Posted in कृषि

જો તમે ખેડૂતપુત્રના વારસદાર હોય તો એક વાર જરૂર વાચજો,

# એક ખેડૂતના મનની વાત #
માણસ સપના જુએ છે,  જે જરૂર પુરા થાય છે. પણ ખેડૂતના સપના ક્યારેય પુરા થતા નથી, ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે, પણ જયારે તૈયાર થયેલો પાક બજારમાં વેચવા જાય છે,  ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે. ઘરે છોકરાઓને કહેતો જાય છે કે, આજે તમારા માટે કપડાં અને મિઠાઇ લેતો આવીશ. પત્નિને કહે છે કે, તારી સાડી જુની થઈને ફાટવા લાગી છે, આજે એક નવી સાડી લેતો આવીશ. ત્યારે પત્નિ કહે છે કે ના ના આ તો હજુ ચાલે એમ છે, તમે તમારા માટે જૂતા લેતા આવજો તુટી ગયા છે. જયારે ખેડૂત માર્કેટયાર્ડમાં પહોંચે છે ત્યારે, તેની એક મજબુરી હોય છે કે, તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો. વેપારી તેના માલની કિંમત પોતાના હિસાબથી નક્કી કરે છે.

એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે, એક બાકસના બોક્ષ પર પણ તેની કિંમત લખેલી હોય છે, પણ ખેડૂત પોતાના માલની કિંમત પોતે કરી શકતો નથી. 

તો પણ માલ તો વેચાઇ જાય છે, પણ ભાવ તેના ધાર્યા પ્રમાણે નથી મળતો, માલનું વજન થઇ ગયા પછી જ્યારે રૂપિયા મળે છે ત્યારે વિચાર કરે છે કે, એમાંથી દવાવાળાને આપવાના છે, ખાતરવાળાને આપવાના છે, અને મજુરને પણ આપવાના છે, અને હા વિજળીનું બિલ પણ તો ભરવાનું છે. બધો હિસાબ કર્યા પછી કશું જ બચતુ નથી. તે લાચાર બનીને ઘરે આવતો રહે છે. છોકરાઓ તેના ઘર આંગણે રાહ જોઇને ઉભા હોય છે. બાપુજી-બાપુજી કરતાં બાળકો તેને વળગી પડે છે, અને પૂછે છે કે અમારા નવા કપડાં લાવ્યા. ?…..ત્યારે ખેડૂત કહે છે કે, બેટા બજારમાં સારા કપડા જ ન હતા, દૂકાનવાળો કહે તો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડાં આવશે, એટલે લઇ લેશું.

પણ ખેડુતની પત્નિ સમજી જાય છે કે માલનો સારો ભાવ મળ્યો નથી, તે છોકરાઓને કહે છે કે, જાઓ હવે તમે રમવા જતા રહો. ખેડૂત પત્નિને કહે છે કે, અરે હા તારી સાડી પણ નથી લાવી શકયો. પત્નિ પણ સમજદાર હોય છે તે કહે છે કે, કાંઈ વાધો નહિ ફરી ક્યારેક લઇ લેશું પણ તમે તમારા જૂતા લેતા આવ્યા હોય તો.?….. ખેડૂત કહે છે અરે એ તો હુ ભૂલી જ ગયો, પત્ની પણ પતિ સાથે વરસોથી રહે છે ખેડૂતનો નિરાશ ચહેરો જોઇને અને વાત કરવાના અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે, તો પણ ખેડૂતને દિલાશો આપે છે. અને પોતાની ભિજાયેલી આખોને સાડીના છેડાથી લૂછતાં લૂછતાં રસોડામાં ચાલી જાય છે.

પછી બીજા દિવશે સવારે આખો પરિવાર નવા સપના નવી આશાઓ સાથે ફરીથી નવા પાકની કામગીરીમાં લાગી જાય છે. આ કહની બધા જ નાના મોટા ખેડૂતોને લાગુ પડે છે.
હું એમ  નથી કહે તો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો,

પણ જયારે પણ ભાવ વધે ત્યારે મિડીયા વાળા કેમેરા લઈને બજારમાં પહોંચી જાય છે, અને એકની એક જાહેરાત દશ વાર બતાવે છે. કેમેરાના સામે શહેરની બહેનો હાથમાં બાસ્કેટ લઇને પોતાનો મેક-અપ સરખો કરતી કરતી કહે છે કે, શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે, અમારા રસોડાનું બજેટ બગાડી નાખ્યું છે. પણ હું એમ કહું છું કે ક્યારે ક પોતાનુ બાસ્કેટ ખુણામાં મુકીને કોઇ ખેતરમાં જઈને કોઇ ખેડૂતની હાલત તો જુઓ. તે કઇ રીતે પાકને પાણી આપે છે?…..
* 25 લીટરની દવા ભરેલી ટાંકી પોતાના ખભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે?…..

* 20 કિલોનું ટોકર ઉંચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપે છે?…..

* પાવર કાપમાં પણ પાવર આવવાની રાહ જોતાં-જોતાં આખી રાતના ઉજાગરા કરે છે?…..

* આવા ધગધગતા ઉનાળામાં માંથાનો પરસેવો પગની પાની સુધી પહોચી જાય છે?…..

* ઝેરીલા જાનવરોનો ડર હોવા છતાં પણ ઉગાડા પગે ખેતરોમાં રખડવુ પડે છે?…..
જે દિવશે તમે આ વાસ્તવિકતા પોતાની આંખોથી જોઇ લેશો, તે દિવશથી રસોડામાં પડેલા શાકભાજી, ઘઉ, ચોખા, દાળ, ફળ, મસાલા, દૂધ બધુ જ સસ્તુ લાગવા માંડશે…

ત્યારે તો તમે કોઇ ખેડૂતનું દુઃખ સમજી શકશો.
# જયજવાન

જય કિશાન #

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s