એક સુંદર કથા છે. એક વખત એવું બન્યું કે એક સંત જંગલમાં ઝુપડી બનાવીને રહેતા હતા. ત્યાં બાજુના ગામવાળાઓને ખબર પડી અને તે બધા આ સાધુ પાસે ગયા અને સાધુના પ્રવચનનો દૌર ચાલું થયો. સાધુની પ્રસિદ્ધિતો રાતે ન વધે તેટલી દિવસે વધે તેમ દરેક નગરમાં ફેલાઈ ગઈ.
સંત પાસ સવારે અનેક લોકો આવતા હતા પ્રવચન પણ સાંભળતા હતા સાધુ રોજ એક વાત ખાસ કરે કે સત્ય બોલો સત્ય બોલવાથી જીવનમાં લાભ થાય છે. આ બધા લોકોથી દૂર ઝુપાઈને એક ચોર પણ આ પ્રવચન સાંભળતો હતો. દરરોજ રાતે તે ચોરી કરે અને દિવસે આ સાધુનું પ્રવચન છુપાઈને સાંભળે એક વખત તેનાથી રહેવાયું નહીં અને તે સાધુને મળવા ગયો.
ચોરે કહ્યું – તમે દરરોજ કહો છો કે સત્ય બોલવાથી લાભ થાય છે શું લાભ થાય છે?
સંતે કહ્યું – તું કોણ છે?
ચોરે કહ્યું – હું ચોર છું.
સંતે કહ્યું – સાચું બોલવાનો લાભ અવશ્ય થશે.
ચોરે વિચાર્યું કે આજે ચોરી કરતા સાચું બોલવું છે જોઈએ શું લાભ થાય છે. ચોર રાજ મહેલમાં ગયો ત્યાં પ્રહરી ઓ ઉભા હતા પ્રહરીઓ પૂછતા તેણે ચોર છે એવું કહ્યું પ્રહરીઓને લાગ્યું કે આમ ચોર ન બોલે માટે કોઈ મુખ્ય મંત્રીને રોકવાથી તે નારાજ થઈને આવું બોલે છે માટે કોઈ પૂછતાછ વગર અંદર જવા દીધો.
તેને મહેલની અંદર પણ દાસ-દાસીઓએ પૂછ્યું પણ તેણે તો ચોર કહ્યું એટલે એ બધાએ માન્યું કે રાજાના ખાસ દરબારી લાગે છે.
ત્યાં તે સોનાના ખજાના પાસે પહોંચી ગયો અને દાગીના લઈ અને ચાલવા લાગ્યો રાણી મળતા પણ તેને સાચું કહ્યું પણરાણીને થયું ચોર આમ થોડો બોલે તેણે રાજાને આપ્યા હશે તેમ કરીને રાણી પણ ચાલતા થઈ ગયા. ત્યાં રાજા સાથે ભેટો થઈ ગયો રાજાએ પૂછ્યું મારા ઘરેણા લઈ ક્યાં જા છે?
ચોરે કહ્યું કે – ચોર છું અને ચોરી કરીને જઈ રહ્યો છુ. રાજાને થયું રાણીએ ઘરેણા મંગાવ્યા હશે અને તેણે એક સેવકને વધારાનો સામાન ઉચકવા સાથે આપ્યો. ચોરતો સાતમા આસમાને પહોંચી ગયો કે અરે આ કેવો ચમત્કાર કે ખોટું બોલીને નકામી જીંદગી નિકાળી સાચું બોલવાથી ચોરીમાં પણ ભગવાન આટલો સાથ આપે તો પછી જીવનમાં તો આપે જ ને માટે તેણે તે સાધુના ચરણમાં આસરો લઈલીધો અને સાધુ સાથે રહીને ચોર પણ ચેલો બની ગયો.