નવો મહાવત
આ વાત ભારતની છે.
એક મહાવત પાસે એક હાથી હતો.
મહાવત હાથીની સારી રીતે સંભાળ રાખતો નહોતો.
તે તેને પૂરતો ખોરાક આપતો નહોતો. તેની પાસે તે ખૂબ કામ
કરાવતો હતો. છતાં તેને સહેજે વહાલ કરતો નહોતો.
તેની સાથે ખરાબ રીતે વર્તન કરતો હતો.
એક દિવસ હાથીને આ નિર્દય મહાવત પર ચીડ ચડી. તેણે લાગ
જોઈને મહાવતને પગ નીચે દબાવીને મારી નાંખ્યો.
મહાવત મરી ગયો, એટલે તેની પત્નીને બહુ દુઃખ થયું.
બિચારી રડવા લાગી. તેણે પોતાનાં છોકરાંઓને હાથીની સામે
ઊભાં રાખ્યાં.
હાથીના પગ પાસે જઈને તેણે કહ્યું ઃ ”મૂવા! તેં આ
છોકરાંઓના બાપને મારી નાંખ્યો! લે, હવે આ છોકરાંઓને
પણ મારી નાંખ!”
હાથીએ નાનાં બાળકો તરફ જોયું,
પછી સૌથી મોટા છોકરાને હળવેથી પોતાની સૂંઢ વડે
પકડયો. જોત જોતામાં હાથીએ મહાવતના છોકરાને
કાળજીપૂર્વક પોતાની પીઠ પર બેસાડયો.
બસ, એ દિવસ પછી હાથીએ જિંદગીભર એ
છોકરાના હુકમોનું પાલન કર્યું. એ છોકરો જે કામ કહે
તે હોંશે હોંશે કરી આપે. જાણે કે એ છોકરો જ
તેનો નવો મહાવત બની ગયો. પ્રાણીઓ પણ પ્રેમની અને
સારી વર્તણુંકની આશા રાખે છે.
લેખક ઃ લિયો ટોલ્સટોય
અનુવાદક ઃ રશ્મિન મહેતા
Day: February 26, 2017
પતિને વગોવતી રહેતી પત્ની ક્યારેય સુખી થતી નથી
પતિને વગોવતી રહેતી પત્ની ક્યારેય
સુખી થતી નથી
મોટા ભાગની મહિલાઓ
પોતાના મનનો ઉભરો ઠાલવવા કોઇકની રાહ
જ જોતી હોય છે કે, જેની સામે
પોતાના પતિના અવગુણ ગાઇને મનનો બોજ
હળવો કરી શકાય. જ્યારે તેમને સાંભળવાવાળું
કોઇ જ મળતું નથી, ત્યારે તેઓ
પોતાના પતિના મિત્રોને જ
પોતાની વ્યથા કહી દે છે. જો કે
કહેતાં તો કહી નાખે છે, પરંતુ ક્યારેક તેમને આનું
એવું ગંભીર પરિણામ ભોગવવું પડે છે કે, ઘરબાર
બધું જ છિન્ન ભિન્ન થઇ જાય છે અને તેમનું
ભાવિ ધૂંધળું બની જાય છે. પુરુષ
એટલો સ્વાભિમાની હોય છે કે તે
પોતાની પત્ની દ્વારા, પોતાની વિરુધ્ધ
કહેલી એકપણ વાત સાંભળવા નથી માંગતો,
પછી ભલે તે ગમે તેટલી તર્કસંગત કેમ ન હોય. આમ
તો કોઇ પણ પતિ-પત્ની વચ્ચે ઓછા-
વત્તા પ્રમાણમાં અણબનાવ કે મતભેદ
હોવા સામાન્ય છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે,
જ્યાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ ન થયા હોય.
વડીલોનું પણ એવું માનવું છે કે, બે વાસણ
ભેગાં થાય, એટલે ખખડયા વગર ના રહે. જ્યાં પ્રેમ
હોય ત્યાં તકરાર પણ ચોક્કસ થાય જ.
પણ એનો આૃર્થ એવો નથી જ કે
પત્ની પતિની દુશ્મન બની જાય અને
પતિ પત્નીનો વેરી. પત્નીએ તો વિચારવું
જોઇએ કે જે પોતાનો પાલનહારને રક્ષક હોય, તે
વળી એનો દુશ્મન કે વિરોધી કેવી રીતે
બની શકે?
તો પછી પત્નીના મનમાં પોતાના પતિ પ્રત્યે
આવી દઉષિત ભાવના કેમ? કદાચ એટલા જ માટે
કે એ પત્નીની સમજદારીમાં જ કોઇ ખામી હોય.
તેણે વિચારવું જોઇએ કે પતિને અનેક
પ્રકારની મુશ્કેલીઓ, ગૂંચો અને સમસ્યાઓ હોય છે,
જેમનો તે એકલે હાથે સામનો કરે છે.
