गुरु गोविन्द सिंह जी ।
जिनका नाम सुनते ही एक ऐसे योद्धा का चित्र मस्तिष्क में आता है जिसने धर्म की रक्षा हेतु अपना सबकुछ बलिदान कर दिया।
और इसी कारण धर्म की रक्षा भी हो सकी, उनसे ही प्रेरणा लेकर लाखों योद्धाओं ने धर्म रक्षा में अपना बलिदान दिया।
गुरु की सीख को आगे बढ़ाते हुए कई योद्धा जन्मे
आज 7 अक्टूबर है, आज गुरु गोविन्द सिंह जी की पुण्यतिथि है, गुरु गोविन्द सिंह ने शौर्य और वीरता की सीख दी, उन्होंने सिखाया की कैसी भी परिस्तिथि हो पर अपने मन को कभी हारने मत दो मुकाबला करो, जीत और हार तो मुकाबले के बाद तय होगी पर मुकाबले से पीछे मत हटो।
गुरु गोविन्द सिंह जी की कही हुई एक बात याद आती है
सवा लाख से 1 लडाऊ, चिडियन ते मैं बाज तुडाऊ, तबे गोविन्द सिंह नाम कहाऊँ।
कैसी भी परिस्तिथि हो जमकर मुकाबला करो पीछे मत हटो, गोविंद सिंह से हमे प्रेरणा मिलती है
उनका पूरा जीवन प्रेरणादायक रहा है
और आज हमे साहस और शौर्य की अधिक जरुरत है, अगर गुरु गोविन्द सिंह से हम कुछ सीख सके, और उस दिशा में काम करें तो भारत भूमि और धर्म को कभी खतरा नहीं आ सकता।
Day: October 7, 2020
ગુરુ ગોવિંદસિંહજી ની જન્મ જયંતિ નિમિત્તે
ગુરૂ તેગબહાદુર સિંહજી એ કસમ ખાધી હતી કે જ્યાં સુધી પંજાબમાં શીખો છે કોઈ કાશ્મીરના હિન્દુઓને નુકશાન નહીં પહોંચાડી શકે.
શીખોના અભય કવચથી ત્રાસેલા ઓરંગઝેબ એ ગુરુજીને દિલ્લીમાં વાત કરવા બોલાવવાના બહાને ફસાવી અને તેઓની હત્યા કરી નાખી.
ચાંદની ચોક ના ચોરાહા ઉપર અને તેઓની લાશ ત્યાંના મહેલના મેદાનમાં રાખી અને ગુરુ ગોવિંદસિંહ જી ને ચેલેન્જ ફેંકી કે તેઓના પિતા ની લાશ ઉપાડવા આવે.
બે લબાના દલિત સમાજના પિતા પુત્ર એ એ ચેલેન્જ સ્વીકાર કરી અને પાટલા ઘો ની મદદથી દીવાલ ફાંદી અને અંદર ઘૂસ્યા અને જ્યાં લાશ પડી હતી તેને છોકરા એ ઉઠાવી અને જતો રહ્યો અને બાપ હતો તેઓએ ગુરુ તેગ બહાદુર જી ની જગ્યાએ પોતે મદડુ બનીને સુઈ ગયા અને મદદુ લાગે તે માટે જાતે જ પોતાનું ગળું અને માથું ભાંગી અને શહીદ થઈ ગયા.
પિતાનો મૃતદેહ ગુરુ ગુરુ ગોવિંદસિંહજી પાસે આવી ગયો અને આ લડાઈ ઔંરંગઝેબ હારી ગયો.
આ બાપ બેટા નું નામ હતું નિરંજન સિંહ અને ત્રિલોક સિંહ.
કેવું કહેવાય!!! શીખો કાશ્મીરી પંડિતોને બચાવવા માટે જાન આપે અને તે શીખો ને મદદ કરવા બે દલિતો પોતાની જાનની આહૂતિ આપી દે.
જય પાઠક
🦅
अंतिम सांस गिन रहे जटायु ने कहा कि मुझे पता था कि मैं रावण से नहीं जीत सकता लेकिन तो भी मैं लड़ा..यदि मैं नही लड़ता तो आने वाली पीढियां मुझे कायर कहती।
🙏🏽🙏🏽
𝒟ℯℯ𝓅𝒶𝓀 𝒿𝒶𝒾𝓈𝒾𝓃ℊ𝒽
जब रावण ने जटायु के दोनों पंख काट डाले… तो काल आया और जैसे ही काल आया …
तो गिद्धराज जटायु ने मौत को ललकार कहा, —
“खबरदार ! ऐ मृत्यु ! आगे बढ़ने की कोशिश मत करना… मैं मृत्यु को स्वीकार तो करूँगा… लेकिन तू मुझे तब तक नहीं छू सकता… जब तक मैं सीता जी की सुधि प्रभु “श्रीराम” को नहीं सुना देता…!
**
मौत उन्हें छू नहीं पा रही है… काँप रही है खड़ी हो कर…
मौत तब तक खड़ी रही, काँपती रही… यही इच्छा मृत्यु का वरदान जटायु को मिला।
किन्तु महाभारत के भीष्म पितामह छह महीने तक बाणों की शय्या पर लेट करके मौत का इंतजार करते रहे… आँखों में आँसू हैं … रो रहे हैं… भगवान मन ही मन मुस्कुरा रहे हैं…!
