Posted in रामायण - Ramayan

આજે રામના હેપીવાલા દિવસે રામ આધારિત કેટલાક ગુજરાતી શબ્દો અને પ્રયોગો જોઈએઃ
રામ કોણ છે તેનો જવાબ એમાં પણ પડેલો છે.

રામ એટલે દશરથ રાજાના પુત્ર.
રામ એટલે વિષ્ણુનો એક અવતાર.
રામ એટલે પરમેશ્વરનું એક નામ.
રામ એટલે તથ્ય અને જીવ.
રામ એટલે હોશ અને દમ.
રામ એટલે ઉર્જા. રામ એટલે હીંમત.

રામ એટલે રૂપિયો અને સીતા એટલે અધેલી એમ પણ લાક્ષણિક રીતે મનાય છે.

રામનામ જપો એમ કોઈને કહેવાય તો સમજવાનું કે ચિંતા-ફિકર છોડીને ચૂપચાપ બેસો.

સાચું કહું.. એક સમયકાળમાં આખો ભારત દેશ રામનામ જપતો હતો.
જીવન સાદું અને જરૃરિયાતો સાવ ઓછી.. બસ રામનામ જપવાનું અને સાર્થક જીવન જીવવાનું.

ઘણા ખોટી દિશામાં ચાલતા હોય ત્યારે તેમને કહેવાય છે કે તમે રામનું નામ લો.
એટલે કે નિંદામણ છોડો અને ભગવાનનું નામ લો.

રામનું રાજ એટલે આદર્શ રાજ્ય. શોષણવીહિન સમાજ.
દરેકને ન્યાય મળતો હોય તેવું રાજ્ય. – દરેક સુખી હોય તેવું રાજ્ય..

બે જણ મળે ત્યારે રામ રામ કરાય છે.
મળવામાં રામ છે.
જુદા પડતી વખતે પણ આવજો રામરામ કહેવાય છે.

રામ ભારતમાં કેટલા એકરૂપ થયા છે તે વર્તન અને વાણીમાંથી પમાય છે.
ચિંતા વગરના માણસને રામગલોલો કહેવાય છે.
કોઈ નાનો છોકરો નાગો ફરતો હોય તો તેને રામગોવાળિયો કહેવાય.
રામગ્રી નામનો એક રાગ પણ છે.
મોટા રોટલાને રામચક્ર કહે છે.
રામઠોઠિયું એટલે ભાંગી-તૂટેલી વસ્તુ.
રામજણી એટલે નાચનારી-ગણિકા.
ઠાઠળીને રામડોળી કહેવાય છે.
રામઢોલ એટલે મોટું નગારું.
રામણ એટલે પીડા કે આપદા.
રામણ વેરી નાખવી એટલે નુકશાન કરવું.
રામણદીવો એટલે વરઘોડામાં વરની મા મંગળદીપ લે તે. (તેને લામણદીવો પણ કહે છે.)
માટીના મોટા જાડા ઢાંકણને રામણબૂઝારું કહે છે. રામતુલસી પણ હોય છે.
રામદાસિયું એટલે કંગાલ, ગરીબ, દીન કે દુઃખી.
રામદુવાઈ એટલે રામની આણ.
રામદૂત એટલે હનુમાન.
રામધૂન વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. રામનામ એટલે પ્રભુનું નામ.
રામ નામની બ્રાન્ડ એટલી મોટી છે કે રામનું નામ એટલે જ પ્રભુનું નામ.
રામનામિયું એટલે ગળામાં પહેરવાનું એક ઘરેણું.
રામપગલું એટલે રામના પગલાંવાળું મીનાકારી ઘરેણું. રામપાત્ર એટલે બટેરું કે શકોરું.
રામપુરી એટલે રામપુર (ઉત્તરપ્રદેશનું નગર.. જેના ચપ્પુ વખણાય છે.. આઝમખાન અહીંથી ચૂંટાય છે..)નો ચપ્પુ. જે જીવાડવાની વાત કરે છે તેના નામનો આપણે ચપ્પુ બનાવીએ છીએ. ધન્ય છીએ આપણે નહીં ?

સીતાફળ હોય છે તો રામફળ કેમ ના હોય ?
રામફળ જોકે સીતાફળ જેટલાં મીઠાં નથી હોતાં..
રામબાણ એકટે અક્સિર. રામબાણ એટલે કદી નિષ્ફળ ના જાય તેવું બાણ.
વિશ્વમા ઈતિહાસમાં અનેક બાણ પ્રતિષ્ઠિત છે.. (જેમ કે અર્જુનનું ગાંડિવ) પણ તેમાં કદી નિષ્ફળ ના જનારું તો એક જ બાણ છેઃ રામબાણ.
ભારતનો મોટામાં મોટો ભરોસો કયો ? રામભરોસો.
જ્યાં એમનેએમ ચાલતું હોય તેને માટે કહેવાય કે અહીં તો બધુ રામભરોસે ચાલે છે.
એવી જ રીતે લોકો દાન પણ રામભરોસે લખાવે છે.
રામભરોસે એ પોઝિટિવ શબ્દ કે વિભાવના છે લોકો તેનો દૂરોપયોગ કરે છે તે દુઃખદ છે.

રામરસ એટલે ભક્તિનો રસ.
ભરવાડણના એક વસ્ત્રને રામરાજ કહેવાય છે તેની આપને ખબર છે ?
રામરામિયું એટલે રામ રામ નમસ્કાર. તેના માટે રામરામી શબ્દ પણ છે.
રામરોટી એટલે સદાવ્રતનું જમણ. માલપૂઆના પણ રામરોટી કહેવાય છે.
રામલીલા એટલે રામના જીવનનું નાટ્યમંચન. ભારતમાં 100 વર્ષથી રામલીલા થાય છે.
રામા એટસે સ્ત્રી. રામા એટલે સુંદર સ્ત્રી.
ઘણા સ્થળે ઘરકામ કરતા નોકરને રામલો કહેવાય છે.
રામાંટામાં એટલે વામાંટામાં, નિરર્થક કાળક્ષેપ.
રામિશગર એટલે ગાનાર અને વગાડનાર. રામિશગરી એટલે ગાવા-વગાડવાનો ધંધો કરનાર.
રામી એટલે માળી. રામી લોકો ફૂલ આધારિત ધંધો પણ કરે છે. જેના પર રામ નામ છાપેલું હોય તે વસ્ત્રને રામી કહે છે.
રામૈયું એટલે રામપાત્ર-શકોરું.
રામોશી એટલે ચોકિયાત અથવા પહેરેગીર.

તો આમ રામની દુનિયા જેમ પૂજનીય છે તેમ રસપ્રદ પણ છે.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s