આવી પરિસિૃથતિમાં એ પણ સ્વાભાવિક છે કે તેનું
મગજઅસ્વસૃથ અને મુશ્કેલીઓથી ઘેરાયેલું રહેતું હોય.
આ સમયે પત્નીની ફરજ છે કે પતિ પ્રત્યે
સહાનુભૂતિ અને સદ્ભાવ રાખે, જેથી પતિ વધારે
મુશ્કેલીમાં ન મુકાય. પત્નીની પ્રેમાળ
વાણીથી પતિની દિવસભરની મુશ્કેલીઓ અને
થાક પળવારમાં ગાયબ થઇ જાય છે, ત્યારે આ
થાકેલો પતિ પત્નીનાં વખાણ
કર્યા વિના રહી શકતો નથી.
એટલે ભૂલથીયે પતિની ફરિયાદ કોઇની આગળ
કરવી જોઇએ નહીં. પછી ભલેએ
તમારો નિકટનો સંબંધી કેમ ન હોય,
નહીં તો તમે પણ પૂનમની જેમ
જિંદગીના કળણમાં ફસાઇ જશો. જેમાંથી બહાર
નીકળવું પણ મુશ્કેલ થઇ જશે.
પૂનમ એક ગૃહિણી છે. તેની પોતાના પતિ અમન
સાથે હંમેશા તકરાર થયા જ કરે છે. એ પણ
એટલી ગંભીર કે
દિવસો સુધી બંનેના એકબીજા સાથે અબોલા થઇ
જાય છે અને બોલે ત્યારે પણ ઉગ્ર સ્વરમાં જ. આ
વાતનો ઉભરો પૂનમ
ક્યાં સુધી પોતાના હૃદયમાં ભંડારી રાખે? તે
પોતાનો ઉભરો ઠાલવવા હંમેશા તત્પર રહેતી,
પણ તેને તેની વાત સાંભળવાવાળું મળતું ન હતું.
એક દિવસ અમનનો એક ખાસ દોસ્ત તેના ઘરે
આવ્યો અને હસતાં હસતાં તેણે પૂનમને કહ્યું, ”કેમ
છો ભાભી?”
”મજામાં, બોલો ઉદયભાઇ, આજે એકદમ આ બાજુ
કેમ ભૂલા પડયા?” ચહેરા પર કૃત્રિમ હાસ્ય
લાવતાં પૂનમે પૂછ્યું.
”બસ ભાભી, આ બાજુથી પસાર થઇ રહ્યો હતો.
થયું કે મળતો જાઉં. અમન ક્યાં છે? આજકાલ
દેખાતો જ નથી? ઑફિસે તો નથી ગયો ને?”
ઉદયભાઇએ ઉત્સુકતાથી કહ્યું.
”ઝઘડો! અને એ પણ તમારી સાથે? આ તમે શું
બોલો છો ભાભી? મને તો કાંઇ જ સમજાતું નથી.
તમારા જેવી સુંદર અને સુશીલ ગૃહિણી સાથે
જો એ ઝઘડો કરતો હોય, તો બહુ મોટી ભૂલ
કરી રહ્યો છે. સારું, હું એને સમજાવીશ. તમે
ચિંતા ના કરશો.”
ઉદયભાઇએ તેને સાંત્વના આપતાં કહ્યું.
”તમે શું સમજાવવાના હતા એમને? એ
તો પહેલેથી જ બહુ સમજદાર છે, બહુ જ હોંશિયાર
છે. તેમનાથી તો કોઇ ભૂલ થાય જ નહીં અને થાય
તો પણ એ મજાકમાં ખપી જાય છે. મારું
તો જીવતર ઝેર થઇ ગયું છે. સાપ છછઉંદર
ગળી ગયો હોય, તેવી સિૃથતિમાં જીવી રહી છું.
મને તો થાય છે કે આત્મહત્યા કરી લઉં, પરંતુ
બાળકોના મોહને કારણે એ નથી કરી શકતી.”
પૂનમે પોતાનાં આંસુ લૂછતાં કહ્યું.”આ શું! તમે
તો રડવા લાગ્યાં. ધીરજ રાખો, બધું બરાબર
થઇ જશે. હું તમારી સાથે છું. હું એને સમજાવીશ
તો ચોક્કસ માની જશે.” ઉદયભાઇ તો પૂનમને
સાંત્વના આપી ત્યાંથી જતા રહ્યા. પૂનમ
તો પોતાની વ્યથા કહી નાખીને હળવી ફઉલ
થઇ ગઇ હતી.
અમનને મળતાંની સાથે જ ઉદયે એને
બરાબરનો ઝાટકવાનું શરૃ કર્યું, ”કેમ એલા અમન,
શાના છે આ બધા ભવાડા? તું ભાભી સાથે
ઝઘડયા જ કરે છે?”
”તને કોણે કહ્યું કે હું મારી પત્ની સાથે
ઝઘડયા કરું છું અને તેને હેરાન કર્યા જ કરું છું?”