कितना अलौकिक है यह दृश्य … रामायण मे जटायु भगवान की गोद रूपी शय्या पर लेटे हैं…
प्रभु “श्रीराम” रो रहे हैं और जटायु हँस रहे हैं…
वहाँ महाभारत में भीष्म पितामह रो रहे हैं और भगवान “श्रीकृष्ण” हँस रहे हैं… भिन्नता प्रतीत हो रही है कि नहीं… ?
अंत समय में जटायु को प्रभु “श्रीराम” की गोद की शय्या मिली… लेकिन भीष्म पितामह को मरते समय बाण की शय्या मिली….!.
𝔇𝔢𝔢𝔭𝔞𝔨 𝔧𝔞𝔦𝔰𝔦𝔫𝔤𝔥
जटायु अपने कर्म के बल पर अंत समय में भगवान की गोद रूपी शय्या में प्राण त्याग रहा है….
प्रभु “श्रीराम” की शरण में….. और बाणों पर लेटे लेटे भीष्म पितामह रो रहे हैं….
ऐसा अंतर क्यों.. ?…
ऐसा अंतर इसलिए है कि भरे दरबार में भीष्म पितामह ने द्रौपदी की इज्जत को लुटते हुए देखा था…विरोध नहीं कर पाये थे …!
दुःशासन को ललकार देते… दुर्योधन को ललकार देते… लेकिन द्रौपदी रोती रही… बिलखती रही… चीखती रही… चिल्लाती रही… लेकिन भीष्म पितामह सिर झुकाये बैठे रहे… नारी की रक्षा नहीं कर पाये…!
उसका परिणाम यह निकला कि इच्छा मृत्यु का वरदान पाने पर भी बाणों की शय्या मिली और ….
जटायु ने नारी का सम्मान किया…
अपने प्राणों की आहुति दे दी… तो मरते समय भगवान “श्रीराम” की गोद की शय्या मिली…!
जो दूसरों के साथ गलत होते देखकर भी आंखें मूंद लेते हैं … उनकी गति भीष्म जैसी होती है ...
जो अपना परिणाम जानते हुए भी…औरों के लिए संघर्ष करते है, उसका माहात्म्य जटायु जैसा कीर्तिवान होता है…
जय जय श्री राम जी 🙏
✅✅
સત્ય ઘટના છે, વાત લાંબી છે, પણ મને તો ખૂબ ગમી અને શેર કરવા જેવી લાગી છે…
અમદાવાદમાં માધુપુરા જેવા વેપારધંધાવાળા વિસ્તારની સ્ટેટ બેંક.
એમાં અરુણ ત્રિવેદી કામ કરે. સ્વભાવે પ્રેમાળ અને પારકી છઠ્ઠીનો જાગતલ.
બેંકમાં સાડાદસ પછી વેપારીઓના મુનીમો ભરણું કરવા આવે. રોજનું કામ રહ્યું એટલે આમેય એકબીજાને ઓળખતા થઇ જાય.
રામશંકર નામે એક મુનીમ રોજ બેન્કના વ્યવહારો પતાવવા આવે. સ્વભાવે સાવ ઓછાબોલા. એ ભલા ને એમનું કામ ભલું. રોજ અરુણભાઈ સાથે માત્ર સ્માઈલનો વ્યવહાર થાય.
એક દિવસ રામશંકરે અરૂણભાઈને કહ્યું: સાહેબ, બે મિનીટ સમય હોય તો એક વાત કરવી છે.
બહાર વેઈટીંગ લાઉન્જમાં એક સોફા પર બેઠા.
“સાહેબ, તમે ચકલાને ચણ નાખો છો?”
“ના,”
“સાહેબ, હું વરસોથી ચણ નાખું છું. કોઈ ફાયદો નહોતો દેખાતો પણ ટેવ પડી ગઈ હતી. એમ જ કહોને કે ચણ નાખવાનું વ્યસન જ પડી ગયેલું. પણ એ મુંગા જીવોએ તો મને ન્યાલ કરી દીધો.”
“સમજ્યો નહિ.”
પછી તો રામશંકર યાને રામભાઈએ આપવીતી કહી.
બે મિનીટને બદલે કલાક થઇ ગયો.
રામશંકર એટલે કે રામભાઈ ત્રીસેક વરસથી માધુપુરાની એક પેઢીમાં નોકરી કરે. પગાર તો કેટલો હોય? કુટુંબમાં હુતોહુતી અને એમનો એક માત્ર દીકરો.
નારણપુરામાં એક જૂની સોસાયટીમાં એક મકાનમાં રૂમ-રસોડામાં ભાડે રહે. મૂળે બ્રાહ્મણ જીવ એટલે સંતોષી.
દીકરો પણ એવો જ સીધો સાદો. ભણવામાં હોંશિયાર. એમાંય બારમા ધોરણમાં ભાઈએ સાયંસ રાખ્યું. ટ્યુશનનું ગજું તો હતું નહિ.
વિદ્યાનગર સ્કુલમાં ભણે ત્યાંય કપાસીસાહેબે એની ફીઝ માફ કરેલી.
આટલી મર્યાદા છતાં બારમામાં એ સારા ટકા લાવ્યો પણ એ એવી બોર્ડર પર કે બધે વેઈટિંગ લીસ્ટમાં જ હોય. અનામત પણ બધે નડી.
દીકરો નિરાશ થયો. એને આઈ.ટી.માં એડમીશન જોઈતું હતું.
