Posted in कविता - Kavita - કવિતા

સિંહની પરોણાગત – રમણલાલ સોની


રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

Posted in कविता - Kavita - કવિતા

ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની


ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !

ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

-રમણલાલ સોની

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

તે મારી મા હતી..


એક પુરુષે કહેલા ઉત્તમ વાક્યોઃ 
૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી.. 
૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી….તે મારી બહેન હતી. 
૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…મારા શિક્ષીકા. 
૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો, અને પ્રેમની જરુર હતી..ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી. 
૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…તે મારી પુત્રી હતી. 
૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…તે મારી માતૃભૂમિ હશે. 

જો તમે એક પુરૂષ હો તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો અને જો તમે એક સ્ત્રી હો તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.. તમારી નાનકડી લાડ્લી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે. “આ દીકરીઓનું સપ્તાહ છે” જો તમારે દીકરી હોય જે આસ પાસ હોવા માત્રથી તમારું જીવન જીવવા લાયક બનાવી દેતી હોય અને તેને તમે તમારા શ્વાસથી પણ વધુ ચાહતા હો …તમારી દીકરી માટે તમને અપાર ગૌરવ હોય, તો આ થોડા વાક્યોની નકલ કરી પ્રેમાળ પુત્રીના મા-બાપ હોવાનું ગૌરવ ધરાવતા હોય તેમને તુરંત મોક્લી આપો.

Posted in सुभाषित - Subhasit

क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे॥


रथस्यैकं चक्रं भुजगयमिताः सप्ततुरगाः निरालंबो मार्गश्चरणविकलो सारथिरपि। रविर्यात्यंतं प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे॥

Everyday the sun travels to the end of endless sky in a single wheeled chariot having seven horses controlled by serpents on an unsupported road with a charioteer having disabled foot. The actions of great people are accomplished by their inner strength, not by the means of doing it.

Posted in सुभाषित - Subhasit

क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे ॥


लोके भवन्ति महान्तः ये ऋज्वर्थग्रहणैकदृष्ट्या प्रपञ्चं आलोकयन्ति । कार्यस्यास्य अभिव्यक्तिः मौल्यनिष्ठवस्तुवर्णनहेतुत्वात् वाग्रूपं आप्नोति । सुभाषितम् नाम सुष्ठु प्रोक्तं वचनम् । सम्स्कृतवाङ्मये सुभाषितानि बहुशः छन्दोबद्धानि । एतानि पद्यानि स्वीयवर्णनचमत्कृतिद्वारा लोकसङ्ग्रहतत्वं बोधयन्ति । साम्यवैषम्ययोः चित्रं एका एव भित्तेः उपरि आलिख्य चिकित्सकमनोधर्मस्य आवश्यकतां भजन्ते । मानुषजीवनस्य वैशिष्ट्यं हृदयङमरीत्या निर्दिशन्ति । प्राप्तजन्मस्य साफल्यं कथं प्राप्नुयात् ? एतन्निमित्तं किम् अनिवार्यमिति मार्मिकरीत्या सूचयन्ति । विदुषां मुखात् आशुकवितारूपेण निस्सृत्य सर्वान् पण्डितपामरान् आह्लादयन्ति च । समयोचितवाग्विजृम्भणम्, समस्यापूरणम् – इत्यादीनि मार्गस्यास्य भिन्नगतयः ।

संस्कृतभाषायां बहवः सुभाषितसङ्रहग्रन्थाः अद्योपलभ्यन्ते । एतेषु प्रस्तुताः विषयाः बहूत्र एवं भवन्ति – सुभाषितप्रशंसा, कविकाव्यप्रशंसा, सम्सारविवरणम्, सज्जनः – दुर्जनः, सद्गुणः – दुर्गुणः, अज्ञानखण्डनम्, मूर्खनिन्दनम्, परतत्वविवेकः, स्वस्थानपरिज्ञानम्, राजनीतिः, धर्मः, वैराग्यम्, भक्तिः, मानुषप्रयत्नम् … इत्यादीनि ।

‘मुक्तकम्’ इति व्यपदेशेन बोधप्रदमेकं पद्यं व्यवह्रियते । वेदवाङ्मयात् आरभ्य मन्वादि स्मृतिषु, अनेककवीनां काव्येषु, पुराणग्रन्थेषु, विविधशास्त्रग्रन्थेष्वपि मुक्तकानि दरीदृश्यन्ते । एतेषां ललितकोमलकान्तपदावलिः हृद्या अनवद्या च ।

उदाहरणानि –

१) विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधिः ।
विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः ।
तथाप्येको रामः सकलमवधीद्राक्षसकुलं ।
क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे ॥

भोजप्रबन्धात् उद्धृतं पद्यमेतत् मानुषप्रयत्नस्य मौल्यं प्रतिपादयति । स्वत्वपरिज्ञानं, सत्त्वपुरःसरजीवनस्य विविक्तवैशिष्ट्यं च भृशं निर्दिशति ।

