Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સમળી મા

ગિજુભાઈ બધેકા

 

એક હતો વાણિયો. એને હાથે એક ગૂમડું થયું.

વાણિયો રોજ વૈદ પાસે જાય અને દવા કરે પણ કેમે કરીને ગૂમડું ફૂટે નહિ.

એક વર વાણિયો વૈદ પાસે જતો હતો ત્યાં રસ્તામાં એને એક સમળી મળી.

સમળી કહે : ‘વાણિયાભાઈ, વાણિયાભાઈ ! આ તમારે હાથે શું થયું છે ?’

વાણિયો કહે : ‘જુઓને બહેન ! આ કેટલાય દિવસથી ગૂમડું થયું છે. ફાટતુંયે નથી ને ફૂટતુંયે નથી. કોણ જાણે કેવીય જાતનું છે.’

સમળી કહે : ‘અરે, એમાં તે શું છે ? ગૂમડું હું ફોડી આપું; પણ એમાંથી જે નીકળે ઈ મારું.’

વાણિયો મનમાં વિચાર કરવા લાગ્યો કે ગૂમડાંમાંથી તે વળી શું નીકળવાનું હતું ! પાક નીકળશે અને પરુ નીકળશે, એમાં સમળી કાંઈ કાટી ખાશે નહિ. એમ ધારીને એણે કહ્યું : ‘ઠીક, જે નીકળે તે તમારું. એક વાર મારું દુઃખ મટાડો !’

સમળીએ ચાંચ મારી ઝટ દઈને ગૂમડું ફોડી નાખ્યું. ત્યાં તો એમાંથી એક દીકરી નીકળી. રૂપાળી રંભા જેવી.

દીકરી આપતાં વાણિયાનો જીવ ન ચાલ્યો. પણ કરે શું ? સમળી સાથે વચને બંધાયો હતો.

છેવટે કોચવાતા મને વાનિયાએ સમળિને દીકરી આપી.

સમળી તો દીકરીને એના માળામાં લઈ ગઈ. મોટા બધા માળામાં સમળીએ એને રાખી.સમળીએ એનું નામ રંભા પાડ્યું.

સમળી તો રંભાને કાંઈ રાખે ! રોજ નીતનવાં ખાવાનાં લઈ આવે, પહેરવા ઓઢવાનાં ને લૂગડાં-ઘરેણાં લઈ આવે, ને રાજી રાજી રાખે. રંભાને કોઈ વાતની મણા નહિ.

એક વાર રંભા કહે : ‘મા ! મને ચંદનહાર પહેરવાની હોંશ થઈ છે.’

સમળી કહે : ‘ઠીક દીકરી ! તો કાલે ચંદનહાર લઈ આવું. પણ વખતે લાવતા લાવતા બે દિ’ મોડુંય થઈ જાય. ચંદનહાર તો કોક રાજાને ઘેર કે મોટા નગરશેઠને ત્યાં હોય. મોડી આવું તો મૂંઝાઈશ નહિ.’

સમળી તો ચંદનહાર લેવા ઊડી. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, પણ ક્યાંય ચંદનહાર હાથ ન આવે. ચંદનહાર ક્યાંકથી મળે ત્યારે સમળી પાછી આવે ને ?

રંભા તો માળામાં બેઠી બેઠી સમળી માની રાહ જુએ છે. આજ આવશે, કાલ આવશે, એમ કરતી વાટ જોતી બેઠી છે. ત્યાં તો એક રાજાનો કુંવર શિકારે નીકળેલો તે માળા પાસે આવ્યો. રંભાને જોઈને એ તો ખુશખુશ થઈ ગયો. રંભાને તો એ પોતાને મહેલ લઈ ગયો.

ચોથો દિવસ થયો ત્યાં તો સમળી ચંદનહાર લઈને આવી.

પણ માળામાં રંભા તો ન મળે !

સમળી કહે : ‘રંભા ક્યાં ગઈ હશે ?’

ઘણા સાદ પાડ્યા પણ રંભા આવી નહિ. સમળી તો રોવા માંડી. ખૂબ ખૂબ રોઈ, ધ્રુસકે ધ્રુસકે રોઈ પણ રંભા ક્યાંથી આવે ? એ તો રાજાના કુંવર સાથે મહેલમાં રમતી’તી, ખાતી’તી ને મજા કરતી’તી.

સમળી તો રોઈ રોઈને થાકી. પછી કહે ‘ચાલ, ક્યાંક ગોતું !’

સમળી તો ઊડી.

દરેક ઘરને છાપરે જઈને બેસે ને બોલે : ‘મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું< ? કોણે દીધા વનવાસ ?