એમાંય એક દિવસ દીકરા મનને ભડાકો કર્યો કે એણે બેંગલોરમાં NITTE સંસ્થામાં અરજી કરેલી એમાં પ્રવેશ મળી જશે. દેશમાં ટોચની શૈક્ષણિક સંસ્થામાં એની ગણના થાય.
સમાચાર તો સારા હતા પણ રામશંકર માટે ચાદર કરતાં પગ લાંબા હતા, તોય એમણે દીકરાને નકારો ન કર્યો.
બાપ-દીકરાએ બેંગલોર જવાનું નક્કી થયું.
કરુણતા તો એ હતી કે ફી રહી ફીને ઠેકાણે – બે જણના બેંગલોર જવા આવવાનો ખર્ચનો જ પ્રશ્ન હતો.
રામભાઈએ શેઠ પાસેથી ઉપાડ લીધો. જવા આવવાનું રેલ્વે રીઝર્વેશન કરાવ્યું.
રામભાઈને હતું કે જે થશે એ જોયું જશે. તોય ખાંડણીયામાં માથું મૂકી જ દીધું છે, વાળો ઘાટ હતો.
નિશ્ચિત દિવસે બાપ-દીકરો બેંગ્લોર NITTE પહોંચ્યા. ઓફિસમાં પહોંચ્યા.
ત્યાં મનનને એક ફોર્મ ભરવાનું આપ્યું. એક બ્રોશર પણ આપ્યું.
રામભાઈએ એક ટર્મની ફીઝ અને હોસ્ટેલની ફીઝ વાંચી. એમના તો મોતિયા મરી ગયા.
કાઉન્ટર પર બેઠેલો ક્લાર્ક બાપ-દીકરાની મૂંઝવણ જાણે પામી ગયો હતો.
કલાર્કે મનનને બોલાવ્યો.
“જેન્ટલમેન, એની પ્રોબ્લેમ?”
“સર, વી વિલ મેનેજ. લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ?”
“ટુ મોરો”
મનનને ચક્કર જેવું આવી ગયું. એ બાપની પાસે જઈને બેઠો. રામભાઈ સમજી ગયા.
એમણે મનનના ખભે હાથ મૂક્યો. મનન રડી પડ્યો. રામભાઈની મજબુરી હતી. દીકરાની પીઠ પસવારવા જેટલી હિમત નહોતી.
ક્લાર્ક ઉભો થઇ પાણી લઈને આવ્યો. મનનને આપ્યું.
ભાષાનું બંધન હતું. એણે રામભાઈને કન્નડમાં કૈંક કહ્યું.
રામભાઈ સમજી ગયા.
એમણે જવાબ આપ્યો: નો મની…
ક્લાર્ક મનન પાસે બેઠો. એની સાથે થોડી વાત કરી.
મનન થોડો સ્વસ્થ થયો.
એણે રામભાઈને કહ્યું કે આ ભાઈ સાંજ સુધી રોકાવાનું કહે છે. એ આપણને એક જગ્યાએ લઇ જશે. પછી આપણા નસીબ.
આમેય ટીકીટ બીજા દિવસ સાંજની હતી. ગુજરાતી સમાજમાં ઉતરેલા.
રાત્રે સાવ અજાણ્યા જણ સાથે, અજાણ્યા શહેરમાં, અજાણી જગ્યાએ જવું, એ જોખમ હતું પણ રામભાઈને લૂંટાવાની બીક નહોતી.
કૈંક હોય તો લૂંટેને? સવાલ માત્ર સાંજ સુધીનો હતો.
પેલાએ મનનને લંચ માટે સારી અને સસ્તી જગ્યાનું સરનામું લખી આપ્યું. આમેય બંને ભૂખ્યા થયેલા.
જમીને સાંજ સુધી એક બગીચામાં બેઠા.
છ વાગ્યે બંને કોલેજમાં પેલા ક્લાર્કની સામે હાજર થઇ ગયા.
પાંચેક મીનીટમાં એ પરવારી તૈયાર થઈને બંનેને લઇ દરવાજે આવ્યો.
એણે પૂછ્યું: ઓટો ?
જવાબમાં લાચારી હતી: As you wish.
ખાસ્સુ અંતર કાપી ઓટો એક મસમોટા બંગલાના દરવાજે ઉભી રહી. ભાડું થયેલું બસો ચાલીસ.
રામભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો પણ સાથે આવેલા કલાર્કે પેલાને કન્નડ ભાષામાં કૈંક કહ્યું.
બધા બંગલામાં પ્રવેશ્યા.
વૈભવ જોઇને અંજાઈ ન જવાયું પણ ઈંચે ઈંચમાં રહેનારનું સંસ્કારીપણું છતું થતું હતું.
ત્રણેય અંદર મોટ્ટા ડ્રોઈંગ રૂમમાં બેઠા.
પછી થોડી વારે એક જાજરમાન મહિલા બહાર આવી.
બધાને અભિવાદન કરી એ સામે બેઠી. પરાણે પ્રણામ થઇ જાય એવું વ્યક્તિત્વ હતું.
સાથે આવેલા કલાર્કે બાપ-દીકરાનો પરિચય આપ્યો. પછી કૈંક કહ્યું. થોડી વાતચીત થઇ.
રામભાઈ અને દિકરા માટે સમજની બહાર હતું કે શું વાત થઇ.