२) न ध्यातं पदमीश्वरस्य विधिवन्निःश्रेयसावाप्तये ।
स्वर्गद्वारकपाटपाटनपटुः धर्मोऽपि नोपार्जितः ।
नरीपीनपयोधरोरुयुगलं स्वप्नेऽपि नालिङ्गितम् ।
मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम् ॥

शतककाव्येषु भर्तृहरेः वैराग्यशतकम् अत्यमोघकाव्यम् । अयं श्लोकः वैराग्यभावनाजन्येषु अन्यतमं आत्मखण्डनं कठोरवस्तुस्थितिसंनिदर्शनद्वारा सूचयति ।

३) शास्त्रं स्वधीतमपि तत्परिचिन्तनीयं ।
प्रीतो नृपोऽपि सततं परिसेवनीयः ।
अङ्के स्थिताऽपि तरुणी परिरक्षणीया ।
शास्त्रे नृपे च युवतौ च कुतो वशित्वम् ॥

आजन्मविद्यारतिः, आजन्मसेवामनोभावः इत्यादीन् स्वात्मस्तरवर्धकाम्शान् एतत् सवैवरं वर्णयति ।

४) अयं निजः परो वेति गणना लघुचेतसां ।
उदारचरितानां तु वसुधैवकुटुम्बकम् ॥

भारतीयसंस्कृतेः बहुमुख्यांशः कः? इति प्रश्ने पृष्टे सति – स एव विश्वात्माभावमनोधर्मः इति झटिति स्फुरति । तदेव अंशं अयं प्रचुरश्लोकः प्रकटीकरोति ।

५) पुराणमित्येव न साधु सर्वं ।
न चापि काव्यं नवमित्यवद्यं ।
सन्तः परीक्ष्यान्यतरद्भजन्ते ।
मूढः परप्रत्ययनेयबुद्धिः ॥

निकषोपमबुद्धिः सम्पादनीया । स्वविवेकाध्ययनम् विना न कोपि अङ्गीकर्तव्यः इति पद्यस्यास्य भावः ।

६) उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मीः ।
दैवेन देयमिति का पुरुषा वदन्ति ।
दैवं विहत्य कुरु पौरुषमात्मशक्त्या ।
यत्ने कृते यदि न सिढ्यति कोत्र दोषः ॥

” कर्मण्येवाधिकारस्ते । मा फलेषु कदाचन ” गीतावक्यस्यास्य उपबृंहणमेव अयं श्लोकः ।

७) सन्तः सदाभिगन्तव्या यदि नोपदिशन्त्यपि ।
यास्तु स्वैरकथास्तेषां उपदेशा भवन्ति ताः ॥

” ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ” इति वाक्यं स्फुटीकरोति पद्यमेतत् । विद्वद्रसिकानां जल्पनमपि उपदेश इव सप्रश्रयं गृह्णीयात् इति अस्य भावः ।

८) अक्षराणि परीक्ष्यन्तां अम्बराडम्बरेण किम् ।
शम्बुरम्बरहीनोपि सर्वज्ञः किं नु कथ्यते ॥

ऋज्वर्थग्रहणं श्रेयस्करम्। अत्र “Do not judge a book by its cover” – अस्य आङ्ग्लवचोविछित्तेः अर्थच्छायाऽपि दृश्यते।

९) दानाय लक्ष्मीः सुकृताय विद्या ।
चिन्ता परब्रह्मविनिश्चयाय ।
परोपकाराय वचांसि यस्य ।
वन्द्यस्त्रिलोकी तिलकः स एव ॥

सार्थकजीवनस्य आधारस्थम्भानि अत्र निर्मितानि सन्ति ।

१०) न मांसभक्षणे दोषः न मद्ये न च मैथुने ।
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफल ॥

मनुस्मृतेः अयं श्लोकः सार्वकालीनः । ” धर्माऽविरुद्धो भूतेषु कामोस्मि भरतर्षभ ” – गीताचार्यस्य वचनमेतत् स्मृतिपटलं प्रत्यागच्छति |