અમને આશ્ચર્યથી પૂછ્યું.
”અરે! તો એમ વાત છે! સારું યાર, હવે તને
ક્યારેય ફરિયાદ સાંભળવા નહીં મળે.”
અમને ગુસ્સો રોકતાં કહ્યું.
એ સમયે તો વાત પતી ગઇ, પણ ઘેર
પહોંચતાંની સાથે અમને ઉગ્ર અવાજે
પોતાની પત્ની પૂનમને બૂમ પાડી, ”પૂનમ, ઓ
પૂનમ ક્યાં કઇ?”
”શી વાત છે? શું થયું? બહુ
ગુસ્સામાં લાગો છો?” પૂનમે પૂછ્યું.
”એ પૂછ, કે શું નથી થયું. જ્યારે ઘરની વાત બહાર
જાય, તો પછી બાકી જ શું રહ્યું?” ”એટલે ? તમે
શું કહેવા માગો છો?” પૂનમે પણ એકદમ કઠોર
સ્વરે પૂછ્યું.
”હું એમ પૂછું છું કે ઉદયને
આપણા અણબનાવની કેવી રીતે ખબર પડી?
આપણા અંગત ઝઘડા વિશે કેવી રીતે જાણ થઇ?
અમને ગુસ્સે થતાં કહ્યું.
”એ…..એ……તો વાત જાણે એમ બની કે મેં જ તેમને
પોતાના સમજી બધી વાતની જાણ કરી હતી,
મારું દિલ હળવું કરવા, પણ એમાં ખોટું શું છે?”
પૂનમે થોથવાતાં કહ્યું. ”પોતાનો સમજીને? અને
એ પણ ઉદયને? અરે બેવકઉફ, જ્યારે તું
ઘરમાં તારા પતિને જ પોતાનો નથી સમજતી,
તો બીજાને પોતાનો સમજવાનો શો અિધકાર છે
તને? જો તું એને જ પોતાનો સમજતી હો,
તો મારી સાથે તારો શો સંબંધ? જા, એની પાસે
જ જતી રહે. હું તને આજથી આઝાદ કરું છું. હા,
આજથી તારો અને મારો સંબંધ પૂરો.” અમને
ક્રોધમાં લાલચોળ આંખે કહ્યું.
હવે તમે જ કહો કે શું પૂનમની આ મુશ્કેલી તેણે પોતે
જ નોતરેલી ન હતી? શું પૂનમે જાતે જ
પોતાના પગ પર કુહાડી નહોતી મારી? તેણે
પોતાના મનનો ઉભરો ઠાલવતા પતિની ફરિયાદ
કરી, એ ભલે પોતાના પતિનો ખાસ દોસ્ત હશે,
પણ પોતાનો તો નહોતો જ ને?
આનો સારાંશ એટલો જ કે પોતાની જાતે જ
પોતાના સુખી સંસારમાં પલીતો ચાંપવાને બદલે
પ્રેમલતા પાંગરતી રહે, એ રીતે એને
સ્નેહથી સિંચવી જોઇએ, ફળસ્વરૃપે આખું જીવન
પતિનાં પ્રેમપાત્ર બની શકાય….
એક વૃધ્ધ વ્યક્તિ હતો જેનું નામ હતુ બોઝો,
https://www.facebook.com/gujjufunz/
એક વૃધ્ધ વ્યક્તિ હતો જેનું નામ હતુ બોઝો,
અને તેની પાસે માત્ર એક ગધેડી સિવાય કોઇ
ખાસ મિલકત ન હતી. એક દિવસ તે અચાનક
લોટરી જીતી જાય છે અને તેને
ઇનામમાં 100000 રૂપિયા મળે છે. રૂપિયાનું શું
કરવું તેનો તેને ખયાલ ન આવ્યો તેથી તે એક
રાત ફાઇવસ્ટાર હોટલમાં વિતાવવાનું નક્કી કરે
છે.
ત્યાંતે સૌથી મોંઘા રૂમની માગણી કરે છે,
અને તેની ગધેડી સાથે ઉપર જાય છે. મેનેજર
ગધેડી જોઇને બોઝોને કહે છે,
”આ ગધેડી સાથે તમે ક્યાં જાવ છો ?”
”હું જ્યા જાઉ, ત્યાં તે મારી સાથે જ હોય
છે.” બોઝોએ જવાબ આપ્યો.
”આઇ એમ સોરી સર. પણ તમે ગધેડીને ઉપર
ન લઇ જઇ શકો. તેને અહીંયા મુકી દો, અમે
તેની સંભાળ રાખીશુ.”
બોઝોએ આ પ્રસ્તાવનો સ્વીકાર
કરી ગધેડી ને મેનેજર પાસે મુકીને ઉપર
ચાલ્યો ગયો
. ત્યાં દરેક વસ્તુ
સોનાની હતી અને ખુબ મોટુ ટીવી સ્ક્રીન હતુ.