થોડી વાત થઇ ત્યાં સુધીમાં ચાનાસ્તો આવી ગયેલો. કૈંક સૂચન આપી એ અંદર ગયા.
થોડી વારમાં હાથમાં ચેકબુક લઇ પેલા સન્નારી બહાર આવ્યા. પેલા સાથે કૈંક વાત થઇ અને ચેક લખ્યો અને કલાર્કને આપ્યો.
કલાર્કે મનનને ભાંગીતૂટી હિન્દીમાં કહ્યું કે એક સેમેસ્ટરની ફી અને હોસ્ટેલ ફીની રકમ આવી ગઈ છે.
મનન તો સીધો પેલી મહિલાને પગે પડ્યો.
વાતાવરણમાં ઉપકાર અને કર્તવ્ય છવાઈ ગયા.
બહાર પેલી રીક્ષા ઉભી જ હતી. એમાં ત્રણેય બેઠા.
હવે મનનથી ન રહેવાયું એટલે પેલા કલાર્કને પૂછી જ લીધું કે આ કોણ દેવી હતા? અને એણે શા માટે આટલી તસ્દી લીધી?
જવાબ સાંભળી મનન તો સ્તબ્ધ થઇ ગયો અને કદાચ તમે ય સ્તબ્ધ થઇ જશો.
એ મહિલા હતા ક્રિકેટર અનિલ કુંબલેના માતુશ્રી.
ક્લાર્ક જાણે એટલે કોઈ જરૂરીયાતવાળો હોય તો જ જોડે રહી નિમિત્ત બનતો. દાન સુપાત્રે જતું.
હજીય એક યક્ષ પ્રશ્ન હતો. બીજા સેમેસ્ટરનું શું?
પડશે એવા દેવાશેવાળો બ્રાહ્મણનો સ્વભાવ.
બીજા દિવસે પ્રવેશની વિધિ પતિ ગઈ.
ઘેર આવી મનન નવા સત્રે બેંગ્લોર ગયો. એના પત્ર નિયમિત આવતાં. ક્યારેક ફોન પણ.
એક દિવસ મનને ફોન પર કહ્યું: સંસ્થામાં વાલી દિન છે. તમારે આવવું પડશે.
હજી આગળ લીધેલો ઉપાડ પેઢીમાં પૂરો જમાય થયો નહોતો. નવો ઉપાડ મળે જ નહિ.
શેઠે પણ ત્રીસ વરસની નોકરી ન જોઈ અને ‘વેંત ન હોય તો દીકરાને આટલું ભણાવાય જ નહિ’નો ટોણો માર્યો.
ભૂદેવ કડવો ઘૂંટડો ગળી ગયો.
એક ભાઈબંધ પાસેથી ભાડાનો જોગ થઇ ગયો પણ એ રાતે જ મનનનો ફોન આવ્યો અને રામશંકર સીધા જે ચોકમાં ચણ નાખતા હતા તે ચોકમાં પહોંચીને રડ્યા.
આંસુ આનંદનાં હતાં. રાત હતી એટલે કોઈ દેવ (ચકલાં) હાજર હતા નહિ.
હજી રામશંકર રેલ્વેનું રીઝર્વેશન કરાવવા જતા જ હતા ત્યાં પડોશમાંથી પકાની બૂમ સંભળાઈ: રામુકાકા,આપનો ફોન.
ફોન હતો મનનનો. એણે બાપુજીને બેંગ્લોર આવવાની ના પાડી. એના વાલી તરીકે ખૂદ અનિલ કુંબલે આવવાના હતા.
કોણ જાણે કયા જન્મનો ઋણાનુબંધ હશે ! નહિતર, ક્યાં કુંબલે ને ક્યાં મનન રામશંકર ઠાકર?
જ્યારે મનન અને રામશંકર પેલા ક્લાર્ક સાથે અનિલ કુંબલેના ઘેર ગયા ત્યારે માજીએ ફોન પર જે વાત કરી એ એમના દીકરા અનિલ સાથે કરેલી.
એ વખતે એ બહાર હતા. ચેક મળ્યો. ફીઝ ભરાઈ ગઈ.
કોલેજ ચાલુ થઇ ગઈ, એ પછી એક વાર મનનને એ દેવદૂતને મળવાનું મન થયું.
ફોન કરી સમય લઇ, એ પહોંચ્યો.
એણે ધારેલું એ કરતાં સાવ જૂદું જ વર્તન જોવા મળ્યું.
મનન જાણે એના ઘેર આવ્યો હોય, એવો અનુભવ થયો.
આટલો મોટો ખેલાડી આટલો નમ્ર અને ઋજુ હશે, એની કલ્પના સુધ્ધાં નહોતી.
અનિલે એની પૂરી વાત સાંભળી અને એ ભણતર પૂરું કરે ત્યાં સુધી એના ખર્ચ માટે ચિંતા ન કરવાનું કહ્યું.
વાતવાતમાં મનને પેરેન્ટ્સ ડેની વાત કરી.
ડાયરી જોઈ અનિલ કુમ્બલેએ એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું.
મનન ખુશ હતો.
એનાથી ખુશી ન જીરવાઈ. એણે પ્રિન્સીપાલને કહી દીધું કે અનિલ કુંબલે એના વાલી તરીકે આવવાના છે.
