Posted in कविता - Kavita - કવિતા

તુ જળ નહી તરસ શોધ,


તુ જળ નહી તરસ શોધ,
ખુશી નુ બહાનુ એક સરસ શોધ.
તુ પ્રેમ નહી વિશ્વાસ શોધ,
બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ.

તુ પ્રકાશ નહી સવાર શોધ,
નવી પરોઢે સકારાત્મક નવો વીચાર શોધ.
તુ શબ્દો નહી તેના ઊંડાણ શોધ,
નયન થી વાચે ને હ્દયે ઉતરે એ ચઢાણ શોધ..

Posted in कविता - Kavita - કવિતા

તું આટલી ધખધખતી લાગણીઓ ના મોકલ..


તું આટલી ધખધખતી લાગણીઓ ના મોકલ…
સળગતા કાગળને
ઠારવા અશ્રુ ખુટી પડે છે…

થઇ જશે બધી ઉંઘ પુરી જયારે અનંતની વાટ પકડશું,
માંડ માંડ મળ્યાં છે દોસ્તો,
થોડા ઉજાગરા કરવા દે,

નથી કરવા નફા-નુકશાનનાં સરવાળા બાદબાકી,
આજ મળી છે ખુશી,
મને એના ગુણાકાર કરવા દે,

મળી જેમને હું મારું અસ્તીત્વ પણ ખોઈ બેસું છું,
એવા મિત્રો માં મને તારો
સાક્ષાત્કાર તો કરવા દે,

તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા ઈશ્વર,
પણ આજ તો જામી છે,
અહી સ્વર્ગ ની રંગત,…….માણવા દે,

અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર,
આજ મળેલા દોસ્તો સાથે
થોડી ગુફ્તગુ તો કરવા દે,

સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની,
મને રસ્તે વાગોળી શકું એટલું
ભાથું તો બાંધવા દે.

કૈંક મજાનાં ગીતોમાં છું,
ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો…
બસ જલસામાં છું.

ક્યારેક ઇશ્વર ફોન.
કરી પૂછે..
‘ક્યાં પહોંચ્યા ? ‘

હું કહું છું કે..
‘આવું છું…
બસ રસ્તામાં છું’…..

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

દિલ્હીમાં રહેતો એક કોલેજીયન


દિલ્હીમાં રહેતો એક કોલેજીયન એકવાર વેકેશનમાં ગામડે એમના દાદા-દાદીને મળવા માટે આવ્યો. થોડા દિવસ ગામડે વિતાવ્યા બાદ એમણે દાદાને દિલ્લી આવવા માટે વિનંતી કરી.પૌત્રનો પ્રેમ જોઇને દાદા બહુ રાજી થયા અને દિલ્લી જવા તૈયાર થયા.

દિલ્હીમાં આવ્યા બાદ પૌત્ર દાદાને પોતાની સાથે લઇને દિલ્હી બતાવવા નીકળી પડ્યો. દાદાને દિલ્હી કરતા પણ પૌત્રનો પ્રેમ જોવામાં વધુ આનંદ આવતો હતો. પૌત્ર દાદાને એક રેલ્વે સ્ટેશન પર લઇ ગયો અને કહ્યુ , ” દાદા , હવે હું તમને સાવ નવો જ અનુભવ કરાવીશ. ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં બેસવાનો અનુભવ. આ સ્ટેશનથી ટ્રેઇન ઉપડશે અને જે સ્ટેશન પર ઉભી રહેશે એ બંને વચ્ચે 30 કીમીનું અંતર છે પણ આ અંતર કાપતા ટ્રેઇનને માત્ર 5 મીનીટનો સમય લાગશે.”

ટ્રેઇન આવતા જ પૌત્ર અને દાદા એ સુપરફાસ્ટ ટ્રેઇનમાં બેઠા. ટ્રેઇન ઉપડી અને થોડી સેકન્ડમાં જ કલ્પનાતિત ઝપડથી ટ્રેઇન પોતાની આખરી મંઝીલ તરફ આગળ વધી. ટ્રેઇની ઝડપને કારણે અવાજ પણ એટલો મોટો હતો કે કોઇ વાત થઇ શકતી નહોતી એટલે દાદા અને પૌત્ર એકબીજાની સામે જોઇને મુંગા જ બેસી રહ્યા. થોડા સમયમાં સ્ટેશન આવ્યુ એટલે બધા ઉતરી ગયા.

