Posted in Media

ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાંશ શાહને અર્પણ


*ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાંશ શાહને અર્પણ.* 

આપ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપની વાજબી ટીકા કરો (જેમ કે અમદાવાદનું નામ કર્ણાવતી ન થવું) એ અમને ગમે છે પણ એમના સારા નિર્ણયો છાપો જ નહીં તે તો વાચકો સાથે છેતરપિંડી કહેવાય. જેમ કે આજે દિવ્ય ભાસ્કરમાં નવી આરોગ્ય નીતિ જાહેર થઈ જેમાં દર્દીઓ માટે ટ્રિબ્યુનલ બનાવાશે કે પછી સ્વદેશી રેલગાડી પશ્ચિમ રેલવેમાં દોડશે. 

 આજે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામોને અઠવાડિયું થવા આવ્યું. કોંગ્રેસ અને ખાસ તો રાહુલ-પ્રિયંકા ગાંધીની નિષ્ફળતા વિશે તમારા છાપામાં એક અક્ષર છપાયો નથી. ચૂંટણીના પરિણામોથી ખબર પડશે કે મોદીની નોટબંધીને પ્રજાએ સ્વીકારી છે કે નહીં એવું ચૂંટણી પહેલા અને ચૂંટણીના દિવસે તમે રોજ લખ્યું જેથી અહીં રહેતા ઉ.પ્ર.ના લોકો પ્રભાવિત થાય ને ભાજપને મત ન મળે. પણ પરિણામો પછી એકેય વાર તવલીનસિંહની જેમ તમે કે તમારા એકેય પાળીતા કૂ** સોરી, કોલમ લેખકે સ્વીકારવાની હિંમત ન કરી કે હા, અમે ખોટા પડ્યા. આજના છાપામાં ગોવા કોંગ્રસના તડાને તમે અંદરના પાને છાપ્યા છે. ભાજપના કીર્તિ આઝાદ, શત્રુઘ્ન સિંહા કે અરુણ શૌરીના બળાપા તમારા છાપામાં હંમેશાં પહેલે પાને સ્થાન પામે છે. એકાએક શિવસેના તમારો ફેવરિટ પક્ષ થઈ ગયો છે ને સામનાનો તંત્રી દેખ તમે રોજ પહેલા પાને છાપો છો પરંતુ કોંગ્રેસ કે ભાજપ વિરોધી અન્ય પક્ષના વિખવાદોને કાં તો તમે છાપતા જ નથી અથવા અંદરના પાને ઓછી જગ્યા ફાળવી દબાવી દ્યો છો. હિન્દુઓના કથિત કટ્ટરવાદના સમાચાર તમે હંમેશાં ચગાવો છો જેમાં ઘણી વાર અસત્ય હોય છે પણ નાહીદ આફરીન સામે 46 ફતવા બહાર પડે તો તમે તેને હાજરી પૂરાવવા લો છો ખરા પણ અંદરથી અંદરના પાને. *બંગાળમાં હિન્દુઓને દુર્ગાપૂજા ન કરવા દેવાય કે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોને તકલીફ ન પડે તે માટે મંદિરો પરથી માઇક ઉતારાવી દેવાય કે પછી હોળી પર મસ્જિદને રંગ ન લાગી જાય તે માટે પોલીસની તૈનાતી… આ બધા સમાચારને તમારા છાપામાં કોઈ સ્થાન નથી મળતું.*

વડા પ્રધાન શ્રી મોદી વિદેશ પ્રવાસ કરે તો જાણે ફરવા જતા હોય તેવા હેડિંગ સાથે પહેલે પાને ત્રણ કોલમ છાપશો પણ સોનિયા ગાંધી બીમાર પડે ને અમેરિકા જતા રહે તો તે સમાચાર તમે સિંગલ કોલમમાં છાપો છો. બીમારની ટીકાની વાત નથી પણ એવો વાજબી પ્રશ્ન તો પૂછી શકાય ને કે પોતાના દસ વર્ષના શાસનમાં તેઓ એવી સારી હોસ્પિટલ પણ તેઓ ન બનાવી શક્યા કે સારવાર લેવા વિદેશ જવું પડે છે? મને ગળા સુધી ખાતરી છે કે મોદી કે અમિત શાહ વિદેશ સારવાર કરાવવા જાય તો તમે આમ જ લખો. 

