Posted in બાળ ગીતો

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,


શિક્ષણ ???

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાને કહી દો સાથે દફતર લાવે,

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વીમિંગપુલમાં સઘળા નિયમોનું પાલન કરવાનું,

દરેક કૂંપળને કોમ્પુટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું,

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવુ ના ટહુકે ભરબપોરે,

અમથું કૈં આ વાદળીઓનું એડમિશન દેવાનું?

ડોનેશનમાં આખ્ખે આખ્ખુ ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કુલો,

‘આઉટડેટ’ થયેલો વડલો કાઢે મારી ભૂલો!

(ક્રુષ્ણ દવે)

Posted in कविता - Kavita - કવિતા

બસ એટલી સમજ મને પરવરદિગાર દે


બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી
જીવનના દર્દની તો કોઈ સારવાર દે

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે

નવરાશ છે હવે જરા સરખામણી કરું
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન
દે એક મહાન દર્દ અને પારાવાર દે

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે
મરીઝ સાબ

Posted in कविता - Kavita - કવિતા

તુ નાનો હું મોટો એવો ખ્યાલ


તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગત નો ખોટો.
આ નાનો આ મોટો, એવો મુરખ કરતા ગોટો.

નાના છોડે મહેંકી ઉઠે,જેવો ગુલાબ ગોટો.
ઊંચા ઊંચા તાડે તમને, જડશે એનો જોટો?

ખારાં જળ નો દરિયો ભરિયો, મીઠાં જળ નો લોટો.
તરસ્યા ને તો દરિયાથીયે લોટો લાગે મોટો.

મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો.
તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગત નો ખોટો.

પ્રેમશંકર નરભેરામ ભટ્ટ

Posted in नहेरु परिवार - Nehru Family

आखिर क्या रिश्ता है इंदिरा गांधी का बाबर से.. किताब में हुआ बड़ा खुलासा =============== इंदिरा गाँधी सैर के लिए जाना चाहती थी। इंदिरा गाँधी ने बाबर की दरगाह को देखने की इच्छा जाहिर की, जो उनके कार्यक्रम का हिस्सा नहीं थी, इसीलिए अफगानी सुरक्षा अधिकारियों ने भी.. कुछ दिनों पहले ही की ही बात […]

via आखिर क्या रिश्ता है इंदिरा गांधी का बाबर से.. किताब में हुआ बड़ा खुलासा — પ્રહલાદ પ્રજાપતિ