Posted in छोटी कहानिया - १००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ન્યુયોર્કમાં સરકારી સ્ટેટબેંક ની શાખા છે


ન્યુયોર્કમાં સરકારી સ્ટેટબેંક ની શાખા છે, દુનિયા ની લગભગ બધી મુખ્ય બધી બેંકો સાથે વ્યવહાર છે. રોજના લાખો કરોડો ડોલર ની લેવડદેવડ થાય છે. આવી આ વિશાળ બેંક માં ૬ કેશ કાઉન્ટર છે.

૪૬ વર્ષીય જહોન પિટર નામના બેંક ના કર્મચારી આમાં થી એક કાઉન્ટર સંભાળે છે. હવે સામાન્ય રીતે તો બધા કાઉન્ટર પર 3 થી ૪ લોકો ની લાઈન લાગે પણ જહોનભાઈ નાં કાઉન્ટર પર ૧૦ થી ૧ર જણાં લાઈનમાં ઉભા હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે ૬ કાઉન્ટર માં થી ૫ કાઉન્ટર પર કોઈ કહેતાં કોઈ ન હોય અને જહોનભાઈ ને ત્યાં ૫ જણાં લાઈન લગાવી ને વાટ જોતાં હોય.

બેંક ના મેનેજર નું ધ્યાન જતાં તેમણે બીજા કાઉન્ટર પર જલ્દી સર્વિસ મળી શકશે એમ જણાવ્યું તો પણ લોકો તો જહોન પાસેથી જ પૈસા મેળવવા નો આગ્રહ રાખતાં.

આનું રહસ્ય સમજવાં મેનેજર સાહેબે આ પાંચ સાત ખાતેદારો ની જુદા જુદા સમયે પૂછપરછ કરી. જાણી ને સાહેબ તો અચંબિત થઈ ગયાં. આવો આપણે પણ આ ખાતેદારો ની વાત ક્રમસર જાણીએ.

પહેલાં ખાતેદારે કહ્યું જહોન પાસેથી લીધેલા પૈસા માં બરકત સારી આવે છે.

બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપની નાં એકાઉન્ટન્ટ કહે કે મને કુદરતીરીતે જ જહોન પાસેથી પૈસા લેવાનું ગમે છે.

ત્રીજા ખાતેદાર સરકારી કામો નાં કોન્ટ્રાકટર હતાં. હું જહોન પાસેથી પૈસા લઉ તો અઘરાં કામો પણ સરળતા થી અને સમયસર પૂર્ણ થાય છે.

મિ. એલન સ્મિથ જે ચોથા ખાતેદાર છે બિઝનેસમેન છે. મારે ઘણાં શહેરો માં ટ્રાવેલ કરવું પડે છે. એમના પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરી માં બબ્બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે.

પાંચમા ખાતેદારે તો જહોન ને પોતાનાં જીવન પરિવર્તન કરી આપનાર ફરિશ્તો કહ્યો. હું વેશ્યાઓ પાછળ અને દારુ પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ જહોન પિટર પાસે ચેક ક્લિયરન્સ કરાવી પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે છું, આમ મારું જીવન પરિવર્તન થયું. એ રાતે મને સપનું આવ્યું કે ભગવાન જાણે કે કહી રહ્યા હોય કે આ વિચાર માટે જહોનભાઈ ની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું જહોનભાઈ થી જ લઉં છું.

જીમી નામની મહિલાએ કહ્યું કે તેનું અને તેનાં પતિ રોબર્ટ વર્થ નું જોઈંટ એકાઉન્ટ આ બેંક માં છે. એક વાર પોતાની સાથે કામ કરતાં યુવાન ના પ્રેમ માં અંધ બની ને બધા પૈસા ઉપાડી ભાગી જવાની હતી. કુદરતી રીતે જહોન પીટર પાસે ચેક ક્લિયરીંગ માટે ગયો. એમણે પૈસા આપ્યા, તરત જ મને મારી ભૂલ નો અહેસાસ થયો. હું ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી અને બધા પૈસા પરત સ્લીપ ભરી બેંક માં પાછા જમા કરાવી દીધા. ત્યારથી હું હંમેશા જહોન પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું.

બે દિવસ પછી મેનેજર સાહેબે જહોન અને તેમની વાઈફ ને પોતાને ત્યાં ડિનર પર નિમંત્રણ આપ્યું. તેઓ એ ખુબ જ ઉત્સાહ થી પોતાનાં આ સામાન્ય ક્લાર્ક નાં અદભુત કહી શકાય એવાં પરિણામો દંપતિ ને જણાવ્યાં. પોતાનાં બાળકો સાથે જહોન નાં આર્શિવાદ માંગ્યા. ત્યારે આ સરળ એવાં જહોન ભાઈ એ કહ્યું સાહેબ હું કોઈ સાધુ નથી, સંત નથી પણ સંસ્કારી માતા પિતા નું સંતાન છું. નાનપણ થી જ મારી મા મને કહેતી કે આપણા સંપર્ક માં જે કોઈ આવે એમનું દિલથી ભલું ઈચ્છવું.

મારી માતાની સોનેરી સલાહ ને મેં જીવન માં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું મનમાં જ સાચા દિલથી,

“MAY GOD BLESS YOU”

“પ્રભુ તમને આર્શિવાદ આપે, તમારું ભલું કરે”

આ પ્રાર્થના ત્રણ વાર કરું છું. ટોકન આપે ત્યારે, હું પૈસા ગણું ત્યારે અને એમનાં હાથમાં પૈસા આપું ત્યારે. તમારે મંત્રજાપ માનવો હોય તો મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s