બસ, કોલેજમાં આ વાત વાઈરસની જેમ ફેલાઈ ગઈ. મનનનું માન વધી ગયું.
મનન પણ જવાબદારીથી મહેનત કરવા માંડ્યો.
કોઈએ એના પર મૂકેલ વિશ્વાસને યોગ્ય સાબિત કરવો હતો અને ફાઈનલમાં એ Distinction સાથે પાસ થયો.
હવે અમદાવાદ પાછા જવાનું હતું.
અનિલસરને અને માને મળવા ગયો.
આભાર માટે કોઈ શબ્દો નહોતા. એ કામ એની આંખોએ કર્યું.
અનિલ કુંબલે પણ લાગણીશીલ છે. એ પણ ભીંજાઈ ગયા.
Bravo Anil Kumbale
🙏🏻
ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો અને મારી સીટ શોધતો શોધતો ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પહોંચ્યો. બાજુની બે બેઠકોમાં થી, મારી નીચેની બેઠક હતી. સામે,એક બાળક અને એના માતા-પિતાનું એક નાનું સુખી કુટુંબ હતું. હજુ ત્રણ જગ્યા ખાલી હતી તથા મારી સામેની બેઠક પણ ખાલી હતી. ત્રણ-ચાર મિનીટ માં મારી સામેની બેઠક પર એક ભાઈ આવી ગયા અને એમનો સમાન ગોઠવવા લાગ્યા. ત્યાં એક ૭૦-૭૫ વર્ષની ઉંમરનાં એક સજ્જન અને તેમના જોડીદાર આવ્યા અને પોતાનો સમાન ગોઠવી અને જગ્યા લીધી. જ્યારે પણ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કમ્પાર્ટમેન્ટ થોડા સમય માટે ઘર જ બની જાય. અત્યારે આ હંગામી ઘરનાં તમામ પાત્રોએ પોતાની જગ્યા લઇ લીધી હતી.
જ્યારે પણ મન થાય અને મા ગંગાની યાદ આવે અથવા મા ગંગા બોલાવે, ત્યારે આ ટ્રેન મારો સેતુ બની જાય. આશરે ૩૬ કલાકની મુસાફરી અને બીજા દિવસે સાંજે હરિદ્વાર પહોંચી જવાય. સાંજે ગંગા આરતીનો લાભ લઇ અને બીજા દિવસે સવારે ઋષીકેશ. આ જ મારો નિત્ય ક્રમ. પરિચય કેળવવાના હેતુથી સામે બેઠેલા લગભગ મારીજ ઉંમરના ભાઈ સાથે વાતચીત શરુ કરી.
સામે પેલું બાળક થોડું તોફાન કરી પોતાનો સમય પસાર કરી રહ્યું હતું…તેના માતા-પિતા પોતાના મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા. થોડી-થોડી વારે, નાસ્તા , કોલ્ડ-ડ્રીન્કસ અને ચા-કોફીવાળા ફેરીઓ લગાવી રહ્યા હતા. દિવાળી પછીનો સમય હતો એટલે ટ્રેનમાં બંને તરફ સરસ મજાની લીલોતરી જોવાં મળે…સાથે સાથે વચ્ચે આવતી નાની-મોટી નદીઓમાં બંને કાંઠે પાણી હતા.
પેલા બાળક ની સાથે થોડી વાતો કરી સમય પસાર કરતો હતો…વચ્ચે, તેના પિતા પણ વાતો કરતા. પણ, પેલા બંને ઉંમરવાળા યુગલ પોતાની પાસે રહેલા પુસ્તકો વાંચવામાં વ્યસ્ત હતા. કદાચ એમને અમારી વાતોમાં બહુ રસ ના લાગ્યો. છત્રીસ કલાકની મુસાફરીમાં જો બે વ્યક્તિ સાવ અલિપ્ત રહે, તો મજા ના આવે…એટલે, એમને પણ વાતોમાં શામેલ કરવાના ઈરાદાથી વાત શરુ કરી…
”તમે ક્યા સુધી જવાના?”.. મારો પ્રશ્ન સાંભળી પેલા મોટી ઉંમરનાં સજ્જને પુસ્તકમાંથી ઉપર જોઈને આછા હાસ્ય સાથે જવાબ આપ્યો, “હરિદ્વાર સુધી…” વળી પાછા પુસ્તક વાંચવામાં લાગી ગયા.
મેં ફરી પ્રશ્ન કર્યો, “ત્યાં રહો છો? કે ખાલી થોડા સમય માટે?”
તેમણે ધીમેથી પુસ્તક બંધ કરી અને જવાબ આપ્યો,”અમે રુદ્રપ્રયાગ જવાના…ત્યાં રહીએ,વર્ષમાં દસ થી અગિયાર મહિના..”
બંને સરસ વ્યક્તિત્વ હતા ….સજ્જન ઊંચા, વિશાળ કપાળ, માથે શ્વેત વાળ અને થોડી થોડી સફેદ દાઢી-મુછ…સફેદ ઝબ્બો અને લેંઘો અને હાથમાં એક કાળા ડાયલવાળી ઘડિયાળ તેમજ સોનેરી લટકતી ચેઈન સાથે જોડાયેલા ચશ્મા … એમના જોડીદાર બેન પણ એકદમ શાલીન અને પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા…. સાદો કોટનનો ડ્રેસ, શ્વેત લાંબા વાળનો ચોટલો, બંને હાથ માં એક એક બંગડી,કપાળે લાલ મોટો ચાંદલો અને ગળે લટકતી સોનેરી ચેઈન સાથે જોડાયેલા ચશ્માં…
રુદ્રપ્રયાગનું નામ સંભાળી મારી આંખમાં ચમક આવી અને એમને પૂછ્યું, “વાહ… ખુબ સરસ જગ્યા… ત્યાં શું કરો તમે?”
