Posted in कहावतें और मुहावरे

વરસાદી પાણી નો સંગ્રહ….


વરસાદી પાણી નો સંગ્રહ….

DrBhavesh Modh

કુદરતી કે માનવસર્જીત સમસ્યાઓ આવે, એટલે આપણે- ગુજરાતી પ્રજા પર બે લોક ઉક્તિઓ બરાબર બંધ બેસે…

૧. આગ લાગે ત્યારે કૂવો ખોદવો.
૨. આરંભે શૂરા પછી લૂલા.

આમ તો આખાય ભારતવર્ષની પણ એમાંય, કાંઇક થોડી વધુ પડતી ભાવુક અને અન્યની પ્રવૃતિઓ અને પ્રયોગોને માત્ર દૂર થી જોઇને, પૂર્ણ રીતે જાણ્યા- સમજ્યા એનાં પરીણામનો વિચાર કર્યા વિના, ઝડપથી અંજાઇ જવા વાળી ગુજરાતી પ્રજા છે…

એટલે જ સ્તો, ગુજરાતમાં દરેક ને મોટું માર્કેટ ગમે તે ધંધામાં મળી રહે છે…
અહીંયા ” આ બધી માયા છે ભાઇ.. મૃત્યુ પછી કશું સાથે લઇ જવાનું નથી… મોહ – લોભ નો ત્યાગ કરવાનું સમજાવનારા કથાકારો પણ કરોડપતિ છે…

જીવનની જરૂરીયાત અંતે તો પૃથ્વી જ પોષે છે…

એમ છતાંય આપણે એની પાસે માત્ર લેતાં જ જઇએ છીએ
નથી એનો ઉપકાર માનતાં કે નથી એના સૃષ્ટીચક્ર ને સાચવતાં … અરે ખપ પૂરતુ જ લેવાનું શિખ્યા જ નથી…

આથી જયારે કુદરતનું પર્યાવરણ ચક્ર તુટે અને
જીવન ની જરૂરીયાતો માં અછત થવા માંડે એટલે
આપણે ભવિષ્ય નો વિચાર કરીને ભયભીત થઇ, દિશા હીન દોડયાં કરીએ છીએ…
એમાંય ધન-સમય-સ્વાસ્થયનું નુકશાન અને હતાશા સિવાય કશું હાથ લાગતું નથી…

વરસાદી પાણીનો સંગ્રહ કરવા, મોટાં- પહોળા- ઊંડા જમીન માં ટાંકા બનાવાની ઝુંબેશ- જાહેરાતો હમણાં સોશીયલ મીડીયા પર જબરી ચાલી છે..
આ રીતે સંગ્રહ કરાયેલ પાણી અમુક દિવસે વાસ મારે છે… એટલે પાછું એને ફીલ્ટર કરવું પડે અથવા તો ઉકાળી ને વાપરવું પડે..
આખુ વર્ષ રાંધવા તથા પીવાના ઉપયોગ માં આવે એટલું વરસાદી પાણી નો સંગ્રહ કરી પણ લેવાય, તોય આખુ વર્ષ ચાલે એટલું ઘરવપરાશ ના પાણી કયાંથી મેળવવુ એની સમસ્યા તો રહેવાની જ…

આકાશ માંથી વરસતું અને સીધું ઝીલાતું પાણી પીવા યોગ્ય છે એ પણ અગસ્ત્ય નક્ષત્ર ના ઉદય પછી…

મકાનની છત-માથે થી કે તળાવ, નદી માં આવેલ વરસાદી પાણી ચોમાસા દરમિયાન ઘણી અશુદ્ધિ યુક્ત હોય છે…

એટલે આવું સંગ્રહાયેલ પાણી, શરદઋતુના દિવસે પ્રખર સૂર્ય તાપ થી તપે તથા રાતે શિતળ ચાંદની થી પોષાય ત્યારે જ સ્વાસ્થય વર્ધક બને છે…

