બ્લુ વ્હેલ ગેમ- એક પ્રજ્ઞા પરાધ જન્ય કેઈસ સ્ટડી … પ્રજ્ઞા પરાધ એટલે …?? લગભગ મોટા ભાગ ના લોકો આનાથી અજાણ હશે… આજનો આ લેખ કદાચ સંસ્કાર ચેનલ ચાલતી હોય એવો લાગે… પણ જાણવું જરૂરી હોય સુગર કોટેડ આ કેપ્સુલ પણ ગળવી રહી… પહેલા તો આ કેમ થાય છે? જેમાં આ ગેમ રીલેટેડ કારણો માં અડધી રાત્રી એ જાગવું ને ફરવું, સાહસિક કાર્યો નું અધિક સેવન,જાણકારી હોવા છતાં અહિત વિષયો માં મન ને દોરી જવું વગેરે છે… આ ગેમ નો શોધક માત્ર ૨૧ વર્ષ નો રશિયા નો Philipp Budeikin છે,પહેલા એક ગ્રુપ માં જોઈન્ટ કરી બધા ને સવારે ૪.૨૦ વાગે ઉઠાડતો…પછી ડરામણા સાહસભર્યા વિડીઓ વિવિધ ડબિંગ સાથે મોકલતો… અગેઇન આયુર્વેદ હિયર… બ્રાહ્મમુહુર્ત માં ઉઠવાથી આપણું અર્ધ જાગ્રત મન એ વખતે ચરમ સીમાએ હોય એ વખતે જરૂરી આદેશો આપી મગજ ની સીડી રાઈટ કરી દેતો…સરળતા થી સ્ટુડન્ટ ને ટ્રાંસ માં લઇ જતો…સ્કાઇપ થી વાતો કરી દરેક ને ફોસલાવતો.. સાહેબ સેલ્યુટ મારવી પડે આ શોધક ને કેમકે “તુંડે તુંડે મતિ ભીન્નાહા” દરેક ની સાઈકોલોજી જુદી હોય એની થીયરી સમજી કેવી રીતે એને ૫૦ દિવસ માં સ્યુસાઈડ તરફ વાળવું એ એક મહાન કાર્ય ખરું… હું તો લશ્કરે તોયબા ના સ્યુસાઈડ બોમ્બરો નું બ્રેઈન વોશ કરનાર ને ખાંટુ ગણું છું સાલાઓ મરવાનો છે એવું સમજાવી પણ મોકલી આપે… આજ દિન સુધી આપણે મસ્તી મસ્તી માં પણ કોઈને ફટાકડી ફોડવા ત્યાં મોકલી શક્યા નથી… આ ગેમ નો શોધક કહે છે કે મરનારા બાયોલોજીકલ વેસ્ટ છે,સમાજ માટે કોઈ ઉપયોગી મુલ્ય ધરાવતા નથી… હું હુંફ આપું છું કનેક્શન આપું છું,હું એ કચરો સાફ કરું છું… સાચું પણ પદ્ધતિ ખોટી…આવા કચરા ને રીસાયકલ કરાય ભાઈ… મોટે ભાગે ઘરમાં પ્રેમ ના મેળવી શકનાર, હડધૂત થનાર ને કોઈ સમયે જરૂરી એચીવમેન્ટ ન મેળવી શકનાર આવી વર્ચ્યુઅલ દુનિયા માં વધુ રાચતા હોય છે, પશ્ચિમી સંસ્કૃતિ માં માતા પિતા અલગ ને તણાવ ભર્યા વાતાવરણ માં ઉછરતા બાળકો આવી દુનિયા માં હુંફ શોધે તે સ્વાભાવિક છે, પણ ભારત માં આવી દુનિયા નો વર્ગ છે ગૃહિણીઓ કે જેના બાળકો મોટા થઇ ગયા છે, પોતે બે પાંદડે હોય નવરાશ ની ભરમાર છે .. એફ.બી ને વોટ્સ અપ માં તેઓ પહેલા ક્યાંક ટાઈમ પાસ માટે જોડાય છે ને પછી આ વર્ચ્યુઅલ દુનિયા નો શિકાર બને છે..