જમવા માટે સારામા સારી વાનગીઓ
ગોઠવી દેવામાં આવી હતી. આટલી ચમકદાર
અને સુંદર વસ્તુઓને તે ખરાબ
કરવા ઇચ્છતો ન હતો તેથી તેણ
ે
તેનો ચીથરેહાલ કોટ ઉતારી ને
પલંગની જગ્યાએ નીચે જ સુઈ ગયો.
બીજા દિવસે સવારે મેનેજર રુમમાં આવ્યો અન
ે
પૂછ્યુ કે તેમણે રાત કેવી વિતાવી.
”બહુ જ સરસ!”બોઝોએ જવાબ આપ્યો.
”મારે કેટલા રૂપિયા ચૂકવવાના છે?”
”જમવાના 5000 રૂપિયા.”
”પણ હું તો જમ્યો જ નથી.”
”એ તો ત્યાંજ હતુ, તમને જમવુ જોઇએ.
ટીવીના 2000 રૂપિયા.”
”પણ મને તો એ પણ ખબર નથી કે આ ડબલુ
ચાલુ કેમ થાય!”
”એ પણ ત્યાં જ હતુ, તમારે જોવુ જોઇએ.
10000 રૂપિયા પલંગ પર સુવાના.”
”પણ હું તો નીચે સુતો હતો!”
”પલંગ પણ અહીંયા જ હતો. તમારુ ટોટલ
બિલ 17000 રૂપિયાનું છે.”
”તમારે મને મારી ગધેડીને કીસ કરવા બદલ
20000 રૂપિયા આપવાના છે.”
”પણ સર, મેં તો તમારી ગધેડીને કિસ
નથી કરી.”
”એ ત્યાં જ હતી. તમારે કરવી જોઇતી’ તી!’
બહુ ડાહ્યા બહુ ખરડાય
બોધ વાર્તા-
https://www.facebook.com/gujjufunz/
બહુ ડાહ્યા બહુ ખરડાય
ગોવિંદ ખૂબ ભણેલો હતો તેમજ
હોંશિયાર પણ એટલો જ હતો. પરંતુ તેને
પોતાની વિદ્યા તથા જ્ઞાન ઉપર ખૂબ જ
અભિમાન હતું.તે અભણ તથા ઓછું ભણેલા અને
અજ્ઞાનીઓની હંમેશા મજાક ઉડાવતો હતો.
નદી ની સામે પાર ગંગાપુર નામનું એક
નાનું ગામ હતું.
ત્યાં ઘણા વિદ્વાનો રહેતા હતાં. એક વાર
ગોવિંદે ગંગાપુર જઈને પોતાના જ્ઞાનનું
પ્રદર્શન કરવાનું નક્કી કર્યું.તેણે
સવારના પહોરમાં જ થોડું ખાવાનું સાથે લીધું
અને ગંગાપુર જવા માટે નીકળી પડ્યો.નદી પાસે
પહોંચ્યો ત્યારે એક ખાલી હોડી પડી હતી.
ગોવિંદ તે હોડીમાં બેસી ગયો અને હોડીવાળાને
ગંગાપુર લઈ જવાનું કહ્યું.
હોડીવાળો બહેરો અને બોબળો હતો.
ગોવિંદને કોઈની સાથે વાત કરવી હતીં. તેથી તે
બહેરા અને બોબડા હોડી વાળ સાથે
હાથના ઈશારે વાત કરવા લાગ્યો.
સૌથી પહેલા તો તેણે ગોળ
દોરી બતાવી. જેનો અર્થ એવો થતો હતો કે
પૃથ્વી ગોળ છે. તથા તેમાં ઘણું બધું જાણવાનું છે.
જો કે હોડી વાળો એવું સમજતો હતો કે તે
લાડવાની વાત કરે છે. તેથી તેણે હાવ
ભાવથી બતાવ્યું કે મને લાડવા બહું ભાવે છે.
તે પછી ગોવિંદે ચાર આંગળીઓ
બતાવીને ઈશારો કર્યો કે વેદ ચાર
છે,હોડીવાળાને એવું સમજાયું કે ગોવિંદ પાસે
ચાર લાડવા છે. તેણે પાંચ આગળી બતાવી. અર્થ
એવો થતો હતો કે હું પાંચ લાડવા એક સાથે ખાઈ
શકું છું.
ગોવિંદને લાગ્યું કે
હોડીવાળો પોતાના કરતા વધારે
જ્ઞાની છે.ચાર વેદ ઉપરાંત એક વેદનો વધું
જાણકાર છે. ગોવિંદને ચિંતા થવા લાગી.
હોડીવાળાના હાથની સંજ્ઞાની એવો ઈશારો કર્યો કે
નદીની પાર ગામમાં એવા કેટલાય લોકો છે જે
એક સાથે પાંચ લાડવા ખાઈ શકે તેમ છે.
