Posted in हास्यमेव जयते

મુસીબતો થી બચવા દરેક જણ નું રાશી ભવિષ્ય

(૧) મેષ (અ. લ. ઈ.) (Aries):

** તમારી રાશિવાળાઓએ મોઢા પર મેશનું ટીલું કરવું.

** યુવકોને બેકારીના યોગ છે. શીર્ષાસન કરીને, પાણીપુરી ખાવી.

** ગાયને રોટલી નાખવી અને ઢાંઢો ઢીંક મારે, તો શુકન સમજવા.

** માથે ટાલ પડે તો urea ખાતરનું માલીશ કરવું. મબલખ પાકની શક્યતા.

** Katrina Kaif નું item song, દિવસમાં એક વાર સાંભળવાથી, બુરી નજર ટળશે, અને પ્રભુ-કૃપા થશે.

 

(૨) મિથુન (ક. છ. ઘ.) (Gemini):

** મિથુન ચક્રવર્તીની માળા રોજ એક વાર ગણવી. Dance માસ્ટર થવાના ઉજળા સંજોગો.

** ગધેડાની ઉંધી પ્રદક્ષિણા કરો. ધનપ્રાપ્તિ થશે.

** કાગડો માથા પર ચરકે, તો દૂધપાક ખાજો. સાળી સાથે સમાધાન થશે.

** ગૃહિણીઓએ તમામ પ્રકારના ‘બાબા’ઓથી દુર રહેવું. ફક્ત પોતાના ઘરના બાબાને સંભાળવા.

 

(૩) કર્ક (ડ. હ.) (Cancer):

** તમારે સફેદ કપડા પહેરવા, અને બોલપેનનું ઢાંકણું ખુલ્લું ન રાખવું.

** જુગારીઓને પૈસા ઉછીના આપવાથી, પૈસા ડૂબી જવાના યોગ.

** બહેનોએ, માથે ટાલ પડે ત્યારે સોનું ખરીદવું. નક્ષત્રની રાહ ન જોવી.

** દીકરાની સગાઇ તૂટે તો દીવેલ પીવું.

** વહુઓ લસણનું જ્યુસ પીવાથી, એમના સાસુને પેટમાં ફાયદો.

** કોલેજ કે પડોશની કન્યાને લીફ્ટ ન આપવી. એના ભાઈઓ તરફથી અસ્થિભંગના સંજોગો.

** ફાટેલું ગંજી પહેરીને, જગજીત સિંહની ગઝલો સાંભળવાથી, અઢળક ધનલાભ.

 

(૪) વૃષભ (બ. વ. ઉ.) (Taurus):

** બળદિયાની આ રાશિમાં જન્મેલા લોકોએ રોજ એક અડદિયો, ખુંટિયાને ખવડાવવો. Foreign જવાના chances વધુ.

** બારીમાંથી પડોશણને જોતી વખતે, માથા પર ગરોળી પડે તો લાભ થાય, પરંતુ સ્વરૂપવાન પડોશણને જોવામાં, દાઢી છોલાવાના યોગ.

** દૂધ ફાટી જવાના પ્રબળ સંજોગો, એટલે ભૈયાને કહીંને, ભેંસને બરફના ગોળા ખવડાવવા.

 

(૫) સિંહ (મ. ટ.) (Leo):

** ઊંટડીના દુધમાં દુધી બોળીને પહેરવાથી, નજર નહીં લાગે.

** સાસુ રોકાવા આવે ત્યારે પતિ દ્વારા માર ખાવાના ઉજળા સંજોગો.

** બકરીના કપાળે ચાંલ્લો કરવાથી, સિંહ રાજી થાય.

** બહેનોને કીડી કરડવાથી, ધનુર્વા ઉપડે, તો ગાજરનો હલવો ખાવો.

** સસરાને હાર્ટ-એટેક આવે તો પૂરો વારસો મળે.

** TV પર તારક મહેતાના “ઉલટા ચશ્મા” જોવાથી, ગ્રહદશા સુધરશે. ફક્ત આડોશ પાડોશની બબિતાઓથી ચેતજો.

 

(૬) કન્યા (પ. ઠ. ણ.) (Virgo):

** ઘરજમાઈ થવાના ઉજળા સંજોગો. આળસુ માણસને સધ્ધર સાસરું મળશે.

** સસરાના પગ ૩ વાર દબાવવાથી, બીજા સાઢુ કરતા વધારે વારસો મળે.

** રસ્તામાં ભૂંડ બચકું ભરે તો સોનું મળશે.

** Baygon spray વાંસામાં છાંટવાથી, ઘરમાંથી વાંદા નાબુદ થશે.

** Harry Potter ની ૭ CD’s જોવાથી ચમત્કારિક ફાયદો.

 