સમળી ગામોગામ ફરે અને છાપરે છાપરે બેસીને બોલે. એમ કરતાં કરતાં જે ગામમાં રંભા હતી તે ગામમાં સમળી આવી અને રાજાના મહેલની જ ઉપર બેસીને બોલી : ‘મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

હીંડોળા ઉપર બેસીને રંભા ખટક ખટક હીંચકતી હતી. એને કાને સમળીનો અવાજ આવ્યો.

રંભા કહે : ‘સાંભળો તો ખરાં, એલા, કોણ બોલે છે ?’

ત્યાં તો સમળી ફરી બોલી : ‘મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

રંભા કહે : ‘અરે, આ તો મારી બા જ બોલે છે !’

દાસીઓ કહે : ‘ના રે, બા ! એ તો છાપરે બેઠેલી સમળી છે.’

રંભા કહે : ‘ખરેખર, એ મારી બા જ છે. એને અહીં લાવો.’

પછી માણસોએ છાપરે ચડીને સમળીને પકડીને મહેલમાં આણી.

દીકરીને જોઈને સમળી તો રાજી રાજી થઈ ગઈ. મા-દીકરી ભેટી પડ્યાં. પછી રંભાએ સમળીને માટે સોનાનું પાંજરું કરાવ્યું ને એમાં એને રાખી.

મા-દીકરી રોજ સુખ દુઃખની વાતો કરે છે, ને ખાય – પીએ ને મજા કરે છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક હતો વાણિયો.  એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી.


એક હતો વાણિયો.

એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’

વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો, મેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક હાથમાં તેલભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો.

બાજુના ગામમાં તેલ વેચી, રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં ચાર ચોર મળ્યા. વાણિયાને એકલો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહિ આવે. એક ચોરે પૂ્છ્યું : ‘કેમ, શેઠ અત્યારે એકલા ક્યાં જાઓ છો ?’

વાણિયો તો ચાર ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો ચાર છે એટલે જો કંઈક યુક્તિ નહિ કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો. પણ એનામાં હિમ્મત જબરી હતી. સાવ બેફિકર થઈને તેણે ડીંગ હાંકી : ‘હું એકલો ક્યાં છું. અમે તો બાર જણા સાથે નીકળ્યા છીએ.’

ચોરોને થયું કે ઓહો, આ લોકો બાર જણા હોય તો આપણી કારી નહિ ફાવે. તો ય એક ચોરે પૂછ્યું : ‘અલ્યા, બાર જણ તે કોણ છે ?‘

વાણિયો કહે :
કેડ, કંદોરો ને કાછડી, અમે ત્રણ જણા;
તેલ, પળી ને તાંબડી અમે છ જણા;
ડાંગ, ડોસો ને લાકડી, અમે નવ જણા;
શેઠ, વાણિયો ને હાટડી અમે બાર જણા.’

ચોરોને તો કંઈ સમજાયું જ નહિ કે વાણિયો શું કહે છે. તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણાં બધાં જણા છે એટલે તેને લૂંટવા જતાં આપણે જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા. અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘરભેગો થઈ ગયો.

http://lakhamachiprimaryschool2.weebly.com/-270927592721-270926902726276327362763-27282759-27092750271527212752.html

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક હતો વાણિયો. એ શ્રીમંત હતો,


એક હતો વાણિયો. એ શ્રીમંત હતો, પણ કંજૂસ હતો. બીજાને ઘેર સત્યનારાયણની કથા વંચાય ત્યારે એ ત્યાં હાજર થાય, પણ ક્યારે ? પ્રસાદ વહેંચવાનો હોય ત્યારે ! આરતીમાં એ પૈસો મૂકે નહિ, પણ પ્રસાદ લેવાનું ચૂકે નહિ. કહે કે આરતીમાં પૈસો નહિ મૂકવાથી હું ગુનેગાર થતો નથી, પણ જો પ્રસાદ ન લઉં તો ભગવાનનો ગુનેગાર થાઉં છું. કથામાં મહત્વની ચીજ કથા નથી, પણ પ્રસાદ છે.’ કોઈકે પૂછ્યું કે તમને કથા પર આટલો ભાવ છે તો તમે તમારે ઘેર કદી કથા કેમ વંચાવતા નથી ? ત્યારે એ કહે કે, ‘ભાઈ, એવાં મારાં ભાયગ ક્યાંથી ? પેલા સાધુ વાણિયાનાં સાતે વહાણ મધદરિયે હતાં, તેમ મારાંયે સાતે વહાણ હજી ભરદરિયે છે.’