તમને એમ હશે કે વાચકો શાહમૃગ છે. તમે બતાવશો એટલું જ જોશે પણ કોંગ્રેસ ભક્ત મિ. શ્રેયાંશ! આ આઈટી ક્રાંતિના જમાનામાં તમે સત્ય છુપાવી નહીં શકો. 

તમે અટક પરથી અને છાપામાં છપાતા જૈનો તરફી સમાચારના લીધે જૈન જ લાગો છો. જૈન ધર્મ અહિંસામાં માને છે તેમ તમે પણ માનતા જ હશો પરંતુ *તમે રોજેરોજ કોંગ્રેસ અને કેજરીવાલ સહિતના વિરોધી પક્ષોના પ્રતિકૂળ સમાચાર અને ભાજપ સરકારના સારા નિર્ણયો ન છાપીને તેમજ મોદી-ભાજપની ગેરવાજબી ટીકા-પાકિસ્તાન-ત્રાસવાદ તરફી સમાચારો છાપીને વાચકો સાથે જે છેતરપિંડી કરો છો એ હિંસા જ કહેવાય.* સાંભળ્યું છે કે તમારા પિતા શ્રી, તમે અને તમારા બંને દીકરાઓ વચ્ચે બનતું નથી. તમારા પિતા શ્રી તો હયાત નથી પરંતુ પરિવારમાં કલહનું કારણ વ્યક્તિના કર્મો જ હોય છે. *આજે આપનું છાપું દિવસે ને દિવસે પાકિસ્તાન સમાચાર તરીકે કુખ્યાત થતું જાય છે.* કારણ વિચાર્યું છે? કારણ તમે પાકિસ્તાનની ધમકી આઠ કોલમમાં છાપો છો પણ પાકિસ્તાનના જવાનો ભારતની કાર્યવાહીમાં મરે તે સમાચાર છાપતા જ નથી. તમારા કોલમ લેખક ધૈવત ત્રિવેદી ફેસબુક પર સર્જિકલ સ્ટ્રાઇક માટે સ્ટેટસમાં સેનાને જ અભિનંદન (મોદી સરકારને નહીં) લખે અને કોમેન્ટમાં આ સ્ટ્રાઇક બોગસ હોવાનું લખે છે તે જ બતાવે છે કે એ ગુજરાતના કેજરીવાલ તો નહીં પણ આશુતોષ થવાનો ધખારો જરૂર સેવે છે. 

