Day: February 1, 2017
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,
શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી
જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
નરસિંહ મહેતા
कदम थक गए हैं दूर निकलना छोड़ दिया
कदम थक गए हैं दूर निकलना छोड़ दिया
पर ऐसा नहीं की मैने चलना छोड़ दिया..
फासले अक्सर रिश्तों में दूरी बड़ा देते हैं
पर ऐसा नहीं की मैने मिलना छोड़ दिया..
मैने चिरागों से रोशन की है अक्सर अपनी शाम
पर ऐसा नहीं की मैने दिल को जलाना छोड़ दिया..
मै आज भी अकेला हूँ दुनिया की भीड़ में
पर ऐसा नहीं है की मैने जमाना छोड़ दिया…
एक बार एक चीते
एक बार एक चीते और गधे में बहस हो गई। चीता बोला आसमान का रंग नीला और गधा बोला काला।
दोनों राजा शेर के दरबार में पहुँचे। शेर ने बहस सुन कर चीते को जेल में डालने का हुक्म दिया।
चीता गिड़गिड़ाया कि मैं सही हूँ और मुझे ही सज़ा क्यों मिल रही है? शेर बोला कि मैं जानता हूँ कि तुम सही हो पर तुम्हें सज़ा इसलिए मिल रही है कि तुमने गधे से बहस ही क्यों की!!!!
वो तो गधा है कुछ भी बोल सकता है ,कभी मोदीजी को देखा है केजरीवाल से बहस करते हुए????
એક સંતની સભામા અચાનક એક છોકરી ઉભી થઈ
Sayani Kamal
એક સંતની સભામા અચાનક એક છોકરી ઉભી થઈ…એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો……એ કઈક કેહવા માંગતી હતી.
સંતે એ છોકરીને પુછ્યુ -: બોલ દીકરી શુ વાત છે…?છોકરીએ કહ્યુ :- મહારાજ, આ સમાજમાં છોકરાઓને દરેક પ્રકારની આઝાદી હોય છે , એ કઇ પણ કરે , ગમે ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી.|અને આની વિપરીત છોકરીઓ ને વાત વાત મા ટોકવામા આવે છે, આ નહી કરવાનુ , પેલુ ના કરાય એકલા ક્યાય ના જવાય, ઘરે જલ્દી આવુ જવુ.વગેરે ,વગેરે
સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો.” બેટા તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલાલોખંડની ભારે ભારે ગાર્ડરો જોઈ છે…??આ ગાર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાશું , અને રાત હોય કે દીવસ એમ જ પડી રહેલા હોય છે, તેમ છતા પણ એમનુ કાંઈ નુકસાન નથી થતુ, અને એમનિ કીંમતમા પણ કાંઈ ફરક નથી પડતો.
બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારણા છે આ સમાજ માં.
હવે જો એક સોની ની દુકાનમાં, એક મોટી તીજોરી પછી એમા નાની તીજોરી, અને એમા નાનકડી ડબ્બીમા રેશમના કપડા ઉપર નજાકત થી મુકેલી હીરાની અંગુઠી…,કારણ…કે સોનીને ખબર છે કે જો આ હીરા પર થોડીક
પણ ખરોચ આવી તો આની કોઈ કીંમત નહી રહે…
આ સમાજમા બેટીઓ ની એહમીયત આવી છે. આખા ઘરને રોસન કરતી, ઝીલમીલાતી હીરાની અંગુઠી
જેવી…જરાક અમથી ખરોચથી એની અને એના પરીવાર જોડે કાંઈ પણ નથી રેહતુ…
બસ આટલુ જ અંતર છે છોકરીઓ અને છોકરાઓમાં
આખી સભા સ્તબધ થઈ ગઈ, એ છોકરી ની સાથે આખી સભાની આખોમાં છુપાયેલીનમીમાં હીરા અને લોખંડની એહમીયત સાફ દેખાતી હતી.