Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक ભક્ટોના રખવાલા Posted on June 7, 2017 by Free Hindi Ebooks ભક્ટોના રખવાલા નવસારીમાં માવજીભાઈ અને રૂસ્તમજી બન્ને ગાઢ મિત્રો હતા. રૂસ્તમજીને હિન્દુઓના દેવી–દેવતાઓની વાતોઅને ભજનો સાંભળવા બહુ ગમતા, એટલે માવજીભાઈ પાસેથી એ રસપૂર્વક સાંભળતા, અને પછી ઘરે જઈએમની પત્ની જરબાઈને કહી સંભળાવતા. જો કે જરબાઈનું જ્ઞાન પુસ્તકોના વાંચન દ્વારા આ વિષયમાં રૂસ્તમજીકરતા વધારે હતું. એક દિવસ માવજીભાઈએ રૂસ્તમજીને નરસિંહ મહેતાનું “સુખ દુખ મનમાં ન આણીયે” ભજન સંભળાવ્યું,રૂસ્તમજીને એ એટલું બધું ગમ્યું કે ઘરે પહોંચતાં જ એમણે જરબાઈને ગાઈ સંભળાવવાનું શરૂ કર્યું; “રાવણ સરિખો રાજીઓ, એની સીટાજી રાણી, હનુમાન તેને હડી ગિયો, પછી લંકા લૂંટાણી” જરબાઈએ જોયું કે આ માટીડો કોઈના બૈરા કોઈને પરણાવે છે, એટલે એણે રૂસ્તમજીને રોકીને કહ્યું એ ભજન તોમને ખબર છે, અને રૂસ્તમજીને આગળ ગાતાં રોક્યા. એકવાર માવજીભાઈએ ભગવાન ભક્તોની કેવી રીતે રક્ષા કરે છે એના થોડા દૃષ્ટાંત કહ્યા. રૂસ્તમજી તોઆશ્ચર્યચકિત થઈ ગયા. ઘરે જઈને એમણે જરબાઈને કીધું, “આઈ એમના ખોદાયજી ટુરટ ભક્ટોના રખવાલા કરે છે.” અને એમણે દાખલા આપવા શરૂ કર્યા, “સુધન્વાને તેના બાપે ભજીયા માફક ઉકડતા તેલમાં તળીયો, પરંતુ કંઈબી થયું નહિં અને સોજો સરવોનીકલીઓ… આઈ રીતે એવણે ભક્ટોના રખવાલા કીધા હુટા”. “પ્રહલાદને તેના બાપે પર્વત પરથી ફેંકીયો, પરંતુ કેચ કરીને એવણે બચાવીલીધો… આઈ રીતે એવણે ભક્ટોનારખવાલા કીધા હુટા.” “કોરવોએ એમના કઝીન પાંડવોનું મકાન બાલી દીધું, પરંતું ફૂંક મારીને ફાયેર પ્રુફ કીધું… આઈ રીતે એવણે ભક્ટોના રખવાલા કીધા હુટા.” “દુશાશને દ્રોપદીનું વસ્ત્ર ખેંચી લીધું, પરતું હવામાંથી તાકું સપ્લાય કીધું…આઈ રીતે એવણે ભક્ટોના રખવાલાકીધા હુટા” “મીરાબાઈને તેના ધણીએ જહેર પીવા દીધું પરંતુ તેને ફૂંક મારીને કોક બનાવી દીધું, આઈ રીતે એવણેભક્ટોના રખવાલા કીધા હુટા” જરબાઈએ કહ્યું, “રૂસ્તમજી ટમોને ખબર છે, એવણના ખોદાયજી પગથી એક પથરાને અડ્યા તો એ પથરામાંથી બાયડી બની ગઈ.” રૂસ્તમજીએ બીજા દિવસથી સરસ પથરા પોતાના ઘરની સામે ભેગા કરવાનું શરૂ કરી દીધું, કદાચ એવણના ખોદાયજી ભૂલથી અહીં આવી જાય ! –પી. કે. દાવડા Share this:EmailPrintMoreTweetWhatsAppLike this:Like Loading... Related Author: Free Hindi Ebooks Buy, sell, exchange old books View All Posts