તમે જેએનયુનો સ્કોલર આત્મહત્યા કરે તો હેડિંગમાં દલિતની આત્મહત્યા લખો છો પણ *કેરળ, પ. બંગાળ કે ભાજપ ઇત્તર પક્ષના રાજ્યમાં દલિત પરના અત્યાચારો તમારા માટે સમાચાર જ નથી. બેંગલોરમાં તાજેતરમાં જ ભાજપ કાર્યકર્તાની હત્યા થઈ તે સમાચાર તમે છાપ્યા જ નહીં.* હા, કેરળમાં સામ્યવાદિઓએ સંઘ-ભાજપ પર હત્યાના આક્ષેપ કર્યા તેને તમે પહેલે અને તેય અપર હાફ ફોલ્ડમાં, ટૂંકમાં લોકોની સીધી નજર પડે તેમ ચમકાવ્યા. ગુરમહેર કૌરને કોઈએ બળાત્કારની ધમકી આપ્યાના પુરાવા નથી પણ એ દેશવિરોધી અને પોતાના પિતાની શહીદી માટે પાકિસ્તાન જવાબદાર નથી તેમ કહેનારના આક્ષેપો પરથી તમે હેડિંગમાં એબીવીપીના ગુંડા શબ્દ પ્રયોજ્યો અને તેય આઠ કોલમમાં! *તમારા છાપામાં કોંગ્રેસ-કેજરીવાલ તો જવા દ્યો પણ ગત પાંચ રાજ્યોની ચૂંટણીમાં સામ્યવાદીઓ જેનો પ્રચાર કન્હૈયાકુમારે કરેલો તેમને કેટલા મત મળ્યા તે પણ સમાચાર કે વિશ્લેષણ નથી.* કહે છે કે રાવણને દુશ્મની હતી તો માત્ર રામ સાથે પણ રામના લીધે તે લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, અંગદ આ બધાનો દુશ્મન થઈ યુદ્ધ લડવા લાગેલો. અરે! તેના માટે તેનો ભાઈ વિભીષણ પણ દુશ્મન થઈ ગયેલો. તો ધૃતરાષ્ટ્રને દુર્યોધન-દુઃશાસનના કુકર્મો દેખાતા જ નહોતા. *નક્કી તમારે કરવાનું છે કે તમે રાવણ છો કે ધૃતરાષ્ટ્ર કે પછી બેયનો મિલોઝુલો અવતાર? કારણકે મોદી વિરોધમાં હવે તમને પાકિસ્તાન, હાફિઝ સઈદ ને ચીન પ્યારા લાગવા લાગ્યા છે.* કોંગ્રેસ, કેજરીવાલ, મમતા, નીતીશ, લાલુ, શિવસેના, સામ્યવાદીઓ, કન્હૈયા, ઉમર ખાલિદ, ગુરમહેર કૌર,  હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી સહિત જે કોઈ મોદી અને ભાજપનો, સંઘનો વિરોધ કરે તે તમારા માટે પહેલા પાનાના સમાચાર છે. મોદીના જેટલા સાથીઓ એ ચાહે સંઘ હોય કે એબીવીપી, એ તમારા દુશ્મનો છે.

એ તો ઠીક પણ ગુજરાતનૂં ગૌરવ વઘારનારા ઇતિહાસ સંશોધક વિષ્ણુ પંડ્યાને પદ્મશ્રી મળે તો તમે તેના સમાચાર સિંગલમાં લો છો અને તારક મહેતા જેવા ગુજરાતના સીમાડા વટાવી દુનિયાભરમાં લોકપ્રિય થનારા લેખકના નિધનના સમાચાર તમારા માટે માત્ર બે કોલમના સમાચાર છે. આ લોકોનો શું વાંક? તમારા લેખક ગુણવંત છો. શાહ ગૂજરી જાય તો એના સમાચારના બદલે તમારી ટીવી ચેનલ જીએસટીવીની વેબસાઇટ પર વિચારોના વૃંદાવન કોલમથી જાણીતા પરંતુ રાષ્ટ્રવાદી લેખ લખતા ગુણવંત શાહને શ્રદ્ધાંજલિ આપી દો છો. એ વખતે ગુણવંતભાઈ રાજકોટ હતા ને આ ખોટા સમાચાર પ્રસરવા લાગ્યા ત્યારે એમના દીકરી અમીષા બહેન પર ફોન પર ફોન આવવા લાગ્યા. તેમનો ભાઈ સાથે સંપર્ક ન થયો. એ કેટલાક કલાકો તમારા નિંભર, નિર્લજ્જ ને જૂઠા પત્રકારત્વના કારણે કેવી વિતી હશે તેની તમને ક્યાંથી કલ્પના આવે? મોદી-આનંદી-રૂપાણી સહિત ભાજપની સરકારોને સંવેદનશીલ થવાની રોજ શિખામણ આપતા તમારી એ ચેનલ કે છાપાએ એ અપકૃત્ય માટે માફી માગવાનું સૌજન્ય પણ ન દાખવ્યું. કદાચ અત્યારે તમને એ અપકૃત્યની કોઈ સજા મળી હોય તેવું નહીં લાગે પણ ભગવાન મહાવીર બધા કષાયોની ઝીણામાં ઝીણી નોંધ રાખે છે એ યાદ રાખજો. *તમે પીળા પત્રકારત્વમાં કેટલાને બ્લેકમેઇલ કર્યા છે તે તમારી સાઠ પછીની ઉમર છતાં તમે નહીં ભૂલ્યા હો. તમે સંદેશ કે ભાસ્કરમાં એડ છપાય અને તે એડ તમારા છાપામાં ન છપાય તો સીધી એડ પૂછ્યાકાછ્યા વગર છાપી દેતા ને બિલ મોકલાવી દેતા તે દાદાગીરી તમેય નથી ભૂલ્યા ને લોકો પણ. મહાવીર ભગવાન પણ આનો હિસાબ જરૂર લેશે. તમારા પરિવારની જો દુર્દશા થાય તો યાદ કરજો આ બધા તમારા પાપ.*

