Posted in संस्कृत साहित्य

વૈદિક સંસ્કૃતિનું વર્તમાન સ્વરૂપ વેદવ્યાસને આભારી છે


વૈદિક સંસ્કૃતિનું વર્તમાન સ્વરૂપ વેદવ્યાસને આભારી છે

મનુષ્યોની આયુ અને શક્તિને ક્ષીણ થતી જોઇને વેદવ્યાસે વેદોનો વ્યાસ (વિસ્તાર) કર્યો. તેથી તે વેદવ્યાસ તરીકે જાણીતા થયા છે. તેમના જન્મદિવસની પુણ્યસ્મૃતિ ગુરુપૂર્ણિમા-વ્યાસપૂર્ણિમા તરીકે પ્રચલિત છે.

પુરાણોની વિસ્તૃત વિચારણા કરવાની હોય તો તેના રચિયતા મહર્ષિ વેદવ્યાસનું ચરિત્ર અને તેની મહાનતા ધ્યાનમાં ન હોય તો પુરાણોનું હાર્દ સમજવું થોડું કાઠું પડે, તેથી મહર્ષિ વેદવ્યાસને કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરી લઇએ.

વ્યાસની પરંપરા પૌરાણિક પરંપરા મુજબ પ્રત્યેક દ્વાપર યુગમાં એક વ્યાસ થાય છે. અને તે યુગધર્મ પ્રમાણે કાળક્રમે અવ્યવસ્થિત તથા અસ્તવ્યસ્ત થયેલાં વેદપુરાણ વગેરે શાસ્ત્રોનું યોગ્ય સંકલન તથા સંપાદન કરે છે. શાસ્ત્રીય ગણના અનુસાર વર્તમાન કલ્પ ‘શ્વેતવારાહ કલ્પ’ છે તથા તેના છ મન્વંતર વીત્યા પછીનો આ સમય એ સાતમા વૈવસ્વત મન્વંતરનો અઠ્ઠાવીસમો કલિયુગ છે. આ કલ્પમાં અત્યાર સુધી અઠ્ઠાવીસ દ્વાપર વીતી ગયા છે અને મહર્ષિ વેદવ્યાસ-પરાશરના સંતાન એ અઠ્ઠાવીસમાં વ્યાસ છે.

વ્યાસ એ વ્યક્તિવિશેષ નથી પણ તે પદાધિકારી કે જે તત્ તત્ યુગમાં વેદ, પુરાણો ઇત્યાદિનું સંકલન, સંપાદન, વિભાજન તથા પ્રચાર-પ્રસાર કરે છે. દ્વાપરયુગનો પ્રારંભ થતાં જ મનુષ્યોનું તેજ, વીર્ય તથા બળ તીક્ષ્ણ થાય છે. આ વાત ધ્યાનમાં રાખીને બધાં પ્રાણીઓના હિતાર્થ ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ, વ્યાસ રૂપમાં પ્રગટ થાય છે. આ અઠ્ઠાવીસમા વ્યાસ પરાશરના પુત્ર છે અને તેમનું પૂરું નામ ‘કૃષ્ણદ્વૈવાયત’ છે. પરંતુ તે પારાશર્ય, બાદરાયણ, વેદવ્યાસ, સત્યવતીસુત ઇત્યાદિ નામોથી પ્રચલિત છે.

વેદવ્યાસનાં વિવિધ નામો પરાશરના સંતાન વેદવ્યાસનો જન્મ કૈવર્તરાજની પોષ્યપુત્રી સત્યવતીના ગર્ભથી યમુનાજીના એક દ્વીપ પર થયો હતો તેથી તેમને દ્વૈવાયત કહેવામાં આવે છે. તેમનો વર્ણ મેઘ શ્યામ જેવો હોવાથી તે કૃષ્ણદ્વૈવાયત નામથી પણ પ્રચલિત છે, તથા બદ્રીવનમાં રહેવાના કારણે તે બાદરાયણ તરીકે પણ જાણીતા છે. મનુષ્યોની આયુ અને શક્તિને ક્ષીણ થતી જોઇને તેમણે વેદોનો વ્યાસ (વિસ્તાર) કર્યો. તેથી તે વેદવ્યાસ તરીકે જાણીતા થયા છે. તેમણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદમાં સમગ્ર વેદને વિભાજિત કરી અનુક્રમે તેમના શિષ્ય, પૈલ, જૈમિનિ તથા સુમન્તુને તેમનું અધ્યયન કરાવી વેદવિચાર સમાજમાં સ્થિર કરાવ્યો.

