Posted in छोटी कहानिया - १००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આજે સવારે…..વહેલા ઓફિસ જઈ પહેલું


આજે સવારે…..વહેલા ઓફિસ જઈ પહેલું… કામ રાજીનામું લખી…ને મારા સાહેબ ના ટેબલ ઉપર મૂકી દીધું….. અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો… હોસ્પિટલ પોહચી..સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું…આજે હું ઓફિસે નહીં આવી શકું…. સાહેબ ની આદત મુજબ..બોલ્યા ભાવેશ…હમણાં.. હમણાં…તારી ..રજાઓ બહુ પડે છે….કામ મા ધ્યાન નથી…આવું લાંબુ કેમ ચાલ સે ? મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ..તમારા ઉપર છોડી દવ છું….તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે…કહી મોબાઈલ મે કટ કર્યો… મારી પત્ની કહે…કોણ હતું… સાહેબ…મેં કીધું આ તું જોવે છે..રોજ..રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે…ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે…મારા થી તો હાથ અધ્ધર ના થાય… પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ… ધીરે.. ધીરે બોલે છે… ઓફિસે જા.. બેટા..અહીં કહી કામ નથી… પહણ તેની લાચાર આખ કહી રહી હતી..બેટા અહીં બેશ….સારૂ લાગે છે.. મેં કીધું…માઁ..હું…અહીં છું… તું ઓફિસ ની ચિન્તા ના કર… માથે હાથ ફેરવી હું બોલયો….. બચપન મા તે બહુ માથે હાથ ફેરવ્યો છે…હવે મારો વારો આવ્યો છે..માઁ તો હું કઈ રીતે તને છોડી ને જઈ શકું ? મારા મોબાઇલ મા રિંગ વાગી…સાહેબ નો ફરી થી ફોન આવ્યો… હું સમજી ગયો…સાહેબે રાજીનામું…વાંચી લીધું લાગે છે…… યસ સર…મેં કીધું… સાહેબ બોલ્યા…ભાવેશ..તારું રાજીનામુ..મૅનેજીગ ડિરેક્ટર ના ટેબલ ઉપર મૂક્યું…છે..તેઓ તને રૂબરૂ મળવા માંગે છે…તો થોડો સમય કાઢી આવી શકીશ ? મેં કીધું …યસ સર…પ્રયતન કરું છું… મારી પત્ની એ કીધું.. તમે જઈ આવો.. હું અહીં બેઠી છું… હું…ઓફિસે પોહચ્યો… MD એ અંદર બોલાવ્યો…. આવ ભાવેશ…. તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું ? કોઈ સ્ટાફ, મેનજમેન્ટ..તરફ થી તકલીફ…. ? તને ખબર છે..હું જનરલી રાજીનામુ સ્વીકારી લવ છું… પહણ તું અહીં વીશ વર્ષ થી એક નિષ્ઠા.. વફાદારી થી કામ કરે છે…તો મારી પહણ ફરજ બને છે..કે હું..રાજીનામુ પાસ કરતા પેહલા તારી લાગણી, અને તારી તકલીફ સમજી લવ….. સર..પેહલા તો દિલ થી તમને વંદન..એક ઉચ્ચ જગ્યાએ બેશી ને પહણ આપ આવી નમ્રતા થી વાત કરી શકો છો… હું સમજુ છું જે કંપની એ મને માન, સ્વમાન આપેલ છે..તેની પ્રત્યે પહણ મારી ફરજ છે.. પહણ સર…આજે.. મારી માઁ હોસ્પિટલ મા છેલ્લા દીવશો ગણી રહી છે…ડોક્ટરો એ આશા છોડી દીધી છે….કેટલા દિવશ કાઢશે એ ખબર નથી સાહેબ..એટલી ખબર છે થોડા દિવશ ની મહેમાન છે.. આવા સંજોગો મા..એક..એક દિવશ ની રજા માંગી…માંગી ને હું માનસિક અને નૈતિક રીત થાકી ગયો હતો… નતો હું ઘર ની ફરજ બજાવી શકતો હતો..