Posted in कहावतें और मुहावरे

કહેવત પર ના પુસ્તકો – कहावत किताब


કહેવતો ના પુસ્તકો ની માહિતી નું સંકલન અહી પ્રસ્તુત કરું છું. આ બધા પુસ્તકો ગૂગલ પર સોધિ ઘર બેઠા ખરીદી ને મંગાવી સકો છો. આ સાથે તમારી પાસે રહેલા જૂન પુસ્તકો અહી દાન માં કે વેચી સકો છો. whatsApp સંપર્ક કરવા નંબર જોડો – +૯૭૩-૬૬૩૩૧૭૮૧

किताब क्रमांककहावत की किताब का नामलेखकप्रकाशकपान संख्या
1a dictionary of kashmiri proverbsOmkar N. Koul Indian Institute of Language Studies 236
2Marathi ProverbsRev. A. Manwaring
Missionary of the church missionary society
Oxford-At the Clearedon Press294
3आभाणकजगन्नाथ:जगन्नाथश्री राघवेन्द्र स्वामिनां मठ:146
4बुन्देला कहावत कोशकृष्णानन्द गुप्तासुचना विभाग, उत्तर प्रदेश सरकार, लखनव366
5राजस्थानी कहावत कोशभागोरथ कानोडिया, गोविन्द अग्रवालपंचशील प्रकाशन439
6वर्गीकृत हिन्दी लोकोक्ति कोशडॉ. शोभाराम शर्मातक्षशिला प्रकाशन292
7અંગ્રેજી-ગુજરાતી સમાનાર્થી કહેવતકોશ ઈશ્વરલાલ ચાંપાનેરી   
8અનમોલ કહેવતકોશ રાજન પટની   
9ઉક્તિભંડાર માવજીભાઈ www.mavjibhai.com 
10કચ્છની રમૂજી કહેવતોદુલેરાય કારાણીસુમન પ્રકાશન 
11કચ્છી ચોવડું (કહેવતો)અરવિંદ ડી. રાજગોર   
12કહેવત comment   
13કહેવત કથા માળા ભાગ ૧  થી ૪ પ્રભુલાલ દોશી શ્રી પુસ્તક મંદિર  
14કહેવત કથાઓ ગિજુભાઈ ભરાડ  96
15કહેવત ભંડાર ગોંડલીયા પૂરણ http://www.pgondaliya.blogspot.in  56
16કહેવત માળા – ભાગ ૧ અને ૨ જીજી ભાઈ પેસ્ટનજી મીસ્તરી શ્રી પુસ્તક મંદિર  
17કહેવત મુલ આ. પેશતનજી કાવશજી રબાડી ધી ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસ 255
18કહેવત સંગ્રહ વિષ્ણુ મહંત એમ. એમ. સાહિત્ય પ્રકાશન 186
19કહેવત સમુદય બેરામજી ખરશેદજી દોરડી  121
20કહેવતકોશરતિલાલ સા. નાયક અક્ષરા પ્રકાશન 520
21કહેવતનો કમાલ જીવરામ જોશી   
22કહેવત-મંજૂષા હિમા યાજ્ઞિક  
23કહેવતશતસાઈ પુસ્તક પ્રસારક મંડળી  41
24કહેવતો શાંતિલાલ ઠાકર સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય 152
25કહેવતોની કચોરી પ્રભુલાલ દોશી   
26કેહવત-માળા જમશેદજી નશરવાનજી પીતીત  601
27ગુજરાતી કહેવતો સોમ પટેલsomletpatel@gmail.com28
28ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે યુવરાજસિંહ જાડેજા   
29ગુજરાતી-અગ્રેજી સમાંતર કહેવત કોશ ડૉ. મફતલાલ અં. ભાવસાર   
30ચરોતરમાં બોલાતી કહેવતોનો ચતુર પટેલ ડો. સી. એસ. પટેલ. 155
31મૂલ્ય ઘડતર ની કહેવત કથાઓ ૧ સુરેશ ઠાકર શ્રી પુસ્તક મંદિર  
32મૂલ્ય ઘડતર ની કહેવત કથાઓ ૨ સુરેશ ઠાકર શ્રી પુસ્તક મંદિર  
33રૂઢિપ્રયોગ અને કહેવતકોશ ચંદ્રિકાબહેન પટેલ   
34રૂઢીપ્રયોગ અને કહેવત સંગ્રહ ભાષા નિયામક કચેરી 389
35વ્યાવહારિક કહેવાતકોશ ડૉ. મફતલાલ ભાવસાર નવસર્જન પબ્લિકેશન 107
36સાર્થ કચ્છી કહેવતોદુલેરાય કારાણીસુમન પ્રકાશન 
37કહેવત-કથાનકો સ્વામી શ્રી પ્રણવતીર્થજી ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા 239
38ગુજરાતી કહેવત સંગ્રહ સ્વ. આશારામ દલીચંદ શાહ મૂળચંદ આશારામ શાહ 519
39Gujarati ProverbsD D Dalal 24
40जन-कहावतेभारत ज्ञान विज्ञानं समिति 52
41બૃહદ કહેવત કથાસાગર અરવિંદ નર્મદાશંકર શાસ્ત્રી એન. એમ. ઠક્કર ની કંપની 506
42ચાર કહેવત ની રમૂજી વાર્તા મહેતા ગુલાબરાય લક્ષ્મીદાસ બુચ નડિયાદ સત્ય સાગર પ્રેસ 38
43આપણી કહેવતો અધ્યયન અનસૂયા ભૂપેન્દ્ર ત્રિવેદી  102
44कुछ और जन-कहावतेभारत ज्ञान विज्ञानं समिति 52
45कहावत रत्नाकरश्रीमान महारावल हिज हाइनेस महारावल साहेब डूंगरपुर राज्यधिपति की आज्ञानुसार 420
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે


अनिलसिंह चावड़ा

ખૂબ જ મહેનતથી ટાઈપ કર્યું છે, પૂરું વાંચશો :

એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે, ઇશ્વરનું ભજન કરે, ઇશ્વરમય રહે.
એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઇ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઇશ્વરે સેવકને કહ્યું, ‘હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું.
તેં મૂર્તિની સેવા કરવાને બદલે દર્શન કરતાં ભક્તોની સેવા વધુ કરી છે. એટલે આજે હું તને કશુંક વરદાન આપવા માગુ છું.’
પેલા ભક્તએ કહ્યું, ‘પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો.’ પ્રભુએ કહ્યું, ‘આમ કરવા માટે રૂપની અદલાબદલી તો થઇ શકશે પણ સ્વભાવની અદલાબદલી નહીં થાય.
તું મારી જગ્યાએ સંપૂર્ણ મૌન ધારીને ઊભો નહીં રહી શકે, થતું હોય તેને થવા દઇ નહીં શકે, પૂર્ણ તાટસ્થ્ય તારામાં નહીં પ્રગટે.’
સેવકે વચન આપ્યું એટલે સેવક ભગવાનની મૂર્તિ બન્યો અને ભગવાન સેવકનું રૂપ લઇ નીકળી ગયાં.
થોડીવારમાં જ એક ઉદ્યોગપતિ મંદિરમાં આવ્યા.
ભગવાનને પગે લાગ્યા, સાષ્ટાંગ વંદન કરી ભગવાનને કહ્યું, ‘હે ભગવાન, મારું સુખ, મારી સમૃદ્ધિ વગેરે હજી પણ વધારજે.
આ દરમિયાન તેમના ખિસ્સામાંથી પૈસા ભરેલું પાકીટ મંદિરમાં પડી ગયું અને ઉદ્યોગપતિ રવાના થયા.
મૂર્તિ બનેલા સેવકને ગૂંગળામણ થઇ.
સાદ પાડવાનું મન થયું પણ ભગવાને આપેલી સૂચના યાદ આવી એટલે મૌન ધારણ કર્યું.
પછી એક ગરીબ ભક્ત આવ્યો.
તેણે ભગવાનને કહ્યું, ‘હે ઇશ્વર, મારી પાસે આજે આ એક રૂપિયાનો છેલ્લો સિક્કો છે તે તને અર્પણ કરું છું. તું મારી લાજ રાખજે હવે.’
આમ કહીને નીચા નમીને વંદન કરતાં તેના હાથમાં પેલું પાકીટ આવ્યું. તે તેણે ઇશ્વરની ભેટ ગણીને રાખી લીધું અને મંદિરમાંથી નીકળી ગયો. મૂર્તિમય બનેલો ભક્ત અકળાયો. તેને થયું કે મેં તો આ પાકીટ આપ્યું નથી. હવે શું કરવું ?
પણ ઇશ્વરનું વચન યાદ આવતાં ફરી મૌન ધારણ કર્યું.
આ પછી થોડીવારે એક નાવિક આવ્યો. તેણે ભગવાનને પ્રાર્થના કરી, ‘હે ઇશ્વર, હું 15 દિવસ માટે દરિયો ખેડવા જાઉં છું. તું મારું રક્ષણ કરજે. મારા કુટુંબની સાર-સંભાળ લેજે. કાયમ દરિયામાં જતી વખતે હું તને પ્રાર્થના કરીને જાઉં છું અને કાયમ તું મારું રક્ષણ કરે છે એ રીતે જ મારું રક્ષણ કરજે.’
નાવિકની પ્રાર્થના પૂરી થઇ ત્યાં જ પેલો ઉદ્યોગપતિ પોલીસને લઇને આવ્યો અને મંદિરમાં પોતાની પછી આ જ માણસ આવ્યો છે એમ જણાવી પોલીસને નાવિકની ધરપકડ કરવા કહ્યું.
પોલીસે નાવિકની ધરપકડ કરી અને મંદિરમાંથી લઇ જતાં હતાં ત્યાં જ મૂર્તિમાં રહેલા પેલા ભક્તની ચંચળ વૃત્તિ સતેજ થઇ ગઇ.
તેનાથી ન રહેવાયું. તેને થયું કે આવો અન્યાય હું ઇશ્વરના રૂપમાં હોઉં ત્યારે કેવી રીતે સહી શકું ?