(૭) તુલા (ર. ત.) (Libra):

** લાત્યું ખાવાના યોગ છે. એટલે ૧૪ લવિંગનો હાર, બકરીના દુધમાં બોળીને ભૂંડના ગળામાં પહેરાવવો.

** Valentine’s Day એ સાસરીયાઓને જમાડવાથી, કન્યાપ્રાપ્તિ થાય.

** બહેનોએ કડવાચોથના દિવસે સસરાની ૪ વાર પ્રદક્ષિણા કરવાથી બુરી નજર ટળશે.

** રાત્રે નદીકાંઠે ભૂતનો અનુભવ થશે, માટે સફેદ પેન્ટ ન પહેરવું.

** દેશી દારૂની કોથળી ભારોભાર, કોઈ જુના દારુડીયાને જોખવાથી, આવતા જન્મે દાંત ફક્ત ૨, પણ લીવર ૩૨ મળશે.

 

(૮) વૃશ્ચિક (ન. ય.) (Scorpio):

** તમે સગાઇ કરશો, તો police case થશે. એટલે કોઈ બ્રહ્મચારી બાપુના પરિવારને જમાડજો.

** હડકાયું કુતરું કરડવાથી રૂપાળા થવાના સંજોગો.

** ડુંગળીનો રસ આંખમાં આંજવાથી દ્રષ્ટિ સુધરે.

** સલમાનની ફિલ્મો જોવાથી, વાંઢાઓનો આત્મવિશ્વાસ વધશે.

 

(૯) ધન (ધ. ફ. ભ. ઢ.) (Sagittarius):

** તમારા ગ્રહો ઉચ્ચના છે, પણ માનસિકતા નીચની છે.

** Cricket નો સટ્ટો રમવાથી ભીખ માંગવાનો વારો આવે.

** જયા-પાર્વતીના વ્રત કરવાથી, રાતના ઉજાગરાઓમાં રાહત.

** ઊંટના દાંત ગણવાથી pyorrhea નાબુદ થાય.

** લસણની ચટણી આંખમાં આંજવાથી, અટકેલી બેંક લોન પાસ થાય.

** iPhone અને twitter ના ઉપયોગથી સંતાનપ્રાપ્તિ થશે.

 

(૧૦) મકર (ખ. જ.) (Capricorn):

** પતિને બળેલી રોટલી Burnol ચોપડીને ખવડાવવાથી, પતિ કન્ટ્રોલમાં રહેશે.

** સંતાનોના FB accounts તાત્કાલિક બંધ કરાવો. ભાગી જવાના યોગ છે.

** ભેંસના પોદળા પર પગ પડવાથી શેરબજારમાં ફાયદો.

** રોજ એક વાર balm ની ન્હાંસ લેવાથી, સોનું ખરીદી શકશો.

** શકીરાબેનના ગીતો પર નાચવાથી કમ્મરના દુખાવામાં રાહત.

 

(૧૧) કુંભ (ગ. સ. શ. ષ.) (Aquarius):

** કુંભના મેળામાં ચોક્કસ જવું, જ્યાં નાગા બાવાઓના ખિસ્સા કાપવાથી લાભ મળશે.

** વાંઢાઓએ સવાર સાંજ કંસાર ખાવો. લગ્નના કોઈ chances નહીં રહે.

** પણ સૂર્યોદયના સમયે કૂતરાની પુંછડીને અડવાથી અટકેલી સગાઇ થશે.

** ભેંસના શિંગડે વાંહો (પીઠ) ઘસવાથી ધનલાભ.

 

(૧૨) મીન (દ. ચ. જ. થ.) (Pisces):

** રોજ સવારે દયાભાભી અને જેઠાલાલની માળા કરવાથી, છૂટાછેડાનો case પાછો ખેંચાશે.

** બકરીને પાણીપુરી ખવડાવવાથી, સાઢુભાઈ સાથેના જુના કજિયાનું સમાધાન.

** કુતરાને રોજ dosa ખવડાવવાથી તમારી તિજોરીમાં પૈસા ઘટશે નહીં.

** કાળસર્પ યોગ ટાળવા માટે, કોઈને પણ Blackberry ફોન દાનમાં આપો.

** ભયંકર પનોતી ચાલી રહી છે, માટે વાસી bread પર મરચાંનો sauce લગાડીને ખાઓ.

** દિવાળીમાં ગધેડાની પુંછડીએ રોકેટ બાંધવાથી, તમામ પ્રકારની ઉપાધિઓમાંથી છુટકારો.

[30/11 10:25 PM] Varsha Ashodiya: कुछ महिला साहित्यकारो को भी अवार्ड लौटाना था पर

 

 

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s