પંડિત વ્રજનારાયણ ‘ચક્બસ્ત’ ઉર્દુના વિખ્યાત કવિ છે. એમને એક પંક્તિની પૂર્તિ કરવા આપી.
‘કાફિર હૈ જો બંદે નહીં ઇસ્લામ કે’
આમ તો એનો અર્થ થાય કે જે ઇસ્લામમાં નથી માનતા એ નાસ્તિક છે. પંડિત વ્રજનારાયણે ‘લામ’ શબ્દને અલગ તારવ્યો. ‘લામ’ એટલે ઘુઘરી. એમણે લખ્યું –
‘લામ જૈસે ગેસુ હૈ ઘનશ્યામ કે
કાફિર હૈ જો બંદે નહિ ઇસ લામ કે’
આ ઘુઘરિયાળા કેશનો જે ભક્ત નથી એ નાસ્તિક છે.
~ હરીન્દ્ર દવે