Posted in संस्कृत साहित्य

પતિને વગોવતી રહેતી પત્ની ક્યારેય સુખી થતી નથી


પતિને વગોવતી રહેતી પત્ની ક્યારેય
સુખી થતી નથી
મોટા ભાગની મહિલાઓ
પોતાના મનનો ઉભરો ઠાલવવા કોઇકની રાહ
જ જોતી હોય છે કે, જેની સામે
પોતાના પતિના અવગુણ ગાઇને મનનો બોજ
હળવો કરી શકાય. જ્યારે તેમને સાંભળવાવાળું
કોઇ જ મળતું નથી, ત્યારે તેઓ
પોતાના પતિના મિત્રોને જ
પોતાની વ્યથા કહી દે છે. જો કે
કહેતાં તો કહી નાખે છે, પરંતુ ક્યારેક તેમને આનું
એવું ગંભીર પરિણામ ભોગવવું પડે છે કે, ઘરબાર
બધું જ છિન્ન ભિન્ન થઇ જાય છે અને તેમનું
ભાવિ ધૂંધળું બની જાય છે. પુરુષ
એટલો સ્વાભિમાની હોય છે કે તે
પોતાની પત્ની દ્વારા, પોતાની વિરુધ્ધ
કહેલી એકપણ વાત સાંભળવા નથી માંગતો,
પછી ભલે તે ગમે તેટલી તર્કસંગત કેમ ન હોય. આમ
તો કોઇ પણ પતિ-પત્ની વચ્ચે ઓછા-
વત્તા પ્રમાણમાં અણબનાવ કે મતભેદ
હોવા સામાન્ય છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે,
જ્યાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ ન થયા હોય.
વડીલોનું પણ એવું માનવું છે કે, બે વાસણ
ભેગાં થાય, એટલે ખખડયા વગર ના રહે. જ્યાં પ્રેમ
હોય ત્યાં તકરાર પણ ચોક્કસ થાય જ.
પણ એનો આૃર્થ એવો નથી જ કે
પત્ની પતિની દુશ્મન બની જાય અને
પતિ પત્નીનો વેરી. પત્નીએ તો વિચારવું
જોઇએ કે જે પોતાનો પાલનહારને રક્ષક હોય, તે
વળી એનો દુશ્મન કે વિરોધી કેવી રીતે
બની શકે?
તો પછી પત્નીના મનમાં પોતાના પતિ પ્રત્યે
આવી દઉષિત ભાવના કેમ? કદાચ એટલા જ માટે
કે એ પત્નીની સમજદારીમાં જ કોઇ ખામી હોય.
તેણે વિચારવું જોઇએ કે પતિને અનેક
પ્રકારની મુશ્કેલીઓ, ગૂંચો અને સમસ્યાઓ હોય છે,
જેમનો તે એકલે હાથે સામનો કરે છે.
આવી પરિસિૃથતિમાં એ પણ સ્વાભાવિક છે કે તેનું
મગજઅસ્વસૃથ અને મુશ્કેલીઓથી ઘેરાયેલું રહેતું હોય.
આ સમયે પત્નીની ફરજ છે કે પતિ પ્રત્યે
સહાનુભૂતિ અને સદ્ભાવ રાખે, જેથી પતિ વધારે
મુશ્કેલીમાં ન મુકાય. પત્નીની પ્રેમાળ
વાણીથી પતિની દિવસભરની મુશ્કેલીઓ અને
થાક પળવારમાં ગાયબ થઇ જાય છે, ત્યારે આ
થાકેલો પતિ પત્નીનાં વખાણ
કર્યા વિના રહી શકતો નથી.
એટલે ભૂલથીયે પતિની ફરિયાદ કોઇની આગળ
કરવી જોઇએ નહીં. પછી ભલેએ
તમારો નિકટનો સંબંધી કેમ ન હોય,
નહીં તો તમે પણ પૂનમની જેમ
જિંદગીના કળણમાં ફસાઇ જશો. જેમાંથી બહાર
નીકળવું પણ મુશ્કેલ થઇ જશે.
પૂનમ એક ગૃહિણી છે. તેની પોતાના પતિ અમન
સાથે હંમેશા તકરાર થયા જ કરે છે. એ પણ
એટલી ગંભીર કે
દિવસો સુધી બંનેના એકબીજા સાથે અબોલા થઇ
જાય છે અને બોલે ત્યારે પણ ઉગ્ર સ્વરમાં જ. આ
વાતનો ઉભરો પૂનમ
ક્યાં સુધી પોતાના હૃદયમાં ભંડારી રાખે? તે
પોતાનો ઉભરો ઠાલવવા હંમેશા તત્પર રહેતી,
પણ તેને તેની વાત સાંભળવાવાળું મળતું ન હતું.
એક દિવસ અમનનો એક ખાસ દોસ્ત તેના ઘરે
આવ્યો અને હસતાં હસતાં તેણે પૂનમને કહ્યું, ”કેમ
છો ભાભી?”
”મજામાં, બોલો ઉદયભાઇ, આજે એકદમ આ બાજુ
કેમ ભૂલા પડયા?” ચહેરા પર કૃત્રિમ હાસ્ય
લાવતાં પૂનમે પૂછ્યું.
”બસ ભાભી, આ બાજુથી પસાર થઇ રહ્યો હતો.
થયું કે મળતો જાઉં. અમન ક્યાં છે? આજકાલ
દેખાતો જ નથી? ઑફિસે તો નથી ગયો ને?”