ટ્રેઇનમાંથી બહાર આવતા જ પૌત્રએ દાદાનો આ અનોખા અનુભવનો પ્રતિભાવ જાણવા પુછ્યુ , ” દાદા કેવી મજા આવી તમને આ ટ્રેઇનમાં મુસાફરી કરવાની ? ”

દાદાએ કહ્યુ , ” બેટા સાચુ કહુ તો મને તો બીલકુલ મજા ન આવી. તારી આ ફાસ્ટ ટ્રેઇન એટલી તો ફાસ્ટ હતી જે ચાલુ ટ્રેઇને મેં બારીમાંથી બહાર જોવાનો પ્રયાસ કર્યો તો કંઇ દેખાતું ન નહોતું. બધુ જ મારી નજર સામેથી એટલી ઝડપથી પસાર થઇ રહ્યુ હતુ કે હું એને બરોબર જોઇ પણ નહોતો શકતો. બેટા હું માનું છું કે સમયની સાથે બદલાવ બહું જરુરી છે પણ એ બદલાવ એવો પણ ન હોવો જોઇએ કે જે તમારી જીવવાની મજા જ છીનવી લે. ” પૌત્ર તો એક ધ્યાનથી દાદાને સાંભળી રહ્યો હતો.

દાદાએ વાત આગળ વધારતા કહ્યુ , ” બેટા , હું તારા જેવડો હતો ત્યારે અમારે આવી ટ્રેઇન નહી ગાડાઓ હતા. અમે ગાડામાં બેસીને એકગામથી બીજે ગામ જતા. ગાડાની ગતી એટલી ધીમી હોય કે રસ્તામાં આવતી એક એક વસ્તુને અમે મન ભરીને માણી શકતા. પક્ષીઓના અવાજો સાંભળી શકતા. ફુલ પર બેઠેલા પતંગીયાઓને જોઇ શકતા. ગાડામાં બેઠા બેઠા અમે ગીતો પણ ગાતા અને ખાટી મીઠી વાતો પણ કરતા. તારી આ ટ્રેઇનમાં આ શક્ય જ નથી.”

આપણે પણ જીંદગીની આ ઝડપી ટ્રેઇનમાં બેસી ગયા છીએ. જીવનની ઘટનાઓને નીરખીને જોવાનો સમય જ ક્યાં છે ? દિવસે દિવસે ઝડપ એવી વધતી જાય છે કે નથી ગીતો ગાઇ શકાતા કે નથી વાતો થઇ શકતી બસ એમ જ સમય પસાર થતો રહે છે. યાદ રાખજો મિત્રો , મજા ‘ થ્રીલ ‘ ની નહી સાચી મજા ‘ ફીલ ‘ ની હોય છે…

Posted in संस्कृत साहित्य

Read to all lovely cuple


read to all lovely cuple

ચશ્મા સાફ કરતાં ….
વૃદ્ધે પત્નીને કહ્યું :

આપણા સમયે *મૉબાઇલ* ન હતા…!!

હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે …

પાણીનો ગ્લાસ ભરીને આવું ને

તમે આવતા…

હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..

હું આવતો એટલે તું પાણી લઈને આવતી
કે
તું પાણી લઈને આવતી એટલે હું આવતો…??

હા યાદ છે, તમે રિટાયર થયા તે
પહેલાં ડાયાબિટીસ ન હતો
ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી
ત્યારે તમે કહેતા કે….
આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે….

હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય….

અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું…. અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા….

હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું…

ખ્યાલ છે..??
તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા…!!

હા, અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની *લાઇક* સમજતો…!!

અને હા, હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી,

તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક…

હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડ ના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો…

તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા…

હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી…

( પાસે જઈ હાથ પકડીને )
હા .. આપણાં સમયમાં *મૉબાઇલ* ન હતા…!!

સાચી વાત છે…
પણ..
*આપણે બે* હતા…!!

હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે…

પણ ….

એમને ….

વાત નહિ, *વૉટ્સએપ* થાય છૅ,
એમને હુંફ નહિ, *ટૅગ*થાય છૅ,
સંવાદ નહિ, *કૉમૅન્ટ* થાય છૅ,
લવ નહિ, *લાઇક* થાય છૅ,
મીઠો કજીયો નહિ, *અનફ્રૅન્ડ* થાય છે,
એમને બાળકો નહિ,
પણ *કૅન્ડીક્રશ*, *સાગા*, *ટૅમ્પલ રન* અને *સબવૅ* થાય છે ..

