Posted in Srimad Bhagvat Geeta

“શ્રીમદ્ ભગવદ્ગીતા – એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.


 • “શ્રીમદ્ ભગવદ્ગીતા – એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.

 • http://www.sadhanaweekly.com/Encyc/2016/12/10/information-abour-Bhagavad-geta
 • – મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે, જેમાં છઠ્ઠું પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.

 • – સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસપુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ, શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ – જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ – જે ૧૮મા છેલ્લા વેદવ્યાસ હતા, તેમણે ગીતાને છંદબદ્ધ શ્ર્લોકોમાં ‚પાંતર કરી ગીતા લખી.

  – ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટ‚પનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ.

 • –  ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્ર્લોક છે, જે પૈકી ૫૭૫ શ્ર્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્ર્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્ર્લોક : સંજય અને માત્ર ૧ (એક) શ્ર્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

 • –  ગીતાનો સમયકાળ આશરે ઈ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે.

 • – ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્ર્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ : ૨૮ વખત, અર્જુન ઉવાચ : ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ : ૯ વખત આવે છે.

 • – ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે, જેમ કે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ, બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.

 • – ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્ર્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.

 • – મહાભારતનાં પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના કુલ અક્ષરો પણ ૯ થાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્ર્લોકબદ્ધ કરનાર શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસનું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં યોગ શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્ર્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે, જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું – તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦ (નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે, જેમ કે : નારદ, પ્રહ્લાદ, ભૃગુ, રામ વગેરે. આ તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯નું અદ્ભુત સંકલન અહીં જોવા મળે છે.

 • –  ગીતાના ૭૦૦ શ્ર્લોકો પૈકી ૬૪૫ શ્ર્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્ર્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.

 • –  એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્ ભગવદ્ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા-ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબ જ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ ‚પ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે

  મહાત્મા ગાંધીજી – અનાસક્તિ યોગ

  વિનોબા ભાવે – ગીતા પ્રવચનો

  આઠવલેજી – ગીતામૃતમ્

  એસી ભક્તિ વેદાંત – ગીતા તેના મૂળ‚પે

  કિશોર મશ‚વાળા – ગીતામંથન

  ગુણવંત શાહ – શ્રીકૃષ્ણનું જીવનસંગીત

  શ્રી અરવિંદ – ગીતાનિબંધો

  રવિશંકર મહારાજ – ગીતાબોધવાણી

  કાકા કાલેલકર – ગીતાધર્મ

 • –  આખી ભગવદ્ગીતામાં ‘હિંદુ’ શબ્દ એક પણ વખત આવતો નથી – તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ. એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્ર્વિક ધર્મગ્રંથ છે.

 • – શ્રીમદ્ ભગવદ્ગીતા – એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ-ભાષાંતર વિશ્ર્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.

 • – ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – ચાર વેદો છે પણ ગીતાને પાંચનો વેદ કહેવાય છે.

 • – કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ-ઉપનિષદ-ભગવદ્ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે, જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ગીતામાં ના હોય !!

 • – સમગ્ર વિશ્ર્વમાં શ્રીમદ્ ભગવદ્ગીતા – એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s