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ગામમાં એક પંડિત રહેતા


એક ગામમાં એક પંડિત રહેતા.ગામના મંદિરમાં પૂજારી.ખૂબ ભક્તિભાવવાળા.પૂજાના નિયમમાં ખૂબ ચુસ્ત.સાફ નિયત સાફ મન.
આ ગામમાં એકવાર પૂર આવ્યું.બધાં ગામ છોડી નાસ ભાગ કરવા લાગ્યા. પંડિત પાસે આવ્યા અને કહ્યું ,”મહારાજ તમે જલ્દી ચાલો પૂર વિનાશકારીછે.આપને ગામની બહાર નીકળી જઇએ. ” પંડિતે કહ્યું “તમે સહુ જાઓ ભગવાન છે ભગવાન મને બચાવશે. ” બધાએ બહુ સમજાવ્યું
પણ મહારાજ એક ના બે ના થયા.
પાણી વધતા જતાં હતાં. ગામના સરપંચ ને ખબર પડી. ગામના બધા જ ગામની બહાર જવા તૈયાર હતા સિવાય મંદિરના પૂજારી.સરપંચ એમના ખાસ માણસો સાથે પંડિતજીને લેવા હોડીમાં ગયા.પણ…..પંડિતજીનો એ જ જવાબ.” ભગવાન આવશે ભગવાન મને બચાવશે ” નિરાશ થઇ તેઓ ચાલ્યા ગયા.
પાણી ખૂબ વધવા માડયા. ભગવાનની મૂર્તિ પણ ડૂબી ગઇ મહારાજ મંદિરની છત પર જતાં રહ્યા. એટલામાં જ હેલિકોપ્ટરમાંકેટલાંક માણસો આવ્યા.મહારાજને કહેવા લાગ્યા “મહારાજ જલ્દી ચાલો તમને લેવા આવ્યા છે” પણ…….મહારાજ નો એ જ જવાબ હતો ” ભગવાન આવશે ભગવાન મને બચાવશે ”
પાણી ખૂબ વધ્યા અને મહારાજ મૄત્યુ પામ્યા.સ્વર્ગરમા ગયા. ભગવાન ને પૂછ્યું “ભગવાન મેં તમારી આટલી પૂંજા કરી આટલી શ્રધ્ધા રાખી ને તમે મને બચાવવા ના આવ્યા.”
ભગવાન બોલ્યા ” તને જે બચાવવા આવ્યા હતા એમને મેં જ મોકલ્યા હતા.એમને તારા સુધી આવવાની પ્રેરણા મેં જ આપી હતી.તું જ સમજી ના શક્યો.કે ઇશ્વર કયા સ્વરુપે તારી મદદ કરે છે.”
મહારાજ કશું બોલી ના શકયા અને નતમસ્તક થઇ ગયા.

Posted in कविता - Kavita - કવિતા

VAR TAHEVAR


VAR TAHEVAR

 http://funfamilywriters.blogspot.com/2012/12/var-tahevar.html
કારતક ના પ્રથમ શુભ દિન થી  નુતન  વર્ષ  આરંભાય, પ્રભુ  દર્શન ને  વડીલો ના આશીર્વાદ થી આ દિન  ઉજવાય  

અન્ન્કુઠ માં અગણિત વાનગી ઓ  ભગવાન ને ધરાવાય, સુદ  બીજે,   ભાઈ બીજ , ભાઈ ની રક્ષા કાજ  ઉજવાય 
પાંચમે તો લાભ પાંચમ ને  અગિયારશે  દેવ ઉઠી અગિયારશ ઉજવાય, પૂનમે દેવ દિવાળી દીવડા ની રોશન થી  ઉજવાય 

માગસર સુદ છઠ થી અન્નાપૂર્ણા વ્રત આરંભાય ને પૂનમે દત્ત જયંતી  ભારે   હર્ષોલાશે ઉજવાય 
 
પોષ મા ઉતરાયણ માં દાન નો મહિમા ઉત્તમ ગણાય, તલ સાંકરી ને ઊંધિયું  જલેબી અગાશીએ આરોગાય, રંગ બેરંગી પતંગો ને તુક્કલો થી આકાશ અતિશય રંગાય  
 
મહા માં વસંત પંચમી  એ સરસ્વતી પ્રાગટ્ય દિન ઉજવાય  ને મહા શિવરાત્રી  એ   ભોળાં ને ભાંગ થી  રીઝ્વાય 
 
ફાગણ  ની પૂનમેં   હોળી સંધ્યા એ પ્રગટાવાય ને પછી ના દિને  ધૂળેટી એ માનવ બેફિકરો બની   વિવિધ  રંગે  રંગાય 
 
ચૈત્ર સુદે રામ નવમી એ રામ જન્મ ઉજવાય ને પૂનમે  હનુમાન જયંતી  ખૂબ આનદ થી મનાવાય 
 
વૈશાખ માં અખા ત્રીજ અને  પાંચમે મહાલક્ષ્મી માતાજી નો જન્મ દિન ઉજવાય  
 
જેઠ માં નિર્જલા અગિયારશ ને પૂનમે વડ સાવિત્રી ના તહેવારે  વડલો  લાલ સૂત્ર એ  બંધાય
 