એટલે તે મૂર્તિ સ્વરૂપે જ બોલ્યો, ‘સબૂર, આ નાવિક ચોર નથી. ઉદ્યોગપતિનું પૈસા ભરેલું પાકીટ તો આની અગાઉ આવેલા પેલા ગરીબ ભક્તે લીધું છે. તેને પકડો અને આ નિર્દોષ નાવિકને છોડો.’
પછી નાવિકને મુક્ત કરાયો અને પેલા ગરીબ માણસને શોધીને તેને જેલમાં લઇ જવાયો.
ઇશ્વર બનેલા ભક્તને થયું કે મેં આજે ઉત્તમ કામ કર્યું છે.
રાત્રે ઇશ્વર મંદિરમાં પરત આવ્યા. સેવકને ભેટ્યાં. આખા દિવસની હિલચાલ પૂછી.
કામચલાઉ ઇશ્વર બનેલા પેલા ભક્તએ હરખભેર પોતે કરેલા પરાક્રમની વાત કરી.
પોતે કેવી રીતે એક નિર્દોષ માણસને બચાવ્યો તેનું વર્ણન અભિમાન સાથે કર્યું.
ઇશ્વરે માથું કૂટ્યું અને કહ્યું, ‘તેં મારા આખા આયોજન પર પાણી ફેરવી દીધું છે. તે નરી મૂર્ખાઇ કરી છે.
ભક્તને અપાર આશ્ચર્ય થયું. પૂછ્યું, ‘પ્રભુ, એ કેવી રીતે બને ?’
ત્યારે ઇશ્વરે જવાબ આપ્યો, ‘તમારા સામાન્ય લોકોના વિચારથી મારો વિચાર ઘણો ઊંચો અને સાવ જુદો હોય છે.
સાંભળ. પ્રથમ જે ઉદ્યોગપતિ આવ્યો તેના તમામ પૈસા પાપમાંથી અને શોષણમાંથી પ્રાપ્ત થયેલાં છે.
તેનું પાપ ઓછું કરવા મેં તેનું પાકીટ પડી જાય એવી વ્યવસ્થા ગોઠવી. પછી જે ગરીબ માણસ આવ્યો તેં જગતનો ઉત્તમ અને પવિત્ર પુરુષ હતો. સેવાનો એ ભેખધારી હતો. પાકીટમાં રહેલા પાપી પૈસા જો આવા પવિત્ર વ્યક્તિના હાથમાં આવે તો તેનું લક્ષ્મીમાં પરિવર્તન થાય અને તે પુણ્ય સ્વભાવિક જ પેલા ઉદ્યોગપતિને મળે.
હવે જે નાવિક આવેલો તેની ધરપકડ થાય અને જેલમાં પુરાય એ સર્વથા ઇષ્ટ હતું કારણ કે આવતી કાલે જ દરિયામાં ભયંકર તોફાન થવાનું છે અને તેમાં તેનું વહાણ અને તે ડૂબી મરે તેમ છે.
એ ભક્ત કાયમ ધંધાની નાવડી દરિયામાં નાખે ત્યારે જીવનની નાવડી મને સોંપતો જાય છે.
તેનું રક્ષણ કરવાની જવાબદારી મારી ઉપર આવી જાય છે.
એટલે તેને બચાવવા મારે તેને કામચલાઉ રીતે જેલમાં મોકલવો પડે તેમ હતો. તેં મારું કર્યુ કારવ્યું બધું ધૂળમાં મેળવી દીધું.
મેં તને અગાઉ પણ કહ્યું હતું કે અહીં ઊભા રહેવું બહુ અઘરું છે.
મૂર્તિ બનીને જ ઊભા રહેવાનું છે. પણ તું તે કરી શક્યો નથી. માનવ જગતનું આ જ મોટુ દુ:ખ છે. તમારી શ્રદ્ધા ક્યારેય સ્થિર થતી નથી. ચંચળ જ રહે છે. જે તમારા દુ:ખનું કારણ છે.’
આ વાર્તા સંદેશો એવો આપે છે કે જ્યારે તમામ માર્ગ બંધ થઇ ગયેલા જણાય, ભાવિ અંધકારમય લાગે, શ્રદ્ધા ખલાસ થઇ જાય ત્યારે અચૂક સમજવું કે તેની પાછળ ઇશ્વરનો કોઇ પ્લાન હશે. દુ:ખ માત્ર આપણને જ આપે છે એવો ભાવ જાગે ત્યારે સમજવું કે વિશ્વની આટલી મોટી વસ્તીમાં એ માત્ર તમને જ ટાર્ગેટ કરે એટલો અક્કલ વગરનો નથી જ. તેનાં આયોજન પ્રમાણે જ બધું થાય છે.

ઈશ્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે.
🌹🙏🏻🌹