કાગડા ને થઈ ગઈ છે
કોયલ થી પ્રીત
કોઈ કાગડી ને કેહતા નઈ
રંગ એક અને અલગ છે ગીત
કોઈ કાગડી ને કેહતા નઈ
રીજવવા કોયલને એતો લવ સોંગ ગાતો
કોયલ ને પણ બહુ ગમી આ રીત
કોઈ કાગડી ને કેહતા નઈ
બાવન ઉડાનમા એણે હંસને પણ હરાવ્યો
હાંસિલ કરી છે ભવ્ય જીત
કોઈ કાગડી ને કેહતા નઈ
રંગ બેરંગી ગોગલ્સ પેહરી એતો આંબે કોયલને
મળવા જતો નિત
કોઈ કાગડીને કેહતા નઈ
પ્રેમમા તે ગાંડો બની કોયલ ને પુકારતો
બેસી ઊઁચી ભીંત
કોઈ કાગડી ને કેહતા નઈ
જિમમા તે વર્કઆઉટ પણ ગજબનુ કરતો
રેહવા જોને ફીટ
કોઈ કાગડી ને કેહતા નઈ
તન પર વાઇટનેશ લાવવા તે
લગાવી રહ્યો છે ગ્લો કીટ
કોઈ કાગડી ને કેહતા નઈ
જોવા રોમાંટિક ફિલ્મ એને
બુક કરી છે કૉર્નર સીટ
કોઈ કાગડી ને કેહતા નઈ
કોયલ જેમ ફળ ફ્રુટ ખાતો
એણે હવે છોડ્યુ છે મીટ
કોઈ કાગડી ને કેહતા નઈ
વિડીઓ કોલિંગ કરવા એણે છે સ્માર્ટફોન વસાવ્યો
અને રિચાર્જ કરાવે છે 4જી નેટ
કોઈ કાગડી ને કેહતા નઈ
ઠાઠ જોઈ કાગડાનો કઈંક જોવા લાગીયુ
કાબર અને કબુતરી પણ થઈ ગઈ છે સેટ
કોઈ કાગડી ને કેહતા નઈ
પ્રપોઝ કરવા એતો બનીઠની ને
કોયલ ની સ્કૂલની બાહર કરી રહ્યો છે વેઈટ
કોઈ કાગડી ને કેહતા નઈ
અંતે કોયલે કહ્યુ આઈ હૅવ ઑલરેડી ગીવેન ટૂ માય હાર્ટ સમવન, યુ સો સ્વીટ બટ યુ આર લેટ
કોઈ કાગડી ને કેહતા નઈ
સમજાવ કાગને “માહી” આ કોયલને તારા માળા સંગ સ્વાર્થ નો સબંધ
અમસ્થૉ તારી પ્રીતમ કાગી ને કરશો હેટ
કોઈ કાગડી ને કેહતા નઈ.