આમ જ્યારે ત્યારે એ સાધુ વાણિયાનું દષ્ટાંત આપતો, એટલે લોકો એને જ સાધુ વાણિયો કહેતા. આ સાધુ વાણિયાના ઘરની બરાબર સામે એક પાનનો ગલ્લો હતો. એકવાર કેટલાક માણસો એ ગલ્લા આગળ ઊભા ઊભા વાતો કરતા હતા. અચાનક સાધુ વાણિયાની વાત નીકળી. એક જણ કહે : ‘જો કોઈ આ સાધુ વાણિયાને ઘેર જઈ ચા પી આવે તો હું એને દસ રૂપિયા આપું !’ બાજુમાં એક ગામડિયો ઊભો હતો, તેણે આ સાંભળીને કહ્યું : ‘અને કોઈ રીતસર એનો મહેમાન બની એને ઘેર જમી આવે તો ?’
આ સાંભળી પાનવાળો બોલી ઊઠ્યો : ‘તો હું એને રોકડા સો રૂપિયા આપું ! છે તારામાં હિંમત ? હોય તો બોલ ! પણ સાથે એટલી શરત કે જો તું હારે તો તારે મને સો રૂપિયા આપવાના !’
ગામડિયાએ કહ્યું : ‘વાત ન્યાયની છે, મને એ કબૂલ છે.’ પાનવાળો અને બે સાક્ષીઓ ગલ્લા પર બેઠા ને પેલો ગામડિયો સાધુ વાણિયાના ઘર ભણી ચાલ્યો.

સાધુ વાણિયો ઘરની પડસાળમાં હીંચકા પર બેઠેલો હતો. ગામડિયાએ કહ્યું : ‘શેઠ, આપ તો બાર બંદરના વેપારી; હીરાની આપને જેવી પરખ તેવી બીજા કોઈને નહિ, એટલે હું આપની સલાહ લેવા આવ્યો છું કે મરઘીના ઈંડા જેવડા હીરાના કેટલા રૂપિયા ઊપજે ? તમે વેચી આપશો ?’
‘મરઘીના ઈંડાં જેવડો હીરો !’ સાંભળી સાધુ વાણિયો ચમક્યો. કહે : ‘અહોહો ! ઝવેરભાઈ કે ! ઘણે દિવસે પધાર્યા ! આપણો તો ત્રણ પેઢીનો ઘરોબો !’ આમ કહી વાણિયાએ ગામડિયાનો હાથ પકડી એને પોતાની જોડે હીંચકા પર બેસાડ્યો ને પત્નીને હુકમ કર્યો : ‘મહેમાન માટે ઝટઝટ ચા લાવો !’
ચા પીતાં પીતાં ગામડિયાએ પાનના ગલ્લા સામે જોઈ મૂછમાં હસી લીધું. તેણે વાણિયાને કહ્યું : ‘હેં શેઠ, મરઘીના ઈંડાં જેવડા હીરાના કેટલા પૈસા આવે ? હજાર ? બે હજાર ?’
વાણિયાને થયું કે સાવ ગમાર માણસ છે, એની પાસેથી હીરો મફતના ભાવે પડાવી લઈ લાખો કમાઈ લઉં ! આ હોંશમાં ને હોંશમાં એણે શેઠાણીને હુકમ કર્યો : ‘શેઠાણી, ઝવેરભાઈને લાપશી જમાડો આજે ! ઘણે દહાડે આવ્યા છે.’
ગામડિયાએ કહ્યું : ‘સીધો જ તમારે ઘેર આવ્યો છું, શેઠ ! આપણો ત્રણ પેઢીનો સંબંધ– તે એમ કરો ને !કોળા બટાકાનાં ભજિયાં થાય તો થવા દેજો !’
વાણિયાએ કહ્યું : ‘થાય તો – શા માટે ? થશે જ ! લાપશી સાથે ભજિયાં ઠીક રહેશે.’

