Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

​એક વખત એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા. , કર્મ


એક વખત એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ આવ્યા એટલે રાજાએ કહ્યુ , ” મારે આજે તમને પ્રજા માટે એક નાનું કામ સોંપવું છે.તમે આપણા બગીચામાં જાવ અને સારા સારા ફળનો એક કોથળો ભરીને લઇ આવો. આ કોથળો ભરીને તમે જે ફળ લાવશો એ હું જરુરીયાત વાળા લોકોને અપાવી દઇશ.

            “પ્રથમ મંત્રીએ વિચાર્યુ કે રાજા માત્ર ભરેલો કોથળો જ જોવાના છે એમાં શું છે.એ જોવાની રાજાને ક્યાં ફુરસદ હશે.માટે એણે તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગુ કરીને કોથળો ભરી દીધો.

           બીજો મંત્રી પણ બગીચામાં ગયો અને વિચારવા લાગ્યો, ” હું મહેનત કરીને જો ફળ એકઠા કરીશ તો એ ફળ રાજા ક્યાં ખાવાના છે એ તો પ્રજામાં વેંચી દેવાના છે.તો પછી ખોટી મહેનત શું કરવી.” એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.

          ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.

              ત્રણે મંત્રીઓ પોતાના કોથળાઓ ઉપાડીને દરબારમાં ગયા એટલે રાજાએ હુકમ કર્યો કે હવે દરેક મંત્રીને એમના કોથળા સાથે જુદા જુદા ઓરડાઓમાં બંધ કરી દો.  એક મહિના સુધી આ મંત્રીઓના ઓરડાના દરવાજાઓ ખોલવાના નથી અને એને કંઇ જ ખાવાનું પણ આપવાનું નથી પ્રજા માટે ભેગા કરેલા ફળો હવે એમને જ ખાવાના છે.
મિત્રો , ભગવાન પણ એ જ રાજા છે અને આપણે બધા એના મંત્રીઓ આપણા કર્મ રૂપી ફળો એકઠા કરવા આ જગત રૂપી બગીચામાં આપણને મોકલ્યા છે કેવા ફળ ભેગા કરવા એ આપણે નક્કી કરવાનું છે પણ એટલુ તો પાક્કુ જ છે કે આપણે ભેગા કરેલા ફળનો કોથળો આપણને મળવાનો છે.તો જાજુ વિચારીને જ  સારું કર્મ કરીયે ને સુખની પ્ર!પ્તિ કરીયે…….

મને ખૂબ ગમ્યું , આપને પણ ગમશે…

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s