સાંભળ્યું છે કે તમને રાજ્યસભામાં જવાની વાસના હતી પરંતુ તત્કાલીન ભાજપ સરકારે તમને ટેકો ન આપ્યો. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા પછી તમારી ખોટી ફાઇલો ક્લીયર થવાની બંધ થઈ ગઈ. તમે પૂ. મોરારીબાપુની કથા કરાવી મોદીને મનાવવા પ્રયાસ કરી જોયા પણ પ્રમાણિક મોદી તમારી અનુચિત માગોને તાબે ન થયા તે ન જ થયા. જ્યારે અહમદ પટેલ કેન્દ્રમાં તમારા કામ કરાવી આપતા હતા. આથી તમે કોઈ પણ સમાચાર હોય, મોદી અને ભાજપનો વિરોધ કરવા લાગ્યા. સાંભળ્યું છે કે ઓફિસમાં કોઈ મોદીનું નામ લે તોય તમે ચિડાઈ જાવ છો? તમને વલૂર ઉપડે છે? આ માનસિક હતાશા અને પાગલપણું બતાવે છે જે આવનારા દિવસોમાં ઓર વધવાનું છે. 

તમે એક આકલન કરજો કે 2014 પછી તમારી આ આંધળી મોદી વિરોધી નીતિના કારણે તમારું સર્ક્યુલેશન કેટલું ઘટ્યું? શ્રેયાંશભાઈ, તમારા પત્રકારો પણ તમારા આ મોદીવિરોધી માનસિકતાનો લાભ લઈ તમને ચમચાગીરીમાં ખોટેખોટા પોરસ ચડાવતા હોય એમ લાગે છે. કોલમ લેખકો ભવેન કચ્છી, ધૈવત ત્રિવેદી અને જય વસાવડા પણ ગુજરાત સમાચારમાં લખવું મજબૂરી છે એટલે મોદી વિરોધ કરે છે પણ એ પોતાના સોશિયલ મિડિયામાં મોદી-ભાજપના નેતાઓ સાથે હોંશે હોંશે, આકરી ભાષામાં કહું તો લાળ ટપકાવતા ટપકાવતા, ફોટા પડાવીને મૂકે છે. આ બતાવે છે કે તમારી લંકામાં વિભીષણો છે. પરંતુ હજુ કોઈ પ્રહલાદ બનીને ખુલ્લેઆમ બહાર નથી આવ્યો. મિ. શ્રેયાંશ! આજનો જમાનો સ્ટિંગનો પણ છે તે તમે બધાને ડંખ્યા છો એટલે તમને ખબર જ હશે. કોઈ વિભીષણ કે પ્રહલાદ પૂણ્ય પ્રસૂન બાજપેયીની કેજરીવાલ સાથેની ‘ક્રાંતિકારી દોસ્તી’ની જેમ તમારા મોદી વિરોધ કે  અહમદ પટેલ-કેજરીવાલ સાથેની દોસ્તીનો સ્ટિંગ વિડિયો ન વાઇરલ ન બનાવી દે તે જોજો કારણકે મોદી દ્વારા સરકારી કર્મચારીઓના શોષણની વાતો લખનારા દંભી એવા તમે, પત્રકારોનું કેટલું શોષણ કરો છો એ દુનિયાથી અજાણ્યું નથી. પીવાનું પાણી ન હોય અને ગંદી મૂતરડી, જેમાં ઘણી વાર ચતુર્થિ પ્રક્ષાલન માટે પાણી પણ ન હોય તો પછી સાતમા પગાર પંચ જેવા પત્રકારો માટેના મજેઠિયા પંચનો અમલ તો ભૂલી જ જવાનો ને? સાંભળ્યું છે તમે ચણામમરા જેટલો પગારવધારો કરી પત્રકારોને મનાવી લીધા છે. મોદી, આનંદીબહેન કે રૂપાણી આવું કરે તો તમે તેને લોલિપોપ જ કહો ને?

