान है,….हम और आप तो केवल निमित्त मात्र हैं, इसीलिये कभी भी ये भ्रम न पालें कि…
मै न होता तो क्या होता…!! ̶D̶̶e̶̶e̶̶p̶̶a̶̶k̶ ̶j̶̶a̶̶i̶̶s̶̶i̶̶n̶̶g̶̶h̶
🙏🏽🙏🏽