[1] જગતમંદિર : સ્થાપત્ય અને શિલ્પ
દ્વારકામાં હાલ હયાત દ્વારકાધીશનું જગત મંદિર સોળમી સદીનું સર્જન છે. ખોદકામ કરતા પટ્ટાંગણમાં નીકળેલ મંદિરો તેરમી અને આઠમી સદી સુધી જાય છે. આ બધા મંદિરોની શિલ્પકલા અંગેના સમગ્ર અભ્યાસો હજુ બાકી છે. 1560માં મંદિરનું અને 1572માં જે શિખરનું કામ પૂર્ણ થયું છે, સોળમી સદીનાં અંતભાગનું આ શિખર શિલ્પકલાની નવી જૂની અનેક પરંપરાઓના મિશ્રણ સમુ છે. માત્ર શિખર જ એક સો ફૂટ ઊંચું હોય તેવો આ એક માત્ર નમૂનો છે ! આ મંદિરના દિકપાલાદિ મૂર્તિશિલ્પો અને સુશોભનો શિલ્પો કલા શૈલીની દષ્ટિએ અભ્યાસીને સભ્રમમાં મુકી દે એવા છે. ઘણા લાંબા સમય સુધી કામ ચાલ્યું છે. એટલે એકસાથે અનેક સૂર વાગતા અહીં સંભળાય છે. સ્તંભવિધાન સર્વોત્તમ છે. મૂર્તિ વિધાન પ્રમાણમાં મધ્યમ અને પહોળાઈના પ્રમાણમાં ઊંચાઈ વધુ એટલે એક અલગ કલાકૃતિ સમું આખું મંદિર છે
જગતમંદિરના નિજ પ્રદક્ષિણાપથના શિલ્પોમાં દક્ષિણ ગવાક્ષે લક્ષ્મીનારાયણ, પૂર્વે વિષ્ણુ, ઉત્તર દિશાએ વિષ્ણુ-લક્ષ્મીજીની પ્રતિમાઓ છે. પશ્ચિમના બન્ને ઓટલાના ગવાક્ષોમાં ગરૂડજી તથા ગણેશના શિલ્પો…
View original post 904 more words