સમયસર રસોઈ થઈ ગઈ. સાધુ વાણિયો કહે : ‘ઝવેરભાઈ, જમવા પધારો !’ સાધુ વાણિયાએ ખૂબ તાણ કરીને મહેમાનને જમાડ્યા. જમ્યા બાદ મુખવાસ મોં માં નાખી મહેમાન કહે :
‘શેઠ, હવે હું જાઉં ! પેલા પાનના ગલ્લા પર જરી પાન ખાતો જઈશ.’
વાણિયાએ કહ્યું : ‘ઉતાવળ શી છે ? સોદો પતાવીને જજોને !’
ગામડિયાએ કહ્યું : ‘શાનો સોદો ?’
વાણિયાએ કહ્યું : ‘પેલા હીરાનો – મરઘીના ઈંડાં જેવડા હીરાનો !’
એકદમ જોરથી હસીને મહેમાને કહ્યું : ‘ઓહ, એની વાત કરો છો ! તે શેઠ, વાત એમ છે કે મારી ઘરવાળી સાથે મારે શરત થઈ છે કે મરઘીના ઈંડા જેવડો હીરો મને જડે તો મારે એનાં પિયરિયાંને જમાડવાં અને જો એને જડે તો એણે મારાં સગાંને જમાડવાં ! એટલે હું તમને પૂછવા આવ્યો હતો કે એક હીરામાંથી આટલાં બધાં માણસો જમી રહે ખરાં ?’
વાણિયાએ ચિડાઈને કહ્યું : ‘પણ હીરો ક્યાં છે ?’
મહેમાને કહ્યું : ‘કમબખ્ત હીરો હજી મને કે મારી ઘરવાળીને જડ્યો નથી !’

હવે વાણિયો સમજ્યો કે આ ગામડિયો મને બનાવી ગયો ને મફતમાં મારે ઘેર મિષ્ટાન્ન જમી ગયો. તે ગુસ્સે થઈ બોલ્યો : ‘બદમાશ ! તું આવી રીતે લોકોને ઠગે છે ! ચાલ કચેરીમાં !’ વાણિયો મહેમાનને રાજાની કચેરીમાં ખેંચી ગયો. કચેરીમાં ગામડિયાએ બનેલી હકીકત વર્ણવી કહ્યું : ‘હીરાના લોભે સાધુ વાણિયાએ મારું નામ ઝવેરભાઈ પાડ્યું, ને ત્રણ પેઢીનો અમારો સંબંધ બતાવ્યો. બાકી મારી સાત પેઢીમાં કોઈનું નામ ઝવેરભાઈ નથી અને સાધુ વાણિયાને મેં આજે પહેલી જ વાર જોયો ! મારી પાસે હીરો છે એવું મેં એને કહ્યું જ નથી. મેં તો માત્ર એટલું જ પૂછેલું કે મરઘીના ઈંડાં જેવડા હીરાનું શું ઊપજે ? આવું પૂછવું એ ગુનો ગણાતો હોય તો એની સજા ભોગવવા હું તૈયાર છું.’ આ સાંભળી આખી સભા હસી પડી. રાજાએ કહ્યું : ‘આમાં તો ખોટી ફરિયાદ કરવા માટે સાધુ વાણિયો ગુનેગાર ઠરે છે.’
સાધુ વાણિયો કરગરી પડ્યો. રાજાએ એને દયા કરી જતો કર્યો. સાધુ વાણિયો ગામમાં ફજેત ફજેત થઈ ગયો. શરત પ્રમાણે પાનના ગલ્લાવાળા પાસેથી સો રૂપિયા લઈ ગામડિયો મોંએ સીટી વગાડતો પોતાને ગામ જવા ચાલી નીકળ્યો..

Posted in कविता - Kavita - કવિતા

“જીંદગી એક નાનું રિચાર્જ માંગે છે,
સસ્તા થયા હવે કોલ દર,
તોય લોકો એસએમએસના ધામા નાખે છે,
કરે છે મિસ-કોલ આજે પણ,
તોય બે સિમકાર્ડના મોબાઇલ રાખે છે,
લોભામણી સ્કીમોને પામવા પૈસાનું જોર રાખે છે,
આમ છતાં એક પ્રોવાઇડર સાચવવા નાનો વિચાર રાખે છે,
હાથ ભલેને હોય ડ્રાઇવ કરતાં
તોય વાત કરવા કાન સાથે ખભાનું મિલન રાખે છે,
પૉર્ટબિલિટિના આ યુગમાં એજ નંબર સાથે કંપની બદલાય છે,
તોય માનવીના જીવન સાથે મોત બદલાતું નથી….
………..કારણ
જીંદગી એક નાનું રિચાર્જ માંગે છે….”

