કાગડો અને કોયલ
ઘણાં વરસ પહેલાંની વાત છે. એક કાગડો અને એક હતી કોયલ. બંનેનો રંગ સરખો હતો. બંનેનો રંગ સરખો હતો. ફેર માત્ર એટલો કે કાગડો ભરાવદાર હતો અને કોયલ નાજુક હતી. કાગડાને કોયલ બહુ ગમતી હતી. તે તેને પરણવા માંગતો હતો. કોયલને પણ કાગડો બહુ ગમતો હતો. આથી તેણે તેને પોતાના માળામાં બોલાવ્યો અને મનગમતું ખાવા – પીવાનું આપીને કાગડાને રાજી કર્યો.
“તું બહુ નાજુક કેમ છે ?” કાગડાએ પૂછ્યું.
“હજી હું પૂરી યુવાન થઇ નથી” કોયલે જવાબ આપ્યો.
“ના. તું યુવાન તો નથી જ” એવું બોલીને કાગડો ખુશ થયો. તો તું હજી પણ વધવાની ને? ખરુંને? ”
“હા . . .હા, જરૂર!” કોયલ બોલી, “તેનાથી જુદું તો થાય કેવી રીતે?”
બંનેએ ખુબ ખાધું – પીધું અને લહેર કરી, તેથી કોયલને મોઢું ઉઘાડવાના પણ હોશકોશ રહ્યા નહિ. તે ખુબ કંટાળી ગઈ.
“મને મજા પડે એવું કહેને” તેણે કાગડાને કહ્યું, “તું કહીશ નહિ તો હું ઊંઘી જઈશ.”
“તને ગમે એવું હું ઘણું જાણું છું”
કાગડો બોલ્યો. આ જંગલની પાછળ એક નાનું ગામડું છે. એક વાર મારા કાકા ત્યાં ઊડીને ગયેલા. તેમણે ત્યાં એક વાંસનું રડું જોયેલું. તે ખૂબ ઊંચું હતું. ગોકળગાય પેટ ઘસડતી ઘસડતી તેના પર ચઢી ગઈ. તે વાસના ટોચે પહોંચીને વાદળમાં સંતાઈ ગઈ. સૂરજદાદાનો તડકો તેને આડકી શક્યો નહિ.
“એમાં ખાસ દમ નથી” કોયલ બોલી.
એક વરસ પહેલાં મેં એવો ઊંચો વાંસ જોયેલો કે કામાંચીડિયું તેને વળગીને સરકતું સરકતું આકાશમાં પહોચી ગયેલું અને સૂરજદાદાની ભઠીથી તેણે હોકલી સળગાવેલી.
કાગડાએ માથું ખંજવાળ્યું. તેણે કંઈક મજા પડે એવું કહેવા મગજ પીખ્યું.
“મને કંઈક યાદ આવ્યું” તે બોલ્યો.
“ત્રણેક વરસ પહેલાં જંગલની પાછળ એ જ ગામમાં ભારે પવન ફુંકાયો હતો કે લોકોને ચાર પગે ગોકળગાય ની જેમ ધીમે ધીમે ચાલવું પડેલું. બે હાથનાં તેઓએ બે પગ બનાવી દીધેલાં. છ મહિના વીતી ગયા પછી તેઓ પહેલાંની જેમ ચાલતા થયેલા.”
“અહો, એમાં કઈ ખાસ નથી.” કોયલ બોલી.
“પાંચ વરસ પહેલાં તો પવન એનાથી પણ તાકાતવાળો હતો. અરે, તેનાથી પવનચક્કીઓ જાતેજ ગોળ ગોળ ફરવા લાગી હતી. તેની ફરવાની ઝડપમાં પાંખીયા પણ દેખાતા નહતા.”
કાગડાએ ફરીવાર માથું ઘસ્યું. તેણે ઊંડું વિચાર્યું. તે ગમે એવું અને રસ પડે તેવું કહેવા ઈચ્છતો હતો.
“મને હમણાંજ યાદ આવ્યું” તે બોલ્યો, “દસ વરસ પહેલાં આ જંગલ એટલું ઝનૂની બન્યું હતું કે બધા વાંસના શડા મૂળથી ટોચ સુધી ઉખડીને, જમીન પર લાંબા થઈને સૂઈ ગયા હતા.
“આમાં કઈ ચમક – દમક નથી” કોયલ બોલી.
તેણે છાતી ફુલાવીને કહ્યું, “બાર વરસ પહેલાં મારા ત્રીજા વેતરના બચ્ચાને પંખો ફૂટેલી. હું તેમણે આવજો કહેતી હતી તે વેળાએ જંગલ ખૂબ ઝનૂની બનેલું. સ્ત્રીઓના હાથ થીજી ગયેલા અને તેમણે ગુદેલા લોટ – કણક – પર બરફ જામી ગયેલો.
અરે, સગડી પર મુકેલું પાણી ભરેલું વાસણ એક તરફ ઉકળતું હતું અને બીજી તરફ બરફ થઇ જતો હતો.”
“જૂના વખતમાં તો ગમે તેમ બની શકતું હતું!” કાગડાએ નિસાસો નાખી વાત ટૂંકાવી. ફરીવાર મળવાનું કહીને, તે માળો છોડી ઉડી ગયો.
કોયલના કહ્યાં મુજબનો ઊંચો વાંસ હતો કે નહિ, તેની કાગડાને ખબર નહતી. જંગલ ઝનૂની થયું હતું તે પણ તેની જણમાં ના હતું. પણ તેણે પરણવાની ઇચ્ચાવાળી કન્યા કોયલબાઈ તેનાથી જરૂર ઘરડી હતી એ વાત તેના ખ્યાલમાં આવી ગઈ.
https://balvarta.wordpress.com/2012/02/08/13/