Posted in छोटी कहानिया - १००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સસરા એ શું જવાબ આપ્યો


*સસરા એ શું જવાબ આપ્યો* *જરૂર વાંચજો* એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, *હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે*. આ માટે કોઇ ખાસ કારણ ? ” *પત્નિએ કહ્યુ*, ” તમે કોઇ નોંધ લીધી. *લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે*. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. *મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે*. બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું” પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, ” તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? ” છોકરાની મમ્મી બોલી, ” ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે.” છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ, *ગાંડી કોઇ બીજાની દિકરી* *પુરેપુરી આપણી થઇ જતી હોય* *તો પછી “આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય* એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય? મિત્રો, *એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા* *આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી* *માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય* ગમે તો શેર જરૂર કરજો*!

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s