Prahlad More

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“એક રાજા કુશળ પ્રશાશક હતો . પ્રજાના સુખ દુખ જાણવા તે ઘણી વાર વેશ પલટો કરીને
તેમની વચ્ચે ફરતો હતો . એક દિવસ જયારે તે નગર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે કેટલાક
ઘોડેસ્વારોને પોતાની તરફ આવતા જોયા, રાજા તુરત સમજી ગયા કે તેઓ લુંટારૂ છે અને
તે લુંટવા માટેજ આવેછે . રાજા સાહસિક હતો તે તેમનાથી ડર્યા વગર તેમનો સામનો કરવા
તૈયાર થઇ ગયો . તે સમયે રાજાના ઘોડાનો પગ અચાનક એક ખાડામાં ફસાઈ ગયો . આથી
ઘોડો હાલી ચાલી શકે તેમ ન હતો , બીજી બાજુ લુટારુ તેમના તરફ આવી રહ્યા, તે સમયે જ
કેટલાક નવયુવાનો ત્યાં આવ્યા, તેઓ પરિસ્થિતિ સમજી ગયા અને લુટારુનો સામનો કરીને
ભગાડી મુક્યા, પછી રાજાએ પોતાની સાચી ઓળખ આપી અને દરેક યુવાન ને પોતાની
ઈચ્છિત વસ્તુ માંગવાનું કહ્યું, એક યુવાને ધન માગ્યું,બીજાએ મકાન માગ્યું,ત્રીજે દરબારમાં
સ્થાન માગ્યું, ચોથે ખેતર માગ્યું,પાંચમાએ પોતાન ગામ સુધી પાકો રસ્તો બનવાની માંગણી
કરી,અને છઠ્ઠાએ કહ્યું કે હે રાજા દર વરસે મારે ત્યાં બે વખત મહેમાન બનીને આવો, રાજાએ
પાંચેય ની ઈચ્છા પૂરી કરી અને છઠ્ઠાના ઘરે ગયા ત્યારે તેમને જર્જરિત મકાનમાં રહેવું પડ્યું,
જમીન પર ઊંઘવું પડ્યું , ત્યાર બાદ રાજાએ તેને એક આલીશાન મકાન બનાવી આપ્યું,
અને જયારે પણ રાજા આવતા ત્યારે કઈંક ને કઈંક ભેટ લેતા આવતા, પોતાની બુધ્ધિનો
ઉપયોગ કરીને રાજા નો આતિથ્ય સત્કાર કરીને પોતાનું જીવન કાયમ માટે સરસ બનાવી
લીધું . કહેવાનો ધ્યેય એ છે કે યોગ્ય લાભ મેળવવા માટે મળેલ યોગ્ય તકનો બુધ્ધિપૂર્વક
ઉપયોગ કરે તેનેજ યોગ્ય લાભ મળે છે ……..”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“એક ઉંદર બિલાડીથી ખુબજ ડરતો હતો, તે હમેશા ભય અને ચિંતામાં ડૂબેલો રહેતો હતો .
તેને ઊંઘ આવતી ના હતી ઊંઘમાં પણ તે બિલાડીનાજ સપના જોતો હતો અને થર થર
કાપતો હતો . તેને હમેશ એવો આભાસ થતો હતો કે બિલાડી તેને પકડવા પાછળ દોડે છે .
ભય પામેલો ઉંદર એક ઋષી પાસે જાય છે .અને કહે છે કે મારું રક્ષણ કરો . આથી ઋષિને
તેના પર દયા આવી ગઈ અને મંત્ર અને જાપ કરીને બોલ્યા કે જા તું બિલાડી થઇ જા .
આથી ઉંદર બિલાડી થઇ ગયો . પરંતુ તોય બિલાડી ની અંદર રહેલો ઉંદર કુતરા થી ડરવા
લાગ્યો . ભય તો એજ રહ્યો ફક્ત વિષય જ બદલી ગયો .ફરી બિલાડી ઋષિ પાસે જાય છે
અને કહે છે કે કુતરાથી મારું રક્ષણ કરો . ફરી ઋષિ ને દયા આવી અને મંત્ર જાપ થી બિલાડીને
કુતરો બનાવી દીધો . હવે તે કુતરો હતો છતાં એનો એજ ડર , હજુ પણ એજ સંતાપ એજ
ધ્રુજવું,એજ ભયના સપના હવે તે કુતરો બની અહી તહી દોડ દોડ કરે, પાછું ઋષિ ને કહ્યું
“” મારું રક્ષણ કરો “” આમ ઋષિજી એ તેને કુતારામાંથી વાઘ બનાવી દીધો . તો હવે એને
શિકારીની બીક લાગવા માંડી, ત્યારે તેને ઋષીએ ઉંદર ને કહ્યું કે હું મારી શક્તિથી તારું શરીરજ
બદલી શકું છું તને હું બદલી શકતો નથી .તારું દિલ ઉંદરનું છે તેમાં હું શું કરી શકું ?માટે તું
ફરીવાર ઉંદર બની જા એમ કહી ને ઋષિ એ તેને ફરી વાઘ માંથી ઉંદર બનાવી દીધો .
