ધીરાભગતની કળીયુગ વાણી
આ સંત હતા વડોદરા શહેરના ગોઠડા ગામમાં રહેનાર ધીરા ભગત. ધીરાએ પોતાના જીવનકાળમાં અનેક ભજન લખ્યા. તેમની અનેક રચનાઓમાં એક રહસ્યમય રચના કલિયુગ એંધાણી પણ છે. ધીરાએ પોતાના ભજન કાવ્યમાં ભવિષ્ય વિશે જે-જે લખ્યું તે હવે સાચુ પડી રહ્યું છે. ધીધા ભગતની બધી રચનાઓ ગુજરાતી ભાષામાં જ છે. ધીરા ભગતના નામનો ઉલ્લેખ મધ્યકાલીન સંવત 1808 અર્થાત્ ઈ.સ. 1753ના કાળમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસમાં મળે છે. તેમનું પૂરું નામ હતું ધીરા પ્રતાપ બારોટ. તેમને અનેક વેદ-વેદાંતોનું અધ્યયન કર્યું અને પદ રચ્યા. તેમાં રણયજ્ઞ, દ્રોપદી વસ્ત્રાહરણ, માયાનો મહિમા, અવલવાણી વગેરે છે. આવો જાણીએ શું-શું લખ્યું છે ધીરા ભગતે પોતાના ભજનોમાં….
એવી કલયુગની છે આ એંધાણી રે
કલયુગની એંધાણી રે…
ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ…
વરસો વરસ દુકાળ પડે..
અને વળી સાધુ કરશે સૂરાપાન
આ બ્રાહ્મણ માટી ભરખશે
અને ગાયત્રી ધરે નહીં કાન
હે જી બાવા થાશે વ્યાભિચારી…
આનો અર્થ એ છે કે પંડિત કહે છે કે કળયુગ કેવી રીતે આવશે. તેની નિશાની નહીં હોય, વર્ષો સુધી પડશે દુષ્કાળ. અત્યારે પણ તમે જોઈ શકો છો દુનિયા પાણીના સંકટ સામે ઝઝૂમી રહી છે. દુનિયામા અનેક જગ્યાઓ તો એવી છે, જ્યાં પાણીનું નામો-નિશાન નથી. ધીરે-ધીરે વરસાદ ઓછો થઈ રહ્યો છે. ધીરા આગળ લખે છે કે…સાધુ કરશે સૂરાપાન.. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ સાધુ-મહાત્મા માત્ર દારુનું સેવન નથી કરી રહ્યા પણ દરેક એવા અનૈતિક કામ કરી રહ્યા છે અને સાધુના વેશમાં શૈતાનના કામ કરી રહ્યા છે. આજે ગાયત્રી દેવી કે અન્ય કોઈ આધ્યાત્મિક શક્તિ ફળદાયી નથી રહી.
શેઢે શેઢો ઘસાસે…
વળી ખેતરમાં નહીં રહે ખૂંટ
આદિ વહાણ છોડી કરે
અને બ્રાહ્મણ ચઢશે ઊંટ
એવી ગાયો ભેંસો જોશે રે
એ દુજાણામાં અજિયા રહેશે.
આજે આપણે જોઈ રહ્યા છીએ કે જમીન-જાયદાદ માટે ભાઈ-ભાઈનો જ નહીં, પુત્ર પિતાનું પણ ખૂન વહાવવાનું નથી ચૂકતો. વળી ખેતરમાં નહીં રહે ખૂંટ…હવે લગભગ દરેક જગ્યાએ ખેતરમાં ગાય-ભેંસ નહીં જોવા મળે. પણ તેની જગ્યાએ ટ્રેક્ટર જેવા અન્ય વાહનોએ તેની જગ્યા લઈ લીધી છે. બ્રાહ્મણોએ પણ જૂની વસ્તુઓ ત્યાંગીને નવીં વસ્તુઓ અપનાવી લીધી છે. એવીગાયો ભેંસો જોઈશે રે….મહત્વની વાત એ છે કે આજે ગાય-ભેંસોની સંખ્યા દિવસે-દિવસે ઓછી થઈ રહી છે. દૂધની એટલી ખોટ પડી રહી છે કે બકરીનું દૂધ પીવા સુધીની નોબત આવી ગઈ છે. હવે ગાયો ભેંસો ખેતરની જગ્યાએ કતલખાને પહોંચી રહી છે અને ઝડપથી દરેક જગ્યાએ કતલખાના ખૂલતા જઈ રહ્યા છે.
કારડીયા તો કરમી કહેવાશે
અને વળી જાડેજા ખોજશે જાળા
નીચને ઘેર ઘોડા બંધાશે.
અને શ્રીમંત ચાલશે પાળા
મહાજન ચોરી કરશે રે
અને વાળંદ થાશે વેપારી….