હવે, મારી સામે બેઠેલા ભાઈને પણ રસ પડ્યો…અને પેલા નાના બાળકનાં પિતા પણ અમારી વાતોમાં જોડાયા….
પેલા કાકા હસી પડ્યા અને બોલ્યા,”ત્યાં કશુંજ નથી કરતાં…બસ ઇશ્વરના પ્રયોજનને ન્યાય આપવાનો પ્રયત્ન…..”
અમારી વાતો વધી…. પરિચય પણ વધ્યો….મને ઉત્કંઠા થઇ, એમના અને એમના કામ વિષે જાણવાની….
મેં પૂછ્યું, “તમારા પરિવાર માં કોણ? ત્યાં જતા રહો આટલો લાંબો સમય, તો ઘર ની યાદ ના આવે?”
એમણે એમના જોડીદાર બેન સામે જોયું અને બંને થોડું હસ્યા…
સજ્જને કહ્યું, “ભાઈ, મારા પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે…બંને લગ્ન કરીને ખુબ સારી રીતે અમેરિકામાં સ્થાયી છે….” પછી એમની સામે બેસેલા એમના જોડીદાર ની સામે જોઈ બોલ્યા, “એમના પરિવાર માં એક દીકરી છે….એ પણ લગ્ન કરી ને કેનેડા સ્થાયી છે….”
હું અને બાકીના બધા આ સાંભળીને થોડા અવઢવમાં પડ્યા…
મારાથી પૂછાઈ ગયું,” એટલે..તમારા બંનેનો પરિવાર અલગ અલગ છે? તમે …..”
એ મારા પ્રશ્નનો મર્મ સમજી ગયા અને જવાબ આપ્યો…
”ભાઈ, હું ૭૨ વર્ષનો છું અને આ મારી સામે બેઠેલા અનન્યાબેન ૭૦ વર્ષના છે…અમે બંને છેલ્લા દસ વર્ષથી મિત્રો છીએ… હું વ્યવસાયે આધ્યાપક હતો તથા અનન્યાબેન વ્યવસાયે ડોક્ટર.“
“વાહ, તમે બંને મિત્રો છો…મને તો એમ કે…..” બાકીનું વાક્ય અધ્યાહાર છોડી દીધું ….
પેલા સજ્જન મારી સામે જોઈને હળવા હાસ્ય સાથે બોલ્યા, “કેમ બે મિત્રો ના હોયે? “
પછી અનાન્યાબેન ની સામે જોઇને બોલ્યા, “જોયું અનન્યાબેન, આપણે સિત્તેર વર્ષની ઉંમરે પણ મિત્ર હોઈએ એ બધા સહજતાથી સ્વીકારી નથી શકતા…” બંને નાના બાળક ની જેમ હસી પડ્યા….
મેં એમની સામે થોડા ક્ષોભથી જોઈ કહ્યું,” ના, એવું નથી…મોટેભાગે આપણે બધાને પતિપત્નીનાં રૂપમાં જ જોવાં ટેવાયેલા હોઈએ, એટલે … પણ, તમારી વાત ખરેખર નવી છે…અલગ છે… તમને વાંધો ના હોય તો જણાવો કે શું કરો છો તમે રુદ્રપ્રયાગ માં ?”
પેલા સજ્જન બોલ્યા, “ભાઈ, હું રીટાયર્ડ થયો એ પહેલા મારા દીકરા દીકરી નાં લગ્નની જવાબદારી થી પરવારી ગયેલો…બંને સારી રીતે એમના લગ્નજીવનમાં સુખી છે અને અમેરિકા માં સ્થાયી છે… મારા રીટાયર્ડ થયાના એક વર્ષ પછી અમે અમેરિકા, દીકરા સાથે જ રહેવાના ઈરાદાથી ગયા …ત્યાં મારા પત્નીનું એક જ વર્ષમાં માંદગીને કારણે અવસાન થયું…. અને હું પાછો ભારત આવ્યો….એના અસ્થી અને એની યાદો સાથે…”
“અસ્થી પધરાવવા હું ઋષિકેશ ગયો… શિવાનંદ આશ્રમમાં એક અઠવાડિયું રોકાયો… મન ને ખુબ શાંતિ મળી… એક સાંજે આશ્રમ માં સંત કૃષ્ણાનંદજી મળી ગયા…. અમે લગભગ એક કલાક સત્સંગ કર્યો….
.એમણે મને કહ્યું કે, જીવન માં કોઈપણ ઘટના વગર પ્રયોજને નથી થતી….જો તમે અસ્થી વિસર્જન કરવા અહીં ના આવ્યા હોત તો આશ્રમમાં પણ ના રોકાયા હોત…અને આપણે મળ્યા પણ ન હોત….”
