Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ખરેખર વાંચીને મોં માંથી “આહ” અને “વાહ” નીકળી ગયુ…


હસુભાઈ ઠક્કર

ખરેખર વાંચીને મોં માંથી “આહ” અને “વાહ” નીકળી ગયુ…

એક બહેન રેલવેની ભીડને ચીરતા ખૂબ ઉતાવળેથી પોતાના ઘરે જઈ રહયા છે. એક ગરીબ ભીખારણને એક ઉપેક્ષિત નજરે જોઈ આગળ વધી જાય છે. અચાનક તેમના ડગ આગળ વધતા અટકી જાય છે. ધીમે રહી પોતાની નજર પાછળ ઘુમાવી એ પેલી ભીખારણ પાસે જાય છે. ધ્યાન થી જોતા તેમનો ચહેરો સહેજ પરિચિત લાગે છે. તેમનું નામ ખૂબ નમ્ર ભાવે પૂછતાં એ ભીખારણ પોતાનું નામ જણાવે છે. એ સાંભળતા જ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. આ એજ એના પથ દર્શક મેથ્સના ટીચર જે તેના જેવા હજારો વિદ્યાર્થીઓના પ્રેરણાદાયક વ્યક્તિ છે એ જાણી તે બહેન ગમગીન થઈ જાય છે. તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ ,સ્નાન કરાવી ,નવા કપડાં પહેરાવી તેમને પૂછતાં દિલ દહેલાવી દે તેવી એક કથા સાંભળવા મળી. પતિના મૃત્યુ પછી 3 દીકરામાંથી એક પણ દીકરો એક પણ ટંક નું ભોજન આપવા રેડી નથી. રહેવા માટેના માતા -પિતાના ઘરને વેચી નાખી તેના 3 દીકરા તે રકમ ને સરખે ભાગે વહેંચી લઈ ને વિધવા માં ને રસ્તે રઝળતી કરી દીધી. કોઈ આધાર અને આવક ન રહેતા મેથ્સ ટીચર બાજુ ના શહેર માં રેલવે સ્ટેશન એ ભીખ માંગી રહીંયા હતા.
ફટાફટ ફોન નમ્બર ડાયલ થવા લાગ્યા. 24 કલાક માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદરણીય મેથ્સ ટીચર માટે ભેગા થવા લાગ્યા. એક વીક માં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ગુરુદક્ષિણા ની લાજ સચવાય એમ લાખો રૂપિયા સાથે ઉમટી પડ્યા.જોતજોતાં માં એક ફુલ ફર્નિશ ઘર ખરીદી લેવામાં આવ્યું. 6 મહિના ચાલે તેટલું રાસન અને દર મહિને એક ચોક્કસ રકમ પોતાના ગુરુજીને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
કેરળના મલ્લાપુરમ નામના નાના એવા શહેરની વાસ્તવમાં બનેલી ઘટના છે…

વંદન છે આવા વિદ્યાર્થીઓને….🙏

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s