અષાઢ  સુદ ની બીજે રથ યાત્રા જાંબુ, મગ સાથે ઉજવાય ને અગીયારશે વિષ્ણુ દેવ પોઢી જાય
સુદ તેરસે ગૌરી વ્રત નો આરંભ થાય, અષાઢ ની પૂનમે ગુરુ પૂર્ણિમા એ સૌ ગુરુ નત મસ્તકે પૂજાય
વદ પડવા  થી વ્હાલો કાનો રોજ હિંડોળે  હિંચાય  
 
શ્રાવણ પૂનમે રાખી એ, સાડી ના સેલ માં થી લાવેલી નવી  સાડી માં આવેલી બ્હેન ની  રાખડી થી ભાઈલો પવિત્ર બંધને બંધાય 
વદ પાંચમે, નાગ્ પાંચમ જેમાં નાગ દેવ ચીતરાય,  ને રાંધણ છઠ માં જાણે મણ નું  રાધણ રંધાય,  ને સીતળા સાતમે ટાઢી શેર જેમાં ટાઢું  ટાઢું જ ખવાય
આઠમે  ઉપવાસી રહીને આતુરતાથી રાત્રી ના  બારે કૃષ્ણ જન્ન્મોત્સવ  ધામ ધૂમ   થી ઉજવાય 
 
ભાદરવા ના ભીંડા થકી  ખેત જમીન  લહેરાય ને એ  જોઇને ગામડિયો  અતિ આનંદે  હરખાય 
સુદ ત્રીજે કેવડા ત્રીજ ને વદ  ચોથે  ગણેશ ઉત્સવ આરંભાય, સુદ પાંચમે ઋષિ પંચમી ને સુદ ચૌદશે અનંત ચૌદશ ઉજવાય 
ભાદરવા ના વદ એકમ થી  શ્રાદ્ધ આરંભ  થાય ને અમાસે  એ પૂર્ણ થયા ગણાય 
 
આસો સુદ એકમ થી અંબે  માત ના  મહા નવરાત્રી પ્રારંભાય, સૌ નાર નારી રાસ  ગરબા માં જોડાય
આઠમે    દુર્ગાષ્ઠ્મી   ને    દસમે   દશેરાં  હંમેશ   ફાફડા જલેબી ખાઈ ને જ    ઉજવાય 
શરદ પૂનમ તો  ચંદ્ર  પ્રકાશે  દૂધ પૌંઆ ને સંગ રાસ રંગે  ઉજવાય 
આસો વદ ની  વાઘ બારશ થી દિવાળી ના શુભ તહેવારો આરંભાય, તેરશે,  ધન તેરશે  જે દિ ,ધન ને ધન્વન્તરી ની પૂજા શુભ ગણાય 
 કાળી ચૌદશે મહાકાળી ને હનુમાનજી પૂજાય ને ખેડીયા હનુમાન ના મેળે સૌ માનવ મહેરામણ ઉભરાય 
અમાસે, મહા પર્વ દિવાળી એ સૌથી  મોટો પવિત્ર દિવસ ગણાય, ચોપડા પૂજન , મઠીયા ઘૂઘરા ને મીઠાઈ, દીવડા સાથે ફટાકડા બહુ ફોડાય
 
નુતન વર્ષ ના આ શુભ દિને નવા સીવેલ પોલીયેસ્ટર ના વસ્ત્રો માં ગામડિયો ખૂબ  સોટા મારતો અંતર થી બહુ  હરખાય 
 
ગામડિયો 
Posted in कविता - Kavita - કવિતા

હાલને ઘેલા, પાછા વળિયે વળિયે જૂના ધંધે.


હાલને ઘેલા, પાછા વળિયે
વળિયે જૂના ધંધે.

સાલ મુબારક, હેપી ન્યુ યર,
નૂતન વર્ષાભિનંદન,
રાત ગઈ ને, વાત ગઈ, હવે,
નિંદા, કુથલી, ટિપ્પણ.

ભર્યા ગલોફે માવા ગુટખા,
ભેગા થઈએ અડ્ડે,
નવરા થઈને નખ્ખોદ વાળવા,
વળિયે જૂના ધંધે.

ઘેલા તે તો મોબાઇલની,
પત્તર ખંડી કાઢી,
કોપી પેસ્ટ કરીને ફેસબુક,
વૉલને રંગી કાઢી.

વોટસએપ મેસેજ ડીલીટ મારવા,
બાતલ જાશે સંડે,
નવરા થઈને નખ્ખોદ વાળવા,
વળિયે જૂના ધંધે.

ઘેલા તારી શાયરીઓને,
ભૂત ભાઈ ના વાંચે,
ગુડ મોર્નિંગ ને સુવિચારો,
પથરા જેવા વાગે.

ઠોકમ ઠોક લિંક ફટકારે,
ઝલાઈ જાશે ફંદે.
નવરા થઈને નખ્ખોદ વાળવા,
વળિયે જૂના ધંધે.

અમિત તિવારી

ભઈલા દિવાળી ખલ્લાસ… હવે ધંધે લાગી જાઓ….