ગોવિંદ સમજ્યો કે એ ગામમાં ચાર
થી વધારે વેદ જાણકારો છે. તેથી ગોવિંદે
વિચાર્યું કે આવા વિદ્વાનોના ગામમાં જઈને
વાદ વિવાદમાં પડીને મૂર્ખ સાબિત થવું
તેના કરતાં વઘારે શાણપણ એમાં છે કે વહેલા સરે
અહીથી જ પોતાના ગામમાં પાછા ફરી જવું.
તેથી તેણે તરત જ
હોડી પાછી લેવડાવી અને પોતાને ગામ
પાછો ફર્યો.
બોધઃ-તપાસ કર્યા વગર કોઈ વાતને
સાચી માનવી ન જોઇએ.
બોલે એ બે ખાય – શ્રદ્ધા સોની
બોલે એ બે ખાય !
શિવપુરા ગામ ખૂબ જ સમૃધ્ધ અને તેની સુંદરતા માટે ખૂબ
જાણીતું. આ ગામમાં દરેક વ્યક્તિ એકબીજાની મદદે ગમે તે
સંજોગોમાં અને ગમે તે સમયે પહોંચવા તત્પર રહેતી.
આ ગામની મધ્યમાં લાભશંકર અને લાડુશંકર નામના બ્રાહ્મણ
પિતાપુત્ર રહેતા હતા. લાડુશંકરને નાનપણથી જ લાડુ ખૂબ જ
ભાવે તેથી લાભશંકરે તેનું નામ લાડુશંકર પાડયું હતું. લાભશંકર
પણ લાડુ પાછળ ખૂબ ઘેલા. એક વખત ગામમાં કોઇના ઘરે
પ્રસંગ હશે તે પાંચ લાડવા મૂકી ગયા. લાભશંકર અને
લાડુશંકર આ જોઇને ઘણી મોટી મૂંઝવણમાં પડી ગયા. તેમને
સમજાતું નહોતું કે કોણ ત્રણ લાડવા ખાય અને કોણ બે
લાડવા ખાય.
બ્રાહ્મણના પુત્ર લાડુશંકરને એક યુક્તિ સુઝી. તેથી તેણે કહ્યું
કે ”તેમણે બંનેએ મૌન ધારણ કરવું અને જે
સૌથી પહેલા નિયમ તોડી બોલે તે બે લાડુ ખાય અને જીતે તે
ત્રણ લાડુ ખાય.” આમ, શરત પ્રમાણે બંનેએ મૌન ધારણ
કર્યું. ધીમે ધીમે સૂરજ માથે આવ્યો ને બપોરના સમય
સુધી બન્નેમાંથી કોઇ કશું બોલ્યું નહીં અને બપોર થતાં તેમને
ઊંઘ ચઢી તેથી બંને આડા પડયાને થોડા જ સમયમાં સૂઇ ગયા.
બ્રાહ્મણની પડોશમાં રહેતા સોમભાઇ અને
તેમની પત્ની લાડકીબેન બ્રાહ્મણના ઘરમાં શાંતિ જોઇ
શંકા કરવા લાગ્યા કે શું બન્યું હશે
તો બ્રાહ્મણના ઘરમાંથી કોઇ કશું બોલતું- ચાલતું નથી ?
કોઇ દેખાતું નથી, કોઇ અવાજ નથી ! તેથી સોમભાઇ
લાભશંકરના ઘરે ગયા. તેમણે બંને પિતા-પુત્રને આંખો બંધ
કરી પડેલા જોયા તેથી તેઓને થયું કે તે બંને મૃત્યુ પામ્યા લાગે
છે. તેમણે ઘણી બૂમ પાડી પણ કોઇ કશું ન બોલ્યું
તેથી સોમભાઇએ તેમના બે પુત્ર અને બાજુવાળા રમણભાઇને આ
વાત કરી. રમણભાઇએ પણ પોતાના પુત્રને
બોલાવી લીધો તેઓએ તો બંને પિતા-પુત્રની ઠાઠડી તૈયાર
કરી છતાં બંને પિતા-પુત્રમાંથી કોઇ કશું જ બોલે નહીં. એ
પણ ફક્ત ત્રણ લાડુ ખાવાના લોભમાં ! આ પાંચ તો આ બંનેને
લઇ સ્મશાને ગયા અને ‘રામ બોલો ભઇ રામ’
બોલવા લાગ્યા.
ત્યાર બાદ જ્યારે સોમભાઇ દુઃખી મને લાભશંકરની ચિતા પર
આગ ચાંપવા ગયા તો ડરના માર્યા લાભશંકર ઊભા થઇ
રોતા રોતા બોલવા લાગ્યા, ‘બસ, તું ત્રણ ખાજે, હું બે
ખાઇશ ! આમ, ઓચિંતા લાભશંકર ઊભા થઇ ગયા તેથી પાંચે જણ
‘ભૂત-ભૂત’ની બૂમો પાડતા ઘર તરફ નાઠા અને
ડરના માર્યા ઘરમાં ભરાઇ ગયા.