…….. છોડ બધી માથાકુટ…

હવે આપણે *વાઇબ્રંન્ટ મોડ* પર છીએ,,,

અને

આપણી *બેટરી* પણ એક કાપો રહી છૅ…….

ક્યાં ચાલી….?
ચા બનાવવા…

અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ…

હા …

હજું હું *કવરૅજમાં* જ છું,
અને *મેસૅજ* પણ આવે છે…!!

( બન્ને હસી ને…) હા પણ, આપણાં સમયમાં *મૉબાઇલ* નહોતા. . .!!!✍🏻

Posted in कविता - Kavita - કવિતા

ચારણ કન્યા


ચારણ કન્યા — કવિતા

આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો


સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે. એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા. કૃષ્ણએ કહ્યું, “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી. સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો. આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે. એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય. સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય. એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ઓટોમોબાઇલ એન્જીનીયરે


એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.
કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.
ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ ‘દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો’. બીજાએ કહ્યુ ‘ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની’ ત્રીજાએ વળી કહ્યુ ‘ ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય’.
આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા. માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ, “શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે” માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?
જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.

Posted in संस्कृत साहित्य

એક પ્રાચિન લોકગીતની મુખ્ય પંક્તિઓ પ્રસ્તુત છે.


એક પ્રાચિન લોકગીતની મુખ્ય પંક્તિઓ પ્રસ્તુત છે…..
તુતો કેતોતો મારે ઈંટોના બંગલા
ઘેર જઇ ન જોયુ તો લીલુરી(તાજા ઘાસપાન ના છતવાળી)ઝૂંપરી
તારો હોસલો કુટુ રે..
તારુ ચૂરમુ ચોરુ રે…
તારી ચટણી વાટુ રે…
તારા ચોખા રોધુ રે…
તારી બંગડી ફોડુ રે…
મૂઆ સેતરી ન લાયો….
આ ગીત એટલા માટે યાદ આવ્યુ કે
પહેલાંના જમાનામાં
છેતરીને લાવાયેલી પરિણીતાને આટલો બધો છેતરાયાનો ગુસ્સો અને અજંપાનો ઉશકેરાટ હોવા છતાં મરશે (LET GO) કરીને લગ્નજીવનમાં સ્થિર થતી ને સુખી થતી (SETTLEMENT AND HAPPINESS)
છેવટે તો નવોઢા મૂરતિયાને
જેવો છે તેવો મૂ..ઉ…કરીને હમ્બો……(BELIEF IN NATURE)
વરનુ ઘર માંડતીને અને રાજી-ખુશીથી અપનાવતી (WILLINGLY AN IDEAL ACCEPTANCE) અને રહેતી
અને એની લગન, ધગશ અને મહેનતથી એ… મજાથી સંસાર ચલાવતી અને પછી તો (TIME IS CHANGING AND LIFE TOO)
લીલુરી(તાજા ઘાસપાન ના છતવાળી)ઝૂંપરી ની જગ્યાએ ઈંટોના બંગલા પણ બંધાતાં
“ખરે ખર”
આ વાત એટલાં માટે યાદ આવી કે એ સમયમાં એટલુ બધુ શિક્ષણ પણ ન હતુ તેમ છતાં સ્ત્રીઓ પરંપરાગત ગૃહવિજ્ઞાનુ (HOME SCIENCE) સંગીન જ્ઞાન ધરાવતી હતી અને નિભાવતી હતી KNOWLEDGE OF ART OF LIVING નુ જ્ઞાન ત્યારે પણ સક્ષમ હતુ.
“ખરે ખર”
વધુમાં આજ-કાલ કોર્ટોમાં નાની બાબતો ને લઇ ને થતાં છૂટાંછેડાં ના કિસ્સાઓ ની વિગતો જોઇને મનમાં એમ થાય છે ક્યાં ગઈ એ જીવન જીવવાની કળા અને સહનશક્તિ ને કયાં ગયા એ જીવન આદર્શો ની પુખ્ત વિચારણાંઓ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા


ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા. એકવાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. કોઇ ટેકનિકલ ક્ષતીને કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું. આ વિમાન હવે આગળની ઉડાન ભરી શકે તેમ નહોતું એટલે ડો. માર્કે રીસેપ્શન પર જઇને આગળની સફર માટે પુછપરછ કરી. રીસેપનીસ્ટે જણાવ્યુ કે આપને જે શહેરમાં જવું છે ત્યાં જવા માટેની ફ્લાઇટ હવે 12 કલાક પછી જ મળી શકે તેમ છે. જો આપને ઉતાવળ હોય તો આપ ટેક્સી ભાડા પર લઇને સેલ્ફ ડ્રાઇવીંગ કરીને જઇ શકો છો.