આ વર્ગ નો એક કિસ્સો એક પત્રકાર મિત્ર Jayendra Ashara એ આજે જ શેર કર્યો છે … પ્રજ્ઞાપરાધ એ ધી,ધૃતિ ને સ્મૃતિ ના ભ્રંશ થી બુદ્ધિ ભ્રષ્ટ થવાથી કરેલા અનુચિત કર્મો છે.. એલા બાઉન્સર ને ?? ધી – એટલે બુદ્ધિ…સાચી વસ્તુ છે કે ખોટી એનું જ્ઞાન થવું.. ધૃતિ એટલે બાબુકાકા ની ધૃતિ નહિ, પણ અહિત કારક ખોટા વિષયો માં દોરી જતા મન ને રોકનાર બુદ્ધિ એટલે ધૃતિ.. સ્મૃતિ એટલે યાદ શક્તિ પણ સાચું શું ને ખોટું શું એ યાદ રાખનાર … જેની પાસે સાચા ખોટા નું જ્ઞાન કરનાર બુદ્ધિ હોય, ખોટા વિષયો માં દોડી જતા મન ને રોકનાર ધૃતિ હોય અને જિંદગી એ શિખવેલ આ બન્ને ના પાઠ ના વિસરી જવાય એવી સ્મૃતિ હોય તો આવી બ્લુ વ્હેલો તો અઠ્ઠે મારે …નઈ સોનુ? છેલ્લે બાળકો ને સાવ ઈમોશનલ બનતા રોકો, ધાર્મિક તણાવ વગર નું વાતાવરણ પૂરું પાડો, હૂફ તો ઈંડા ને ય સેવવા જરૂરી છે તો બાળકો,સ્ત્રીઓ,વૃદ્ધો,અસકતો,બીમારો અને થોડા ઉણા ઉતરતા વિદ્યાર્થી કર્મચારી દરેક ને હુંફ આપો આપો ને આપો જ… વર્ચ્યુઅલ દુનિયા થી બહાર બધા જોડે બોલતા બેસતા ઉઠતા થાવ…માછલી,વાંદરો,કીડી બધાને ઝાડ પર ચડવાનું ટાસ્ક આપતી આ શિક્ષણ અને નોકરી ની પ્રથા માં બદલાવ લાવો.. દુનિયા ના દરેક ફૂલછોડ એક ઔષધી છે ને દરેક માનવ એક સુપર મેન (વુમન પણ આવી ગઈ હોંકે ) એ સમજાવો… ગેમો ડીલીટ કરી દો એનાથી બ્રેઈન પાવર વધે છે એવી હુંશીયારીઓ રેવા દો…સાદા મોબાઈલ અપાવી દો… બાળકો વગેરે ની ચલ ચલગત રહેણીકરણી પર ચાંપતી નજર રાખો. એમાં બદલાવ આવવો એ ક્યાંક રંધાતું હોવાની નિશાની છે,રોજ ૨-૩ કલાક બાળક ને આપો… ને શિક્ષકો માતાઓ પપ્પુઓ…ડફોળ,બુદ્ધિ વગરનો,તને આવડતું નથી તું શું કરવાનો એવા નેગેટીવ વાક્યો બોલવાના બંધ કરો… તું ઇસકે ભેજે મેં ઘૂસ કે નિકલા ક્યા સાલે?? માર્ક ના થોકડા એ પેરામીટર નથી એવું રોજ એક વાર ભણાવો… ને જે માર્કશીટ ના ભજીયા ના આવે એના માટે જાત ની આહુતિ આપવાથી આવા નબળાઓ માટે એક સ્ટ્રોંગ પાઠ તૈયાર થાય છે બીજું કશું નહિ… અશ્લીલ વાંચન ને વ્યસન બંધ કરો, કાચા ફળ માંથી રસ નીકળતો નથી ટાઈમ આવે બધું માણજો દોસ્તો… વિદ્યાર્થી એ પુરતું ઊંઘવું, સારા યાદશક્તિ ના ઔષધ લેવા, ને રોજ નાક માં ગાય ના ઘી ના ૩-૩ ટીપા નાંખવા… આટલું કરો તો ધી ધૃતિ બધું કાબુમાં ને મન પવિત્ર રેહશે… સોનુ ભરોસો આમાં રાખજે ભય … વૈદ્ય ગૌરાંગ …