પછી જ્યારે આ પાંચે જણને લાભશંકરે ઘરે જઇ માંડીને વાત
કરી ત્યારે હકીકત સાંભળી બધા ખૂબ હસ્યા કે લાભશંકર
અને લાડુશંકર તો લાડવા ખાવાની વાત કરતા હતા, તે પાંચને
ખાવાની નહીં અને પાંચ લાડવા હવે સાતેય જણે વહેંચીને
ખાધા અને પાછા બધા હસવા માંડયા. ત્યારથી કહેવત પડી કે
‘બોલે એ બે ખાય !’
– શ્રદ્ધા સોની
એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું,
ધનવાન શેઠ – વાર્તા
https://www.facebook.com/gujjufunz/
એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું,
આ ફૂલ જે ખીલ્યું,તે ખીલીને તો ખરવાનું,
હોડી ન હલેસાં હો, ન શઢ હો ન સુકાની હો,
દરિયોય જ દેખાતો ને પાર ઉતારવાનું……..
‘આદિલ’ મન્સૂરી
એક શેઠ પાસે પુષ્કળ ધન હતું પણ
મનની શાંતિ નાં હતી એ સતત ચિંતાતુર
રહેતા હતા.પોતાની આ સમસ્યા લઈને તેઓ એક
સાધુ પાસે ગયા.સાધુ એ કહ્યું,” ઈશ્વર માં મન
પરોવો શાંતિ જરૂર મળશે”આમ કહીને સાધુએ શેઠ
ને ધ્યાન ની વિધિ સમજાવી.શેઠે એ પ્રમાણે કર્યું
પણ શેઠ નું મન ધ્યાનસ્થ ના થઇ શક્યું એમણે
ફરી સાધુ પાસે આવીને સમસ્યા કહી,સાધુ કઇજ
બોલ્યા નહિ.
શેઠ આશ્રમ માંથી બહાર
નીકળી રહ્યા હતા ત્યારે તેમના પગ
માં કાંટો વાગ્યો.એ દર્દ
થી બુમો પાડવા લાગ્યા.સાધુ બહાર આવ્યા ને
શેઠ ને જાતે જ કાંટો કાઢવાનું કહ્યું શેઠે એમ કર્યું
તો એમને રાહત થઇ.પછી
સાધુ એ સમજાવ્યું કે,”તમારા પગમાં એક
નાનકડો કાંટો વાગ્યો એટલામાં તમે બેચેન થઇ
ગયા અને એ નીકળ્યા પછી જ તમને શાંતિ થઇ
તો એજ રીતે તમારા મન
માં લોભ,ક્રોધ,મોહ,ઈર્ષ્યા જેવા મોટા કાંટાઓ
વાગ્યા છે એ નીકળશે નહિ ત્યાં સુધી શાંતિ કઈ
રીતે મળશે.??”
આ રીતે શેઠ ને શાંતિ મેળવવાનો સાચો માર્ગ
મળી ગયો.
એક સમયની વાત છે
એક સમયની વાત છે, એક ખુબજ મોટું જંગલ હતું. તે જંગલમાં લાખો વૃક્ષો હતા. આ બધા વૃક્ષોમાં બે વૃક્ષ મિત્ર હતા. અને તે બાજુ જ ઉભા હતા અને તેની મિત્રતા ઘણી ગાઢ હતી. અને તે જ જંગલ ઘણા બધા સિંહોનું પણ ઘર હતું. તે સિંહો જંગલ માં શિકાર કરતા હતા અને તેમ તેનું જીવન વીતતું હતું. સિંહો જંગલમાં શિકાર કરતા હતા અને શિકાર કરીને તેનું વધેલું માંસ તેમજ જંગલમાં રહેવા દેતા હતા, આના કારણે જંગલનું વાતાવરણ એ માંસના વાસ થી ભરાઈ જતું હતું.
એક દિવસ તે બે વૃક્ષ મિત્રો વાતો કરતા હતા: એક વૃક્ષે કહ્યું: “આ સિંહો આપના જંગલનું વાતાવરણ પ્રદુષિત કરી રહ્યા છે, અને આપણે આપણા જંગલને તે સિંહોથી બચાવવું જોઈએ. આ સિંહોની આપણા જંગલમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ.
બીજા વૃક્ષે તેના સૂરમાં સુર પુરાવ્યો: “હા, એવું જ કરવું જોઈએ. તેઓ આપણને તાજી હવા પણ ખાવા નથી દેતા.”
એક ઘણું ઘરડું અને ડાહ્યું વૃક્ષ આ બંને વૃક્ષ મિત્રોની વાતો સાંભળતું હતું, તેને કહ્યું: “કદાચ આ સિંહો જંગલનું વાતાવરણ પ્રદુષિત કરતા હશે, પરંતુ આ જંગલી પ્રાણીઓ આપણને લાકડા કાપનારા માણસોથી બચાવીને રાખે છે. જે જંગલમાં સિંહો વસે છે ત્યાં માણસો ક્યારેય લાકડા કાપવા આવવાનું વિચારશે પણ નહિ.”