ઠીક છે. તમે જો સુધરો તો સારી વાત છે નહીંતર દુનિયા હવે નાગા ને નાગો કહેતી થઈ ગઈ છે. બરખા દત્તને એનડીટીવી છોડીને ઘરભેગા થવું પડ્યું છે. રાજદીપને અમેરિકામાં ટપલી દાવ થયો હતો. આ ધમકી નથી. તમે જેમ રોજ લોકોને સંઘ-ભાજપ સામે હથિયાર હાથમાં લેવા ઉશ્કેરો છો તેવું આ નથી. પણ *જ્યારે હદ થાય ત્યારે હિન્દુઓ શિવ બની ત્રીજું નેત્ર ખોલતા હોય છે એ 2002માં જોયું જ છે.* બની શકે કે એ ટપલી દાવ તમારા છાપાના બહિષ્કારના રૂપમાં હોય. તમે કહેશો કે વાચકો ન વાચે તો મારી જૂતી! પણ જો કંપનીઓ જાહેરખબર આપવાનું બંધ કરી દેશે તો શું? હમામમાં અમમ ને નિર્મમ ને તમારા સહિત બધા નંગા જ છે. એનો ફોટો કે વિડિયો બહાર ન આવી જાય તેનાથી ચેતતા રહેજો.

હું એક સમયે ગુજરાત સમાચારનો કટ્ટર વાચક હતો. કદાચ તે વખતે આપના પિતાશ્રિ છાપું સંભાળતા અને તડ ને ફડ લખાતું. કોંગ્રેસની નીડર ટીકા થતી ને ભાજપની પણ. મુસ્લિમોની કટ્ટરતા વિરુદ્ધ તમારું છાપું નીડરતાથી લખતું પણ *આજે ઇરાનના ખોમૈની વિરુદ્ધ કોઈ પુસ્તકનો આધાર લઈ છપાતા લેખ સામે અહીંના કેટલાક મુસલિમો વિરોધ કરે તો તમારો લેંઘો બગડી જાય છે ને તમે માફી છાપો છો.* ઉલટું તમારે લખવું જોઈતું હતું કે મરી ગયેલો ખોમૈની આ મુસ્લિમોનો શું સગો થાય છે તે એની વિરુદ્ધ વાતથી એમના પેટમાં અલ્સર થાય છે? પણ *તમે અને તમારા કોલમ લેખકો ખાસ તો જય વસાવડા, માત્ર હિન્દુ ધર્મની જ ઠેકડી ઉડાડી જાણે છે કારણકે હિન્દુઓ તાલિબાન નથી, પરંતુ ક્યારેક શિવજી પણ તાંડવ કરવા મજબૂર બને છે તે આપ અને આપના કોલમ લેખકોએ યાદ રાખવું જોઈએ. પેલી કવિતા તો તમને યાદ જ હશે કે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે તો ભસ્મકણી એકેય ના લાધશે.*

ગુજરાત સમાચારના બ્લેકમેઇલનો ઘણા બધા લોકો શિકાર બન્યા હશે. રાજકારણી, વકીલ, ડોક્ટર, સરકારી કર્મચારી, બિલ્ડર, વેપારી, એન્જિનિયર, ઉદ્યોગપતિ, સાહિત્યકારો, પ્રોફેસરો, શિક્ષકો…બધા એકસંપ થઈ જાય તો આ રાક્ષસનો અંત આવે. *પેલી વાર્તાની જેમ આ રાક્ષસનો જીવ એના છાપારૂપી પોપટમાં છે. તેનું ગળું મરોડશો તો આ રાક્ષસ કોડીનો થઈ જશે. તેનું ગળું મરોડવું એટલે આ છાપાનો બહિષ્કાર કરવો, અને ખાસ તો એમાં કોઈ જાતની ટચૂકડી કે મોટી એડ ન આપવી. સેમસંગ, ફોર્ડ, મારુતિથી લઈને ટાટા સુધી બધાને ઇમેઇલ કરો કે આ બોગસ છાપાને એડ બંધ થાય.*

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s