ઉદયભાઇએ ઉત્સુકતાથી કહ્યું.
”ઝઘડો! અને એ પણ તમારી સાથે? આ તમે શું
બોલો છો ભાભી? મને તો કાંઇ જ સમજાતું નથી.
તમારા જેવી સુંદર અને સુશીલ ગૃહિણી સાથે
જો એ ઝઘડો કરતો હોય, તો બહુ મોટી ભૂલ
કરી રહ્યો છે. સારું, હું એને સમજાવીશ. તમે
ચિંતા ના કરશો.”
ઉદયભાઇએ તેને સાંત્વના આપતાં કહ્યું.
”તમે શું સમજાવવાના હતા એમને? એ
તો પહેલેથી જ બહુ સમજદાર છે, બહુ જ હોંશિયાર
છે. તેમનાથી તો કોઇ ભૂલ થાય જ નહીં અને થાય
તો પણ એ મજાકમાં ખપી જાય છે. મારું
તો જીવતર ઝેર થઇ ગયું છે. સાપ છછઉંદર
ગળી ગયો હોય, તેવી સિૃથતિમાં જીવી રહી છું.
મને તો થાય છે કે આત્મહત્યા કરી લઉં, પરંતુ
બાળકોના મોહને કારણે એ નથી કરી શકતી.”
પૂનમે પોતાનાં આંસુ લૂછતાં કહ્યું.”આ શું! તમે
તો રડવા લાગ્યાં. ધીરજ રાખો, બધું બરાબર
થઇ જશે. હું તમારી સાથે છું. હું એને સમજાવીશ
તો ચોક્કસ માની જશે.” ઉદયભાઇ તો પૂનમને
સાંત્વના આપી ત્યાંથી જતા રહ્યા. પૂનમ
તો પોતાની વ્યથા કહી નાખીને હળવી ફઉલ
થઇ ગઇ હતી.
અમનને મળતાંની સાથે જ ઉદયે એને
બરાબરનો ઝાટકવાનું શરૃ કર્યું, ”કેમ એલા અમન,
શાના છે આ બધા ભવાડા? તું ભાભી સાથે
ઝઘડયા જ કરે છે?”
”તને કોણે કહ્યું કે હું મારી પત્ની સાથે
ઝઘડયા કરું છું અને તેને હેરાન કર્યા જ કરું છું?”
અમને આશ્ચર્યથી પૂછ્યું.
”અરે! તો એમ વાત છે! સારું યાર, હવે તને
ક્યારેય ફરિયાદ સાંભળવા નહીં મળે.”
અમને ગુસ્સો રોકતાં કહ્યું.
એ સમયે તો વાત પતી ગઇ, પણ ઘેર
પહોંચતાંની સાથે અમને ઉગ્ર અવાજે
પોતાની પત્ની પૂનમને બૂમ પાડી, ”પૂનમ, ઓ
પૂનમ ક્યાં કઇ?”
”શી વાત છે? શું થયું? બહુ
ગુસ્સામાં લાગો છો?” પૂનમે પૂછ્યું.
”એ પૂછ, કે શું નથી થયું. જ્યારે ઘરની વાત બહાર
જાય, તો પછી બાકી જ શું રહ્યું?” ”એટલે ? તમે
શું કહેવા માગો છો?” પૂનમે પણ એકદમ કઠોર
સ્વરે પૂછ્યું.
”હું એમ પૂછું છું કે ઉદયને
આપણા અણબનાવની કેવી રીતે ખબર પડી?
આપણા અંગત ઝઘડા વિશે કેવી રીતે જાણ થઇ?
અમને ગુસ્સે થતાં કહ્યું.
”એ…..એ……તો વાત જાણે એમ બની કે મેં જ તેમને
પોતાના સમજી બધી વાતની જાણ કરી હતી,
મારું દિલ હળવું કરવા, પણ એમાં ખોટું શું છે?”
પૂનમે થોથવાતાં કહ્યું. ”પોતાનો સમજીને? અને
એ પણ ઉદયને? અરે બેવકઉફ, જ્યારે તું
ઘરમાં તારા પતિને જ પોતાનો નથી સમજતી,
તો બીજાને પોતાનો સમજવાનો શો અિધકાર છે
તને? જો તું એને જ પોતાનો સમજતી હો,
તો મારી સાથે તારો શો સંબંધ? જા, એની પાસે
જ જતી રહે. હું તને આજથી આઝાદ કરું છું. હા,
આજથી તારો અને મારો સંબંધ પૂરો.” અમને
ક્રોધમાં લાલચોળ આંખે કહ્યું.
હવે તમે જ કહો કે શું પૂનમની આ મુશ્કેલી તેણે પોતે
જ નોતરેલી ન હતી? શું પૂનમે જાતે જ
પોતાના પગ પર કુહાડી નહોતી મારી? તેણે
પોતાના મનનો ઉભરો ઠાલવતા પતિની ફરિયાદ
કરી, એ ભલે પોતાના પતિનો ખાસ દોસ્ત હશે,
પણ પોતાનો તો નહોતો જ ને?
આનો સારાંશ એટલો જ કે પોતાની જાતે જ
પોતાના સુખી સંસારમાં પલીતો ચાંપવાને બદલે
પ્રેમલતા પાંગરતી રહે, એ રીતે એને
સ્નેહથી સિંચવી જોઇએ, ફળસ્વરૃપે આખું જીવન
પતિનાં પ્રેમપાત્ર બની શકાય….

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s