બોધ વાર્તા-
https://www.facebook.com/gujjufunz/
બહુ ડાહ્યા બહુ ખરડાય
ગોવિંદ ખૂબ ભણેલો હતો તેમજ
હોંશિયાર પણ એટલો જ હતો. પરંતુ તેને
પોતાની વિદ્યા તથા જ્ઞાન ઉપર ખૂબ જ
અભિમાન હતું.તે અભણ તથા ઓછું ભણેલા અને
અજ્ઞાનીઓની હંમેશા મજાક ઉડાવતો હતો.
નદી ની સામે પાર ગંગાપુર નામનું એક
નાનું ગામ હતું.
ત્યાં ઘણા વિદ્વાનો રહેતા હતાં. એક વાર
ગોવિંદે ગંગાપુર જઈને પોતાના જ્ઞાનનું
પ્રદર્શન કરવાનું નક્કી કર્યું.તેણે
સવારના પહોરમાં જ થોડું ખાવાનું સાથે લીધું
અને ગંગાપુર જવા માટે નીકળી પડ્યો.નદી પાસે
પહોંચ્યો ત્યારે એક ખાલી હોડી પડી હતી.
ગોવિંદ તે હોડીમાં બેસી ગયો અને હોડીવાળાને
ગંગાપુર લઈ જવાનું કહ્યું.
હોડીવાળો બહેરો અને બોબળો હતો.
ગોવિંદને કોઈની સાથે વાત કરવી હતીં. તેથી તે
બહેરા અને બોબડા હોડી વાળ સાથે
હાથના ઈશારે વાત કરવા લાગ્યો.
સૌથી પહેલા તો તેણે ગોળ
દોરી બતાવી. જેનો અર્થ એવો થતો હતો કે
પૃથ્વી ગોળ છે. તથા તેમાં ઘણું બધું જાણવાનું છે.
જો કે હોડી વાળો એવું સમજતો હતો કે તે
લાડવાની વાત કરે છે. તેથી તેણે હાવ
ભાવથી બતાવ્યું કે મને લાડવા બહું ભાવે છે.
તે પછી ગોવિંદે ચાર આંગળીઓ
બતાવીને ઈશારો કર્યો કે વેદ ચાર
છે,હોડીવાળાને એવું સમજાયું કે ગોવિંદ પાસે
ચાર લાડવા છે. તેણે પાંચ આગળી બતાવી. અર્થ
એવો થતો હતો કે હું પાંચ લાડવા એક સાથે ખાઈ
શકું છું.
ગોવિંદને લાગ્યું કે
હોડીવાળો પોતાના કરતા વધારે
જ્ઞાની છે.ચાર વેદ ઉપરાંત એક વેદનો વધું
જાણકાર છે. ગોવિંદને ચિંતા થવા લાગી.
હોડીવાળાના હાથની સંજ્ઞાની એવો ઈશારો કર્યો કે
નદીની પાર ગામમાં એવા કેટલાય લોકો છે જે
એક સાથે પાંચ લાડવા ખાઈ શકે તેમ છે.
ગોવિંદ સમજ્યો કે એ ગામમાં ચાર
થી વધારે વેદ જાણકારો છે. તેથી ગોવિંદે
વિચાર્યું કે આવા વિદ્વાનોના ગામમાં જઈને
વાદ વિવાદમાં પડીને મૂર્ખ સાબિત થવું
તેના કરતાં વઘારે શાણપણ એમાં છે કે વહેલા સરે
અહીથી જ પોતાના ગામમાં પાછા ફરી જવું.
તેથી તેણે તરત જ
હોડી પાછી લેવડાવી અને પોતાને ગામ
પાછો ફર્યો.
બોધઃ-તપાસ કર્યા વગર કોઈ વાતને
સાચી માનવી ન જોઇએ.