નતો ઓફિસ ની… પિતાજી છે નહીં…. નાના પરિવાર ના ફાયદા સામે આ પહણ એક વીક પોઇન્ટ છે…અત્યરે હોસ્પિટલ ની જવબદારી એકલા મારા માથે છે.. આપ જ બતાવો…હું..મારી માઁ ની છેલ્લી અપેક્ષાઓ થી ભરેલી આંખો સામે ..બહાના બતાવી ઓફિસ ની ફરજ કહી રીતે બજાવી શકું…. સાહેબ… મને માફ કરો…હું એટલો લાગણીહીન નથી થઈ શકતો…નોકરી તો હું બીજી ગોતી લઈશ….પહણ…આ મારી માઁ ના પ્રેમ નો બદલો આપવા તો હું સક્ષમ નથી .. પહણ તેની છેલ્લી ક્ષણ મા..થોડો તેને સમય જો હું આપી શકીશ…તો હું મારી જાત ને ધન્ય ગણીશ…. નહીંતર આખી જીંદગી હું મારી જાત ને કદી માફ નહીં કરી શકું….. MD મારી લાગણી ભરેલા શબ્દો શાંતિ સાંભળતા હતા…ત્યજ હોસ્પિટલે થી પત્ની નો મોબાઈલ આવ્યો…મમ્મી ની તબિયત વધારે બગડી છે..તમને બહુ યાદ કરે છે..જલ્દી આવો… MD સમજી ગયા…ચિંતા ના કર હું તારી સાથે આવું છું… અમે હોસ્પિટલ પોહચ્યા… ડોક્ટરો ની દોડા દોડી… વચ્ચે અમે ICU મા પોહચ્યા…મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું બોલવા ની તાકાત ન હતી. હું ..બાજુ મા ગયો.. તેને અંતિમ ક્ષણ મા પહણ પોતાની છેલ્લી તાક્ત વાપરી બેઠી થઇ..અને .મને ભેટી અને મારા ખભા ઉપર તેને છેલ્લા શ્વાસ છોડી દીધા… આ દ્રશ્ય જોઈ હોસ્પિટલ ના ICU નો સ્ટાફ ની પહણ આંખો ભીની થઇ ગઇ…. મારા થી બોલાઈ ગયુ…માઁ નો પ્રેમ સમજવા માટે કેટલીયે..જીંદગી ઓછી પડે…. મારા MD ની આંખ પહણ ભીની થઇ ગઇ….એ બોલ્યા.. ભાવેશ..તું …મહાન નહીં પહણ નસીબદાર પહણ છે….મને પહણ ખબર હતી…મારી માઁ છેલ્લા દીવશો ની મહેમાન છે…હું કંપની નો મલિક હોવા છતાં પહણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો….કદાચ મેં હિંમત કરી હોત.. તો મારી માઁ પહણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત….. ખેર…નસીબ..નસીબ ની વાત છે..રજાઓ ની ચિંતા કરતો નહીં..બધી ક્રિયા કાંડ કરી શાંતિ થી ઓફિસ જોઈન્ટ કરી દેજે…કહી કામ કાજ હોય તો કહે જે.. સાહેબ… મારી માઁ એ મારા ખભે જીવ છોડ્યો છે…તે તૃપ્ત થઈ ગઈ છે.. કોઈ ક્રિયા કાંડ કે બેસણા ની જરૂર નથી…જે લોકો ની લાગણી હતી ..તે હોસ્પિટલે મળી ગયા..હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી.. સાહેબ..હોસ્પિટલ ની ડ્યૂટી આજે મારી અહીં પુરી થઈ છે…. રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યરે જ હોય છે… હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી…હું કાલ થી ડ્યૂટી જોઈન્ટ કરું છું…. MD મારા ખભે હાથ મૂકી બોલ્યા..dear SHOW MUST GO ON चाहे जो तुम्हें पूरे दिल से मिलता है वो मुश्किल से ऐसा जो कोई कहीं है बस वो ही सबसे हसीं है उस हाथ को तुम थाम लो वो मेहरबाँ कल हो न हो हर पल यहाँ…

विराट खंभटिया

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s