Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આને ખરો પતિકહેવાય.


આને ખરો પતિકહેવાય.

ક્લબમાં બાવન પાનાંની રમત જોરદાર જામી છે ત્યાં ટેબલ પર પડેલા એક મોબાઈલની રીંગ વાગે છે.
રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં વાત શરુ કરેછે…
ખેલાડી – “એલાવ…”
સામે છેડે – “વ્હાલા, તું ક્લબમાં છો?”
ખેલાડી – “હા”
સામે છેડે – “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે,
રૂ. ૫,૦૦૦ કહે છે લઈ લઉં?”
ખેલાડી – “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?”
સામે છેડે – “ઝવેરીનો ફોન આવ્યો તો, તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે
તો એકાદ લઈ લઉં?”
ખેલાડી -”શું રેંજમાં છે?”
સામે છેડે – “લાખ સવા લાખ સુધી થઈ જશે…”
ખેલાડી – “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે..”
સામે છેડે – “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”

ખેલાડી – ‘વ્હાલી આજે હું બહુ ખુશ છું, તેને જોઇતો મોડલ આજે જ નોંધાવી દેજે, કિંમતની ચિંતા ન
કરતી”
સામે છેડે – સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”
ખેલાડી – “આઈ લવ યુ ટુ!”
ફોન મૂકાઈ ગયો, બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યા હતા અને વિચારતા હતા કે વાહ ! આને ખરો પતિકહેવાય !
– ત્યાં તેણે સ્મિત સાથે બધાને પૂછ્યું – “આ કોનો મોબાઈલ છે?”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આને કેવાય લગ્નજીવન


એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતીને છોડી ને જતી રહું તો મારા પતી ના ઉપર શું ગુજરે… જોવ તો ખરા…
આવો વિચાર આવતાજ તેણે
એક કોરો કાગળ લીધો અને તેની
ઉપર લખ્યું.

“” હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહિ રહી સકતી,
બહુજ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાવ છુ અને તેપણ હંમેશ માટે.””

તે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખી પતી નો ઘરે આવવાના સમયે તેની પ્રતિક્રિયા શું થાય? ??
તે જોવા પલંગ નીચે છુપાય ગઈ.
પતી આવ્યો તેને ટેબલ ઉપર મુકેલો
પત્ર વાંચ્યો. થોડી વાર ચુપ્પી રહ્યા
બાદ તેજ પત્ર નીચે તેને કઈક લખ્યું.

પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો,ગીતો ગાવા લાગ્યો,ડાંસ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો

અને અચાનક એને પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું
” આજ હું એકદમ મુકત થઇ ગયો
છું, કદાચ મારી મુર્ખ પત્ની ને સમજાય ગયું કે તે પોતે મારા લાયક નાં હતી,
એટલીવાર માં તેણે પોતાના ફોન થી કોઈને ફોન લગાવ્યો અને કીધું
મારી સુતરફેણી ડાર્લિંગ,
આજથી મારું બૈરું હંમેશ ની
માટે ઘર છોડીને ચાલી ગઈ છે.
આજથી હું આઝાદ થઇ ગયો છું,
અને બસ કપડા બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું,
તું તૈયાર થઈને મારા ઘરની સામે વાળા પાર્ક માં હમણાજ આવીજા,

તરતજ કપડા પહેરીને પતિ ઘરની બહાર નીકળી ગયો.
આંસુ ભરી આંખોથી પત્ની બેડના નીચેથી નીકળી, થર-થર કાંપતા હાથે થી પત્ર ઉપાડી પત્રના નીચે લખેલી લાઈન વાચી, જેમાં લખ્યું હતું….,

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

” અરે ગાંડી……, પલંગ નીચેથી તારા પગ દેખાય છે.😁😁😁
સામેથી નાસ્તો બંધાવીને આવું છું, ત્યાં સુધી તું ચા મુક….!!!

આને કેવાય લગ્નજીવન

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ના એક દીકરો


એક ના એક દીકરો… પોતાની મા ની તમામ મરણવિધિ પતાવીને થોડાક દિવસો બાદ…. બાપાને અનાથાશ્રમમાં મૂકી દીકરો ઘરે જવા નીકળ્યો અને ઘરે પત્નીને ફોન કર્યો કે : ” બાપાને તેના મુકામે મૂકી દીધા છે અને હવે સીધો જ ઘરે આવું છું…”

પત્નીએ પૂછ્યું કે : ” દિવાળીની રજામાં બાપા ઘરે તો નહિ આવી જાયને… એ પૂછી લીધું હોત તો ?? ”

દીકરાને પણ વાતમાં વજન લાગ્યું…. ” ઓકે..હજી તો બહાર જ નીકળ્યો છું…ચાલ એ પણ પૂછી લેતો જ આવું…જો આવવાના હોય તો કોઈ બહાનું બતાવીને નહીં આવે એવું કહેતો જ આવું….”

દીકરો પાછો અનાથાશ્રમ તરફ આવ્યો.

તેણે જોયું કે વૃઘ્ધાશ્રમ ના સંચાલક સાથે જાણે જૂનો પરિચય હોય તેમ બાપા ખુબ હળીમળીને વાતો કરતા જોયા… અને થોડું વિસ્મય પામ્યો…

ત્યાં પહોંચતા પહેલા…બાપા કોઈ કામ અંગે પોતાના રુમ તરફ ગયા…એટલે સંચાલકને પૂછવાનો લાગ મળ્યો…

તેણે સંચાલકને પૂછ્યું કે : ” શું તમે બાપાને આ પહેલા મળ્યા હતા ? કે બાપા ને કેવી રીતે ઓળખો છો…? ”

જવાબ સાંભળી દીકરાના તો હોશ જ ઉડી ગયા…

સંચાલકે જણાવ્યું કે ” હું આ સજ્જનને 30 વર્ષથી ઓળખુ છું… આજથી 30 વર્ષ પહેલા
તેઓ આ અનાથાશ્રમમાં એક અનાથ છોકરાને દત્તક લેવા આવ્યા હતા ત્યારથી તેના પરિચયમાં છું…”

દીકરો ચોધાર આંસુ એ રડવા લાગેલો…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.


એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.
બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે
પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા.
“લાગે છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?” પત્ની બોલી.
પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું.
એક બે દિવસ પછી ફરી એજ જગ્યાએ કપડા સુકવેલા જોઈને
પત્નીએ ફરી એજ કહ્યું,
“ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય….!!”
પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ.
હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.
લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ
ચા- નાસ્તો કરી રહ્યા હતા.
પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું ,
“અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ….
આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈ કે ટોક્યા હશે!”

પતિ બોલ્યો, “ના એમને કોઈએ નથી ટોક્યા.”
“તમને કેવી રીતે ખબર? “,
પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું.
“આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ
કરી નાંખ્યો,એટલા માટે તને કપડા સાફ દેખાય છે.”
પતિએ વાત પૂરી કરી.