Posted in श्रीमद्‍भगवद्‍गीता

.
08/12/2019

🍁📖 ગીતા જયંતિ સ્પેશિયલ પોસ્ટ 📖🍁

જય શ્રીકૃષ્ણ, નમસ્કાર.

ગીતા જયંતિના આજના પાવન પર્વે મંગલકામના.. આજે આપણા નિયમિત અભ્યાસને વિરામ આપીએ, અને ગીતાજીનો વિશિષ્ટ ઓચ્છવ કરીએ . ઘણાં વાચકો આજના મંગલ દિને ગીતાજીનું પારાયણ પણ કરતાં હશે. આરતી કરતાં હશે.. આપણે આ ગ્રુપમાં તો નિયમિત અખંડ ગીતા વાંચન-મનન કરતાં જ રહ્યા છીએ. આજે ઉત્સવ નિમિત્તે નિયમિત અભ્યાસને વિરામ. રોજ નિયમિત અભ્યાસમાં આપણે પ્રભુની કીધેલી વાતો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણા દિલની વાતો કરીએ. પ્રભુ સાંભળશે, સમજશે અને ઘટતું પૂરશે.

પૃથાપુત્રને સંબોધી પ્રભુએ જે વાણી કહી
મહાભારતની મધ્યમાં તે ગીતારૂપે વહી
જીવન ભવસાગરમાં આવે તોફાનો કે આંધી
સાશ્વત રાહ ચીંધતી આ ગીતા દીવાદાંડી

મહાભારતનું યુદ્ધ એ કપોળકલ્પિત વાર્તા માત્ર નથી. હુલ્લડ કે રમખાણની Documentary નથી. બુદ્ધિશાળીઓને લાગે છે તેમ રાજ્યલાલસા માટેની લડાઇ નથી. મહાભારતનું યુદ્ધ એ બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. જીવન કેવી રીતે જીવીશું? પ્રભુને પકડીને કે પ્રભુને છોડીને? આ બે વિચારધારા વચ્ચેનું યુદ્ધ તે મહાભારતનું યુદ્ધ. આ યુદ્ધ પૂરું નથી થયું. એ તો જ્યાં સુધી આ બ્રહ્માંડ પર માનવજીવન છે, ત્યાં સુધી ચાલતું જ રહેશે. આ બ્રહ્માંડમાં પ્રકૃતિગત બે જ કોમ છે. (બીજી બધી કોમો તો પાછળથી ઉમેરાઈ) મૂળભૂત બે વિભાગ છે
(૧) Believers
(૨) Non-believers. ગુજરાતીમાં… આસ્તિક અને નાસ્તિક. આ બે વિચારધારા વચ્ચે સતત ચાલતા સંગ્રામમાં વિજય કોનો થાય અને કેવી રીતે થાય? તેના જવાબમાં ગીતા કહે છે….
“यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर:
तत्र श्रीर्विजयो….

અર્જુન અને ભગવાન- આ બે ગીતાના મોટાં પાત્રો. ક્યારેક ક્યારેક એમ વિચાર આવે કે અર્જુને કહેલું “सीदन्ति मम गात्राणि” આ સાચું હશે??? સમગ્રતાથી ગીતા તરફ જોઈએ તો એમાં માનવમાત્રને સાશ્વત માર્ગદર્શન આપવા માટે થયેલું કૃષ્ણ અને અર્જુનનું Fixing જણાય છે. pure નાટક. અર્જુન આપણો પ્રતિનિધિ બની Demonstration માટે ઊભો હોય તેવું. અગાઉથી લખાયેલી script મુજબ અર્જુને ધ્રૂજવાનો અભિનય કર્યો. એટલો આબેહૂબ કે હજારો વર્ષનાં વ્હાણાં વાયા પછી આજેય આપણે એમ માનીએ છીએ કે અર્જુન કાકા-મામા-સાળા-સસરા ને જોઈ ધ્રૂજયો. ત્રિખંડ હલાવનાર, શિવજીને હરાવનાર અર્જુન ધ્રૂજે??? ચાલો માની લઈએ કે ધ્રૂજે. તો ૧લા અધ્યાયમાં વિષાદ કરનાર, ધ્રૂજનાર અને યુદ્ધના પરિણામોની ગંભીરતા કૃષ્ણને સમજાવનાર અર્જુન — બીજા અધ્યાયમાં એમ પૂછે કે “स्थितप्रज्ञस्य का भाषा…..????”
૮ મા અધ્યાયમાં એમ પૂછે કે “किं कर्म किमध्यात्म….???” પછી કહે મને રૂપ બતાવ, આ નહીં પેલું બતાવ, અને અઢી કલાકમાં ૧૮ મા અધ્યાયમાં કહે “स्थितोડस्मि गतसन्देह…!!” આટલું ધડાધડ તો ફિલ્મ કે નાટકમાં જ થાય.

