Posted in श्री कृष्णा

શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :

🧘🏻‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ

🧘🏻‍♂ જન્મદિવસ – ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર

🧘🏻‍♂ તિથી – વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )

🧘🏻‍♂ નક્ષત્ર સમય – રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી

🧘🏻‍♂ રાશી-લગ્ન – વૃષભ રાશી

🧘🏻‍♂ જન્મ સ્થળ – રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ

🧘🏻‍♂ વંશ – કુળ = ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર – માધુપુર

🧘🏻‍♂ યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

🧘🏻‍♂વર્ષ – દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે

🧘🏻‍♂ માતા – દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી

🧘🏻‍♂ પિતા – વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]

🧘🏻‍♂ પાલક માતા-પિતા – મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

🧘🏻‍♂ મોટા ભાઈ – વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર – શ્રી બલરામજી

🧘🏻‍♂ બહેન – સુભદ્રા

🧘🏻‍♂ ફોઈ – વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

🧘🏻‍♂મામા – કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

🧘🏻‍♂ બાળસખા – સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

🧘🏻‍♂ અંગત મિત્ર – અર્જુન

🧘🏻‍♂ પ્રિય સખી – દ્રૌપદી

🧘🏻‍♂પ્રિય પ્રેમિકા – સાક્ષાતભક્તિ નો અવતાર રાધા

🧘🏻‍♂ પ્રિય પાર્ષદ – સુનંદ

🧘🏻‍♂ પ્રિય સારથી – દારુક

🧘🏻‍♂ રથનું નામ – નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

🧘🏻‍♂ રથ ઉપરના ધ્વજ – ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ

🧘🏻‍♂રથ ના રક્ષક – નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન

🧘🏻‍♂ ગુરુ અને ગુરુકુળ – સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

🧘🏻‍♂ પ્રિય રમત – ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા

🧘🏻‍♂ પ્રિય સ્થળ – ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા

🧘🏻‍♂પ્રિય વૃક્ષ – કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

🧘🏻‍♂ પ્રિય શોખ – વાંસળી વગાડવી , ગાયો ચરાવવી

🧘🏻‍♂ પ્રિય વાનગી – તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

🧘🏻‍♂ પ્રિય પ્રાણી – ગાય , ઘોડા

🧘🏻‍♂પ્રિય ગીત – શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ

🧘🏻‍♂ પ્રિય ફળ – હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી

🧘🏻‍♂ પ્રિય હથીયાર – સુદર્શન ચક્ર

🧘🏻‍♂ પ્રિય સભામંડપ – સુધર્મા

🧘🏻‍♂ પ્રિય પીંછુ – મોરપિચ્છ

🧘🏻‍♂ પ્રિય પુષ્પ – કમળ અને કાંચનાર

🧘🏻‍♂ પ્રિય ઋતુ – વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય

🧘🏻‍♂ પ્રિય પટરાણી – રુક્ષ્મણીજી

🧘🏻‍♂ પ્રિય મુદ્રા – વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું

🧘🏻‍♂ ઓળખ ચિહ્ન – ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન

🧘🏻‍♂ વિજય ચિહ્ન – પંચજન્ય શંખનો નાદ

🧘🏻‍♂ મૂળ સ્વરૂપ – શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

🧘🏻‍♂ આયુધો – સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ

🧘🏻‍♂ બાળ પરાક્રમ – કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા

🧘🏻‍♂ પટરાણીઓ – રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

🧘🏻‍♂ ૧૨ ગુપ્ત શક્તિઓ – કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી

🧘🏻‍♂ શ્રી કૃષ્ણનો અર્થ – સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર

🧘🏻‍♂ દર્શન આપ્યા – જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત

🧘🏻‍♂ ચક્ર થી વધ – શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ

🧘🏻‍♂ પ્રિય “ગ” – ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા

🧘🏻‍♂ પ્રસિદ્ધ નામ – કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

🧘🏻‍♂ ચાર યોગ
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ

🧘🏻‍♂ વિશેષતા – જીવન માં ક્યારેય રડ્યા નથી

🧘🏻‍♂ કોની રક્ષા કરી – દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

🧘🏻‍♂ પ્રસિદ્ધ તીર્થધામ – ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ

🧘🏻‍♂ મુખ્ય તહેવાર – જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતાજયંતિ , ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

🧘🏻‍♂ ધર્મ ગ્રંથ ને સાહિત્ય – શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો

🧘🏻‍♂ શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો – નટખટ બાળ કનિયો , માખણ ચોર કનૈયો , વિગેરે

🧘🏻‍♂ શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય – શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

🧘🏻‍♂ સખા સખી ભક્ત જન – સુદામા ,ઋષભ , કુંભનદાસ , વિશાલ અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, સ્ન્ધાયાવ્લે અને વિદુર

🧘🏻‍♂ શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ – સવારે – ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળ રાગ
બપોરે – બીલાવ્ત , તોડી , સારંગ, ધન શ્રી આશાવરી ,

🧘🏻‍♂ આરતી ની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

🧘🏻‍♂ પહેરવેશ – માથા પર મોર પીછ , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું

🧘🏻‍♂ કોનો કોનો વધ કર્યો ?- પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે

🧘🏻‍♂ શ્રેષ્ઠ મંત્ર – ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રી કૃષ્ણ: શરણંમમ

🧘🏻‍♂ જીવન માં ૮ અંક નું મહત્વ
દેવકી નું આઠમું સંતાન – શ્રીકૃષ્ણભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્વાન વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮સિદ્ધિ ના દાતા
શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણંમમ

🧘🏻‍♂ અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

🧘🏻‍♂ ૧૧ બોધ પરેમ
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ ,
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામો ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષનીય
રાજ નીતિ
કૂટ નીતિ
યોગ -સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા
અન્યાય નો પ્રતિકાર
દુષ્ટો નો સંહાર

🧘🏻‍♂ ૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવા ના ૧૧ કારણો
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
યાદવો ની વસ્તી ૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ નો
રાશી ૧૧મિ
અર્જુન ને વિરાટદર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય
મથુરા છોડ્યું ત્યરે ઉંમર ૧૧વર્ષ

🧘🏻‍♂ મૃત્યુના કારણો – ગાંધારી નો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલિકા વધ નું કારણ

🧘🏻‍♂ દેહ ત્યાગ નું સ્થળ – સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો જુનાગઢ , ગુજરાત હિરણ્ય નદી ના , કપિલા નદી સરસ્વતી નદી ના સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાળી નનો અવતાર પારધીના બાણ થી

🧘🏻‍♂ અવસાન ની વિગત
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨ શુક્રવાર બપોરના ૨ક્લાક્ ૭મિનિત્ ૩૦સેકન્ડ

Author:

Buy, sell, exchange old books