પરંતુ, ઘરડા વૃક્ષની આ શિખામણ બંને વૃક્ષ મિત્રોને ગળે ઉતારી નહિ, અને બંને વૃક્ષ મિત્રોએ નક્કી જ કરી લીધું કે આ જંગલી પ્રાણીઓને અહીંથી ભગાડે જ દમ લઈશું. અને તે સાંજે તે બંને વૃક્ષ મિત્રોએ હિંસક લાગેતેવી ધ્રુજારી શરુ કરી દીધી. “અમે આ સિંહોને જંગલમાંથી ભગાડીને જ રહીશું, તેઓને એટલા ડરાવી દઈશું કે તેઓ આ જંગલ છોડીને ભાગી જશે અને ફરી ક્યારેય આ જંગલમાં પાછા નહિ ફરે.” બંને વૃક્ષ મિત્રોએ કહ્યું અને ખુબ મોટે મોટેથી હસવા લાગ્યા.
આખું જંગલ તેમની આ બિહામણી હસીથી ગુંજી ઉઠ્યું. આ સાંભળીને ઘરડું વૃક્ષ ચિત્કારી ઉઠ્યું: “મહેરબાની કરીને આવું ના કરો.”
પરંતુ બંને વૃક્ષ મિત્રોએ તેમનું ના સાંભળ્યું, તેઓ હવા સાથે ખુબજ તાકાતથી હાલક-ડોલક થવા લાગ્યા અને ચિચિયારીઓ કરવા લાગ્યા. બધા જંગલી પ્રાણીઓ અને સિંહો આ વૃક્ષોને જોઈએ અને તેઓની ચિચિયારીઓ સંભાળીને ડરી ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે નક્કી જંગલમાં કશુક બનવાનું છે, આમ વિચારીને તેઓ જંગલ છોડીને ભાગી ગયા. આમ બધા પ્રાણીઓ જંગલ છોડીને જતા રહ્યા.
હવે, બંને વૃક્ષ મિત્રો ખુશ હતા, “આહ ! હવે આપણે તાજી હવા માણી શકીશું.” તેઓએ કહ્યું.
પરંતુ, તેમની આ ખુશી લાંબો સમય ના રહી, એક દિવસ એક માણસ જંગલમાં આવ્યો અને થોડા વૃક્ષો કાપવા લાગ્યો. હવે આ જંગલમાં કોઈ સિંહની બીક રહી ન હતી. થોડા જ સમયમાં તે જંગલમાં બીજા માણસો પણ આવ્યા અને વૃક્ષો કાપવા લાગ્યા.
આ જોઈએ ને બંને વૃક્ષ મિત્રો અત્યંત ડરી ગયા અને રડવા લાગ્યા: “હવે આપણે નહિ બચીએ, હવે આપણો વિનાશ નક્કી જ છે. આપણે ખુબજ મૂર્ખતા ભર્યું કામ કર્યું છે, આપણે ઘરડા અને ડાહ્ય વૃક્ષની વાત સંભાળવી જોઈતી હતી.” થોડાજ દિવસોમાં માણસોએ એ બંને વૃક્ષ મિત્રોને પણ ધરાશાયી કરી દીધા.
એક સામાન્ય પ્રશ્ન
વાર્તા – એક સામાન્ય પ્રશ્ન
એક વખત બીરબલને દરબારમાં આવતાં મોડું
થયું. એ આવ્યો એટલે અકબરે તેને કહ્યું,” તને આજે
મોડું કેમ થયું ? હું કયારનો તારી રાહ
જોતો હતો. મારે તને એક પ્રશ્ન પૂછવો છે. ”
બીરબલ કહે, ”જહાંપનાહ ! રોજ રોજ આપ
મને જ પ્રશ્ન પુછો છો. એ તો ભારે અન્યાય
કહેવાય. આજે મારે આપને એક પ્રશ્ન પૂછવો છે. આપ
રજા આપો તો હું આપને એક પ્રશ્ન પૂછું. ”
બાદશાહ કહે, ”ભલે, આજે તું મને પ્રશ્ન પૂછ. શું
તને જવાબ આપીશ. ”
”જહાંપનાહ ! સૂર્ય રોજ પૂર્વ દિશામાં જ
કેમ ઊગે છે ? ” બીરબલે પૂછયું.
બાદશાહ વિચાર કરવા લાગ્યો, ”બીરબલે
આવો સામાન્ય પ્રશ્ન મને કેમ પૂછયો હશે ? છેવટે
એણે કહ્યું, અરે, આવો તે કંઈ પ્રશ્ન હોય? મૂર્ખને
પણ એના જવાબની ખબર હોય. ”
બીરબલને તો આવો જ જવાબ
જોઈતો હતો.તરત જ એણે માથું નમાવીને કહ્યું,
”નામદાર, એટલે જતો મેં આપને આ પ્રશ્ન પૂછયો છે.
