Posted in रामायण - Ramayan

રામભદ્રાચાર્યજી

મિત્રો નીચેના ફોટામાં પ્રધાનમંત્રીશ્રી સાથે દ્રશ્યમાન થતા સંતનું નામ છે રામભદ્રાચાર્યજી. રામજન્મભૂમિ જમીનના કેસ સાથે સંકળાયેલ એક અત્યંત મહત્વનું વ્યક્તિત્વ એટલે રામભદ્રાચાર્યજી. જ્યારે કોર્ટ દ્વારા શ્રી રામજીના જન્મસ્થળ અંગે વૈદિક પ્રમાણ માગવામાં આવેલ ત્યારે રામભદ્રાચાર્યજીએ ઋગ્વેદ ની જૈમિનિય સંહિતામાંથી સરયૂ નદીના તટે શ્રી રામચંદ્ર પ્રભુના જન્મનું સ્થળ ચોક્કસ દિશા અને વર્ણન સહિત તારવીને પ્રમાણ રજૂ કરેલ. એ સિવાય પણ અનેક વૈદિક પ્રમાણો તેઓશ્રી એ કોર્ટમાં રજૂ કરેલ જે કેસમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયેલા. પરંતુ એ સિવાય એમની અનેક વિશેષતાઓ છે જે જાણીને તમે અચંબિત થઈ જશો

(1) રામભદ્રાચાર્યજી જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે જેથી તેઓ વાંચી કે લખી શકતા નથી તેમજ તેઓએ બ્રેઇલ લિપિનો પણ અભ્યાસ કરેલ નથી તેઓ ફક્ત સાંભળી અને બોલી શકે છે.
(2) તેઓ રામાનુંજાચાર્ય સંપ્રદાયના વર્તમાન ચાર જગદગુરુઓ પૈકીના એક જગદગુરુ છે. તેમજ વિકલાંગ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ છે.
(૩) તેઓ 22 ભાષાના જાણકાર છે તેમજ 80 કરતા વધારે ગ્રંથોની રચના કરી છે.
(4) વર્ષ 2015 મા સરકારશ્રી દ્વારા તેમને પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવેલ છે.

નમન છે આવા વિદ્વાન સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન સંતોને🙏🏽🙏🏽🙏🏽
🚩🚩🚩🚩🚩

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s