સુરેશ બારોટ
મહારાણાપ્રતાપ અને #સંકરબારોટ
આ પ્રસંગ સાંભળ્યો સૌ એ છે પણ સમજ્યો નથી…. ચલો સમજીએ
જ્યારે મહારાણા પ્રતાપ જી હલ્દી થી પોતાના ભાઈ શ્રી શક્તિ સિહ ગોહિલ નો ઘોડો લઈ ને અરવલ્લી ની ગિરિ માળા અો માં વસેલ ત્યાર નો આ અમર પ્રસંગ છે..
જ્યારે તેઓ જંગલ માં રેહતા ત્યારે તેઓ પાસે કશું હતું નહિ .. અને એજ સમય ઉદયપુર થી બારોટ સંકર તેમને મળવા આવે છે..
સંકર બારોટ જેવા પ્રતાપ ને મળ્યા …
દોહો
વેદ વિધિ જબ લગ રહે જહ લગ રહ્ સુરરાજ
તબ લગ રાણા કુળ રો રહો અવિચળ રાજ
અને બારોટ ને આવતા જોઈ ને પ્રતાપ જી દોડી ને મળવા ગયા ..અને સામે ચાલી ને આવ્યા ત્યારે..
દોહો
તે દેશે જઈએ નહિ જ્યાં રાજપૂત ન હોય
સામા આવી સેરીએ કુસળ પુછે ના કોય
ત્યારે બારોટ જી ને પાસે બેસાડી ને હલ્દી ઘાટી વિશે વાત કરતાં હતા.. અને રાજા માન સિહ નો એટલો આઘાત લાગેલ કે પોતે પોતાના આંસુ રોકી નતા સકતા ..ત્યારે સંકર બારોટ બોલ્યા..
અરે રાણા.. મન્ના નું કુળ ઉજળું છે અને તેના થી એ કુળ વધારે ઉજવળ કરી ગયા છે.. એ ક્ષત્રિય કુળ ને ઉજ્જળું કરી ને ગયા છે એના માટે આસુ નહિ પણ ..
દોહો__
મન્ના મન પ્રભુ કાજ ધરી કરી બતાયો કામ
અંબર સુર ધન ધન કહે અરી ધન કહે તમામ
છપ્પય_
રણ બાજી બિર હાક ધાક અરી ઉર ભય ભારી
સુખી ગિધ્ધ રું કાક ડાક બજવે કા મારી
હુર ભઈ મદમત નિજ પાય સુખનકર
ભૂત પ્રેત ડાકની સાકની યક્ષ યતી મદભર
ધરી ચાહ લર્યો રન ખેતમે અરીજન મન બલ કિયહરન
સુર અંબર ભૂપ સંકર કહે ધન્ય ધન્ય મન્ના મરન
આ સાંભળી રાણા જી માન સિહ જી ની વીરગતિ પર્ ગર્વ કરવા લાગ્યા વિલાપ થી બહાર નીકળ્યા
પછી સંકર બારોટ .. સિસોદિયા કુળ ને બિરદાવી ..એના
૧૫ દોહા છે.. જે અહી ૨ ચાર મૂકુ છું
દોહા_
ચેલા વન્સ છતિસ ગુરૂઘર ગહલોતા તણો
રાજા રાણા રીસ કરતા મત કોઈ કરો
ચંપો ચિતોડાહ રો પોરસ તણો પ્રતાપ સિહ
સૌરભ અકબર સાહ અડીયલ આભડ્યો નહિ
માંજી મોહ મરાટ પાતલ રાણ પ્રવાડ ભલ
કૂજડા કિય દ્રહ વાટ દળ મેંગલ દાનવ તણા
આ સાંભળી .. રાણા જી ખૂબ જ ખુશ થયા અને પોતે લીધેલી પ્રતિજ્ઞા લીધી કે હું નમીસ નહિ અને મારા રાજ્ય ને પાછું મેળવી..
ત્યારે સંકર બારોટ જી ખુબ ખુશ થઈ ને રજા માંગવા લાગ્યા ત્યારે પ્રતાપ જી પાસે કશુ હતું .. જંગલ માં તો તેમને પોતાની પાઘ અને તેનું મેકર આપેલ .. અને પ્રતાપ જી ની રજા લીધેલ..
ત્યાં થી સંકર બારોટ સીધા દિલ્હી ગયા.. અને દરબાર માં જાઈ અકબર સામે…
યા વત ગંગ ગિરિશ રહ્ રહ્ કુરાન કી રાહ
તાવત દિલ્હી તખત પર અકબર શહેનસાહ
ઘણા માન ભેર અંદર બોલાવ્યા ત્યાર અકબર ઊભા થઈ ને સલામ આપી.. પણ સંકર બારોટે પેહલા પોતાની પાઘ અને મેકર જમણા હાથ માં લઇ અને ડાબા હાથે અદબ કરી.. ત્યારે અકબર બોલ્યા કેમ આવી રીતે અપમાન મારું
ત્યારે સંકર બારોટ બોલ્યા… હુ તો જમણો હાથ પ્રતાપ ને આપી આવ્યો છું.. ડાબો ખાલી છે.. અને હું કોઈ લેવા નહિ પણ રાણા પ્રતાપ ની સુ પ્રતિજ્ઞા છે એ કેહવા આવ્યો છું સાંભળ અકબર
દોહો_
પાતલ રાહ પ્રતાપ રી આ પૂરર્ણ પ્રતિજ્ઞાહ
નમે નહીં મેકર નવીન કર ધર્યો સહેનસાહ
અદભૂત કવિત _
અટલ હંમેશ જાકી પુરણ પ્રતિજ્ઞ યહ
ધ્રુવ ચલે જીવે તદી બચન ચલે નહિ
ટલે યદી મેરુ હિમવાન હુ ટ્લે તો ટલે
તદ પી પ્રતિજ્ઞા જાકિ ને કહું ટલે નહિ
સંકર ભવંત શ્રી અકબર સહેન સાહ
જાકી કૃતિ કાહુ જન કબહું કલે નહિ
સોઈ મહારાન શ્રી પ્રતાપી પ્રતાપ જુકો
મહેકર યા નમે કાજ ને કહું હલે નહિ
કવિત_ ૨
પરમ પ્રતાપી બાદ સાહ અકબર યહ
ભારત મે દાખત ન એક તેરે જોટે કો
ભલે ભલે રાજ રાવ સર્વે રાજપૂતિ છોડ
બને રબ જૂત કરી કર્મ અતિ ખોટે કો
પરમ પ્રતાપ તેરો પેખી મજલિયત માન
ઉલું કે સમાન અરી ખોજે ગિરિ કોટે કો
સંકર ભવંત બીના ઉદેપુર પતા રાન
કોન શકે પૂરી પરે છતીસ કે ટેટે કો
આટલું કહી ને તે ત્યાંથી કશું લિધા વગર બે ફિકર થઈ ને નીકળી ગયા.. અને એમની પછી ત્યાં પ્રતાપ જી ના રાજ કવિ વિજય બારોટ ગયા હતા.. જેનો ઉલ્લેખ )આર્ય વન્સ ઈતિહાસ) માં જોવા મળે છે જેઓ પોતાના કવિતાઓ માં કવિરાજ લખાવતા હતા.. જેની વાત પછી કરી સું
જય માતાજી .
જય મહારાણા પ્રતાપ
લેખક સુરેશ ભાઈ બારોટ નવાવાસ …….