Posted in नोट बन्द

મારો એક મિત્ર પૂનામાં આઈસ્ક્રીમ સ્ટોર ચલાવે છે.


​*~શૈલેષ સગપરિયા*

મારો એક મિત્ર પૂનામાં આઈસ્ક્રીમ સ્ટોર ચલાવે છે. ગઈકાલે એનો કોલ આવ્યો એના પપ્પાએ નજરે જોયેલી એક ઘટના મને કહી જે હું આપ મિત્રો સાથે શેર કરું છું.
પૂનામાં ધનકવડી વિસ્તારમાં આવેલી પૂના ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની બહાર લોકોની લાંબી લાઈન લાગી હતી. કોઈ રૂપિયા ઉપાડવા આવ્યા હતા, કોઈ નોટો બદલવા આવ્યા હતા તો વળી કોઈ જૂની નોટો જમા કરાવવા માટે આવ્યા હતા.
એક બહેન પણ નાની થેલી લઈને લાઈનમાં ઉભા હતા. 3 કલાક પછી એમનો વારો આવ્યો. બેન્કના કાઉન્ટર પર આવીને એણે થેલીમાંથી નોટોની થપ્પી કાઢી. નોટો જોઈને બધાને આશ્વર્ય થયું. લોકો 500 અને 1000ની જૂની નોટો જમા કરાવવા આવતા હતા પણ આ બહેન 100ની નોટો જમા કરાવવા આવ્યા હતા. 
મેનેજરે એમને કહ્યું, “બહેન, આ 100ની નોટો મેળવવા તો લોકો લાઈન લગાવે છે, કલાકો લાઈનમાં ઉભા રહે છે અને તમે આ નોટો જમા કરાવવા આવ્યા! સરકારે આ ચલણ ક્યાં રદ કર્યું છે ? આ રકમ તો તમારા ઘરમાં હોત તો તમે ગમે ત્યારે ખર્ચી શકત.”
મેનેજરની બધી વાત સાંભળ્યા પછી એ બહેને મેનેજરને કહ્યું, “સાહેબ, આપની વાત સાચી છે કે આ 100ની નોટ અત્યારે જેની પાસે હોય એ રાજા ગણાય. આ નોટો જમા કરાવવાની ના હોય પણ બેંકમાંથી મળી શકે તો મેળવવાની હોય. પણ સાહેબ ગઈ કાલે મેં છાપાઓમાં વાંચ્યું કે લાંબી લાઈનમાં કલાકો ઉભા રહ્યા પછી પણ બેન્ક કે એટીએમમાંથી લોકોને રકમ મળતી નથી. વારો આવે એ પહેલા જ રકમ ખૂટી જાય છે એટલે લોકોએ રકમ લીધા વગર પાછા આવવું પડે. મારા ઘરમાં 40000ની 100-100ની નોટો પડી હતી. હું તો 10000 રાખું તો પણ બે મહિના નીકળી જાય એટલે જો વધારાના 30000 મારા ખાતામાં જમા કરાવી દઉં તો એમાંથી થોડા લોકોને નાની નોટ મળી જાય અને મારી દેશસેવા થઈ જાય એટલે આ વધારાની રકમ જમા કરાવવા આવી છું”
મેનેજર સહિત ત્યાં ઉભેલા બધા લોકોએ આ બહેનની હ્દયભાવનાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.
મિત્રો, એક તરફ આવા માણસો પણ છે જે ઘરમાં રહેલી વધારાની નાની નોટો કલાકો લાઈનમાં ઉભા રહીને પણ બેંકમાં જમા કરાવે છે જેથી એ રકમ અન્ય જરૂરિયાત વાળાને આપી શકાય અને બીજી બાજુ આપણી પાસે પૂરતી નાની નોટો હોવા છતાં બેંકમાં પૈસા ઉપાડવા કે બદલવા પહોંચી જઈએ છીએ. ખરેખર જરૂર ના હોય અને કરકસરથી થોડા દિવસ ચલાવી શકાય એમ હોય તો બેંકમાં નાં જઈએ જેથી જરૂરિયાતવાળા લાભ લઈ શકે.
આપણી પાસે જેટલી નાની નોટો હોય એને સાચવી રાખવાને બદલે વહેતી કરીએ તો એ પણ મોટી દેશ સેવા જ છે. આપણે કોઈ બંદૂક લઈને સરહદ પર લડાઈ કરવા જવાના નથી પણ નાની નોટોનો વધુ પડતો સંગ્રહ ના કરીને પણ દેશની સલામતિમાં આપણું યોગદાન આપી શકીએ.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s