આ સમગ્ર ઘટનાક્રમનું એક જુદી દ્રષ્ટિથી અવલોકન/અભ્યાસ કરીએ તો અર્જુન એક Super Hero લાગે. સર્વશક્તિમાન છતાં વિનમ્ર. આવા અર્જુન અને સાક્ષાત યોગેશ્વરના સંવાદના એ શ્લોકોમાં જ્ઞાન+કર્મ+ભક્તિ અને માનવજીવન માટે જરૂરી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક વાતોની ભરમાર છે. એક સામાન્ય માનવના મગજમાં એ બધી જ વાતો સમજાય નહીં, જે સમજાય તે ઉતરે નહિ, જે ઉતરે તે બધી પચે નહીં. તેથી ગીતાસમુદ્રમાંથી આપણી સાઇઝની લોટીમાં આપણી ક્ષમતા મુજબ જેટલું આવે તે ભરી આચમન કરીએ. ભગવાને તો કહ્યું જ છે ને કે “निमित्तमात्रं भव सव्यसाचिन”

અર્જુને રણમેદાનમાં શંખનાદ કર્યો ત્યારે તે ૬૫ વર્ષનો હતો. આપણે એ વિચારવાનું કે આપણે ૬૫ ના થશું તો શંખ ફૂંકી શકીશું? (આજે પણ ફૂંકાય છે કે!!!) જે રીતે આહાર-વિહારની આદતો પડતી જાય છે, તે મુજબ તો આજની પેઢીએ એમ વિચાર કરવો પડે કે શું હું ૬૫ વર્ષનો થઈશ? જો થઇશ તો મારા પગ પર ઉભો હોઇશ કે પથારીવશ? — આહારવિહારની મર્યાદા નક્કી કરતી વખતે “तस्मात् शास्त्र प्रमाणं ते” યાદ રાખીએ. વાંચીએ, સાંભળીએ, સમજીએ અને એ મુજબ આચરણ કરીએ. કારણ કે પ્રભુએ સ્પષ્ટ કહ્યું છે “न श्रोष्यसि विनड़क्ष्यसि” ન સાંભળીશ તો વિનાશ પામીશ.

જીવન જીવતાં મગજમાં પ્રશ્નો તો થવાના જ, સંઘર્ષ તો આવવાના જ, કોયડા ઊભા થવાના જ. પરંતુ તે બધામાંથી સહીસલામત ઉગરવા માટે હું આ ગીતા સંવાદ હૃદયમાં રાખીશ, મગજમાં રાખીશ. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય!! કૂવો ખોદીને તૈયાર રાખવો પડે. તેથી, હું રોજ ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરીશ, હૃદયસ્થ કરીશ. તો જ સંઘર્ષો સમયે શંખ ફૂંકી શકીશ ને!!!

અર્જુનની જેમ ૫૬ ઇંચની છાતી તો થતાં થશે. પરંતુ અત્યારની ૫૬ સેન્ટિમીટરની છાતીમાં પણ ખુમારી તો એવી જ રાખીશ કે ભગવાનને અમસ્તા પણ જોવા આવવાનું મન થાય. ભગવાન આવે. હું પણ ફરીથી કહું “सीदन्ति मम गात्राणि” ફરી મને પણ વિશ્વરૂપદર્શન જોવા મળે. ફરી જ્ઞાન+કર્મ+ભક્તિની ધારા વહે.

પ્રભુને તો વારંવાર આ ધરતી પર આવવું છે. परित्राणाय साधुनां આવવું છે. પરંતુ સાધુજનો કયાં છે? પાર્થ જેવા પરમ પ્રિયજનો કયાં છે? આજના પાવન પર્વે એજ સંકલ્પ કરીએ કે…

યથામતિ – યથાશક્તિ ગીતાપૂજન કરીએ
પ્રભુજીનો આ દિવ્યસંદેશ નિજજીવનમાં ભરીએ
ગીતાજીના સ્પર્શે આવે જીવનમાં બહાર
નિ:સંકોચ શરૂઆત કરીએ જાગ્યા ત્યાંથી સવાર

🌸 જય શ્રીકૃષ્ણ 🌸

ટીમ
✍🏼
Limited 10પોસ્ટ

(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[ 50 ગ્રુપ, 10000 જેટલા વાંચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s