“જીવનમાં બનતી દરેક ઘટના પાછળ, ઈશ્વરનું કોઈક પ્રયોજન હોય છે…કોઈક સંકેત હોય છે…. “
મેં જયારે કૃષ્ણાનંદજી ને પૂછ્યું, કે “મારા જીવનનું શું પ્રયોજન? મારી યોજના તો પત્ની સાથે અમેરિકામાં બાકીનું જીવન મારા દીકરા અને દીકરી નાં બાળકો સાથે પસાર કરવાનું હતું….પણ, હવે તો હું સાવ એકલો થઇ ગયો…”
કૃષ્ણાનંદજી એ મને એક સ્મિત સાથે જવાબ આપ્યો….”તમારા માટે પણ ઈશ્વરે કોઈ યોજના બનાવી રાખીજ છે…બસ તમે ઈશ્વર પર ભરોસો રાખો અને એ સંકેત અને ઈશ્વરની ઈચ્છા સામે આવે તેને સ્વીકારી લેવાની માનસિક તૈયારી રાખજો…”
એક સાંજે, ગંગા આરતી પૂર્ણ થયા પછી, એકલો ઘાટ પર બેઠો હતો, મેં જોયું કે એક ગરીબ અને ભિખારી જેવી લાગતી મહિલા જોર જોરથી રડી રહી હતી અને એના ખોળામાં ૬-૭ વર્ષની એક બાળકી હતી….પેલી નાની બાળકી જોરથી હાંફી રહી હતી….
મારી નજર પડી…એક ૬૦-૬૨ વર્ષની ઉંમરનાં જાજરમાન વ્યક્તિત્વવાળા બહેન પેલી મહિલા અને બાળકી તરફ દોડી ગયા….એને એમણે હાથ માં લીધી એનું મોઢું ખોલી અને શ્વાસ આપવા માંડ્યો…
થોડીવાર માં પેલી બાળકી સ્વસ્થ લાગી…હું પણ ત્યાં પહોંચ્યો…. પેલા બહેને પોતાના પર્સમાંથી એક નાની દવાની બોટલ આપી અને, બાળકી ની માતાને કેટલીક દવા લઇ આવવા કહ્યું…પણ પેલી ભિખારી જેવી મહિલા કદાચ પૈસાનાં અભાવે દવા લાવે એવું લાગ્યું નહી….આથી મેં, પેલા બહેન ને કહ્યું, “મને કહો, હું લઇ આવું”….અને ત્વરિત ઘાટ નજીક આવેલી ફાર્મસીની દુકાનથી દવા લઇ આવ્યો અને પેલી બાળકીની માતા ને આપી….
આ બહેન એટલે આ તમારી સામે બેઠેલા અનન્યાબેન….તેઓ વ્યવસાયે બાળકોના ડોક્ટર છે….તેમને એક દીકરી જે લગ્ન કરી અને કેનેડા સ્થાયી થયેલી. અનન્યાબેન ના પતિ પણ ડોક્ટર હતા, એક એકસીડન્ટમાં આજથી લગભગ વીસ વર્ષ પહેલા અવસાન પામેલા…
આ ઘટના પછી, હું અને અનન્યાબેન ઘાટ પર બેઠા…પરિચય થયો…એકબીજાની વાત જાણી. મને કૃષ્ણાનંદજીની વાત યાદ આવી… બીજા દિવસે સવારે હું અને અનન્યાબેન પાછા કૃષ્ણાનંદજી ને મળવા ગયા…અને એમને ગઈકાલે ઘાટ પર થયેલ ઘટના અને અમારા પરિચયની વાત કરી….
કૃષ્ણાનંદજીએ અમારી સામે જોઈ એક હાસ્ય સાથે કહ્યું, “ જાઓ, તમારી બંનેની રાહ હજારો બાળકો જોઈ રહ્યા છે…. રુદ્રપ્રયાગ માં તમારી જરૂર છે… તમે પ્રોફેસર હતા…શિક્ષક હતા….તમારે બાળકો ને જ્ઞાન, વિદ્યા, સંસ્કાર અને જીવનનો ધ્યેય આપવાનો છે અને અનન્યાબેન, તમે ડોક્ટર છો…તમારે એમને સ્વાસ્થ્ય આપવાનું છે….”
કૃષ્ણાનંદજીની વાત ને આદેશ માની, બીજા જ દિવસે અમે રુદ્રપ્રયાગ જવાનું નક્કી કર્યું…હું ક્યારેય રુદ્રપ્રયાગ ગયો નહતો….બીજા દિવસે ત્યાં થી જતી બસમાં અમે પાંચ કલાક ની મુસાફરી કરી રુદ્રપ્રયાગ પહોંચ્યા…
અદ્ભૂત જગ્યા….મા ગંગાના ખોળામાં નાનું ગામ…સાવ અવિકસિત… ત્યાં જવું કોની પાસે? રહેવું ક્યાં? પણ જ્યારે ઈશ્વરનું આયોજન અને પ્રયોજન હોય ત્યારે એ જ બધી વ્યવસ્થા કરી આપે…. અમે કોઈપણ વિચાર કે આયોજન વિના રુદ્રપ્રયાગ ગયા હતા…
બસ માંથી ઉતર્યા, સામે એક નાનુ ગેસ્ટ-હાઉસ હતું…ત્યાં પહોંચ્યા…બે રૂમ લીધા…અને સમાન મૂકી, રુદ્રપ્રયાગમાં ફરવા નીકળ્યા… દસ મિનીટ ચાલી ને ગંગાજી ને કિનારે પહોંચ્યા ત્યાં એક વૃદ્ધ સંન્યાસી મળ્યા….એમને પ્રણામ કર્યા….અમારી સામે જોઇને બોલ્યા, “આપ એક અચ્છા કાર્ય કરનેવાલે હો….ઈશ્વરને હી આપકો ભેજા હૈ…. આપ આગે જાઓ, પુરાના આશ્રમ હૈ વહા જાઓ…આપકા કાર્ય વહી પૂર્ણ હોગા…” બસ, એક પછી એક ઘટનાઓ થતી રહી અને અમે માત્ર ઘટનાઓની ગંગા માં વહેતા રહ્યા…
પેલા નાના આશ્રમ માં જુના ત્રણ-ચાર તૂટેલા-ફૂટેલા ઓરડા,એક નાનુ મંદિર, નાનુ આંગણ અને એક અતિવૃદ્ધ સંન્યાસી …અમારો એમની સામે પરિચય થયો અને અમે કાંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરી…. સંન્યાસીએ અમને એમની જગ્યાનો ઉપયોગ કરવાની છૂટ આપી… અમે ત્યાં જ એક ઓરડામાં વિદ્યાર્થીઓને ભણવા માટેની નાની શાળા અને એક ઓરડામાં અનન્યાબેન નું બાળકો અને સ્ત્રીઓ માટે દવાખાનાની સ્થાપના કરી…..