કોન્ફરન્સમાં પહોંચવું બહુ જ જરૂરી હતુ આથી ડો.માર્ક આ વિસ્તારથી સાવ અજાણ્યા હોવા છતા ટેકસી ભાડા પર લઇને નીકળી પડ્યા. જીપીએસ સીસ્ટમ પર તે શહેરમાં 4 કલાકમાં પહોંચી જવાશે એવો સંદેશો જોઇને ડો.માર્કને હાશકારો થયો. હજુ તો એકાદ કલાક પસાર થયો ત્યાં જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયુ. જીપીએસ કામ કરતું બંધ થઇ ગયુ અને ડોકટર સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઇ ગયા. એમણે ધીમે ધીમે ગાડી ચલાવવાની ચાલુ જ રાખી.

લગભગ 5-6 કલાકના સતત ડ્રાઇવીંગ પછી પણ ક્યાં પહોંચ્યા એની કંઇ ખબર પડતી નહોતી. સાવ ઉજ્જડ વિસ્તાર હતો. એક નાનું મકાન દેખાયુ એટલે ડો.માર્ક ત્યાં પહોંચી ગયા. એ ખુબ થાકેલા હતા અને ભૂખ પણ ખુબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો આપવા માટે ડો.માર્કે ઘરના માલીકને વિનંતી કરી. માલીક બહુ માયાળુ સ્વભાવના હતા એમણે તુંરત જ રસોઇ બનાવી અને નવા અજાણ્યા મહેમાનને જમવા માટે બોલાવ્યા.

ડો.માર્કની સાથે ઘરનો માલીક પણ જમવા માટે બેઠો. જમતા પહેલા એ ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો. લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડો.માર્કેને થયુ કે આ માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે. ડો.માર્કે એ ઘરના માલીકને પુછ્યુ, ” આપ શું પ્રાર્થના કરી રહ્યા છો ? અને તમને એવુ લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના સંભળાતી હશે ? ”
ઘરના માલીકે કહ્યુ, ” હું ઘણા સમયથી નિયમીત પ્રાર્થના કરુ છું. આજદિવસ સુધી તો ભગવાને મારી પ્રાર્થનાનો પ્રતિસાદ આપ્યો નથી પણ મને ભગવાન પર શ્રધ્ધા છે કે એ મારી પ્રાર્થના એકદિવસ જરૂર સાંભળશે.” ડો. માર્કે પુછ્યુ, ” પણ તમે પ્રાર્થના શું કરતા હતા ? ” ઘરના માલિકે ખુણામાં રહેલી એક પથારી બતાવીને કહ્યુ , ” આ મારો દિકરો છે એને કેન્સર છે અને આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના કોઇ ડોકટર જ કરી શકે તેમ છે. એની પાસે જવાના કે સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી આથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરુ છું કે એ કોઇ મદદ કરે અને મારા દિકરાને રોગ મુકત કરે.”

ડો. માર્કની આંખો પહોળી થઇ ગઇ. ક્યાં જવા નીકળ્યા અને ક્યાં પહોંચી ગયા એ સમગ્ર ઘટના એના સ્મૃતિપટ પરથી પસાર થઇ અને એટલુ જ બોલ્યા, ” ખરેખર ભગવાન મહાન છે અને હદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે. ”

આપણા જીવનમાં બનતી તમામ ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતા દરેક ઘટનાઓમાં કુદરતની કોઇ કરામત હોય છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मीराबाई कृष्णप्रेम में डूबी पद गा रही थी ।


*मीराबाई* कृष्णप्रेम में डूबी पद गा रही थी ।
एक *संगीतज्ञ* को लगा कि वह सही राग में नहीं गा रही है ।
वह टोकते हुये बोला, “मीरा, तुम राग में नही गा रही हो ।”
मीरा ने बहुत सुन्दर उत्तर दिया,
“मैं राग में नहीं, अनुराग में गा रही हूं । राग में गाउंगी तो दुनियां मेरे को सुनेगी , अनुराग में गाउंगी तो मेरा *कान्हा* मेरे को सुनेगा । मैं दुनियां को नही , अपने *शाम* को रिझाने के लिये गाती हूं ।”

*रिश्ता होने से रिश्ता नहीं बनता,*
*रिश्ता निभाने से रिश्ता बनता है ।*