Posted in काश्मीर - Kashmir

जनमेजय अध्वर्यु

✍ કાશ્મીર અને નાગજાતિ ✍

👉 શું આ તમે જાણો છો ?
કાશ્મીર નામ કોના પરથી પડયું તે!!!
કાશ્મીરનો ઉલ્લેખ મહાભારત અને આપણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે
કારણકે કાશ્મીર નામ કાશ્મીરના પ્રથમ રાજા કશ્યપ ઋષિના નામ પરથી જ પડયું છે
એમની પત્ની કદ્રુનાં ગર્ભમાંથી નાગોની ઉત્પત્તિ થઇ થઇ
આ આખી જાતિ હતી જે લગભગ ઈસ્વીસનની ૯મી સદીમાં ત્યાંથી વિલુપ્ત થઇ ગઈ હતી
એવું માનવામાં આવે છે કે —–
આત્યારના કાશ્મીરી પંડિતોની જેમ એમને પણ ત્યાંથી કાઢી મુકવામાં આવેલાં
કહો કે એમનું સ્થળાંતર થઇ ગયું હતું
ત્યાર પછી આ જાતિનું શું થયું એની કોઈને પણ ખબર નથી
એનો ત્યાર પછી ક્યાંય પણ ઉલ્લેખ નથી
૮મી ૯મી સદીમાં કાશ્મીરની રાજધાની હતી અવંતિપુરા
એ પણ એમના રાજાના નામ પરથી આ નામ પડયું છે
એમને ત્યાં શિવ મંદિરો અને અને વિષ્ણુ મંદિરો બંધાવેલા
તેમાં આ નાગોના શિલ્પો ખાસ જ જોવાં જેવાં છે
એ વિષે હું વિગતે વાત અવંતિપુરાના લેખમાં કરીશ
અત્યારે મારે તમને આ ખાસ આ નાગજાતિ વિષે જણાવવું હતું !!!
આ આ નાગજાતિની સરખામણી આપણા કાશ્મીરી પંડિતો સાથે કરવામાં આવે છે
અ એવો પણ એક મત પ્રવર્તે છે કે આ નાગજાતિમાંથી જ આ પંડિતો જન્મ્યા હતાં
એવું મન માનવામાં આવે છે કે આ નાગજાતિએ પોતાની ઓળખ છુપાવવા નામ અને જાતિ બદલીને ત્યાં રહેતાં હતાં
જેઓ પાછળથી કાશ્મીરી પંડિતો કહેવાયા
હવે નાગજાતિ તો ત્યાંથી જતી રહી
પણ ત્યારબાદ એનું સ્થાન આ પંડિતોએ લીધું એટલે એવું માનવા માટે મન પ્રેરાય છે જરૂર !!!
પંડિતોએ જે શૈવ સંપ્રદાય શરુ કર્યો હતો તે પણ આ આઠમી સદીમાં જ
આ જ અરસામાં એક મહાન શક્તિશાળી ને લડવૈયો રાજા ત્યાં થયો નામ છે એનું ——- લાલીતાદિત્ય મુક્તાપીડ
જેમણે અનંતનાગમાં માર્તંડ સૂર્યમંદિર બંધાવ્યું હતું
એ વિષે મેં લખ્યું છે એ વાંચજો ના વાંચ્યું હોય તો આ માર્તંડ સૂર્ય મંદિર વિષે હું ફરીથી લખવાનો જ છું ત્યારે વાંચજો
આ રાજાનો ઉલ્લેખ મારે ખાસ કરવો જોઈએ
એટલાં માટે કે આ રાજાને કોઈએ પણ બિરદાવ્યો નથી
ત્યાંના ઇતિહાસમાં માત્ર એનું માત્ર નામ અને જગ્યાઓ જ છે
અવંતિપુરા અને ડોગરા વંશના મહારાજા હરિસિંહનાં જ વધારે વખાણ થાય છે
જયારે હકીકતમાં વખાણને લાયક આ રાજા લલિતાદિત્ય મુક્તાપીડ વધારે છે
એજ હું સાબિત કરવાનો છું એમનાં વિશેના સ્વતંત્ર લેખમાં !!!