બીજા દિવસથી અમે આજુબાજુ નાં વિસ્તારમાં ફરતા અને રખડતા બાળકોને શાળામાં આવવા લઇ આવતા… ત્યાં રમતો, નાસ્તો, શ્લોક, વાર્તાઓ અને સાથે થોડું ગણિત, વિજ્ઞાન અને લખવાનું શીખવવાનું શરુ કર્યું… ધીમે ધીમે બાળકો જોડતા ગયા…. એમને રોજ ભરપેટ નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી…
અનન્યાબેન દ્વારા બાળકો , સ્ત્રીઓ અને સન્યાસીઓ માટે મફત દવા અને ઈલાજ ની વ્યવસ્થા શરુ કરી.. આજે લગભગ દસ વર્ષ થઇ ગયા…. ચાર શિક્ષકો માનદ પગારથી રાખ્યા છે….શાળાનો વિકાસ પણ સરસ થયો છે…. ચાર વર્ષથી બાર વર્ષની ઉંમર નાં બાળકો અભ્યાસ કરાવા આવે છે…. લગભગ ૨૫૦ છોકરાઓ આવે છે…….. અનન્યાબેન ડોક્ટર તરીકે અદ્ભુત સેવા આપે છે…આજુબાજુનાં ગામનાં મળી ને પચાસ થી પંચાવન દર્દીઓ તો રોજ આવે….”
“બસ, આ અમારી કથા….” એક હાસ્ય સાથે એ સજ્જન બોલ્યા…..
મરાથી બોલી ગયું, “અદ્ભુત….તમે અદ્ભુત કાર્ય કરો છો…. તમે બંને આજે સારામાં સારી જિંદગી જીવી શકત…પણ તમે આવું કાર્ય સ્વીકારી લીધું….આવું ભાગ્યેજ કોઈ કરે…”
ત્યાં અનન્યાબેન પહેલીવાર બોલ્યા, “ભાઈ, અમે કશુજ નથી કરતાં…..ઈશ્વર અમારી પાસે કાર્ય કરાવે છે….એનો સંકેત હતો..એનું જ પ્રયોજન હતું….અમે તો માત્ર એના દ્વારા નિર્મિત પટકથાનાં પાત્રો છીએ….પાછા જઈશું ત્યારે ઈશ્વર જવાબ માંગશે ને? શું કર્યું તમે જગત માં જઈને? આપણા ભાથા માં કહેવા લાયક કંઇક તો હોવું જોઈએ ને? ”
અમે બધાજ આ બંને સેવાના ભેખધારી ને જોઈ રહ્યા….
કદાચ ઇશ્વરની યોજના, પ્રયોજન, ઈચ્છાના સંકેત આપણને પણ મળતા હશે … પણ આપણે એ સંકેતોને કદાચ અવગણી જતા હોઈએ છે…. દરેક નો જન્મ તો કોઈ ઉચ્ચ ધ્યેય માટે જ થયો છે… અસીમ અને અનંત સંભાવના સાથે આપણે જન્મ્યા…પણ નાની-નાની અર્થહીન બાબતો માં એવા અટવાઈ જઈએ કે જીવન ક્યાં વીતી ગયું એ ખબરજ ના પડે….
જીવનને અર્થપૂર્ણ બનાવવું આપણા હાથમાં છે….જીવન માં બનતી દરેક ઘટના, જીવનમાં આવતી વ્યક્તિઓ, ઉત્પન્ન થતી પરિસ્થિતિ અને ઘટના પાછળ કોઈ સંકેત હોય જ છે….જીવન તો કોઇપણ જીવી લેશે…અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઈશ્વરનું પ્રયોજન સમજવું જરૂરી છે…
જીવન એમ પણ વીતી જવાનું… આપણી પાસે બે જ વિકલ્પ છે….જીવનને માત્ર જીવવું અથવા જીવનને અર્થપૂર્ણ રીતે જીવવું …ઇશ્વરના સંકેત ને સમજી..તેના પ્રયોજન મુજબ….
લેખન : ડો. સ્નેહલ કે. જોશી