કહેવાનો અર્થ એ છે કે તમે બાહય ગમે તેટલું બદલાતા રહો . અંદરનું તો એજ રહેશે .
બાહય રૂપરંગ બદલી જાય છે પરંતુ અંતરમ બદલાતું નથી લોકો બાહ્યાચાર માં ફસતા જાય
છે,પરંતુ જ્યાં સુધી અંતર નથી બદલાતું ત્યાં સુધી કડી પરિપૂર્ણ નથી થઇ શકાતું …..”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“બંગાળી બાબા ના નામથી એક સાધુ ખુબજ જાણીતા થઇ ગયા, એક વખત બાબા પોતાના ભક્તો
સાથે ટ્રેનમાંમુસાફરી કરતા હતા, અનેક લોકો તેને રેલ્વે સ્તાશને મુકવા આવ્યા હતા,ત્યાં શરુવાતમાં
જ એક નવા ટીકીટ ચેકર ટીકીટ ચેક કરવા માટે માંગી, બાબાનો ગુસ્સો આસમાને પહોચી ગયો
અને બોલ્યાકે સાલા હમારે પાસ ટીકીટ મંગતે હો ? શર્મ નહિ આતી ? .પ્લેટફોર્મ પર સારી ભીડ હમારે
લોગો કી હૈ, એ સારે અધિકારી ગણ, એ સરકાર, એ સબ હમારે લોગ હૈ, એ સબ હમારે આદેશ સે
ચાલતા હૈ ઔર તુમ હમાંરે પાસ ટીકીટ માંગતે હો ?,નવા ટીટી એ કહ્યું આ બધુતો બરાબર છે બાબા
પરંતુ ટીકીટ લગાર તો નહિ ચાલે, અને ટીકીટ વગર મુસાફરી કરાવી એ પણ એક ગુનો છે,બાબા
વધારે ગુસ્સે થયા અને બોલ્યા “” હવે હું જોઉં છું કે આ તારી ટ્રેન કેવી રીતે ઉપાડે છે? બાબા ગુસ્સાભેર
ડબ્બામાંથી પોતાના ભક્તો સથે ઉતારી ગયા અને પ્લેટફોર્મ પર પલોઠી વાળી ને બેસી ગયા, બાકી
બધા ટ્રેન માં ચડી ગયા ટીટી એ વ્હિસલ વગાડી ગાર્ડે લીલી જંડી બતાવી પરંતુ આશ્ચર્યઈ વચ્ચે
ગાડી કેમેય કરીને ઉપડે નહિ, લાખ પ્રયત્નો કર્યા પણ એન્જીન ચાલુજ ના થાય, જાણે ગાડી બાબાના
શ્રાપ થી ચોટી ના ગઈ હોય,
ડ્રાયવર,ગાર્ડ અને અધિકારીઓ એન્જીન પાસે દોડી આવ્યા, સૌએ પ્રયત્નો કરી જોયા પરંતુ
એન્જીન ચાલુજ ના થયું,બધા લોકોને મોડું થતું હતું અંતે સૌએ માની લીધું કે ટીટી એ બાબાનું
અપમાન કર્યું છે તેનું આ ફળ છે, બધાએ ભેગા મળી નવા ટીટી ને સમજાવ્યો કે તું બાબાની માફી
માંગી લે તોજ ટ્રેન ઉપડશે અને સૌ સમયસર પોતાના સ્થળે પહોચશે, આખરે બધાને સામે ટીટી
હિંમત હારી ગયો અને બાબા પાસે જઈને માફી માગીને ચરણો માં પડી ગયો અને પોતાની ભૂલ ની
માફી આપી ટ્રેન ચાલુ કરવા વિનતી કરી, બાબાએ એક નારીયેલ મંગાવ્યું અને નવા ટીટીના હાથે
અન્જીનની આગળ પૈડાંમાં વધેરવાનું કહ્યું અને તેમ કરી બધાને પ્રસાદ વહેચવા કહ્યું, ટીટી એ તેમ
કરીને બધાને પ્રસાદ આપ્યો અને બાબાની જયજયકાર બોલાવી,અને બાબાને માનભેર ડબ્બામાં
બેસાડ્યા,સૌ ગાડીમાં બેસી ગયા, ડ્રાઈવરે ફરી વ્હીસલ વગાડી, ગાર્ડે લીલી જંડી બતાવી અને
આશ્ચર્ય, ગાડી ચાલુ થઇ ગઈ,
પરંતુ જયારે બાબા મૃત્યુ પથારીએ હતા ત્યારે તેમણે આખરી સત્ય ખુલ્લું કરતા ગયા કે
પોતે પોતાની પ્રખ્યાતી માટે આ નાટક કર્યું હતું રેલ્વેના ડ્રાઈવર અને ટીટી મારા પરમ ભક્ત હતા
તેમને મેજ ફોડી લીધા હતા અને આવું નાટક કરવાનું કહ્યું હતું અને એમણે એજ પ્રમાણે કર્યું, બદલામાં
મને ખુબજ પ્રખ્યાતી,માન સન્માન અને ખુબજ પૈસો મળેલ, દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે,
આ જુઠાણા નો બોજ સાથે લઈને હું મારવા નથી માંગતો, હવે હું હળવો થઈને મરીશ …..”