👉 પણ આ પહેલાં સ્થળોનાં નામ તો પહેલેથી જ હતાં
આજે નાગજાતિ કે કશ્યપના પુત્રો નાગ પરથી જ પાડવામાં આવેલાં છે
કાશ્મીરમાં નાગ નામનાં ઘણાં સ્થળો છે
જેમકે —

● અનંતનાગ
● કમરૂનાગ
● કોકરનાગ
● વેરીનાગ
● નારાનાગ
● કૌસરનાગ

👉 આ બધાં નામો એ નાગજાતિનું પ્રભુત્વ જ દર્શાવે છે
ત્યાર પછી બુટશીકાન નામનો મુસ્લિમ શાસક ત્યાં રાજગાદીએ આવ્યો
અને તેનાં આવ્યાં પછી જ ત્યાં હિન્દુધર્મ ખતરામાં આવ્યો
અને એના પરિણામ સ્વરૂપે આ સ્થળાંતર અને ધર્મ પરિવર્તન શરુ થયાં
એમનું અસ્તિત્વ જોખમમાં તો પહેલેથી જ હતું તેમાં મુસ્લિમોના શાસને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું
એ વખતે કાશ્મીર એક અલગ રાજ્ય હતું
જે પાછળથી માલેચ્છોના કારણે ભારતનો હિસ્સો બન્યું
આમ તો ચંદ્રગુપ્તે કાશ્મીરને અખંડ ભારતનો હિસ્સો બનાવ્યો હતો
પણ ત્યાર પછીથી સમ્રાટ હર્ષવર્ધનનાં અસ્ત પછી મધ્યકાળ સમાપ્ત થઇ ગયો
અને ત્યાં પછી ઇસ્લામ ધર્મના આગમને જ કાશ્મીરની ઘોર ખોદી અને એની પડતી શરુ થઇ
આ ધર્મઝનુન તે સમયથી જ કાશ્મીરમાં હતું
કાશ્મીર એ મોગલોને પણ પ્રિય હતું
એટલેજ શ્રીનગર એ મોગલોનું ઉનાળુ પાટનગર હતું
આમેય કાશ્મીર સાથે મોગલોને બહુજ ઘેરો નાતો છે
પાકિસ્તાન – અફઘાનિસ્તાન અને મોંગોલિયા ત્યાંથી જ જવાય ને !!!
ગઝની ની નજર આના પર પડી નહોતી નહીંટર એ એને પોતાનામાં જ ભેળવી દેત
અને ઘોરી અને ખિલજીની પણ !!!
કાશ્મીરમાં ઘણાં મુસ્લિમ શાસકોએ મોગલ પહેલાં રાજ્ય કર્યું હતું
તેમણે બીજું તો કંઈ જ ના કર્યું પણ પ્રજાને રંજાડવાનું જ કાર્ય કર્યું
એ રાજાઓ – શાસકો એટલાં બધાં મહત્વનાં નહોતાં
એટલે એમનો ક્યાંય પણ ઉલ્લેખ થયો નહીં
કે એમની નોંધ પણ ક્યાંય લેવાઈ નહીં
એટલે કાશ્મીર એકલું અટુલું પડી ગયું અને પાછળથી મનસ્વી બની ગયું
કાશ્મીર એ પ્રવાસીઓને પહેલાં પણ આકર્ષતું હતું
એટલે જ ત્યાં આક્રમણો થતાં નહોતાં
એના પર રાજ કરવાની બધાંની મહેચ્છાઓ હતી
દિલ્હીનાં શાસકોને ખાલી મેવાડ જ મનમાં ખટકતું હતું
મોગલોના દીર્ઘકાલીન શાસન દરમિયાન એમને કાશ્મીર પર નજર દોડાવી હતી
રાજધાની ઉનાળુ શ્રીનગર બનાવી અને કાશ્મીર ભારતના લોકોની નજરે ચડયું
પ્રજા તો ત્રસ્ત આઠમી સદીથી જ હતી
પણ એવું ના કહી શકાય કે એ વિસ્તાર સમગ્ર મુસ્લિમોનો હતો !!!
પણ દિલ્હીના શાસકોએ એને અવગણ્યું
એની મહતા વધારી મોગલસમયમાં
એટલેજ તે સમય દરમિયાન ૧૫મી સદીથી ત્યાં સરોવરો અને ગાર્ડનો બન્યાં
જે આ જે ભારતની શાન સમાં છે !!!