જે અનૈતિક કામ કરે છે, ભષ્ય આચરણથી પોતાનું પેટ ભરે છે, તેમના ઘરે ઘોડો બાંધેલ નજર પડશે. એવી જ રીતે તેની વિપરિત સજ્જન પુરુષો પગે ચાલતા જોવા મળશે. વર્તમાનમાં પણ એવું જ થઈ રહ્યું છે. આજે અનૈતિક કામ કરનારા ફળી-ફૂલી રહ્યા છે, જ્યારે ઈમાનદાર અને સજ્જન પુરુષોનું જીવન દયનીય થઈ રહ્યું છે. તેમાં કોઈપણ ભૂલ નથી, આ તો સમયનો જ દોષ છે.
પુરુષો ગુલામ થશે.
રાજ તો રાણીઓના થશે
અને વળી પુરુષ થશે ગુલામ
આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં.
અને સાહેબને કરશે સલામ….
પુરુષ હવે સ્ત્રીઓના ગુલામ થશે. ગરીબની અરજી કોઈ નહીં સાંભળે અને સાહેબને કરશે સલામ..અર્થાત્ ગરીબની કોઈ નહીં સાંભળે. આજે અધિકારીઓની કચેરીઓમાં ગરીબો માથુ પટકી પટકીને મરી જાય છે, પરંતુ તેમની કોઈ જ વાત સાંભળવામાં નથી આવતી. ગરીબ વ્યક્તિ ગમે એટલો સજ્જન હોય, તેને કોઈ સલામ નથી કરતું, જ્યારે અમીર વ્યક્તિને બધા સલામ ઠોકે છે.
ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે
રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી
છાશમાં માખણ નહીં તરે
અને વળી દરિયે નહીં હાલે વહાણ
આ ચાંદ સૂરત તો ઝાખા થશે
એવો દાસ ધીરો એમ આ કહે છે રે
કીધુમાં આ વિચાર કરી
એવી કળયુગની એંધાણી રે..
એ ન જોઈ હોઈ તો,
જોઈ લ્યો ભાઈઓ…
ધીરા ભગત કહે છે કે વેપારી લોકો કોઈને કોઈ કારણે લૂંટવામાં આવશે. નારી કોઈ પતિવ્રતા નહીં રહે. આ સ્થિતિ તો વર્તમાનમાં પણ કહી શકાય છે. છાસમાં માખણ નહીં તરે. અર્થાત્ છાસમાં માખણ નહીં રહે, પણ પાણ રહેશે. પછી તે કળયુગના અંતિમ સંકેત આપીને કહે છે કે નદી તાલ સૂકાતા જશે અને ચાંદ-સૂજનનું તેજ પણ ઓછું થઈ જશે. આજે વિજ્ઞાન પણ કહે છે કે સૂર્યમાં પણ કાળા ધબ્બા જોવા મળી રહ્યા છે અને તેની સંખ્ય લગાતાર વધી રહી છે.
બોની રોતી જાશે રે
અને સગપણમાં સાલી રહેશે
એ ધરમ કોઈનો રહેશે નહી.
અને એક પ્યાલે વરણ અઢાર
આ શણગારમાં જો બીજું કોઈ નહીં રહે
અને સોભામા રહેશે વાલ
ભાઈની બહેનડી જો ઘરમાં આવશે તો તેની આવભગત થશે નહીં કારણ કે હવે તે પતિની માત્ર બહેન નથી રહેતી, પણ પત્નીની રકમ બની જાય છે. એવી જ રીતે જો ઘરમાં સાળી આવે તો જીજા તેના ખ્યાલ રાખવામાં કોઈ કસર છોડશે નહીં. આમ બહેન નામે ઓળખાતી સ્ત્રીનાં સંબોધનના સૂત્ર બદલાઈ જશે.
સંત ધીરાએ આગળ કહ્યું છે કે કળયુગમાં ધર્મનું કોઈ મહત્વ નહીં રહે. અને એક પ્યાલે વરણ અઢાર..અર્થાત્ એક જ પ્યાલા અનેક લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો તમે આ પ્યાલો દારુનો કહો, હોટલમાં ભોજનના વાસણનો કહો. તમે પોતાના ધાર્મિક કહેનાર વ્યક્તિ માટે પણ આ વસ્તુઓ અનટચેબલ રહે છે.આ શણગારમાં તો બીજું કંઈ નહી રહે અને શોભામા રહેશે વાલ…આ વાત સ્ત્રીઓના સંબંધમાં કહેવામાં આવી છે કે આ સમય સુધી ભારતીય નારીના સૌંદર્ય પરંપરામાં કોઈપણ વસ્તુ નહીં રહે. હા, તેમની માટે જો શોભાની કોઈ વસ્તુ બચી રહેશે તો માત્ર વાળ. વર્તમાનમાં સ્ત્રીઓના પોષક અને રહન-સહનથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે.
દિવ્યભાસ્કરનાં સૌજન્યથી.