आप जानते हैं हनुमान जी संजीवनी कहाँ से लाए थे?
ये तो आपने सुना होगा कि वे हिमालय से लाए थे और पूरा पहाड़ ही उखाड़ लाए थे.
अब जानिए उस गाँव के बारे में जहाँ से हनुमान ये पर्वत लाए थे.
इस गाँव का नाम है द्रोणागिरी. उत्तराखंड के चमोली जनपद में स्थित है. इस गांव में आज भी हनुमान जी की पूजा नहीं होती.
गांव के लोग सदियों से पर्वत देवता को पूजते हैं. पर्वत देवता यानी द्रोणागिरी पर्वत. माना जाता है कि द्रोणागिरी वही पर्वत है जहां से हनुमान जी संजीवनी बूटी ले गए थे.
गाँव वालों का मानना है कि संजीवनी के साथ हनुमान जी जो पहाड़ उखाड़ ले गए, वह असल में उनके पर्वत देवता की एक भुजा थी. इसलिए गाँव के लोग आज तक हनुमान जी से नाराज़ हैं.
मज़ेदार है कि यहां जो रामलीला भी होती है उसमें से हनुमान जी का पूरा प्रसंग ही ग़ायब कर दिया जाता है. न गाँव में हनुमान जी का कोई झंडा लगता है, न तस्वीर और न उनकी पूजा होती है.
दिलचस्प है न? असल में यह विविधता और इसकी स्वीकार्यता ही इस देश की आत्मा है..
तस्वीरें उसी द्रोणागिरी गाँव की हैं.




જાણો શા માટે આ ગામના લોકો હનુમાનજીને કરે છે આજે પણ નફરતઆપણે સૌ એ વાત તો જાણીએ જ છી કે રાવણ સાથે ના યુદ્ધ દરમિયાન જયારે લક્ષ્મણ બેહોશ થઇ ગયા હતા ત્યારે તેમને ફરી હોશમાં લાવવા માટે એક જ ઉપાય હતો અને એ હતો સંજીવની બુટ્ટી. અને આ સંજીવની બુટ્ટી લાવવાનું કાર્ય હનુમાનજી એ કર્યું હતું. હનુંમાંનજી એ માટે આખો પર્વત ઉચકી ને લઇ આવ્યા હતા અને ત્યાર બાદ લક્ષ્મણ ફરી ઉભા થઇ ગયા હતા.
દેવભૂમિ ઉત્તરાખંડમાં એક એવું ગામ પણ છે જ્યાંના લોકો આજે પણ પવનપુત્ર હનુમાનજીથી નારાજ છે. આ ગામ દ્રોણગિરિ છે. આ ગામમાં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી કે લાલ ધ્વજ લહેરાવવામાં આવતો નથી. ચમોલી ક્ષેત્રમાં આવતા દ્રોણગિરી ગામના લોકોનું માનવું છે કે જ્યારે લક્ષ્મણજીને શક્તિથી બેહોશ થઈ ગયા ત્યારે હનુમાનજીએ સંજીવની બૂટી માટે જે પર્વત પસંદ કર્યો તે અહીં સ્થિત હતો.
દ્રોણગિરિનાં લોકો આ પર્વતની પૂજા કરતા હતા. ગામલોકોના કહેવા મુજબ, હનુમાનજી સંજીવની બૂટી લેવા આવ્યા ત્યારે પર્વત દેવ ધ્યાનમાં હતા. હનુમાનજીએ આ માટે પર્વત દેવની પરવાનગી પણ લીધી ન હતી કે ન તો તેમની સાધના પૂર્ણ થવાની રાહ જોઈ. આથી, અહીંના લોકો હનુમાનજી દ્વારા આ પર્વત ઉઠાવીને લઈ જતા નારાજ થયા.
એવું કહેવાય છે કે જ્યારે હનુમાનજી અહીં પહોંચ્યા, ત્યારે તેમને ગામની એક વૃદ્ધ મહિલા દેખાઈ. તેમણે તેને પૂછ્યું કે સંજીવની બૂટી કયા પર્વત પર હશે. વૃદ્ધ મહિલાએ દ્રોણગિરી પર્વત તરફ ઇશારો કર્યો. હનુમાનજી પર્વત પર ગયા પણ સંજીવની બુટીને ઓળખી ન શક્યા અને પર્વતનો ઘણો મોટો ભાગ તોડીને લઈ ગયા. એવું કહેવામાં આવે છે કે આ વાતની જાણ થતાં ગામના લોકોએ વૃદ્ધ મહિલાનો સામાજિક રીતે બહિષ્કાર કર્યો હતો અને આજે પણ આ ગામના લોકો તેમના આરાધ્ય પર્વતની વિશેષ પૂજા-પ્રાર્થના કરતી વખતે મહિલાઓના હાથનુ ખાતા નથી.
આમ આ કારણ થી આ ગામના લોકો હનુમાનજી ની પૂજા પણ નથી કરતા અને તેમનાથી આજે પણ લોકો નારાજ છે. ગામમાં ક્યાય હનુમાનજી નું મંદિર પણ નથી કે તેમના નામની ધજા પણ જોવા નહિ મળે. એટલું જ નહિ એ દિવસે લોકો મહિલાઓ ના હાથનું બનાવેલું જમવાનું પણ નથી જમતા.