Prahlad More

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

” એક ભિખારી એક રસ્તાની બાજુ બેસીને પચ્ચીસ વર્ષથી ભીખ માંગતો હતો, હાથ ફેલાવીને
એક એક પૈસો માંગીને જીવનભર એવી કામના કરતો રહ્યો કે એક દિવસ હું સમ્રાટ બની જઈશ,
કોણ ભિખારી એવો એવો છે કે જે સમ્રાટ થઈ જવાની વાસના ન રાખતો હોય,?
પરંતુ હાથ ફેલાવીને એક એક પૈસો માંગીને ક્યારેય કોઈ ધનપતિ બન્યો છે ?,માંગવાની
આદત જેટલી વધે એટલોજ તે મોટો ભિખારી બની જાય,પચ્ચીસ વર્ષ પહેલા તે નાનો ભિખારી
હતો હવે પચ્ચીસ વર્ષ બાદ પુરા નગરનો તે પ્રસિધ્ધ ભિખારી બની ગયો, પરંતુ તે સમ્રાટ ના
બની શક્યો અને સમયના અંતે તેનું મૃત્યુ થયું અને તે મરી ગયો .
પ્રસિધ્ધી ના કારણે ગામના લોકોએ તેની લાશને ઉપાડીને સ્મશાનમાં સળગાવી દીધી,પછી
ગામ લોકોને થયું કે પચ્ચીસ વર્ષથી એકજ જગ્યા પર બેસીને ભીખ માંગતો હતો તેથી તે જગ્યા
પણ ગંદી થઇ ગઈ છે, તે જગ્યાએ ગંદા કપડા, ગંદા વાસણ, જે કઈ ગંદુ ત્યાં પડેલું હતું એ બધું
ફેકી દીધું, અને તેટલી જમીન પણ ગંદી હોઈ તેને પણ બરાબર કરવા સૌ સંમત થયા .
તેટલી જગ્યાની માટી ખોદીતો ગામ આખું ચકિત થઇ ગયું, તે ભિખારી જે જગ્યા પર બેસીને
ભીખ માંગતો હતો એ જગ્યા નીચે તો મોટો ખજાનો દાટ્યો હતો, મોટા મોટા હાંડા માં બહુમુલ્ય હીરા
જવેરાતના સોનાના દાગીના દાટ્યા હતા, કેવો પાગલ હતો એ ભિખારી કે જે જગ્યા પર બેસી
વર્ષો સુધી ભીખ માંગી ને સમ્રાટ થવાના સપના જોતો હતો તેની નીચેજ હીરા જવેરાતના હાંડા
દાટ્યા હતા, કહેવાનો મતલબ એ છે કે જેના નસીબમાં જે હોઈ તેજ અને એટલુજ મળે છે, ખરી
વાત એ છે કે આપણા માં છુપેલો ખજાનો શોધવો જોઈએ ભગવાને આપણને બહુમૂલ્ય સંસ્કાર
રૂપી ખજાનો આપ્યો છે જેને આપણે આપણા માંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ
માનવી આ ખજાનો બીજા પાસેથી મેળવવાની કોશિશ કરે છે ……