”
બાદશાહને પહેલાં તો કંઈ સમજાયું નહિ. પણ
દરબારીઓને ચૂપચાપ બેઠેલા જોઈ બાદશાહ બઘું
સમજી ગયા.બાદશાહ ખડખડાટ હસી પડયા.
બધા દરબારીઓ પણ જોર
જોરથી હસવા લાગ્યા.
”મૂર્ખને પણ એના જવાબની ખબર હોય,” એવું
કહીન આજે બીરબલની જાળમાં બાદશાહ બરાબર
સપડાઈ ગયા હતા!
ભવાઇ
ભવાઇ ગુજરાતના પારંપરિક નાટયપ્રકારોમાંનો એક છે. ભવાઇની શરૂઆત સિદ્ઘપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી. ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર-ભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું વાચિક ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે.
અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્યાની લોકવાયકા છે. તેમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્યા છે. ‘કજોડાનો વેશ’ નાનકડા વર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્ચેના સંવાદોને જોડતો, હસાવતો અને કટાક્ષ કરતો હોય છે.
મોટા ભાગના વેશોમાં બેથી ત્રણ પાત્રો એકસાથે ચાચર (શેરી કે ખુલ્લી જગ્યા) માં આવે છે : નાયક, નાયિકા અને મશ્કરો. મશ્કરો જુદા જુદા વેશમાં જુદાં જુદાં નામે ઓળખાય છે. ‘કાનગોપી’ ના વેશમાં સુખાજી, ‘ઝંડા ઝૂલણ’ માં અડવો અને ‘જસમા-ઓડણ’માં રંગલો વગેરે.
ભવાઇના કેટલાક વેશોમાં મુસ્લિમ શાસનની અસર દેખાય છે. ‘ઝંડા ઝૂલણ’માં તરવરાટવાળી તેજી વાણિયણનાં લગ્ન એક વૃદ્ઘ સાથે થાય છે, તે ઊંઝાના યુવાન મુસ્લિમ સૂબાના પ્રેમમાં પડે છે. આ ઉપરાંત ‘મિયાંબીબી’, ‘મણિયાર’,‘જૂઠણ’ અને ‘છેલબટાઉ’ જેવા વેશોમાં પણ મુસ્લિમોની અસર છે.
નાનાં હિદું રજવાડાંના ઠાકોરો વિશેના વેશોમાં ‘રાજા દેઘણ’, ‘વીકો સિસોદિયો’, ‘રાજદેવ’, ‘મણીબા સતી’ વગેરે મુખ્ય છે. ધાર્મિક વેશોમાં ‘કાન-ગોપી’, ‘કાળકા’, ‘પતાઇ રાવળ’, ‘ગણપતિ’ વગેરે મુખ્ય છે. કંસારો, સરાણિયો, અડવો, વાળંદ વગેરે કોમોની ખાસિયતો, ધંધો, બોલી, રીતરિવાજો અને સામાજિક દૂષણો ઉઘાડા પાડતા વેશો ‘કજોડાનો વેશ’ , ‘બાવાનો વેશ’ વગેરે છે. મોટા રાજવીને લગતા વેશોમાં ‘સઘરા જેસંગ’ અને ‘જસમા-ઓડણ’ જાણીતા છે.
સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં વિભિન્ન વેશો દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરાં પાડવામાં આવતાં. આ ભવૈયાઓને સામાજિક દરજ્જો ઊંચો હતો. તેઓ જયારે ગામમાં પ્રવેશતાં ત્યારે લોકો ઢોલ-નગારાં સાથે તેમનું સામૈયું કરતા. ગામની બધી કોમો તેમાં સંકળાયેલી રહેતી. આમ, ભવાઇ લોકજીવનના તાણા-વાણા સાથે વણાઇ ગઇ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુકતપણે વિહરતી હતી. શાસ્ત્રકારોએ ભવાઇને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.
જીવન જીવવાની જડીબુટ્ટી
જીવન જીવવાની જડીબુટ્ટી,………
૧ . દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ
ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે
ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ
માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ
મહત્વના ગુણો છે જીવનમાં .
૫. નવી રમતો શિખો/રમો.
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે
પુસ્તકો વાંચો.
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય
ફાળવો .
૮. ૭૦થી વધારે ઉંમરના અને
૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.
દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ .
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦. પ્લાન્ટ ( ફેકટરી )માં બનતી વસ્તુઓ
કરતાં પ્લાન્ટ ( છોડ)માં ઊગતી વસ્તુઓને
ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ.
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ
વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન
બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /
પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો .
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,
રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને
ભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે
જીતી શકવાના નથી, મતભેદ
સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને
પતિ/પત્નીની સરખામણી .
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય
ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે
એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ
પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ
નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ
રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન
મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું
બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર
થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને
ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને
સગા વ્હાલાઓને પણ જણાવો.