વેદવ્યાસની મહાનતા વેદાર્થ કે જે સામાન્યજન માટે સમજવો કિઠન હતો તેથી બહુજન સમાજ માટે વેદોના અર્થ અને વેદોનું હાર્દ સુલભ થાય તેથી તેમણે અઢાર પુરાણો તથા ઉપપુરાણોનું નિર્માણ કર્યું અને પુરાણોનો એ સંગ્રહ ચાર લાખ શ્લોકોમાં છે.તદુપરાંત તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી સિદ્ધાંતોને એકત્ર કરી મહાભારતની રચના કરી. શ્રુતિમાં જે કાંઇ છે તે બધું જ ઐતિહાસિક પાત્રોના માધ્યમથી મહાભારતમાં ગ્રથિત કર્યું.

તેથી મહાભારતને પાંચમો વેદ કહે છે. અને ત્રણ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી તે બોલતા ગયા અને શ્રી ગણેશજી તે લખતા ગયા. તેથી જ મહાભારત જેવો પ્રચંડ ઐતિહાસિક ગ્રંથ ઉપલબ્ધ થઇ શક્યો.વેદોમાં ભગવાનનું જે નિર્વિશેષ રૂપ હતું તેનું પ્રતિપાદન વ્યક્ત કરવા કોઇ દર્શન ન હતું. વેદવ્યાસે તે સિદ્ધાંતોને સૂત્રરૂપે ગ્રથિત કર્યા.

ઉપાસના અને સાધનાની પ્રતિષ્ઠા કરી અને શ્રુતિના સિદ્ધાંતોને પ્રતપિ્રાદિત કરતો દર્શનશાસ્ત્રનો ‘વેદાંત દર્શન’, અથવા તો ઉત્તરમિમાંસા નામનો ગ્રંથ આપ્યો- બ્રહ્નસૂત્ર તરીકે તે જાણીતો છે અને આધ્ય શંકરાચાર્યે, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિમ્બકાચાર્ય, વલ્લભાચાર્યે- એ બધાએ તેનો આધાર લઇને પોતપોતાના મત મુજબ જુદા જુદા સંપ્રદાયો પ્રતિષ્ઠિત કર્યા. શ્રીમદ્ ભાગવત પુરાણ તો તેમનો અતિ મધુર ભક્તિપૂર્ણ ગ્રંથ છે. વૈદિક સંસ્કૃતિનું વર્તમાન સ્વરૂપ જે કાંઇ આજે પ્રચલિત છે તે મહર્ષિ વેદવ્યાસના લીધે જ નિર્માણ થયું છે.

પુરાણોનું પ્રચારકાર્ય વેદવ્યાસનાં પુરાણોના આદિ પ્રવર્તક રોમહર્ષણ- (કેટલાક લોમહર્ષણ પણ કહે છે.) હતા. તેમને વેદવ્યાસે પોતે, તેમણે નિર્માણ કરેલી પુરાણ સંહિતાનું અધ્યયન કરાવ્યું તથા રોમહર્ષણે તેના છ શિષ્યો સુમતિ આત્રેય, અકૃતવ્રણ કાશ્યપ, અગ્નિવર્મા ભારદ્વાજ, મિત્રાયુ વસિષ્ઠ, સોમદત્તિ સાર્વણ, સુશર્મા શોશપાયનને તેનું અધ્યયન કરાવ્યું. તેમાંથી છેલ્લા ત્રણ જણાએ પોતપોતાની સંહિતા બનાવી. તે રીતે એ ત્રણ અને ચોથી રોમહર્ષણની પુરાણોની સંહિતા નિર્માણ થઇ અને તેનો પ્રચાર-પ્રસાર થયો. રોમહર્ષણ સૂત હોવાના કારણે પુરાણોની કથા કહેનારા સૂતપુરાણી કહેવાયા.

ભગવાન બાદરાયણ મહર્ષિ વેદવ્યાસનું વાંડ્મય એટલું પ્રચંડ છે કે તેમાં વ્યક્તિ જીવન તથા સમાજને અનુલક્ષિત કોઇ વિચાર અછુપો રહ્યો નથી તેથી તો પેલી ઉક્તિ પ્રચલિત થઇ. વ્યાસોચ્છિષ્ટં જગત્ સર્વ- જગતમાં પ્રચલિત જે કોઇ વિચાર છે તે વ્યાસે ક્યાંય ને ક્યાંય આપેલો છે.

કોઇનો વિચાર મૌલિક નથી. વ્યાસનો લીધેલો છે- ઉચ્છિષ્ટ જ છે. વેદવ્યાસને ભગવાન બાદરાયણ કહે છે કે જે ચાર મુખવાળા બ્રહ્ના છે, બે હાથવાળા બીજા વિષ્ણુ છે અને ત્રીજા નેત્રવાળા મહાદેવ છે. તેમના જન્મદિવસની પુણ્યસ્મૃતિમાં ગુરુપૂર્ણિમા-વ્યાસપૂર્ણિમા તરીકે આજે પણ પ્રચલિત છે.

આપણાં પુરાણો, પરમાનંદ ગાંધી

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s