prahlad More

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક સુફી ફકીરની એક ગરીબ માણસે ખુબજ સેવા કરી, આથી ફકીરબાબા ખુબજ ખુશ
થઇ ગયા, જવાના સમયે ફકીરે પોતાનો કીમતી ગધેડો કે જેની ઉપર પોતે સવારી કરતા
હતા તે તેને દેતા ગયા અને કહ્યું કે તું આને ખુબજ સંભાળજે, ભક્ત ખુબજ પ્રસન્ન થઇ
ગયો અને તેને ગધેડાને ખુબજ પ્રેમથી રાખ્યો .
બે વરસ પછી એ ગધેડો પણ મરી ગયો , આથી ગરીબ માણસે વિચાર્યુકે આતો સુફી
નો ગધેડો છે તો તેમાં કઈંક ને કઈક સુફી પણુ હશે આ કાઈ કોઈ સાધારણ માણસનો
ગધેડો નથી મોટા ગુરુનો ગધેડો છે, આથી તેણે તેની અંતિમક્રિયા પણ ધામધુમથી કરી
તેને દાટીને તેની ઉપર કબર પણ બનાવી અને તેના પર સંગે મરમરના પથ્થર પણ લગાવ્યા
કબર બનીને તૈયાર થઇ ગઈ ત્યારે જે લોકો તે રસ્તા પરથી નીકળતા તે તેને ફૂલ ચડાવતા
કોઈ પૈસા મુકતા કોઈ તો માનતા રાખતા, જેને પુત્રો ના હતા તેને પુત્રો થવા લાગ્યા .
ભક્તે વિચાર્યું કે આતો મજાનું છે આથી તેના મનમાં પાકું થઈ ગયું કે આ કોઈ સાધારણ ગધેડો
નથી આ સંત મહાત્માનો ગધેડો છે .
હવે અહી લાંબી લાંબી લાઈનો લાગવા લાગી કારણ કે કોઈપણ બીમારીની દવા ન લ્યો
તો પણ થોડો સમય બાદ બીમાંરીતો જતીજ રહેવા ની છે અને પાછું દસ ઘરમાંથી પાંચ ઘરમાં
ઘોડિયું બાંધવા લાગ્યું , દુર દુર થી શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા અને ભક્ત ધનવાન બનતો ગયો
હવે તેને ત્યાજ પોતાનું આલીશાન મકાન બનાવીને કબર નો રક્ષક બની ગયો .
આ બાજુ પેલા ફકીર ફરતા ફરતા ફરી તેજ ગામમાં આવ્યા, તેણે આ જોયુતો તેની સમજમાં
ન આવ્યું તેથી તેણે કોઈકને પૂછ્યું કે ભાઈ હું અહી એક ગરીબ માણસને મુકતો ગયો હતો જે મારી
ખુબજ સેવા કરતો હતો, તેવાજ તે ભક્ત ત્યાં આવી ચડ્યો , પરંતુ તે હવે ગરીબ રહ્યો ન હતો સોને
મઢીને બેઠો હતો, હીરા જવાહરાત ના અંબર લાગ્યા હતા, તેણે ફકીરને કહ્યું , મને ન ઓળખ્યો હું એજ
ગરીબ માણસ છું અને તે ગુરુના પગમાં પડી ગયો અને કહ્યુકે આ તમારીજ કૃપા છે જેનો આ
ચમત્કાર છે અને પછી બધી હકીકત જણાવી .
આ સંભાળીને ફકીર ખુબજ હસવા લાગ્યા, ભક્તે પૂછ્યું કેમ તમે આટલા હશો છો ? ફકીરે
જવાબ આપ્યો કે હું એટલા માટે હસું છું કે આ ગધેડાની માં પણ મારી પાસે હતી અને તે જયારે
મરી ગઈ ત્યારે મેં પણ તારા જેમજ કરેલ હતું અને તેના પ્રતાપેજ હું આજે જીવી રહ્યો છું , મારા
ગામમાં પણ આજ પ્રમાણે રંગ રાગ ચાલી રહ્યા છે . જ્યાં મૂઢ લોકો છે ત્યાં એ જરૂરી નથીકે કબર
મહાપુરુષની છે કે કોઈ ગધેડાની, પથ્થર ને પણ સિંદુર લગાવી દ્યો તો ત્યાં પૂજા પાઠ ચાલુ થઇ
જાય છે અને લોકોની લાઈનો લાગવા લાગે છે, આતો સંસાર છે અને સંસાર તો ચાલ્યાજ કરવાનો
અહી સવાલ સમજદારી , નાસમજી અને શ્રધ્ધા નો છે, જ્યાં શ્રધ્ધા છે ત્યાં બધુજ છે .

prahlad More

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“કાંટા નહિ પણ મહેકતા ગુલાબ બનીએ,
ભારે સવાલ નહિ પણ સરળ જવાબ બનીએ
જે બીજા ને વાંચવા ને જોવા ગમે એવી
આપણે કોરી નહિ ખુલ્લી કિતાબ બનીએ
દેખાય જ્યાં અન્યાય,અનીતિ કે ધર્મ,
ત્યાં શીતળતા છોડી હળહળતું તેજાબ બનીએ,
જીવનનું ગણિત તો છે ખુબજ અટપટું,
માટે એને ગણવા ચોખ્ખો હિસાબ બનીએ ,
છેતરીને કે ડરાવીને ન જાય કોઈ આપણને,
માટે થોડા નીડર અને ચાલક બનીએ,
દુનિયામાં છે વિવિધ ને અગણિત માણસો,
કામ કઈંક અલગ કરી લાજવાબ બનીએ,
પામવા મંજિલ ભલે ખુબ કરવી પડે મહેનત,
પણ એક દી ધ્યેય મેળવી કામિયાબ બનીએ ….. 

Prahlad More