આયુર્વેદ સંહિતાઓમાં ચોમાસામાં કૂવાનું જ જળ પીવા કહ્યું છે કેમ કે એ પૃથ્વી ના પડો થી એ ફિલ્ટર થઇને આવે છે…

વરસાદી પાણી આખુ વર્ષ રાંધવા, પીવાં, તથા રોજીંદી ઘરવપરાશ ની જરૂરીયાત માં વપરાય એટલું તો દરેક ને માટે માત્ર પૃથ્વી જ સંગ્રહી શકે છે, અને વળી જયારે એ પાછું પરત આપે ત્યારે ફિલ્ટર કરીને જ આપે છે…

વરસાદી પાણીનો સંગ્રહ માટે ઉત્તમોત્તમ તો,
ગામતળાવ કે ગામકૂવામાં અથવા ઘર આંગણે જો ટયુબવેલ હોય તો વરસતાં વરસાદ નું પાણી આ ત્રણેય માં ઉતરવાનું રહે છે…
આ વૃત્તિ , બેંક માં મુકેલ બાંધી મુદત ની થાપણ જેવી છે, વ્યાજ સહીત પરત મળે છે વળી જાતે સાચવવા કે સુરક્ષા ની ઊપાધિ માંથી મુક્તિ મળે છે…

બીજો ઉપાય છે વૃક્ષો વાવવા…
મધ્યમ કદ ના લીંમડા, કણજી, આંબો, દેશીબાવળ, ખીજડો, સરસડો, ગરમાળો વિગેરે વરસતાં વરસાદ નું પાણી એમનાં ઊંડા મૂળ દ્વારા જમીન માં લઇ જાય છે… તથા પાંદડા દ્વારા બાષ્પીભવન ની પ્રક્રિયાથી નિયત સમયે વાદળ ને બાંધવા, સ્થિરકરવા તથા વરસાવવામાટે નું વાતાવરણ સર્જવામાં મદદ કરે છે…

વૃક્ષ નું સંવર્ધન અને વરસતાં પાણીને તળાવ, કૂવાં કે ટયુબવેલ માં વાળવા કે ઉતારવાનો ઉપાય પાણીની આપૂર્તિ નું કુદરતી સૃષ્ટી ચક્ર ને સુપેરે ચલાવ્યા કરે છે…

માનવ જે વેસ્ટ વૉટર, ગટર દ્વારા મોટા નાળાં કે સુકાયેલ નદી ના પટ માં વહેવડાવી દે છે, એ …. પહેલા તો એના જ આસપાસ ના વિસ્તાર નું અને પછી દરિયાનું જલ પ્રદૂષણ કરે છે,
એનાં બદલે જો ઘર આંગણે જ આ વેસ્ટ વૉટર કે ડ્રેનેજ ના પાણી ને 20 ફૂટ ઊંડા શોષકૂવા કરીને જમીન માં ઊતારી દે તો પ્રદુષણ તો ના જ થાય પણ જમીન ફળદ્રુપ બને.. વધારા ના પાણી થી ભૂગર્ભ ના પાણી ના સ્ત્રોત પણ રીચાર્જ થયાં કરે…

વરસાદ નું પાણી ટયુબવેલમાં તથા
ડ્રેનેજ નું પાણી શોષકૂવા માં ઊતારી દે તો
વંસુધરા ને પણ પાણી નું સૃષ્ટિચક્ર સુપેરે ચલાવવામાં મદદ મળે અને એના જ આશીર્વાદ થી પાણી ની અછત તો નહી જ થાય, વધારા માં મ્યુનિસ્પાલટીના પાણીવેરા ને ગટરવેરાં ઉપરાંત મેઇન્ટેનન્સ ની માથાકૂટ હેરાનગતી થી પણ મુક્તિ મળે છે…

પૃથ્વી આપણને જલ નું દાન કરે છે સામે આપણે જો ડ્રેનેજ ના પાણી ને શોષ કૂવામાં , વરસાદી પાણી ને કૂવા તળાવ દ્વારા ભૂગર્ભમાં ઊતારી તથા વૃક્ષોવાવી એ તો એ પણ ખૂશ રહેશે…

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s