Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઘોડો અને મચ્છર


ઘોડો અને મચ્છર

 

ચોમાસું હતું. એક ઘોડો ચરોમાં ઘાસ ચરતો હતો. એક મચ્છર ઉડીને તેના પર બેઠો.

ઘોડા એ જોયું પણ નહી, તે મચ્છરને ગમ્યું નહી. “ઘોડા, મને જોયો ?” તે બોલ્યો, “હા, હવે ખબર પડી” ઘોડાએ કહ્યું.

મચ્છરે ઘોડાના શરીર પર આંખો ફેરવી. તેણે તેની પીઠ જોઈ, પૂછડી જોઈ અને પગની ખરીઓં જોઈ. તેણે તેનું ગળું અને બે કાન પણ જોયા. એક પછી એક- બધુંજ જોયું . બધું બરાબર જોઇને તેણે માથું હલાવ્યું.

“તું બહુ મોટો છે, મિત્ર, ખરુંને?”  તે બોલ્યો ” હા, તું કહે એવો નાનો તો નથી જ” માથું હલાવીને ઘોડાએ  કહ્યું.

“હું તો તારાથી બહુ નાનો છું”

“હા, તું નાનો તો ખરો”

“તું બળવાન હોઈશ, બરાબરને ?”

“હા, બળવાન, પૂરતો”

“માખી તને પહોચે નહિ, ખરું ને?”

“હા, ચોક્કસ, નહિ જ.”

“અને મધમાખી પણ નહિ ?”

“ના, મધમાખી પણ નહિ.”

“શું ભમરી પણ નહિ?”

“ના, ભમરી પણ નહિ.”

“શું માંકડ પણ નહિ?”

“ના, માંકડ પણ નહિ.”

મચ્છર રાજી થયો. ઘોડો છે તો તાકાતવાળો, પણ મારા જેવો તો નહિ જ.” હું તો બહુ બળવાન, એવું વિચારીને તેણે છાતી ફુલાવી.”

“ઘોડા, તું કદાચ મોટો અને તાકાત વાળો હોઈશ, પણ અમે મચ્છરો તો તારાથી પણ વધારે તાકાતવાળા છીએ. અમારે માત્ર તારા પર બેસવું પડે. એટલામાં તને પૂરો કરી નાખીએ. અમને ભલભલાને પછાડી નાખવાનું આવડે.

“જવાદે, તારાથી ન થાય”

“હા, અમે કરી શકીએ”

“ના”

“હા”

બંને વચ્ચે એક કલાક સુધી ચડસાચડસી થઇ. કોઈ એક બીજાને બોલતા બંધ કરી શક્યું નહિ.

“દલીલમાં પડવા જેવું નથી, ઘોડાએ કંટાળીને છેવટે કહ્યું. આપણા બેની વચ્ચે લડાઈ થઇ જાય. જોઈએ કોણ જીતે છે?”

“હા, ભલે થઇ જાય” મચ્છર માની ગયો.

 

તે ઘોડાની પીઠ પરથી ઊઠ્યો.

તેણે તીણા અવાજે બધા મચ્છરોને બૂમ પડીને બોલાવ્યા. “મિત્રો, ઉડીને અહી આવો, ભેગા થાવ. ઘેરી વળો.”

આપણને કલ્પનામાં ન આવે એટલા ઢગલાબંધ મચ્છરો ઊડીને ઘોડા પર બેઠા. કોઈ ઘાંસના મેદાનમાંથી આવ્યા, તો કોઈ ખાબોચિયાનાં પાણી પરથી આવ્યાં, તો કોઈ તળાવ કે નદીના પાણી પરથી આવ્યા. તો કોઈ ખૂણે ખાંચરેથી આવ્યાં. બધા ટોળા બંધ ઘોડાના શરીર પર ગોઠવાઈ ગયા. જરા પણ જગ્યા રહેવા દીધી નહિ. બધા પગ અને સૂંઢ ઘોડાના શરીરમાં ખુંપવીને બેઠા.

“બધા આવી ગયા ને?” ઘોડાએ પૂછ્યું

“હા, બધાજ” બડાઈખોર મચ્છર બોલ્યો.

“દરેકને પુરતી જગ્યા મળીને?”

“હા”

“તો બરાબર ચોંટી રહેજો. પકડ ઢીલી પડવા દેતા નહિ” ઘોડાએ કહ્યું.

ઘોડાએ પોતાનું શરીર ઉછાળીને ફેક્યું. તેની ખરીયો હવામાં અટવાઈ.

તે એક પડખેથી બીજે પડખે આળોટવા લાગ્યો અને એક મિનીટ પૂરી થઇ તે પહેલા બધાજ મચ્છરોને ચગદી નાખ્યા. મચ્છરોની ફોજમાંથી માત્ર એક મચ્છર બચ્યો હતો. જો કે તેની પાંખો અને પગ તો ખોખરા થઇ ગયા હતા. તે માંડ માંડ ઊડી શકે એમ હતું.

બડાઈખોર મચ્છર બદમાશ હતો. તે ગુંડો દાદો હતો. તે નબળાઓને ચડાવીને કે બીવડાવીને લડાવતો. તે પોતે દૂર ભાગીને મજા લૂટતો.

હવે પેલો ખોખરો થઈને માંડ માંડ બચેલો મચ્છર ઊડીને મચ્છર દાદા પાસે ગયો અને ફોજનો ઉપરી હોય તેમ બડાઈ મારવા લાગ્યો.

“ઘોડો મરી ગયો. તેને બેસતાની સાથે જ અમે નીચે પાડી દીધો. તે કવું આળોટ્યો! આપણી ફોજમાં ચારેક સૈનિકો વધારે હોત તો તેની ખરીઓં પકડીને, તેને આકાશમાં લટકાવ્યો હોત!”

“વાહ – વાહ, બહુ સરસ” ગુંડો મચ્છરદાદો બોલીને, ઉડયો. તેને માંકડને અને કીડીઓને આ ખબર આપવાની હતી. મચ્છરે ઘોડાને પછાડી દીધો. આખી દુનિયામાં મચ્છર જેવો કોઈ બળીયો નહિ.

જીતેન્દ્ર દેસાઈ

Author:

Buy, sell, exchange old books