👉 કાશ્મીરનો વિકાસ અને કાશ્મીરમાં હીન્દુનું પ્રભુત્વ વધાર્યું ડોગરા વંશે
એમાં પણ મહારાજા હરિસિંહે કાશ્મીરનો ખુબ વિકાસ કર્યો
ત્યારે પણ ત્યાં મુસ્લિમો તો હતાં જ પણ હળીમળીને સંપીને રહેતાં હતાં
કોઈ પ્રોબ્લેમ જ નહોતો
પ્રોબ્લેમ અંગ્રેજોના આગમનથી થયો
કાશ્મીર પર ધ્યાન આપવું જોઈએ એટલું કોઈએ આપ્યું નહિ અને મુસ્લિમોને ત્યાં છૂટો દોર મળી ગયો
આઝાદી પહેલાં કાશ્મીર વિષે જ્યારે આપણને ભાન થયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું અને પાણી સરથી ઉપર જતું રહ્યું હતું
પણ તોય મહારાજા હરિસિંહના પિત્રુકોએ તેને બચાવી જરૂર રાખ્યું હતું
પણ એક માણસે મહારાજા હરીસીન્હને અંધારામાં રાખીને
મહારાજા હરિસિંહનું વલણ ભારત તરફી હોવાનું માલુમ થતાં
મહારાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માંગતા હતાં ત્યારે એ માણસે એમનું માન રાખવાં ખાતર એમની મહેચ્છા પરિપૂર્ણ થાય એ રીતે આઝાદી પછી સંધી કરાવી અને એ પોતે નહેરુ સાથે મળીને ત્યાનો સર્વે સર્વાં બની બેઠો
એની મહત્વકાંક્ષાએ જ કાશ્મીર પ્રોબ્લેમને આમંત્રણ આપ્યું
નામ છે એનું —– શેખ અબ્દુલ્લા !!!
નહેરુએ એમને ત્યાંના પ્રધાન મંત્રી બનાવ્યા
અને એનો ઝંડો અલગ આપ્વ્યો
આનો ઉહાપોહ થયો પછી જ સંવિધાનમાં બધી કલમો ઉમેરવામાં આવી શેખ અબ્દુલ્લની ઇચ્છાથી અને એને અનુકુળ થાય એ રીતે
આમ ધારા ૩૭૦ અને ધારા ૩૫Aનો જન્મ થયો
જે શેખ અબ્દુલ્લાને કહેવાતી ભારતીય બંધારણીય સત્તા આપતો હતી પણ એ બાકી બધીજ રીતે સ્વતંત્ર હતો
એને પ્રધાનમંત્રી ના કહેવો પડે અને મુખ્યમંત્રી ગણાય એ માટે જ બંધારણમાં એની જોગવાઈ કરવામાં આવી હતી
પણ નહેરુનાં કાશ્મીર પ્રેમે ક્સમીરને બિન્દાસ અને આઝાદ બનાવી દીધું !!!
કલમોનું તો અચ્યુતમ કેશવમ થઇ ગયું

👉 પણ અ નાગ જાતિ પર લાગેલું કલંક કોણ ભૂંસશે એ મારે મન એક તો સવાલ છે
આ નાગજાતિનાં પ્રેમને લીધે જ ૧૨૫ વર્ષે જે યોગ આવ્યો હતો એ સોમવારે નાગપંચમી એટલાં માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો
કાલસર્પોનો નાશ કરવાનો !!!
અને આમ નાગોના પિતૃક દેશ કાશ્મીરને આઝાદ કર્યો
જે થઇ ગયું એનો મને તો બહુ જ આનંદ છે !!!
પણ આ મુહુર્ત માટે ચોક્કસ મોદીજી અને અમિત શાહને અભિનંદન આપવાં ઘટે !!!
એને અને પાંચમી ઓગષ્ટ સાથે કોઈજ લેવાદેવા નથી
પંડિતો તો પુનઃ વસવાટ કરી શકશે પણ નાગજાતિ પર હજી વધારે સંશોધન થવું જોઈએ એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે !!!

***** કાશ્મીરનો ઈતિહાસ આમાં અલપઝલપ જ વણી લીધો છે
એ વિષે વિગતે અભ્યાસ લેખ હું જરૂર લખીશ *****

!! જય હિંદ !!
!! વંદે માતરમ !!

———– જનમેજય અધ્વર્યુ

🌲🌳🌿🌱☘🍀🍁🌻🌺

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s