हत्वासुरं महिषरूपधरं महोग्रं
मातस्त्वया सुरगणः किल रक्षितोऽयम् ।
कां ते स्तुतिं जननि मन्दधियो विदामो
वेदा गतिं तव यथार्थतया न जग्मुः ॥ ३२ ॥
હે માતા! મહિષ(પાડા) નુ રૂપ ધારણ કરેલા અતિ બળવાન અસુરને મારીને દેવોની રક્ષા કરી છે. હે માં, વેદો પણ તમારા સ્વરૂપને યોગ્ય રીતે જાણતા નથી તો અલ્પ બુદ્ધિવાળા અમે તમારી શી સ્તુતિ કરીએ ?